Page #1
--------------------------------------------------------------------------
________________
વિક્ટર ભ્રૂણા કૃત નવલકથા
Chine
STICHOR
ટાઇલર્સી સી મળે
પ્રેમ બલિદા
સંપાદકઃ ગોંપાળદાસ પટૅલ
Jain Education Internationa
જ્ઞાનવોને પ્રકાશન મંદિર, અદાવાદ
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રે મ - અ લિ દા ન
[વિકટર ાગા કૃત નવલકથા “ટાઈલસ એફ ધ સી”]
સ’પાદક ગાપાળદાસ જીવાભાઈ પટેલ
જ્ઞાનજ્યોતિ
જ્ઞાનજ્યાતિ પ્રકાશન સરિ અમદાવાદ-3
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક કમુબહેન પુત્ર છોડ પટેલ વ્યવસ્થાપક, જ્ઞાનજ્યોતિ પ્રકાશન મંદિર કોચરબ આશ્રમ, અમદાવાદ-૬
મુદ્રક વર્લ્ડ કલાસિક મ્યુઝિયમે ગઠવેલાં બીબાં પરથી
પાન છાપ્યાં - ૨ થી ૬ અમિષ પ્રેસ, અમદાવાદ-૧૩ ૧ થી ૨૪૦ ચંદ્રિકા પ્રિન્ટરી, અમદાવાદ-૧
પ્રથમ આવૃત્તિ
મુખ્ય વિતા વહડ કલાસિક મ્યુઝિયમ કોચરબ આશ્રમ, અમદાવાદ
હિ. ૨૦
માર્ચ, ૧૯૭૫
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનુ નિવેદન
કોઈ મહાન લેખકનાં પુસ્તકો જેમ જેમ વાંચતા જઈએ છીએ, તેમ તેમ દરેક નવું પુસ્તક આગળ વાંચેલ પુસ્તક કરતાં વધુ સારું લાગે છે. એવું જ વિકટર હ્યુગાનાં પુસ્તકોની બાબતમાં પણ બને છે. પરંતુ એટલું કહેવું જોઈએ કે, આ વાર્તામાં ખંત અને ચીવટપૂર્વક આગળ વધ્યા પછી જ તેના રસ જામતા જાય છે; અને તેના પૂરો રસ તો છેવટનું પાન વાંચીએ ત્યારે જ આવીને ઊભા રહે છે તે પ્રસંગે આપણું મગજ જાણે શૂન થઈને ઊભું રહે છે. પ્રેમના આવા અનેાખા અને અનુપમ બિલદાનની કથા વાંચવા મળ્યાથી પણ આપણે ધન્ય થઈ ગયા, એમ વાચકને લાગ્યા વિના રહેતું નથી.
આપણા ક્ષત્રિય-રાજપૂત ઇતિહાસમાં પ્રેમ-શૌર્યની અનેાખી વાર્તા સંઘરાયેલી પડી છે. પરંતુ હ્યૂગાએ આલેખેલા પ્રેમ-શૌર્યની આવી સુંદર વાર્તાની કલ્પના તો આપણે આ વાર્તા વાંચીએ ત્યારે જ આવી શકે છે.
સંપાદકશ્રીએ આ વાર્તા ગુજરાતી વાચકોને સુલભ કરી આપીને ગુજરાતી ભાષાની સેવા બજાવી છે, એમ કહ્યા વિના ચાલતું નથી. આ નવલકથાથી આપણા તે સાહિત્યમાં કીમતી ઉમેરો થયા છે. આ વાર્તા દરિયાનાં તાફાની મેાજાંની માફક વાચકને વાર્તાના રસ-પ્રવાહમાં ખેંચી જાય છે; અને વાચકના મનને તેને વેગ, વમળ, વળાંકો, પ્રસંગાનું ગાંભીર્ય અને ઊંડાણ કુંઠિત કરી ક્ષણભર સ્તબ્ધ અને સ્થગિત કરી દે છે.
વાર્તાની શૈલી સરલ અને ભાવવાહી છે; એટલે એકી બેઠકે વાર્તા પૂરી કરવી જ પડે છે. આ વાર્તાની ખૂબી એ છે કે, વાચક અવશ
३
Page #5
--------------------------------------------------------------------------
________________
બની, તેની માહિતીમાં ખેંચાય છે. પ્રેમ અને બલિદાન જેવા ઉમદા તંતુને એક પાતમાં સુરેખ વણી આપવાની હ્યુગોની શક્તિ અજબ છે. આ પુસ્તક આપણા યુવાન વર્ગમાં ખાસ આવકાર પામશે અને તેનું વાચન આનંદદાયક તથા પ્રેરક બનશે, એવી આશા છે.
ચાર્લ્સ ડિકન્સ અને ડૂમાની પેઠે હ્યુગોની પણ પાંચ નવલકથાઓ ગુજરાતીમાં ઉતારવાનો સંકલ્પ હતા. તે મુજબ ‘લે મિઝેરાબ્લ’, ‘ક્રાંતિ કે ઉત્ક્રાંતિ’ (નાઈન્ટી-થ્રી ), ‘લાફિંગ મૅન યાને ઉમરાવશાહીનું પેાત અને પ્રતિભા’, તથા ‘ધર્માધ્યક્ષ' (હુંચબૅંક ઑફ નેત્રદામ દ પૅરિસ ) -- આ પહેલાં પ્રસિદ્ધ થઈ ચૂકયાં છે. આ હવે ફૂગોનું પાંચમું પુસ્તક ગુજરાતી વાચકના હાથમાં મુકાય છે. તે પ્રસંગે સર્વ સંકલ્પાના સિદ્ધિદાતા પરમાત્માને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ છીએ.
તા. ૧૬-૨-’૭૫
કમુબહેન પુ॰ છે. પટેલ
Page #6
--------------------------------------------------------------------------
________________
પરમ પિતા
શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈ
–ને ચરણે
જેમના સસ્પશે મારા બધા દે ગળાઈ ગયા, અને હું માટીમાંથી
માનવ બન્યો
Page #7
--------------------------------------------------------------------------
________________
૨૨
૨૪
અનુક્રમણિકા પ્રકાશકનું નિવેદન એક અનોખી નવલકથા
ગોપાળદાસ પટેલ વિશેષનાગેની સૂચિ
ખંડ ૧ લો.
પ્રેમનું આહવાન ૧. એક શબ્દ છઠ્ઠીને લેખ ૨. જિલિયાત ૩. સ્વપ્નદ્રષ્ટા ૪. ઘેનમાં નાખનારી બેઠક ૫. મેસ થિયરી ૬. દેરુશેતા ૭. દુરાંદે ૮. તે ૯. “સેતાની ચર” ૧૦. લે ઐવિઝ ૧૧. કલુબિન ૧૨. કન્યાને પતિ
પ્રેમ-બાણ ૧૪અવનવા ઓળા ૧૫. રિકવર ૧૬. પંખીઓના માળા લૂંટનારાઓ ૧૭. જેને સાદ ૧૮. દુબે ખડકે ૧૯. બ્રાન્ડીની અણધારી બાટલી ૨૦. આવિષ્કાર: અંતરને અને બહારના ૨૧. “હું તેને પરણીશ!”
૧૧૨
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૩૫
૧૪૮
૧૫૧
પ્રેમનું બલિદાન ૧. જ્યાં જવાય નહિ અને ગયા પછી
પાછા અવાય નહિ ૨. લુહારની કોઢ ૩. જળ-તળની જાદુઈ સૃષ્ટિ ૪. માનવ પુરુષાર્થ અને સિદ્ધિ ૫. ચાલ હેઠે પહોંચે તે પહેલાં – ૬. માણસ જ ભૂખ્યો નથી હોતે ૭. છ ઇંચ અને બે ફૂટ વચ્ચેનો તફાવત ૮. બંદરનો ઘંટ ૯. ફરીથી બંદરને ઘંટ ૧૦. દુખમિતિ સુખ ૧૧. ચામડાની બૅગ
૧૫૫ ૧૬૪ ૧૮૨ ૧૯૦
२०७
૨૧૨
૨૯
Page #9
--------------------------------------------------------------------------
________________
એક અનેખી નવલકથા
આ નવલકથાનો આ બીજો જ-મ છે.
પહેલો જન્મ સાંગોપાંગ જ થયો હતો. પરંતુ વચ્ચે અનેક આસમાની-સુલતાનીઓ આવી પડી અને તે વાચકના હાથમાં પહોંચે તે પહેલાં જ તેની બાળહત્યા થઈ ગઈ.
ખેર, એ બધી સુલતાની કારવાઈ પછી પણ આ પુસ્તક બીજો જન્મ પામી શકે છે, એ પેલા સુલતાનના સુલતાનની બલિહારી છે. એટલે એને જ સલામ ભરીને – પ્રણામ કરીને – આ પુસ્તકના નવા અવતારને જ ગુજરાતી વાચકના હાથમાં મૂકવા રજા લઈએ છીએ.
મહાન લેખકનાં અનેક પુસ્તકોમાંથી કોઈ એકાદમાં તેની લેખનકળા સર્વોચ્ચ કક્ષાએ પહોંચતી જણાય છે. વિકટર હ્યુગોએ એક ગરીબગુનેગાર મનુષ્ય માનવતાની સર્વોચ્ચ ટોચે શી રીતે પહોંચે છે તેનું નિરૂપણ પોતાની વિખ્યાત નવલકથા “લા મિઝેરાબ્લ'માં કર્યું છે. અલબત્ત, માનવતાની સર્વોચ્ચ ટોચ એટલે સ્વાર્પણ-આત્મબલિદાનની પરાકાષ્ઠા; ધનવૈભવ કે રાજવૈભવની નહીં. “લા મિરાબ્લ'માં એ વસ્તુનું નિરૂપણ જેવી ઉત્તમ કક્ષાએ પહોંચ્યું છે, તેવું હજુ બીજી કોઈ નવલકથામાં પહોંચ્યું જાણ્યું નથી. કેટલીક વસ્તુઓ અનેખી રહેવા જ સરજાઈ હોય છે.
પરંતુ ટૉઈલર્સ ઓફ ધી સી', પ્રેમ-બલિદાન') નવલકથા વાંચ્યા પછી મન દ્વિધામાં પડી જાય ખરું. તેમાં આત્મ-બલિદાનની જે કોટી વર્ણવી છે, તેને માનવતાની કેટી કહેવાની જ હિંમત ન ચાલે. બીજ રૂપક લઈને એ મુદ્દો જરા વધુ સ્પષ્ટ કરવા પ્રયત્ન કરીએ.
