Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ સંવઠ્ઠ- મત્તાક (પુ.) (જે બ્રાહ્મણ પુરુષ અને વૈશ્ય સ્ત્રીથી ઉત્પન્ન થયેલો હોય તે ર. દેશ વિશેષ 3. મહાવત 4, વનસ્પતિ વિશેષવામાનહાડી) અંક (5) 3- (અ) 6 (6) (અંબડ નામના એક બ્રાહ્મણ પરિવ્રાજકન્સન્યાસી, જે મહાવિદેહ ક્ષેત્રથી મોક્ષ પામશે 2. ભગવાન મહાવીરનો અંબડ નામનો વિદ્યાધર શ્રાવક, જે આવતી ચોવીશીમાં ભરતક્ષેત્રમાં ૨૨મા દેવ નામે તીર્થંકર થશે). અંબડ પરિવ્રાજક અને સુલસા શ્રાવિકાનો પ્રસંગ સુવિદિત છે. જેમાં ચંપાનગરીમાં ભગવાન મહાવીરસ્વામી પાસે અંબડ શ્રાવકધર્મ સાંભળીને રાજગૃહી જતો હતો ત્યારે ભગવંતે તેના મારફત તુલસા શ્રાવિકાને ધર્મલાભ જણાવ્યો. વિદ્યાધર પરિવ્રાજક વિચારે છે કે, જેને ત્રણ લોકના નાથ પોતે કુશલ સમાચાર મોકલાવે છે તે સુલસા કેવી પુણ્યવંતી શ્રાવિકા હશે. વળી તે કયા ગુણોથી તે વિશિષ્ટ છે? તેની સારી રીતે પરીક્ષા કરું. એમ વિચારી તેણે બ્રહ્મા, વિષ્ણુ, જિનેશ્વરના રૂપો બનાવી વિવિધ ચમત્કારો બતાવ્યા છતાં તે વ્યામોહ ન પામી. તેથી અંબડે તેનું પરમ સમકિતપણું જોઈને પંચનમસ્કારના ઉચ્ચારપૂર્વક તેના ઘરે જઈને તેને ભગવંતે કહેલા ધર્મલાભ જણાવ્યા. ધન્ય છે સુલસા જેવી પરમ શ્રાવિકાને ! અને અંબડ પરિવ્રાજકને કે જે આગામી ચોવીસીમાં ૨૨માં તીર્થકર બનશે. સંવડા (1) નયન - મામલાનફ્ર(.) (કેરીનો નાનો કટકો, કેરીનો ટુકડો) લવ -- 4 (ગા) સ્નત્વ (2) (ખટાશ). કરુવાણી ખાટા પદાર્થ જેવી કહી છે. તેના યોગે વર્ષોના મીઠા-મધુરા સંબંધોમાં વૈપરીત્ય આવી જાય છે. જેમ દૂધપાક મીઠો હોવા છતાં ભોજન સમયે બોલાયેલા દુર્વચનોથી દૂધપાકમાં રહેલી મીઠાશ પણ કડવી બની જાય છે. લવ - માવ () (નમિચંદ્રસૂરિ કત આખ્યાનકમણિ કોશ ઉપર ટીકા રચનાર આચાર્યનું નામ, આમદેવસૂરિ) अंबपलंबकोरव - आम्रप्रलम्बकोरक (न.) (આંબાની માંજર) જેમ આંબાની માંજરનું યોગ્ય પાલન કરવાથી તે શરીરને પોષનારું ખુશબુદાર કેરીરૂપ ફળ આપે છે. તેમ નાના એવા પરંતુ, ગુણિયલ પુરુષની સેવા કરવાથી તે યોગ્ય સમયે હિતકારક ફળ આપે છે. તાત્પર્ય એ છે કે, ગુણવાન વ્યક્તિની કરેલી સેવા ક્યારેય નિષ્ફળ જતી નથી. આવા પુરુષોને શાસ્ત્રમાં આમ્રપ્રલમ્બકોરક અથ, આંબાની માંજર સમાન કહેલા છે. अंबपल्लवपविभत्ति - आम्रपल्लवप्रविभक्ति (न.) (બત્રીસ પ્રકારના નાટકમાંનું એક, જેમાં આંબાના પલ્લવની રચના વિશેષ કરવામાં આવે એવું એક નાટક) અંસિયા - માપેશી (સ્ત્રી.) (કેરીની ચીરી-કાતરી). અહો ! કેવો નિર્દોષ અને સંયમપોષક જૈન સાધુનો આહાર ગ્રહણ કરવાનો વ્યવહાર છે. આ ભગવંતો ફળાદિને વહોરતા પૂર્વે બરાબર નિરીક્ષણ કરતા હોય છે. અર્થાતુ બીજથી ફળનો ગર વ્યવસ્થિત ટો પડેલો હોય અને 48 મિનિટ થઈ ગઈ હોય તો જ ગ્રહણીય બને છે અન્યથા નહીં. કોઈપણ ફળ તેના બીજથી છૂટું પડ્યા પછી 48 મિનિટ થયે તે અચિત્ત બને છે. જ્યાં સુધી બીજ સહિત હોય ત્યાં સુધી તે સચિત્ત અર્થાત સજીવ ગણાય છે અને તેથી જ તે પુનઃ ઊગવા સમર્થ હોય છે. બાપેશી(ટી.) (કરીની ચીર) વન -- માપન ()