Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ઍવજ - રાજે (4) (વર્ષાકાલ, વર્ષાઋતુ) જેમ વર્ષાકાલ એક જ હોવા છતાં તે ખેડૂતો માટે ખેતી કરવાના સાધનરૂપે, કામીજન માટે વિષયભોગનું નિમિત્ત અને સાધુ પુરુષો માટે ધર્મની આરાધના વધારનારો થાય છે. તેમ શાસ્ત્રોમાં એક જ પદાર્થને અલગ અલગ દષ્ટિબિંદુથી જોવાની-મૂલવવાની વિસ્તૃત સમજણ અપાયેલી છે. જેને આપણે સ્યાદ્વાદ તરીકે ઓળખીએ છીએ. *મનાવાસ (ઈ.) (મુસાફરીમાં ક્ષેત્ર ન હોવા છતાં સાધુ વચ્ચે-વચ્ચે રોકાણ કરે તે, વર્ષાકાળ). પ્રાચીનકાળમાં મુસાફરી કરવા માટે આજની જેમ યાંત્રિક સાધનો નહીંવત હતાં. ત્યારે ઘોડા, ઊંટ કે બળદગાડાનો ઉપયોગ થતો હતો. તે કાળે રાજા-મહારાજાઓ અથવા જૈનશાસનને પામેલા મંત્રીઓ ગામોગામ વિશ્રામ હેતુ પાથશાળાઓ બંધાવતા હતા. આવી અનેક પાંથશાળાઓ હિંદુસ્તાનમાં કોઈ કોઈ ઠેકાણે અત્યારે પણ જર્જરિત દશામાં વિદ્યમાન છે. અંતર (તિ) g - અત્તર () ક્ષ (7). (આકાશ, સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનું અંતરાલ) સામાન્ય રીતે આપણે જે પૃથ્વીલોકમાં રહીએ છીએ તે પૃથ્વીલોક અને તેની ઉપર રહેલા સ્વર્ગલોક વચ્ચેના શૂન્યાવકાશને આકાશ કહેવાય છે. પરંતુ હકીકતમાં આકાશ અનંત છે. આ આકાશનું કામ છે પુદ્ગલને જગ્યા આપવાનું. એકેન્દ્રિયથી લઇને પંચેન્દ્રિય સુધીના જીવોનો જ્યાં વાસ છે તેવા ચૌદરાજલોકમાં અને જયાં જીવાદિનો અભાવ છે તેવા અલોકમાં એકમાત્ર સામ્યતા હોય તો તે છે આકાશપ્રદેશની. અહીં પણ આકાશ અનંત છે અને અલોકમાં પણ આકાશપ્રદેશ અનંત છે. માતરિક્ષ () (આકાશમાં થતાં ગંધર્વનગર 2. મેઘ, જલ 3, આકાશ-સંબંધી, આકાશમાં થતાં ગ્રહવેધ આદિનું શુભાશુભ ફલ બતાવનાર ચોથું મહાનિમિત્તશાસ). આકાશમાં જે ગંધર્વનગર, મેઘ, ઉલ્કાપાત, તારા આદિનો ઉદય, ભૂત અટ્ટહાસ્ય આદિ થાય તેને આન્તરિક્ષ કહેવાય છે. ગ્રહોની એક-બીજા સાથે યુતિ, ઉલ્કાપાત, તારા વગેરેના ઉદયાસ્ત આદિનું વિશદુ વર્ણન જયોતિષશાસ્ત્રોમાં મળે છે અને ગંધર્વનગર, ભૂત અટ્ટહાસ્ય વગેરે બાબતોના શુભાશુભ ફળનો નિર્દેશ નિમિત્તશાસ્ત્રોમાં થયેલો છે. અંતર (ત્તિ) વધુનાથ - અન્તરિક્ષણાત (ત્રિ.) (પૃથ્વી ઉપર રહેલી પ્રાસાદ માંચો આદિ વસ્તુ). મંતર (નિ) પવિત્ર - સત્સંક્ષિપ્રતિપન્ન (ત્રિ.) (આકાશમાં રહેલું, આકાશમાં સ્થિત). ઊર્ધ્વલોક, અધોલોક અને તિચ્છલોક મળીને ચૌદરાજલોક પ્રમાણ આ આખું જગત આકાશમાં અવસ્થિત છે. અર્થાત ત્રણેયલોકનું આધારસ્થાન આકાશ છે, આકાશમાં-અદ્ધરમાં રહેલા છે. આ પ્રમાણે પરમાત્માએ વિશ્વની સ્થિતિ બતાવી છે. અંતર (તિ) વપાસના - અન્તરિક્ષપાર્શ્વનાથ (કું.) (શ્રીપુર-શિરપુરમાં આવેલી અંતરિક્ષ પાર્શ્વનાથની પ્રતિમા, અંતરિક્ષજી તીથી). પ્રાચીન ઉલ્લેખોના આધારે કહેવાય છે કે, અંતરિક્ષ પાર્શ્વનાથજીની પ્રતિમા બેઠકથી અદ્ધર હતી. નિઃશંકપણે કહી શકાય કે, શાસન દેવો પ્રભુની સત્યપ્રતિષ્ઠિત મહિમાની શ્રદ્ધાળુજનોને ખાતરી કરાવતા હોય છે. અંતરિ (તિ) વીરા - મન્તરિક્ષ (.) (વર્ષાનું પાણી, આકાશમાંથી પડતું જ ઝીલાય તે પાણી) આકાશમાંથી જે પાણી પડે તે અંતરિક્ષાદક કહેવાય છે. શાસ્ત્રોમાં પાણીના અનેક પ્રકાર બતાવેલા છે. જેમાં વર્ષોનું જલ પણ એક મુખ્ય પ્રકાર છે. વર્ષાકાળે પડતાં વરસાદના શુદ્ધ પાણીને સંગ્રહીને બારે માસ તેનો ઉપયોગ કરવામાં આવે છે.