Page #10
--------------------------------------------------------------------------
________________
રામ-કૃષ્ણ-બુદ્ધ વગેરે વિભૂતિઓએ સાધુના કે કોશિશ કરીને સર્વોચ્ચતાની પરમ કોટી સર કરી એમ કહેવા કરતાં લોકો એમ કહેવું વધુ પસંદ કરે છે કે, સર્વોચ્ચ એવા પરમાત્મા પાતે મનુષ્યરૂપધારી થઈને અવતર્યા હતા. માનવ તરીકેની એમની સર્વોચ્ચતા એટલી બધી અનેાખી તેમ જ સાથે સાથે સહજ-સ્વાભાવિક હોય છે. જાણે તેમને પ્રયત્ન કરીને – કોશિશ કરીને – એ હાંસલ કરવી પડી હોતી નથી. કદાચ માનવ પ્રયત્નથી એ કોટી હાંસલ ન પણ થઈ શકે, એમ જ લાકોને લાગતું હોય છે.
આ નવલકથાના નાયક િિલયાતની બાબતમાં પણ તેમ જ કહેવું પડે તેમ છે. તેના ઉદ્ગમ અગમ્ય છે. તે કયાંથી આવ્યા તે કોઈ જાણતું નથી. નરી પામરતામાં ઊછરીને મોટો થવા લાગતાં તે શાથી ભયંકર ગુનેગાર રાક્ષસ ન બન્યો, એ પણ કહી શકાતું નથી. તેણે સારા થવા કી કોશિશ કરેલી ખાસ દેખાતી નથી. અને છતાં કારમી કસોટીની વેળા આવે છે. ત્યારે તે પાનવતાની સર્વોચ્ચ ભૂમિકાએથી જ વર્તે છે!
માણસના પરમ લાભની બે વસ્તુઓ કામિની અને કાંચન. પરંતુ કર્ણે જેમ પેાતાના શરીર સાથે જન્મથી જડાયેલું કવચ રાજીખુશીથી (પેાતાને છેતરીને માગવા આવનાર ઇન્દ્રને ઊતરડી આપ્યું, તેમ જિલિયાત પણ પોતાના હાથમાં આવેલી – ન્યાયપૂર્વક આવેલી – તે બંને વસ્તુઓ બીજાને અર્પણ કરી દે છે. એવા ત્યાગ, એવું આત્મબલિદાન કોઈ અવતારી વિભૂતિ જ કરી શકે – માટીના ઘડેલે। માણસ નહિ, એમ જ કહેવાનું મન થાય,
૩
આ નવલકથા વાંચતાં સહેજે પ્રશ્ન ઊઠયા કરે છે કે, ની માટીના બનેલા જુવાનડા જિલિયાતનું આટલું મોટું બિલદાન કઈ માટી ભાવનાની મહા-શક્તિને આભારી છે?
Page #11
--------------------------------------------------------------------------
________________
જવાબ એક જ છે – તે મહાશક્તિનું નામ “પ્રેમ” છે. સ્ત્રી-પુરુષ વચ્ચેને પ્રેમ!
નવલકથાના પહેલા પ્રકરણમાં જિલિયાત અચાનક જ દેશે તે બરફમાં રમત ખાતર – ચીડવવા ખાતર લખેલું પિતાનું નામ વાંચે છે, અને પછી એના પ્રત્યે અજાણતાં ઊભા થયેલા પ્રેમના બળ વડે તે દુ ખડકો ઉપરથી દુરાંદેનું એન્જિન એકલે હાથે સમુદ્ર સામે લડીને, પવન, વીજળી વગેરે આકાશી સર સામે લડીને ઉતારી લાવે છે. તેનાં એ ખડકો ઉપરનાં પરિશ્રમ-ખંત-ધીરજકુશળતા લાખ લાખ રૉબિન્સન ની કથાઓનાં પાનાંને હઠ પાડી દે છે.
પરંતુ સ્ત્રી-પુરુષને પ્રેમ? એના જેવી ભયંકર, માદક અને વિનાશક કોઈ બીજી વસ્તુ છે ખરી? એ સ્ત્રી-પુરુષના આકર્ષણે જ જગતનાં મહાભારત, ઇલિયડો, અરે ઘમસાણો શું નથી સજ્યાં?
ખરી વાત છે, એ આકર્ષણ એવી અનેરી વસ્તુ છે કે તેની એક બાજુ નર્યું દુ:ખ, ન નરક છે, પરંતુ તેની બીજી બાજુ નર્યું દેવત્વઅમરત્વ છે. તત્ત્વજ્ઞાનની ભાષામાં કહીએ તે, પરમાત્મા પોતે જ કેવી અનેખી સત્તા છે? એક બાજુ નવું અશાનભરેલું-હભરેલું-માયાસ્વરૂપ છે; તે બીજી બાજુ નિત્ય શુદ્ધ-બુદ્ધમુક્ત એવું બ્રહ્મસ્વરૂપ છે. અને છતાં બંને જુદી વસ્તુઓ નથી! એક અદ્વેત જ છે. તમે પોતે કઈ કક્ષાએથી જુઓ છો, એટલે જ સવાલ છે.
માણસની બદમાશીની પરમ કોટીનું અને માણસની વીરતાની પરમ કોટીનું આ નવલકથામાં જેવું દર્શન કરાવવામાં આવ્યું છે, તેવું ઝટ બીજે પ્રાપ્ત થવું મુશ્કેલ છે.
જગતના તંત્રમાં માણસની બદમાશીને સફળ નીવડવાનો કેટલો અવકાશ છે, તે પ્રશ્નનું લગભગ આધ્યાત્મિક કહી શકાય તેવું નિરૂપણ, નવી જાસૂસી-કથાઓનો રસ ઊભા થાય તેવી રીતે, આ નવલકથામાં
Page #12
--------------------------------------------------------------------------
________________
છે; પરંતુ તેથી વધુ તો માનવ-હૃદયના પ્રેમ-શૌર્યને સફળ નીવડવાના કયા અને કેટલા અવકાશ છે, તેનું નિરૂપણ તેમાં છે. પ્રેમ-શૌર્યની ચરમ કોટી એટલે આત્મ-બલિદાન. અને એ જ એની પરમ સફળતા છે, એ દર્શન જીવન-તત્ત્વને સ્પર્શી શકનારા આવા વિરલ કલાકારો જ કરી શકે કે કરાવી શકે. એ.દર્શન આવી રસભરી રીતે કરાવવા બદલ આધુનિક યુગ વિકટર હ્યુગોના ચિરકાળ ઋણી રહેશે.
પ
અહીં વચ્ચે જ એક ચર્ચાસ્પદ મુદ્દાને સ્પર્શતા જઈએ. જિલિયાત છેવટે ભરતીની વેળાએ જાણી જોઈને ગિલ્ડ-હાલ્મ-ઉર ખડક ઉપર જઈને બેઠો અને ધીમે ધીમે ચડતા પાણીમાં ગરક થઈ ગયા એ શું? એ આત્મહત્યા ન કહેવાય ? એ બિલદાન તો નહતું જ. કારણ, એથી કોઈના કશા હેતુ સરતા નહોતા. સિવાય કે જીવનમાં બધી બાજુથી હતાશ થયેલા જિલિયાતના જીવનનો તેથી અંત આવ્યા.
-
પરંતુ જિલિયાત ખરેખર હતાશ થયા હતા ખરો? કામનામાં હતાશ થાય તા તા માતોષોમિત્રાયતે એ ન્યાયે પ્રથમ ક્રોધ નીપજે અને પછી સંમેાહ થતાં સ્મૃતિવિભ્રમ થાય. અર્થાત્ જિલિયાત પેાતાની કામનામાં હતાશ થયા હાત – ગુસ્સે ભરાયા હાત, તે। તો તે એબેનેઝરને મારી નાખીને દેરુÃતને પોતાની કરવા જ તાકત. ભલે એ દેરુશેત તેની કલ્પનાની મધુર – પવિત્ર દેરુશેત રહી ન હોત. પરંતુ જિલિયાતને ક્રોધ નીપજતા જ નથી. તેનું હ્રદય કેવળ કલ્યાણ-ભાવનાથી જ ભરેલું છે. તેથી તે પેાતાના પ્રેમપાત્રને જ સુખી થયેલું જોવા ઇચ્છે છે – પોતે સુખી થાય એ નહીં. અને તેથી હાથે કરીને એ લેથિયરીની ઇચ્છાને અવગણવાના માર્ગ તે બે જણને બતાવે છે અને તેમના લગ્ન વખતે હાજર રહી તેના વિધિની નાનામાં નાની જરૂરિયાત – લેથિયરીની સહીવાળી જુદા જ હેતુથી લખાયેલી ચિઠ્ઠી, આંગળીએ પહેરવાની વીંટી – રજૂ કરીને એ બધું સાંગોપાંગ પાર પાડી આપે છે.
તો પછી તે જીવતા કેમ રહેતા નથી? મરી કેમ જાય છે?
११
Page #13
--------------------------------------------------------------------------
________________
અહીં આગળ જ મહાન વિભૂતિઓનું તેજસ્વી-યશસ્વી જીવનકાર્ય પૂરું થતાં તેમના જીવનને અંત કેવી રીતે બતાવે એ અંગે સાચા કલાકારની કળાને પ્રશ્ન આવીને ઊભા રહે છે. આ જગતને ભ્રષ્ટા જે પરમ કલાકાર છે, તે શું કરે છે. તે જ જુઓ ! રાજવીઓમાં પરમ રાજવી – યોગેશ્વરમાં પરમ - યોગેશ્વર શ્રીકૃષ્ણને અંત એક સામાન્ય પારધીના મૃગલું મારવા છેડેલા બાણથી આવે છે, ભગવાન ગૌતમ બુદ્ધને અંત ભક્ત આપેલા ભાવપૂર્વકના આહારથી આવે છે. અહિંસાધર્મના પરમ ઉપાસક ગાંધીજીનો અંત ગાંડા ગોડસેની ગોળીથી આવે છે. જીવનનાં ગૂઢ સત્યોને નિકટપણે સ્પર્શતા વિક્ટર હ્યુગો જેવા કલાકારો તેથી જ પોતાના ઉચ્ચતમ સર્જન જિલિયાત જેવાનું મોત બીજી કોઈ રીતે બનાવી જ ન શકે. જિલિયાત જેવાને મૃત્યુમાંથી અમરપણામાં પ્રવેશતા જ બતાવી શકાય. આ મરતા જ નથી; તેમનું મૃત્યુ પોતે મરી જાય છે. તેથી જ જિલિયાતનું માથું છેવટે દરિયામાં ગરક થયું હશે, ત્યારે શ્વાસના બે પરપોટા પણ પાણી ઉપર નહીં આવ્યા હોય. તેનો જીવ પરમ પિતાએ પિતાને ખોળે અધ્ધર જ લઈ લીધે હશે.
