Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ આંખમાં જો અમી આવી જાય તો આખી દુનિયા તમને ગમવા લાગશે અને જો જીભમાં અમી-મીઠાશ આવી જાય તો આખી દુનિયાને તમે ગમવા લાગશો. પણ ધ્યાન રાખજો! આ મીઠાશ લોકોને છેતરવા કે દેખાડવા માટે નહીં પરંત, હૃદયપૂર્વકની હોવી જોઈએ. આ ભાવના લાવવા માટે જ મહર્ષિઓએ “વસુધૈવ કુષ'નું સૂત્ર આર્યસંસ્કૃતિમાં વધ્યું છે. અંતર - અનાર (2) (વચ્ચે 2. વિશેષ 3. સીમા-અવધિ 4. પરિધાન-વસ્ત્ર 5. અંતર્ધાન 6. ભેદ 7. પરસ્પર વૈલક્ષણરૂપ વિશેષ 8, તાદર્થ્ય 9, છિદ્ર 10. આત્મીય 11. વિના 12. બાહ્ય 13. સંદેશ 14. સૂર વિશેષ 15. વ્યવધાન 16, અવકાશ) સજ્જનો અને દુર્જનોમાં એક વસ્તુની સમાનતા છે કે બંને પોતાના પ્રયત્નમાં લાગેલા રહે છે. પરંતુ આ બંને વચ્ચે ભેદ એ છે કે, સજજનો અપકારી ઉપર પણ ઉપકાર કરવામાં અને દુર્જનો ઉપકારીને વિષે પણ અપકારનો યત્ન કરતા રહે છે. અંતરંગ - મારફ(પુ.) (સમાન અંગ જેવું છે , પોતાનું અંગત 2. અત્યંત પ્રિય 3. આત્યંતર) ભવ્યોને તારવાની ભાવનાવાળા પરમોપકારી પરમાત્માએ મોક્ષમાર્ગના બે રસ્તાઓ બતાવ્યા છે. એક ચારિત્રપંથ અને બીજો અપવાદે સગૃહસ્થ પંથ. આ બન્નેમાંથી કોઈપણ માર્ગનું જો નિષ્ઠાપૂર્વક પાલન કરવામાં આવે તો તે અવશ્ય ભવનિસ્તારક બને છે. અંતાિ - અન્તજિ (સ્ત્રી) (ત નામક નગરી વિશેષ, જ્યાં બૈરાશિકમતની ઉત્પત્તિ થઈ હતી.) ભગવાન મહાવીરના સમયમાં જયાં ભૂતગૃહ ચૈત્ય, બલશ્રી રાજા અને જીવ, અજીવ તથા નજીવ આ ત્રણ રાશિના કથન દ્વારા સત્યનો અપલાપ કરનાર બૈરાશિક મતની ઉત્પત્તિ થઈ હતી તે અંતરંજિકા નામક નગરી આગમ ગ્રંથોમાં વર્ણવાઈ છે. अंतरंडगगोलिया - अन्तराण्डकगोलिका (स्त्री.) (અંડકોશની અંદરની ગોળી, વૃષણની ગોળી) મંતર - મત્તેરશન (કું.) (અનંતજીવોવાળી વનસ્પતિ વિશેષ) અંતરકંદ નામની આ વનસ્પતિ પાણીમાં ઉત્પન્ન થાય છે. અનંતકાય હોવાથી સાત્ત્વિક ભોજન લેનારા સદ્દગૃહસ્થો માટે ત્યાજય વસ્તુઓમાં તેનો સમાવેશ કરવામાં આવેલો છે. આ પ્રકારના બાવીસ અનંતકાય વનસ્પતિઓ છે જે અભક્ષ્ય ગણેલી છે. અંતર (m) g - માર (4) વન્ય (ઈ.) (જૈન સાધુઓનો અત્યંતર પ્રશસ્ત આચાર કલ્પ, અત્તરાકલ્પ) પંચકલ્યભાષ્ય નામના ગ્રંથમાં સાધુ ભગવંતના સામાયિકાદિ પાંચ પ્રકારના ચારિત્ર સ્થાનોમાં અંતરાકલ્પ કહેવાય છે. તે દરેકના અસંખ્ય સંયમસ્થાનો છે. તેમાં બાર પ્રકારની ભિક્ષુ પ્રતિમાઓ આવે છે. તેમાં બે પ્રકારની શોધીઓનું આલંબન કરીને જ્ઞાનવૃદ્ધિ પામેલા ચારિત્રધારી મુનિઓ મહાનિર્જરાના ભાગી બને છે. अंतरकरण - अन्तरकरण (न.) (યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ આ ત્રણ પૈકી કોઈપણ એક, સમ્યત્ત્વના કારણરૂપ અધ્યવસાય વિશેષ, અન્તરકરણ) સાગર શોષાઈને ખાબોચિયું બની જાય તેમ જેના સ્પર્શમાત્રથી પણ ભવ્ય જીવનું સંસાર ભ્રમણ ઘટીને અત્યંત અલ્પ થઈ જાય છે અર્થાતુ, અર્ધપુગલ પરાવર્ત કાળ પ્રમાણ થઈ જાય છે. તે સમ્યક્તની પ્રાપ્તિ યથાપ્રવૃત્તિ આદિ ત્રણમાંથી કોઈપણ એક આત્મિક અધ્યવસાય વિશેષથી થાય છે. તેના ઔપશમિક, લાયોપથમિક અને ક્ષાયિક એવા ત્રણ પ્રકારો છે. અંતરાય - સંતત () (અંદરનું, વચ્ચે આવેલું, અંતર્ભાવ પામેલું) વાસ્તવિક રીતે જોતાં જગતમાં કોઈ કોઈનો મિત્ર નથી કે કોઈ કોઈનો શત્રુ નથી. બધા જીવો આત્મસ્વરૂપે એક સમાન હોવા છતાં અને એકબીજાને સુખ-દુ:ખ આપવા અસમર્થ હોવા છતાંય જગતમાં મનુષ્ય કોઈકને મિત્ર રૂપે તો કોઈકને શત્ર રૂપે જુએ છે તેમાં