Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ તેટલા કષ્ટો આવે તો પણ તે કાર્યને પૂર્ણ કરે જ છે. જ્યારે મુર્ખ પુરુષો સારાસારનો વિવેક કર્યા વગર ઉતાવળા થઈને કાર્યનો પ્રારંભ તો કરી દે છે કિન્તુ વચ્ચેના સમયમાં થોડીક પણ મુશ્કેલીઓ આવતાં ડરી જઈને કાર્યને અધૂરું જ છોડી દે છે. કમત (ત્રી.). (અંતર્ધાન થવું તે, સ્મૃતિભ્રંશરૂપ અંતર્ધાન થવું તે 2. નાશ થવો તે). આપણા આગમોમાં ઉત્થાનસત્ર-સમુત્થાનસૂત્રાદિ અનેક એવા આલાવાઓ-પાઠો હતાં જેના ઉચ્ચારણમાત્રથી ચમત્કારો થતાં હતાં. પડતા કાળમાં હવે એ સૂત્રો અંતર્ધાન પામી ગયા. અર્થાત તે નષ્ટ-વિનષ્ટ થઈ ગયેલા છે. अंतरपल्ली - अन्तरपल्ली (स्त्री.) (મૂલક્ષેત્ર-મુખ્ય નગરથી અઢી ગાઉ દૂર રહેલું ગામડું) સંતા - અન્તાત્મ (કું.) (શરીરસ્થ આત્મા 2. સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી ક્ષીણમોહ ગુણસ્થાનક સુધીની આત્માની અવસ્થા, આત્માનો એક ભેદ) આત્માના જ્ઞાનાદિ વિશિષ્ટ ગુણો ઉપર કર્મોનું આવરણ હોવા છતાં સંપૂર્ણ જ્ઞાનાદિ ઉપયોગ ગુણો, શુદ્ધ ચૈતન્ય, મહાનન્દસ્વરૂપ આત્માની અવસ્થા, સંપૂર્ણ નિર્વિકારીપણું, શરીર આદિ પરભાવમાંથી સંપૂર્ણ મુક્તિ પ્રાપ્ત કરવાની શુદ્ધ ચાહના જે અવસ્થામાં હોય તેને અત્તરાત્મા કહેવાય છે. સમ્યગ્દષ્ટિ નામક ચતુર્થ ગુણસ્થાનકથી બારમા ક્ષીણમોહ ગુણસ્થાનક સુધી આ અવસ્થા હોય છે. अंतरभाव - आन्तरभाव (पुं.) (પરમાર્થ) સર્વનું ભલું કરવું તે એક પરમાર્થ છે. પોતાનું સર્વસ્વ આપી દઈને પણ ઉત્તમ પુરુષો અન્યનું ભલું કરવા માટે તત્પર હોય છે. મહાભારતના એક આદર્શ દૃષ્ટાંતમાં આવે છે કે, કર્ણની પાસે બ્રાહ્મણના રૂપે આવેલા ઈંદ્ર મહારાજાને સૂર્યદિને આપેલા કવચ તથા કંડલનું દાન કરીને પણ આવેલા અતિથિની ઈચ્છા પૂર્ણ કરી હતી. अंतरभावविहूण - आन्तरभावविहीन (त्रि.) (પરમાર્થરહિત, પરમાર્થ વગરનું) મળેલું આયુષ્ય જાણે શાશ્વત હોય તેમ આપણે માત્ર સંપત્તિ તથા આપણી આવશ્યકતાઓની પૂર્તિ તરફ જ ધ્યાન રાખીને જીવન વેડફે રાખ્યું છે. માત્ર સ્વની ઈચ્છાપૂર્તિ તો કીડી-મંકોડા જેવા શુદ્ર જીવો પણ કરે છે. તેથી વિવેકી બની આયુષ્યની નશ્વરતા તથા લયમીની ચંચળતાને ધ્યાનમાં લઈ પરોપકાર કરવા દ્વારા જીવનને સાર્થક કરીએ. અંતરમાણ - ૩ત્તમાષા (સ્ત્રી.), (ગુરુ બોલતા હોય ત્યારે તેમની વચ્ચે બોલવું તે) આચાર્ય, ઉપાધ્યાય, ગુરુ કે વડીલો કોઈ વસ્તુમાં સમજાવતા હોય, ઉપદેશ આપતા હોય કે વાર્તાલાપ ચાલતો હોય ત્યારે પોતાના પાંડિત્યનું પ્રદર્શન કરવા, ગુરુની ભૂલ કાઢવા કે પછી ગુરુની અનુજ્ઞા વગર જ ચાલુ વાર્તાલાપે એ વસ્તુને વિસ્તારપૂર્વક સમજાવવી કે તેનો યત્ન કરવો. આવું કરવાથી ગુરુનો અનાદર, અવિનય થાય છે. તેમજ ગુરુવંદન ભાષ્ય વગેરે ગ્રંથોમાં આને દોષ રૂપે ગણાવેલું છે. અંતરિય - અન્તત (ત્તિ.) (બાધિત, વ્યવહિત 2. અદશ્ય, આવૃત્ત, ગુપ્ત) જીવ તો દરેકનો સમાન જ છે પરંતુ તેની અંદર રહેલા ગુણ-અવગુણ જ તેને શ્રેષ્ઠ કે નિકૃષ્ટ બનાવે છે. જેમ દરેક મનુષ્યને પાંચ ઇંદ્રિયો તો સરખી જ મળેલી છે કિન્તુ વ્યક્તિ મળેલી શક્તિનો જે પ્રમાણે ઉપયોગ કરે છે તે ઉપયોગ જ તેને સજૂજન કે દુર્જન બનાવે છે. અંતર - મન ( વ્ય.) (નજીક 2. વચ્ચે, અંદર, મધ્યે 3, પ્રથમ-પહેલા એવા અર્થમાં વપરાતો અવ્યય)