પંડિત નહેરની અંગ્રેજી “જ્ઞાન બારીમાંથી આજકાલ કામશુંગારના ગંદા સાહિત્યનું પૂર આખા ભરતખંડ ઉપર ફરી વળ્યું છે. સ્ત્રી-પુરુષ સંબંધનાં નૈતિક મૂલ્યોને જે હૃાસ દેશમાં આજકાલ નીપજેલો દેખાય છે, તે કદી પણ આ દેશમાં નીપજ હશે કે કેમ તેની શંકા જાય છે. અત્યારના અંગ્રેજી ભણેલાં ભારતીયું નવજુવાનને સ્ત્રી-પુરુષના પ્રેમના ચરમ સાર્થકતા આત્મ-બલિદાન છે, એમ કહીએ તોપણ હસવું આવે. એને મન તે સ્ત્રી-પુરુષને પ્રેમ એટલે નિરોધનાં રબ્બર કે નસબંધીનાં ઓપરેશને.
- ભારત ઉપર કરી વળેલા એ ગંદા સાહિત્યના પૂરનું નિવારણ કરવા સામી સ્વચ્છ સાહિત્યની બીજી મજબૂત અડ ઊભી કરવા
Page #14
--------------------------------------------------------------------------
________________
જોઈએ. સાથે સાથે એ પણ જાણી રાખવું જોઈએ કે, વાતા એ આજે કોઈ પણ પ્રચારને માટે યુગ-માધ્યમ બનેલું છે. નવલકથા (જેમાં નાટક, સિનેમા વગેરે આવી ગયાં) દ્વારા જ આપણે આજે માનવહૃદયને જેટલા નિકટપણે સ્પશી શકીએ, તેટેલા બીજા કોઈ સાધનથી નહિ સ્પર્શી શકીએ. એટલે જ અમે કેટલાક મિત્રોએ વિશ્વસાહિત્યની શ્રેષ્ઠ નવલકથાઓને ગુજરાતીમાં ઉતારવાની યોજના કલ્પી હતી અને અમલમાં મૂકી હતી. તેને જે અલ્પ અનુભવ મળ્યો તે ઉપરથી કહી શકાય છે કે, નવલકથાનું માધ્યમ લોક-કેળવણી માટે જેટલું સફળ અને ઉપયોગી નીવડે છે, તેટલું ભાગ્યે બીજું કોઈ નીવડે.
વિકટર હ્યુગોની જાણીતી પાંચે નવલકથાઓ હવે ગુજરાતીમાં ઊતરી ચૂકી છે. “લા મિઝેરાબ્લ', ક્રાંતિ કે ઉત્ક્રાંતિ (“નાઈન્ટી-શ્રી'), ‘લાફિંગ મૅન’, ધર્માધ્યક્ષ (“હંચબૅક ઑફ નોરદામ દ પેરિસ') – એ ચાર પછીની આ પાંચમી છે. આવી મહાન નવલકથાઓ ગુજરાતીમાં ઊતરવી અને તેમને સમુચિત આવકાર મેળવે, એ ગુજરાતી ભાષાને ઉચ્ચ કેળવણીનું માધ્યમ બનાવનાર ગુજરાતના સપૂતને જ આભારી છે.
આજનો ગુજરાતી-ભાષી યુવાન માતૃભાષાને જ ઉચ્ચકેળવણીના. માધ્યમ તરીકે સૌથી પ્રથમ પામનારો ભાગ્યશાળી વ્યક્તિ છે. એ બાબતમાં આખા ભારત દેશમાં બીજી તેની જોડ નથી. એની સેવામાં આ બધી નવલકથાઓનાં સંપાદન ધરતાં ખરેખર આનંદ થાય છે. તેની માતૃભાષા જ આખા ભારતવર્ષમાં સૌથી પ્રથમ આઝાદી પામનારી ભાષા છે. જય જય ગુર્જરી માત! જય જય ગરવી ગુજરાત! તા. ૧-૨- ૫
ગોપાળદાસ જીવાભાઈ પટેલ
Page #15
--------------------------------------------------------------------------
________________
વિશેષનામેની સૂચિ
ઇબ્રાન્ડમ દુરાંદેના ઍન્જિનને બોઇલરવાળે, (પૃ૦ ૯૮) એમેનેઝર : જીએ જો એબેનેઝર કોડૂ.
કાશ્મીર’: ઇંગ્લૅન્ડ-ન્ગ્યુન સી વચ્ચેની ડાક-બેટ, ચુખિન : જીએ સ્યુ ક્યુબિન,
* ગિલ્ડ-હાલમ’-ઉર : ‘સૂઈ જનારનું માત’. જિલિયાતના મકાનથી દૂર આવેલા પિરામિડ આકારને મેટા ખડક, (જીએ પૃ૦ ૨૨) અન સી : ચૈનલ-ટાપુઓમાંના એક. નવલકથાની ઘટનાનું મુખ્ય સ્થળ. ગ્રેસ : લેથિયરીના ઘરની નેકરડી,
*
જગે જગૂરા : સૈન્ટ મૅલા આગાહી કરવામાં નિષ્ણાત.
બંદરને એક મુદ્દો કપ્તાન. દરિયાઈ તાફાનાની
જર્સી : ચૈનલ ટાપુઓમાંના મેટામાં મેટા ટાપુ. જિલિયાતઃ આ નવલકથાનું મુખ્ય પાત્ર.
જૅકેમિન હૅરાદ, રેવ૦ : અનસીના સૈન્ટ સેંપ્સનના રેકટર. પાછળથી સૈટ-પિયરે-પાટ ના ડીન. (પૃ૦ ૫૦, ૫‰)
જૅકેસાદ : સેંટ મલેાની એક ગઠ્ઠી શેરીમાં આવેલુ ક ગાળાને ભાડે જગા આપતું ગાનું મકાન (પૃ૦ ૮૩)
જો એબેનેઅર કરૂં રેવ૦ જૈકેમિન હૅરાદની જગાએ સેંટ સઁપ્સનના રેકટર તરીકે નિમાય છે. (પૃ૦ ૫૯)
ઝચએલા, કપ્તાન : ચિલિના એક કસાન. રાજકારણી નિર્વાસિતાને સહીસલામત ખસેડવાનું કામ કરનાર.
ટૅમાલિસ ઃ કપ્તાન એલાનું જહાજ.
:
ટાઢે વાલ: ચૈન સીમાં કલુમિનનું વતન,
દુને ગ્યન`સી અને સેંટ મેલા વચ્ચે આવેલું ખડકાનું એક જૂથ, બહુ જોખમભરેલા ખડકા, (પૃ૦ ૯૫)
દુશે : લેથિયરીના ઘરની નેાકરડી.
દેર્રોત : ગ્યનસી ટાપુમાં સ્વરૂપવતી ગણાતી છે.કરી; સ્ટીમ-બેટ-માલિક કૅથિયરીની પુત્રી. પ્લેઇનસાન્ટ: ચૈન સી ટાપુના ત્રણ ખૂણામાંના ટૉટવાલ નજીકના
ખૂણાનું નામ.
१४
Page #16
--------------------------------------------------------------------------
________________
મુન્દ્રા-રે : જિલિયાતનું ભૂતિયું ગણાતું ધર... પ્લાસ્કિતા : • દાણચાર બ્લાસ્કાને સાગરીત. ગ્લાસ્કાઃ પ્લેઈનમોન્ટના ભૂતિયા મકાનવાળા દાણચાર. સિઝિયસ : ગ્યન સી અને સેંટ મલેા વચ્ચે આવતા ખડકો,
મેસ લેશિયરી : દેશેતને બાપ. બહાદુર ખલાસી-કસાન; દુરાંદે સ્ટીમ
આટના માલિક.
રેયુરો ફ્રાંસના સેંટ મૅલેા ખ'દરને દલાલ.
ફૈત : પૅરિસના પરામાં રહેતા એક ચેાર ગુનાખાર માતા-પિતાનું સ’તાન. પછીથી વહાણવટી થિયરીના ભાગીદાર બને છે. (જુએ પૃ૦ ૩૪-૫) લ'હામે દુÀની ખડકમાળામાંને એક ખડક, (પૃ૦ ૯૬) લેથિયરી: જુઆ મેસ લેથિયરી,
લૅન્ડા: આ સ્યુ લૅંન્ડા.
લે બ્રૅવિઝ’: સેંટ સઁપ્સન ખંદરના દરવાન ઉપર પથ્થરનું બાંધેલુ મેસ લેથિયરીનું મકાન.
લાબત -જ્યાં : સેંટ મૅલા અંદરની એક નાની વીશી.
શિલિચલ : એક જહાજ, જે ત્રેના ખડકામાં ભરાયેલી દુરાંદેના સમા
ચાર લાવ્યું હતું.
સેપ્ટ પિસ : ગ્યન સી ટાપુના સેંટ સેંપ્સન કસબાનું અંદર.
સેફ પિયરે : ગ્યનસી ટાપુની રાજધાની.
સેન મૅલા ઃ ફ્રાન્સના કિનારે આવેલું એક ખંદર, જ્યાં સુધી લેથિયરીની સ્ટીમ-બેટ જતી આવતી.
સેટ સઁપ્સન: શ્યન સી ટાપુના એક કસબે,
સ્યુ લુબિન : વહાણવટી. થિયરીએ બરડા થતાં તેને દુરાંદેને કસાન અનાત્મ્યા હતા. (૩૦ ૪૬)
સ્યુ લૅન્ડા : ગ્યન સીના સેટ પિટસ' ખોંદરને
જન્મ-મરણ-લગ્નને
રજિસ્ટ્રાર.
હમ કે સેંટ સઁપ્સન ખંદરથી એક લીગ દૂર આવેલા ટાપુ. હાનાઈ પ્લેઈનમેંન્ટથી દરિયામાં એક માઇલ દૂર આવેલા ખડક – વહાણે! માટે ભારે જોખમકારક,
હૅવલેટ: ગ્વન સીનુ કિનારા ઉપરતું એક નાનુ બંદર; તેના શહેરથી પાંચેક મિનિટને ખડક-રસ્તે દૂર આવેલું.
१५
Page #17
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
_m
ઉકલે છે છુ
૪૩
૪૬
૨
ર
૬૩
૯
૭૪
૮૯
८७
૯૮
૧૧૪
૧૨૯
૧૫૬
૧૫૭
૧૬૦
૧૬૮
૧૬૯
૧૯૪
૨૧૦
૨૨૭
લીટી
૧૬
૯
૮
૧૧
૧૧
૧૭
૧૯
७
७
૨૧
૫
७
૨૬
૧૯
૪
૧૬
૨૫
૨૬
૯
૧૧
Ø ૭૦૦
2 203
૧૨
૨૬
ન્યૂ
શુદ્ધપત્ર
અશુદ્ધ
સેંટ પિટસ
નિખાસતાની ઊંટનાં ખભાના
નામે
સુર
લેથયરી
અને દોડી જાય
શ્રુંગા
સેનકાએ
પ્લુટા
પેાતાના જહાજને
લેવા આવતા
પક્ષનો
મકાનમાં
કૌસ્ટ-ગાડ
મેાલિપસ’
જીવવું
એર્લિન્સ
ન્યૂ
માટે
કૅપ્ટનને
હેતે
કશી જ કરે;
જાતનાં
આર્લિન્સ!
स्कूट
ફૂટ
છઠ્ઠી લીટી પછી નવે. પૅરા ઉમેરાઃ- બિનના આળે જાણે
તેના તરફ મશ્કરી કરતા હસી રહ્યો.
તમને
માગે
તેમને
માગ
१६
શુદ્ધ સેટ પિટસ નિખાલસતાની
ઊંટના ખભાના
નામ
સ્યુ કૅથિયરી
અને ખીજે દોડી જાય
કું...ગા
સેનેકાએ
પ્લુટાર્ક
પેાતાની ખાટને
લેવા ત્યાં આવતા
પક્ષના
મકાનમાંથી
કાસ્ટ-ગા
માલિસ’
જીવવું.
(પહેલું રદ કરા)
મારે કૅમ્પ્ટનને હતા
કશી જ ન કરે;
નતના
Page #18
--------------------------------------------------------------------------
________________
ટૌઇલર્સ ઑફ ધ સી” વિકટર હૂ કૃત નવલક્થા “પ્રેમ-બલિદાન”]
ખંડ ૧ લે પ્રેમનું આહ્વાન
Page #19
--------------------------------------------------------------------------
________________
Page #20
--------------------------------------------------------------------------
________________
એક શબ્દ : છઠ્ઠીનો લેખ
ઈગ્લેન્ડ અને ફ્રાંસના કિનારાઓને છૂટા પાડનારી ચૅનલમાં ગ્યર્નસી – જર્સી વગેરે ચૅનલ-ટાપુઓ આવેલા છે. તે મૂળે ફ્રાંસની જ ભૂમિમાંથી આટલાંટિક મહાસાગરે મોજાંની થાપટો મારી મારીને છૂટા પાડી દીધેલા ટુકડા છે.*
તેમાંનો ગ્યર્નસી ટાપુ, એ આપણી નવલકથાનું સ્થળ છે. વિશેષ તેનો સેંટ ઍપ્સન કસબો.
અને કાળ ઈ. સ. ૧૮૨-.
નાતાલનો દિવસ હતો, અને એ વરસે શિયાળો ધુમ્મસવાળો હોઈ, બરફ વરસતો હતો. બંને બાબતો ચૅનલ-ટાપુઓ માટે અસાધારણ ગણાય.
અને એ અસાધારણ દિવસે જ બરફ-છાઈ ભૂમિ ઉપર એક યુવતીએ મજાક ખાતર એક યુવાનનું નામ આંગળીથી લખ્યું અને આ નવલકથાનું મંડાણ થયું.
મધરાતથી છેક સવાર સુધી બરફ વરસ્યા કર્યો હતો. અને સેંટ Kસન કસબાના સેંટ પિટર્સ બંદરથી માંડીને કિનારે કિનારે ચકરાવો લેતો આખો રસ્તો વરસેલા બરફથી ધોળો થઈ ગયો હતો.
* જસ ટાપુ ઈ. સ. ૭૦૯માં છૂટો પડેલે ગણાય છે. ચૅનલ ટાપુઓમાં સર્ક ટાપુ ઔરીની કરતાં કદમાં અધે છે; ઓરીની ગ્રસીના ચોથા ભાગ જેટલું છે; મ્યુનસી ટાપુ જ સીના બે-તૃતીયાંશ જેટલા છે; અને જસી ટાપુ લંડન શહેરના કદનો છે. જસીની વસ્તી ૫૬,૦૦૦; ગ્યન સીની ૩૦.૦૦૦; ઓરીનીની ૪૫૦૦; અને સર્જન ૬૦૦, વાર્તાકાળે લેખક જણાવે છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રેમ માલદાન
નવેક વાગ્યાનો અરસો હતો; તથા લોકો હજુ પાતપાતાના પંથનાં દેવળોમાં જવા નીકળ્યા ન હોઈ, આખા રસ્તા નિર્જન હતો, માત્ર ત્રણ જણ સિવાય : પહેલું હતું એક બાળક; બીજો હતા પુરુષ અને ત્રીજી હતી સ્રી.
ત્રણે જણને એકબીજા સાથે સંબંધ ન હતો; અને તેઓ એકબીજાથી દૂર દૂર ચાલતાં હતાં.
આઠ વર્ષના પેલા છોકરો તો વચ્ચે જ થાભી જઈ, શિયાળાનું હિમાચ્છાદિત સૌંદર્ય નવાઈ પામી જોવા લાગ્યો. પુરુષ પેલી સ્ત્રીની પાછળ પાછળ સોએક ડગલાં દૂર ચાલ્યા આવતા હતો.
પુરુષ હજુ જુવાન હતો તથા તેનો દેખાવ મજૂર અને ખલાસીની વચ્ચેના હતો. તેના પાશાક ઉપરથી લાગતું હતું કે, પવિત્ર પર્વ હાવા છતાં તે કંઈ દેવળમાં જવા નીકળ્યા ન હતા. તેથી ઊલટું, પેલી સ્ત્રી તો દેવળમાં જવા માટે ખાસ પોશાક પહેરીને નીકળી હોય, એમ સ્પષ્ટ દેખાતું હતું. તેનાં પગલાં હળવાં તથા સ્વૈર ખભા ઉપર કશી જવાબદારીને બોજો હજુ બચપણની જે સંધ્યામાંથી તે નીકળતી હતી, અને કાળમાં તે પ્રવેશતી હતી, તે બંનેની સ્મણીયતા અને તાજગી તેના આખા તનબદનમાં વ્યાપેલી હતી.
યુવાનીના જે ઉષ:
હતાં. માથા ઉપર કે આવ્યો ન હોય તેવાં
પાછળ આવતા પુરુષનું તેના તરફ જરાય લક્ષ હાય એમ લાગતું ન હતું. અચાનક પેલી આગળ જતી સ્ત્રી એક ખેતરના ખૂણા આગળના ઓક-વૃક્ષના ઝુંડ પાસે આવતાં પાછી વળી. તેની એ હિલચાલે પાછળ આવતા પુરુષનું ધ્યાન ખેંચ્યું.
પેલીએ રસ્તા વચ્ચે ઊભી રહીને પેલા તરફ ક્ષણભર જોયું; પછી નીચી વળી તેણે બરફ ઉપર આંગળી વડે કેટલાક અક્ષરો લખ્યા. ત્યાર બાદ તે ઉતાવળે પગલે આગળ ચાલી. છેવટે, રસ્તામાંથી ફંટાઈ ડાબી બાજુ વળી જતી પગદંડી ઉપર ચાલ્યા જતા પહેલાં, તેણે પેલા પુરુષ તરફ જરા હસતાં હસતાં નજર કરી લીધી.
Page #22
--------------------------------------------------------------------------
________________
એક શબ્દ : છઠ્ઠીના લેખ
તે વખતે પુરુષે તેને ઓળખી – તે દેરુશેત હતી : આખા ગર્નસીમાં સ્વરૂપવતી ગણાતી છોકરી !
પુરુષને પોતાની ગતિ ઝડપી બનાવવાનું કાંઈ કારણ ન હતું. તે સ્વાભાવિક ક્રમે ચાલતા એકના એ ઝુંડ આગળ આવ્યા, ત્યારે સહેજે તેની નજર દેરુશેતે રસ્તા ઉપર આંગળીથી લખેલા અક્ષરો ઉપરપડી -
-
“જિલિયાત.”
એ તેનું પેાતાનું નામ હતું.
તે એ અક્ષરો તરફ જોતા થોડી વાર થાભ્યા, અને પછી વિચારમાં પડી ચાલતો થયો.
એ અક્ષરો તેના જીવનમાં કેવા ઘેરા લેખ લખી ગયા ? પણ એ જાણવા માટે તે વાર્તાના અંત તરફ જ આગળ વધવું જોઈએ.
Page #23
--------------------------------------------------------------------------
________________
જિલિયાત
જલિયાત સેંટ સૅપ્સન કસબામાં રહેતો હતો, અને તેના પડોશીઓને અલબત્ત ગમત ન હતો.
કારણ ગણો તે પ્રથમ તો એ કે, તે એક ભૂતિયા’ ઘરમાં રહેતો હતે. જર્સી કે ગ્યર્નસી ટાપુઓમાં, ગ્રામ પ્રદેશમાં તેમ જ શહેરમાં, કોઈ નિર્જન ખૂણા આગળ પસાર થતી વખતે કે ઘણી વસ્તીવાળી શેરીઓમાં પણ તમને એવું ઘર જોવા મળે, જેનું આંગણું આડથી બિલકુલ ભરી લેવામાં આવ્યું હોય, નીચેની બારીઓ ઉપર ખીલાથી પાટિયાં જડી લેવામાં આવ્યો હોય, અને ઉપરની બારીઓનાં ચોકઠાં ભલે બંધ હોય પણ કાચ બધા ફૂટી ગયા હોય. એ ઘરને જો વાડો હોય, તો તેમાં પથરાઓ વચ્ચે ઘાસ ઊગ્યું હોય અને વાડાની દીવાલો ભંગાર બની ગઈ હોય. તે ઘરનાં ધુમાડિયાં ઊભી તરાડોથી ચિરાઈ ગયાં હોય, અને છાપરું તૂટી પડ્યું હોય અથવા તૂટવા લાગ્યું હોય.
આ ઘરો ભૂતિયાં ઘરો છે. સેતાન રોજ રાતે એ ઘરોની મુલાકાત લે છે, એમ મનાય છે. અને લોકોમાં સહેજ વહેમ શરૂ થયો કે પછી આવાં ઘરોની સ્થિતિ ભયંકર બની રહે છે; – અને કરૂણ પણ.
જિલિયાત જે ઘરમાં રહેતો હતો, તે પણ ભૂતિયું ઘર મનાતું હતું : જોકે અત્યારે તે તેમાં ભૂત નહિ પણ જિલિયાત રહેતો હતો. અને તેથી જ લોકો હવે એ ઘર કરતાં એમાં રહેનાર માણસથી વધુ દૂર ભાગતા હતા. ભૂતની ટેવોનો જાણકાર દરેક જણ જાણે જ કે, ભૂતિયા
Page #24
--------------------------------------------------------------------------
________________
તેની નજર દેશે રસ્તા ઉપર આગળથી લખેલા અક્ષરે પર પડી. - મૃ. ૫.
F
-
Page #25
--------------------------------------------------------------------------
________________
Page #26
--------------------------------------------------------------------------
________________
જિલિયાત ઘરમાં રહેનારું ભૂત જ્યારે જુએ કે પોતાના માથાને કોઈ સવાયો એ ઘરમાં રહેવા આવ્યો છે, ત્યારે ઝટપટ તે એ ઘર ખાલી કરી જાય છે.
એ ઘરનું નામ બુ-દ-લા-રૂ હતું અને સમુદ્રકિનારા તરફની મુખ્ય કરાડથી આગળ જતી ખડકની એક ભૂશિરની ટોચ ઉપર તે આવેલું હતું. એ કરાડની મદદથી એ ભૂશિરની આગળ વહાણો લાંગરી શકે એવું નાનું બંદર બની રહેતું. એ જગાએ પાણી ખૂબ ઊંડું હતું.
ઘર એ ભૂશિરની છેક ધાર ઉપર આવેલું હતું. એની આસપાસ નાનો સરખો વાડો બને તેટલી જ જમીન બાકી રહેતી હતી.
ગ્યર્નસીમાં મૂઠ મારનારા કે સોનું બનાવનારા માંત્રિક અને તાંત્રિકો નવાઈની વસ્તુ ન હતા. ઓગણીસમી સદીમાં આસપાસની જ્ઞાનવૃદ્ધિની છાયામાં પણ તેઓ પોતાનો જૂનો કસબ ચલાવ્યે રાખતા. લોકો તેમનાં મૂઠ-નજરથી બીતા અને તેમની મદદ પણ લેતા. ભૂતપિશાચના આવેશથી થતા રોગો તેમના સિવાય બીજા કોઈ મટાડી જ ન શકે તેમ જ માણસ અને ઢોરને એ રેગો વળગાડનારા પણ તે જ મનાતા.
પણ આપણે જિલિયાતની વાત ઉપર જ પાછા ફરીએ.
ફ્રેંચ ક્રાંતિના અંતભાગમાં એક સ્ત્રી પોતાની સાથે નાનું બાળક લઈ ગ્યર્નસીમાં વસવાટ કરવા આવી.
તેને નામ હતું, પણ ગ્યર્નસીના ગામઠી લોકોએ પોતાની અને ખી ઉચ્ચાર-પદ્ધતિ અને ખોટી જોડણીથી તેને અપભ્રંશ કરી નાખી
જિલિયાત’ બનાવી દીધું હતું. બાળક સાથે તે એકલી જ રહેતી હતી; અને કેટલાકને મતે એ બાળક તેનો ભત્રીજો થતો હતો – પુત્ર નહીં. બીજા કેટલાક એમ માનતા કે તે છોકરો એનો કશો સગો થતો નથી; તે એની પાલક માતા છે, એટલું જ. તેની પાસે થોડી મતા હતી – સામાન્ય નજીવી મતા. તેમાંથી તેણે ચૂસી આવીને ખેતી માટે જમીનના બેએક ટુકડા ખરીદ્યા.
બુ-દ-લા-૩ મકાન તે વખતે ભૂતિયા ઘર તરીકે ત્રીસ વર્ષથી તજાયેલું હતું. તે ખંડેર બનવા આવ્યું હતું. મકાનની આસપાસની
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રેમબલિદાન વાડીમાં દરિયાનાં મોજાંની છોળો ઊડીને જમીન ઊખર થઈ હતી અને ત્યાં કશું જ ઊગતું ન હતું.
એ મકાન વિષે એવી દંતકથા ચાલતી કે, રાતના વખતે, તેમાં દેખાતા પ્રકાશ કે ભડકાથી ડર્યા વિના, જો તમે ત્યાં જઈને અંગીઠીની અભરાઈ ઉપર સોયા અને ઊનના દડા તથા રાબ ભરેલી તાંસળી મૂકી આવો, તે બીજે દિવસે સવારે પેલી રાબ અલોપ થઈ ગઈ હોય અને હાથનાં મોજાંની જોડ ગૂંથેલી તૈયાર પડી હોય. અલબત્ત, એ રીતે મોજાં ગૂંથાવવા કોઈ જતું નહીં કે ગયું હોવાની ચોક્કસ માહિતી પણ કોઈને ન હતી.
એ ઘર એમાંના ભૂત સાથે થોડા પાઉડમાં જ વેચાતું મળતું હતું. પેલી બાઈ કાં તો પેલા ભૂતના ભરમાવ્યામાં આવી ગઈ, કે તે મકાનના સસ્તાપણાથી ભેળવાઈ ગઈ, - કોણ જાણે, પણ તેણે એ મકાન ખરીદી લીધું.
તેણે એ મકાન ખરીદ્ય એટલું જ નહિ પણ પેલા બાળક સાથે તે ત્યાં રહેવા પણ લાગી. ત્યારથી માંડીને એ મકાનમાં બધા ઉપદ્રવો શાંત થઈ ગયા. અર્થાત્ એ બાઈ પ્રત્યે લોકોને વહેમની નજરે જોવાનું કારણ મળ્યું !
એ બાઈ પિતાની જમીનમાં વાવણી કરતી. એ એક ગાય પણ રાખતી. બીજા ખેડૂતોની જેમ જ તે પોતાનાં શાકભાજી, વટાણા વગેરે વેપારી-દલાલ મારફત વેચી નાખતી, પરંતુ એ બધું એના સાગરીત ભૂતની મદદથી જ કરે છે, એમ મનાતું.
તેણે ઘરને ખાસ કંઈ સમરાવ્યું નહીં – રહેવા જોગ બને એટલું જ સમારકામ તેણે કરાવ્યું. બહુ ખરાબ તોફાનમાં જ વરસાદનું પાણી એરડાઓની છતમાં થઈને અંદર આવે. ભોંયતળને પડદીઓ ભરાવી લઈ ત્રણ ઓરડા બનાવવામાં આવ્યા: બે સૂવા માટે અને એક જમવા માટે. ઉપરને માળ અનાજ ભરવાના કોઠાર તરીકે વાપરવાનો હતો.
Page #28
--------------------------------------------------------------------------
________________
જિલિયાત
બાઈ રસાડાનું બધું કામકાજ કરતી અને બાળકને વાંચતાં પણ શીખવતી. તે કોઈ દેવળમાં જઈ ન હતી; એટલે લોકોએ નક્કી કર્યું કે એ બાઈ ફ્રેંચ જ હોવી જોઇએ.
અને એ બાઈ ફૂંચ હોય એવા સંભવ પણ હતા. જવાળામુખી જ્યારે ફાટે છે, ત્યારે આસપાસ દૂર દૂર સુધી પથરા અને રાખ ઉરાડે છે, તેમ ક્રાંતિ પણ માણસાને તેમના વતનમાંથી ઉખાડી દૂર ફગાવી દે છે. સગાંવહાલાં અને પિરિચતેનાં જૂથ તે વખતે તૂટી જાય છે અને વ્યાક્ત કયાંય દૂર ફંગાળાઈ જાય છે. વિચિત્ર અજાણ્યા લોકો અકાશમાંથી વરસતા હોય તેમ જર્મનીમાં, ઇંગ્લૅન્ડમાં અને અમેરિકામાં દેખા દે છે. ગ્રામપ્રદેશના લોકો એ બધા નવા આગંતુકો પ્રત્યે નવાઈ અને અાંબાની નજરે જ જુએ છે.
પણ આ બધા નિર્વાસિતે ખરેખર પોતે શાથી આમ દૂર દૂર ફંગાળાઈ જાય છે, તે જાણતા હોતા નથી. વિધાતાએ ફૂટબૉલના દડાની પેઠે તેમને લાત લગાવી હોય છે- જયાં પહોંચ્યા ત્યાં ખરા. કોઈ સુરંગ ફૂટી હોય અને દાભનું નાનુંશું પૂંભડું જેમ હવામાં ઊડી, દૂર જઈને પડે, અને શકય હાય તે પાછું જમીનમાં ચાટી જઈ પેાતાનું જીવન શરૂ કરવા લાગે, એવા જ ઘાટ થાય છે. ફૅચ ક્રાંતિ જેવી સુરંગ પછી આવાં જે પ્રંભડાં દૂર દૂર સુધી ઊડયાં, તેનો પાર નહાતો.
એ બાઈ ધીમે ધીમે ઘરડી થતી ગઈ, અને પેલું બાળક મેાટું થઈ જુવાન બન્યું. બધાંથી તજાયેલાં તે એકલવાયાં — એકબીજાની ઓથમાં જ જીવતાં હતાં. ધીમે ધીમે જુવાનિયો દાઢિયાળો બન્યા અને પેલી ઘરડી બાઈ ઝાડ ઉપરથી જૂની થઈને ખરી પડેલી છાલની પેઠે મરી ગઈ. માએ પુત્ર માટે વારસામાં એક નાનું ખેતર,
અને બુ-દ-લારૂ કહેવાતું મકાન–એટલી વસ્તુ
મેાજામાં સીવી રાખેલા સો સોનૈયા.
મકાનમાં એકના બે પટારા, બે પથારી, છ ખુરશી અને એક ટેબલ ઉપરાંત ઘરગથ્થુ વપરાશનાં વાસણકૂસણ હતાં. એક અભરાઈ
એક નાની વાડી પાછળ મૂકી તથા
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રેસ-બલિદાન
ઉપર થેાડી ચોપડીઓ હતી અને અને ખૂણામાં ચામડાની એક ટૂંક હતી. તેમાં નવાઢા માટેનો તદ્દન નવા આખો પેશાક હતો; અને એક ચબરકી હતી, જેના ઉપર લખ્યું હતું : “ તું પરણે ત્યારે તારી વહુ માટે.”
જુવાનિયાને પેાતાની માની ખોટ બહુ સાલી. પહેલેથી તે સ્વભાવે મળતાવડો ન હતા; હવે પેાતાનું એકનું એક સેાબતી જતાં, તે વધુ ગમગીન બની રહ્યો. અત્યાર સુધી તે માત્ર એકલવાયા હતા; પણ હવે તો તેનું જીવન લગભગ શૂન્ય બની રહ્યું. સાબતી હોય, ત્યાં સુધી જીવન સહ્ય રહે છે; પડીએ, એટલે પછી જીવવાની કોશિશ કરવી પણ અશકય બની જાય
આપણી પાસે એક
પરંતુ છેક જ એકલા
--
છે, — હતાશાનું એ પ્રથમ પગરણ ગણાય. જાકે પછી આપણે જીવન અને તેના અંત વિષે વિચાર કરી, એક પ્રકારની સમાધાન-વૃત્તિ ઉપર આવી રહીએ છીએ.
જિલિયાત જુવાન હતા એટલે એના હૃદયમાં થયેલા એ કારી ઘા વખત જતાં રુઝાવા લાગ્યો. એ ઉમરે દુ:ખશેાક કાયમનાં બની શકતાં નથી. ધીમે ધીમે તેની ગમગીની તેની આસપાસની પરિસ્થિતિમાં ઓગળતી ગઈ : તે કુદરત તરફ વધુ ને વધુ ખેંચાવા લાગ્યો અને તેના અંતરાત્મા આસપાસની નિર્જનતામાં જ તદાકાર થઈ રહ્યો.
૨
અમે આગળ જણાવી ગયા તેમ, જિલિયાત એ કસબામાં બહુ લેાકપ્રિય ન હતા. ભૂતિયા ઘરનો તેનો વાસ, તથા તે કોને પુત્ર છે એ વિષેની અજ્ઞાનતા, એટલાં કારણેા જ એ માટે બસ થઈ પડે.
ઉપરાંત, જિલિયાત જાણી જોઈને કપડાં મજૂરિયા જેવાં પહેરતા; જો કે, લોકો જાણતા હતા કે, તે ભલે તવંગર ન હોય, છતાં મજૂરી કર્યા વિના જીવી શકે એવી તેની સ્થિતિ તે હતી જ. વળી તે પેાતાની વાડીમાં મહેનત કરી, દરિયાના પાણીની છાલકો ખાળી, બટાકાના પાક લેત અને તેના ઘરમાં અભરાઈ ઉપર જે મેાટી મેાટી ચેપડી હતી તે અવારનવાર વાંચતો જણાતો.
Page #30
--------------------------------------------------------------------------
________________
જિલિયાત
૧૧
-
તે દેવળ-મંદિરમાં કદી જતા નહીં; પણ રાત – મધરાતે એકલા નવાઈ પામેલે ચહેરે ઘાસ ઉપર બેઠેલા કે પ્રાચીન શિલા-અવશેષોમાં ફરતા માલૂમ પડતો. તેની પાસે લવાતાં બધાં પક્ષીઓ તે ખરીદી લેતા, અને પછી તેમને બંધનમુક્ત કરી ઉરાડી દેતા. શેરીમાં મળતા લોકો તરફ તે વિનયવિવેકથી વર્તતા, પણ બને ત્યાં સુધી કોઈને માઢામેાઢ થવાનું ટાળતા. વારંવાર તે માછલાં પકડવા એકલા જતા અને ઘણાં માછલાં પકડી લાવતા. રવિવારે પણ તે પેાતાના બગીચામાં કે વાડામાં કામકાજ કરતા. કોઈ કોઈ વાર ગ્યર્નંસી આવી ચડતા સ્કૉટિશ સૈનિકો પાસેથી તેણે એક ‘ૉગ-પાઈપ ’ : મશક-શરણાઈ ખરદી હતી, અને સંધ્યાકાળે દરિયા-કિનારે ખડકો ઉપર બેસીને એ તેને અવારનવાર વગાડતો. વારંવાર જમીન તરફ નમીને બી વાવતા હેાય એવી ચેષ્ટાઓ કરતા પણ તે નજરે પડતા. આવું બધું કરનાર પ્રત્યે લાકોને અણગમેા ન થાય, તે બીજું શું થાય ?
રાત–મધરાતે તે એકલા ખડકો ઉપર પડતા; – જરૂર તે ભૂત વગે૨ે મેલાં સત્ત્વો સાથે કરતા હેાવા જોઈએ !
બેઠેલો કે ફરતા માલૂમ વાતચીત કે લેવડદેવડ
પછી તે। જિલિયાતના કેટલાક વ્યવહારોના અર્થ લોકોએ એ રીતે જ ઘટાડવા માંડયો. એક રાતે જૂન મહિનામાં જિલિયાત સમુદ્રકિનારે રેતીની ટેકરીવાળા ભાગ ઉપર બેસી, પેાતાની મશક-શરણાઈ વગાડતો હતા. તે રાતે માછલાં પકડવા ગયેલા બધા માછીમારો ખાલી હાથે જ પાછા આવ્યા.
એક સાંજે ખાતર માટે દરિયાઈ-લીલ ભરી લાવવા ગયેલું ગાડું જિલિયાતના ઘર પાસે જ ઊંધું વળી ગયું. જિલિયાતે તે ગાડું છતું કરવામાં તથા બધી લીલ ગાડામાં પાછી ભરી આપવામાં ખૂબ મહેનત લીધી. શા માટે ? જરૂર, મેલી નજર નાખી એ ગાડું ઊંધું વાળવાના ગુનાસર, મૅજિસ્ટ્રેટ પાસે રજૂ થવાના તેને ડર લાગ્યો હોવા જોઈએ!
Page #31
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-અવિદ્વાન
પડોશનું એક નધણિયાનું રખડતું કરૂં માથામાં અને શરીરે જૂઓ પડવાથી રિબાતું હતું. જિલિયાત જાતે સેંટ પિટર્સ બંદરે જઈને એક મલમ લઈ આવ્યા એને તે છેાકરાને ચોપડી, તેના રોગ તેણે નાબૂદ કર્યા. જરૂર તેણે પાતે જ પ્રયોગ કરવા મૂઠ મારીને એ રોગ તેની ઉપર નાખ્યા હોવા જોઈએ !
૧૨
જિલિયાત ઘણી વાર પડોશના નાખતા માલૂમ પડતો. એક દિવસ બાઈ પાતાના કૂવાનું પાણી પ્યાલા ભરીને તેની પાસે લાવી. તે પાણી રગડા જેવું જાડું થઈ ગયું હતું. તે બાઈએ ડરતાં ડરતાં તેને કહ્યુ, ‘મારો કૂવા ચાખ્ખો કરી આપ ભાઈ!'
કૂવામાં નીચે નમી નજર સેંટ પિટર્સ બંદર નજીકની એક
6
જિલિયાતે તેને થાડા પ્રશ્નો પૂછયા : એ કૂવા નજીક તબેલા છે? એ તબેલાની ગટર કૂવા નજીક થઈને પસાર થાય છે ?' પેલી બાઈએ નવાઈ પામી જવાબ આપ્યા : ‘ હા! ’
જિલિયાતે જાતે જઈ, એ કૂવા પાસેની ગટર જુદી દિશામાં વાળી આપી, અને તે કૂવાનું પાણી ચોખ્ખું થઈ ગયું. શાથી ? જિલિયાતે પોતે જ મેલી નજર નાખીને એ પાણી પહેલાં બગાડયું હોવું જોઈએ, અને પછી પકડાઈ ગયે! એટલે જાતે પાછું ચેાખ્ખું કરી આપ્યું વળી !
એક વખત તે જર્સી ટાપુ તરફ ગયા હતા, ત્યારે તે એક વીશીમાં ઊતર્યો હતો. એ વીશીના નામના એક શબ્દના અર્થ બીજી દુનિયાનાં સત્ત્વા ’ થતા હતા. એ નામવાળી વીશી પસંદ કરવી, એ જરૂર શંકા પડતી વાત !
ગામઠી લોકો આ બધી હકીકતો ભેગી કરી, તેમને વાટીઘૂંટી, તેમાંથી સત્યના એક જ અર્ક નિચેાવી કાઢતાં: જિલિયાત જરૂર ભૂતપિશાચોને સાગરીત છે.
એક ખેડૂતે સાહેદી પૂરી કે, પોતે પોતાના ખેતરમાં હતા, એવામાં તેણે જિલિયાતને સીટી વગાડતાં વગાડતાં જતા જોયા; – તરત એક કાગડો આકાશમાંથી ઊતરીને નીચે આવ્યા !
-
Page #32
--------------------------------------------------------------------------
________________
જિલિયાત બીજી એક બાઈએ, પોતાના ખેતરની આસપાસની કેટલીક ચકલીએને શુદ્ધ ભાષામાં “જિલિયાત!” “જિલિયાત!' બોલતી સાંભળી હતી.
અને જિલિયાતનો સ્વભાવ પણ ભૂતના ભાઈ જેવો કયાં ન હતો? એક દિવસ એક માણસ પોતાના ગધેડાને મારતે હતો. ગધેડો અડિયલ બન્યો હતો. પેલાએ ગધેડાને પેટમાં એવી લાતે લગાવી કે ગધેડો ગબડી પડયો. જિવિયાત તરત પાસે દોડી ગયો અને એ ગધેડાને ઉઠાડવા લાગ્યો. પણ ગધેડો મરી ગયો હતે. જિલિયાતે તરત પેલા માલિકને બિચારાને ચાર-પાંચ લાફા ઠોકી દીધા! ભૂતનો સાગરીત જ એક ગધેડા ખાતર માણસને લાફા મારે!
બીજા એક દિવસે એક છોકરો ઝાડ ઉપર માળામાંથી કેટલાંક નાનાં બચ્ચાં ઉતારી લાવ્યો. ાિલિયાને તરત એ બચ્ચાં તેના હાથમાંથી ઝૂંટવી લીધાં અને ઝાડ ઉપર ચડી માળામાં પાછાં મૂકી દીધાં. છોકરાએ રડતાં રડતાં પાસે થઈને જનારાઓને ફરિયાદ કરી. પેલાઓએ જિલિયાતને પૂછ્યું તે તેણે બોલ્યા વગર ઝાડ ઉપર ઘમી રહેલાં અને ચીસ પાડતાં પંખીઓ તરફ આંગળી કરી. હવે પંખીઓ ઉપર દયા લાવી, નાના છોકરાને દૂભવે, એ ભૂતના સગા ભાઈનું જ લક્ષણ નહીં તો બીજું શું?
ગ્યર્નસીનાં છોકરાંને ખડકની કરાડો ઉપરની બખેલોના માળાઓમાંથી રંગબેરંગી ઈંડાં કાઢી લાવવાનું બહુ ગમતું. પછી તે ઈંડાંના હારડા બનાવી તેઓ ઘરમાં શોભા માટે લટકાવતાં. એ સીધા ખડકો ઉપર ચડવા જતાં કેટલાંય છોકરાં લપસી પડતાં અને હાથ-પગ ભાગતાં. કોઈ કઈ તે વધુ પછડાયાં હોય તો મરી પણ જતાં. જિલિયાત એ હેપીલો કે, તે જાનને જાખમે એવા ખડકોની ટોચે ચડી, કપડાંના – ટોપાના જુદા જુદા ચાડિયા લટકાવી આવતે, જેથી પંખીઓ ત્યાં માળા ન બાંધે. છોકરાઓની મજા મારી નાખવાનું આવા ભૂતના ભાઈને જ સૂઝે!
ગામઠી લોકોમાં એવો વહેમ હોય છે કે જે સ્ત્રીને એક પછી એક ક્રમમાં સાતે બાળક છોકરા જ જન્મવચ્ચે એક પણ છોકરી આવ્યા
Page #33
--------------------------------------------------------------------------
________________
જ
પ્રેમબલિદાન વિના, તે તે સાતમો છોકરો વિશિષ્ટ ગુણધર્મવાળો હોય. તેના શરીર ઉપર ક્યાંય ને કયાંય ફ્રાંસની રાજમુદ્રા જેવું લાબું હોય જ અને તે લાખા ઉપર ચુંબન કરનાર ક્ષયરોગીને રોગ તરત મટી જાય. તેવાની ફૂંકથી પણ કેટલાય રોગ મટી જાય. હવે વાત એમ બની કે, જિલિયાત એક વખત દરિયામાં નાહવા પડેલ, ત્યારે પાસે નાહનારા કેટલાક જણને દૂરથી દેખાયું કે, તેના શરીર ઉપર પણ જાણે પેલું લાબું હતું. જિલિયાતને એ બાબત વિશે જ્યારે લોકોએ પૂછપરછ કરી, ત્યારે તે માત્ર હસી પડયો, પણ તેણે કશો સીધો જવાબ આપ્યો નહિ. ઊલટું ત્યારથી માંડીને તેણે તેવી જાહેર જગાએ નાહવાનું જ છોડી દીધું. દૂરનાં જોખમ ભરેલાં સ્થળોએ અને તે પણ ચાંદની રાતે જ તે નાહી લેતા.
હવે જિલિયાત પ્રત્યે લોકોને અણગમો જેમ જેમ વધતે ગયે, તેમ તેમ તેની સલાહ લેનારા કે તેની મદદ માગનારા પણ વધવા લાગ્યા. ખેડૂત લોકો ડરતા ડરતા તેની પાસે પોતાના રોગોનો ઉપાય કરાવવા આવતા. લોકો જેમ જેમ અમુક માણસની મેલી શક્તિથી ડ્રરતા જાય, તેમ તેમ તે શક્તિઓનો ઉપયોગ કરવા પણ ઇચ્છતા જાય! કોઈ વૈદ્ય-દાક્તર મેલી વિદ્યા જાણે છે એવી બીક લોકોમાં ફેલાતી જાય છે, તેમ તેમ દરદીઓને તેની વિશેષ શક્તિમાં વિશ્વાસ પણ વધતું જાય છે!
જિલિયાતને પોતાની મરી ગયેલી ડોસી પાસેથી અમુક રોગોના દેશી નુસખા વારસામાં મળ્યા હતા. પોતાને ત્યાં તેમાંની થોડીક દવાઓ તે તૈયાર રાખતો અને જે લેવા આવે તેને મફત આપતે. પરંતુ ક્ષયરોગીઓ તેના લાખાને અડવાની માગણી કરે, ત્યારે તે ઘસીને ના પાડયા કરતો. એથી લોકોમાં તે અપ્રિય જ બનતો ગયો. પોતાની પાસેની અનોખી શક્તિથી લોકોનું ભલું થતું હોય, છતાં તે વાતની ના પાડવી, એ માનવજી ભૂતના સાગરીતનું જ લક્ષણ વળી !
અલબત્ત, એ બધા લોકોમાં એક કે બે માણસો અપવાદરૂપ હતા. સેંટ પિટર્સ બંદરને જન્મ-મરણ-લગ્નને રજિસ્ટ્રાર યુ લેન્ડો તેમને એક હતા. તે પોતાની જાતને બ્રિટાનીના ખજાનચી પિટર લૅન્ડોને વંશજ
Page #34
--------------------------------------------------------------------------
________________
જિલિયાત
૧૫
ગણાવતા – જેને ૧૪૮૫ માં ફાંસીએ ચડાવવામાં આવ્યો હતો. એક વખત સ્કુ લૅન્ડો દરિયામાં નાહવા પડેલા, ત્યારે હિંમત કરી તરતો તરતો દૂર નીકળી ગયા, અને પછી થાકી જઈને ડૂબવા લાગ્યા. જિલિયાત દૂરથી તેને જોઈ ગયા અને જાનને જોખમે તેની પાસે જઈ તેણે તેને બચાવી લીધા. ત્યારથી માંડીને લૅન્ડો કદી જિલિયાત વિષે ભૂંડું બાલતા નહિ કે સાંભળતા નહિ.
ૉન્ડોના દાખલાથી પ્રેરાઈ કેટલાક બીજા લોકો પણ હિંમતભેર જિલિયાત વિષે સારું બોલવા લાગ્યા. તે કદી ધૂમ્રપાન કરતા નહીં, છીંકણી સૂંઘતા નહિ, કે તમાકુ ખાતા નહીં. તે દારૂ પણ નહાતા પીતા. પરંતુ આ બધી બાબતો, તેમની તરફેણમાં બીજી સારી બાબતે ટેકામાં હોય, તો જ સદ્ગુણ ગણાય; નહીં તે, એ માણસના અનેાખાપણાની માન્યતામાં જ એનાથી ઉમેરો થાય. એક ગુડ-ફ઼્રાઈડેને દિવસે આખા ગ્યર્નસી ટાપુમાંથી સંતલસ કરીને આવ્યા હોય તેમ, બધા ક્ષયરોગીઓ ભેગા થઈ, મધરાતે, વિધિ પ્રમાણે જિલિયાતના ગુપ્ત લાખા ઉપર ચુંબન કરીને રોગ મટાડવા તેના મકાને આવ્યા. પણ જિલિયાત એકના બે ન થયો. પેલા બધાને હતાશ થઈ પાછા જવું પડયું : લોકોના જિલિયાત પ્રત્યેના અણગમા ઓર વધી ગયા.
Page #35
--------------------------------------------------------------------------
________________
૩
સ્વપ્નદ્રષ્ટા
૩
જુવાન
ગ્વાન સ્ત્રીઓ જિલિયાતને કદરૂપા ગણતી. પરંતુ તે કદરૂપા નહાતા : કદાચ તે સુંદર ગણાય. તેના કાન નાના, નાજુક તથા લબડતી જાડી બુટ્ટી વિનાના હતા : અર્થાત્ સાંભળવા માટે બહુ સરવા. તેની બે આંખાની વચ્ચે ઊભી પ્રતાપી રેખા હતી : અર્થાત્ હિંમત અને ખંતની નિશાની. તેના માંના ખૂણા દબાયેલા હતા – તેનામાં રહેલી કડવાશને સહેજ વ્યક્ત કરતા હાય તેવા. તેનું કપાળ ગાળાકાર હતું : શાંતિ અને ખાનદાની સૂચવતું. તેની આંખની ચેાખ્ખી કીકી તેની સ્થિર દૃષ્ટિ વ્યક્ત કરતી હતી. તેનું હાસ્ય નાના છોકરા જેવું અને આનંદભર્યું હતું. તેના દાંતની સફેદીની તોલે કોઈ હાથીદાંત ન આવી શકે. સૂર્યના પ્રકાશમાં લાંબા વખત રહેવાને કારણે તેની ચામડી શ્યામવર્ણી બની હતી. પરંતુ તાફાનમાં અને અંધારામાં સમુદ્રના સામના એવી કશીક નિશાની મેળવ્યા વિના ન થઈ શકે; અને તેથી ત્રીસ વર્ષની ઉંમરે તે બરાબર પિસ્તાલીસ વર્ષના દેખાતા હતા.
હિંદુ દંતકથા છે કે, બ્રહ્માએ ‘ બળ ’ને પૂછ્યું : તારા કરતાં વધુ બળવાન કોણ ? તેણે જવાબ આપ્યો : ‘કળ.’ અને ચીની કહેવત છે કે, સિંહ જો વાનર હેાત, તે તે શું શું ન કરી શકત ? જિલિયાત સિંહ પણ નહોતા કે વાંદરો પણ નહાતા; છતાં તેની કામગીરી જુઓ તે તેમાં ચીની કહેવત અને હિંદુ દંતકથાનું સત્ય મૂર્તિમંત થયેલું જણાય. તેની ઊંચાઈ સામાન્ય હતી અને તેનું બળ પણ સામાન્ય જ કહેવાય; પરંતુ
૧૬
Page #36
--------------------------------------------------------------------------
________________
સ્વપ્નદ્રષ્ટા
તેનામાં કળ જોગવવાની શક્તિ એવી અદ્ભુત હતી કે કોઈ રાક્ષસ પણ તોબા પોકારે એટલું વજન તે ઊંચું કરી શકતો અને કોઈ પહેલવાનને પણ જેબ આપે એવાં શરીરબળનાં કામ કરી શકતો. તે પોતાના ડાબા તેમ જ જમણા હાથને એકસરખી છટાથી વાપરી જાણતો.
તે કદી બંદૂકથી શિકાર કરતા નહિ; પરંતુ જાળથી માછલાં પકડતા. માછી તરીકેનું તેનું જ્ઞાન અને કુશળતા હેરત પમાડે તેવાં હતાં. તે એક સુંદર તરવૈયા હતા.
એકાંતવાસ કાં તો માણસની માનસિક શક્તિઓને તીવ્ર બનાવે, અથવા તેને જડસુ બનાવી મૂકે. જિલિયાતમાં કોઈ કોઈ વાર આ બંને બાજુઓ પ્રગટ થતી દેખાતી. કોઈ વખત તે એવા દિગ્મૂઢ થઈ ગયા જેવા દેખાતા કે કોઈ ગમાર ભરવાડ જ જોઈ લેા. તો કોઈ વાર ક્રાંતદર્શી ઋષિની અવર્ણનીય વેધકતા તેના ચહેરા ઉપર છવાઈ રહેલી દેખાતી.
ગમે તેમ ાય તે સામાન્ય લખતાં વાંચતાં જાણનાર એક ગરીબ માણસ જ હતો. સ્વપ્નદ્રષ્ટાને વિચારક – જ્ઞાનીથી જુદી પાડનાર રેખાને ઉંબરે જાણે તે ઊભા હતા.
જિલિયાતમાં, એક બાજુ, પોતાનાં અજ્ઞાન અને નિર્બળતાના ભાનથી આજુબાજુની અનંત ગૂઢતાથી ચકિત થવા જેટલા ભક્તિભાવ હતા; તેમ જ બીજી બાજુ, તેને એકલે હાથે વિચાર વડે બધી બાબતોના ઉકેલ લાવીને ઝૂઝતા રહેવાનું હોવાથી, તેનામાં દૃઢ સંકલ્પશક્તિ અને જાણકાર – જ્ઞાનીના આત્મવિશ્વાસ પણ હતાં.
-
વારંવાર ખડકો અને કરાડો ઉપર ચડવા ઊતરવાથી, બધી ઋતુમાં ટાપુ વચ્ચે અવરજવર કરતા રહેવાને લીધે, તથા જે હાડકું હાથમાં આવ્યું તેના વડે, કોઈ ખાસ પ્રયોજન વિના, માત્ર તરંગ અને મેાજને કારણે જ, તેાફાની ખાડીઓના માર્ગોમાં દૂર દૂર સુધી રાતે ને દિવસે સફર કરતા રહેતા હોવાથી, તે એક મહાકુશળ ખલાસી બની ગયા હતા. તે જન્મથી સુકાની હતા. સાચા સુકાની એ કહેવાય કે, જે સમુદ્રની ઉપરની સપાટી કરતાં નીચેના તળને વધુ જાણકાર હાય. ઉપરનાં
ટો..
- 2
Page #37
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-બલિદાન મજા એ તો સમુદ્રને ઉપરચોટિયો કોયડો છે; કારણ કે, સપાટી નીચેના પાણીની સ્થિતિ જ તેને સતત ગૂંચવ્યા કરતી હોય છે. એટલે “નૉર્મન આચિપેલેગા'ના ખડકો અને છીંછાં તળ આગળ થઈને જિલિયાત પોતાની હોડી હંકારી જતો હોય, ત્યારે એમ જ લાગે કે, આખા તળિયાનો નકશો જાણે તેના મગજમાં દોરેલો છે.
દરિયામાં જુદે જુદે ઠેકાણે મુકાયેલી નિશાનીઓ તે બરાબર ઓળખતો. કદાચ તેમના ઉપર બેસનાર પંખીઓ તેમને એટલી ઝણવટથી નહિ ઓળખતાં હોય.
દરિયાખેડુ તરીકે તેની વિરલ કુશળતાના પરચો એક દિવસ ગ્યર્નસીમાં ખેલાતી જહાજી હરીફાઈ વખતે સૌને મળ્યો. આ વખતની હરીફાઈમાં દરેક ઉમેદવારે ચાર સઢવાળી બેટમાં એકલા સેંટ સેંસનથી ઊપડી, એક લીગ દૂર આવેલા હમ ટાપુ સુધી જઈને પાછા આવવાનું હતું. જોકે કોઈ પણ માછી ચાર સઢવાળી બોટને એકલો હંકારી જઈ શકે, પણ આ કિસ્સામાં મુશ્કેલી એ હતી કે, દરેક ઉમેદવારે “ડચ બેલી-બોટ' નામે ઓળખાતી જૂના જમાનાની એક મોટી અને ભારે બોટમાં ત્યાં જવાનું હતું તથા પાછા આવતાં હર્મ ટાપુ ઉપરથી પથ્થરનું ખાસું વજન ભરી લાવવાનું હતું. જે જીતે તેને એ બોટ જ ભેટ આપી દેવાની હતી. એ બોટ મૂળે પાઇલટ-બોટ" તરીકે વપરાતી હતી. અને ગ્યર્નસીને એક સૌથી વધુ મજબૂત ખલાસી વીસ વર્ષથી તેને વાપરતો આવ્યો હતો. જ્યારે તે મરી ગયો, ત્યારે એ બોટ ચલાવી શકે એવો કોઈ ખલાસી જ ન રહ્યો. એટલે તે બોટને આ રીતની શરત જીતનારને ઈનામ તરીકે આપી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ' એ બોટને નૂતક ન હતું, પરંતુ તેનામાં સમુદ્રની લાંબી સફર માટેની કેટલીક રચના એવી હતી કે કોઈ પણ કુશળ ખલાસીને એ બોટ મેળવવાનું મન થાય. જેમકે, તેના કૂવાથંભને આગળની બાજુ રાખે
• તફાની કે બિનસલામત કિનારા નજીકના બંદરે મેટા જહાજને દોરી લાવનાર બેટ.
Page #38
--------------------------------------------------------------------------
________________
સ્વપ્નદ્રષ્ટા
હતો જેથી સઢની ધકેલવાની તાકાત વધે, તથા વચ્ચે કશી ડખલ વિના ખૂબ સામાન ભરી શકાય.
હરીફાઈની શરતો બહુ આકરી હતી, પરંતુ જીતનારને ઇનામ પણ લોભામણું હતું. સાત કે આઠ માછીઓ એ શરતમાં ઊતરવા તયાર થયા. એક પછી એક તેઓએ પ્રયત્ન કરી જોયો, પણ હર્ષ સુધી પહોંચવામાં કોઈ સફળ નીવડયું નહીં. જે છેલ્લો હતો તેણે તે એક વખત હલેસાંવાળી હોડીથી જ સર્ક અને બ્રેક-હુ વચ્ચે ભયંકર સાંકડો સમુદ્ર ઓળંગ્યો હતો. પરંતુ, ભારે પ્રયત્ન કર્યા બાદ, પરસેવાથી રેબઝેબ થઈને, તે પણ એ બોટને વચ્ચેથી જ પાછી લાવ્યો અને બોલ્યો, “એ વસ્તુ અશક્ય છે.”
જિલિયાતે હવે એ બેટ હાથમાં લીધી, તથા પવન અને સઢને ખેલાવવાની કુશળતાથી તથા બળ અને કળ બંનેની મદદથી પિણા કલાકમાં તે હર્મ પહોંચી ગયો. અને ત્રણ કલાક બાદ, સખત પવન ઊપડ્યો હોવા છતાં, પથ્થર ભરેલી એ બોટને તે સેંટ સેંસન પાછી લઈ આવ્યો. વધારામાં, તે ટાપુ ઉપર પડેલી કાંસાની એક નાની તોપ પણ તે ઉઠાવ આવ્યો હતો!
જિલિયાતને દક્ષિણના પવનમાં પણ એ બોટને બંદરમાં હંકારી લાવત જોઈ, વ્યર્નસીને મેસ લેથિયરી બોલી ઊઠ્યો : “શાબાશ, આનું નામ તે ખલાસી !”
અને તેણે જિલિયાતને અભિનંદન આપવા પિતાનો હાથ પહેલે ધર્યો.
મેસ લેથિયરી વિશે આપણે ભવિષ્યમાં ઘણું ઘણું કહેવાનું જ છે. અહીં એટલું જ કહી દઈએ કે, બરફ ઉપર તે દિવસે “જિલિયાત” એવો શબ્દ લખનાર દેશેતો તે બાપ થાય.
તે દિવસથી માંડીને જિલિયાત ઇનામમાં મળેલી એ મોટી બોટને જ બધા ઉપયોગમાં લેવા માંડયો. તેના ઘર પાછળ સહીસલામત બંદર જેવી જે જગા હતી ત્યાં જ તે એ બોટને લાંગરતો અને પછી જાળ
Page #39
--------------------------------------------------------------------------
________________
.
પ્રેમ-અવિદ્વાન
ખભે રાખી, ઊભા ખડક ચડી – ઊતરીને, બેાટ સુધી અવર-જવર કરતા.
એ બાટની મદદથી તે મબલક માછલી પણ પકડી લાવતા. જોકે, પેાતાને જરૂરી હાય તેથી વધારાની બધી માછલીઓ તે ગરીબાને મફત વહેચી દેતા. જોકે લોકો હરીફાઈમાં જીતવાની તેની વાતને તથા આ બહુ બધી માછલીઓ પકડી લાવવાની વાતને પણ તેની મેલી શક્તિને જ આભારી માનતા !
જિલિયાત માછીમાર તો હતો જ; પરંતુ અંત:સ્ફુરણાથી તેમ જ મેાજ ખાતર કામકાજ કરીને તેણે બીજા ત્રણ કે ચાર કસબામાં પણ કુશળતા હાંસલ કરી હતી : તે સુથાર પણ હતા, લુહાર પણ હતો, અજોડ પૈડાં સમારનાર પણ હતો, હોડીના સાંધા જોડનાર અને પૂરનાર પણ હતા, તથા એક એંજિનિયર પણ હતા. માછીમારને જોઈતી બધી સાધનસામગ્રી તે જાતે જ બનાવી લેતા. પોતાના મકાનના એક ખૂણામાં તેણે એક એરણ અને એક ધમણ ઊભાં કર્યાં હતાં; તેમની મદદથી તેણે પોતાની બેટને એક જ લંગર હતું તેને બદલે બે કરી લીધાં. એ નવું લંગર પણ તેણે હિસાબ અને ગણતરી કરીને પૂરતું મજબૂત છતાં હલકું બનાવ્યું હતું.
એ બાટનાં પાટિયાંમાંથી તેણે બધા ખીલા કાઢી નાખી ધીમે ધીમે લાકડાના ખીલા નાખી દીધા; જેથી કાટને લીધે લાકડું કાણું થતું અટકે. એ પ્રમાણે તેણે બાટની દરિયો ખેડવાની તાકાત વધારી મૂકી. એ બાટને લઈ તે ઘણી વાર, તરંગ આવે ત્યારે, દૂરના એકલવાયા ટાપુઓમાં મહિનો મહિનો ગાળી આવતા.
લાકો તે વખતે કહેતા, ‘બલા ટળી !'
જિલિયાત એક સ્વપ્નદ્રષ્ટા માણસ હતા; તેથી જ તેનામાં જેમ એક બાજુ અને ખું સાહસ પ્રગટયું હતું, તેમ બીજી બાજુ એક પ્રકારની નરમાશ પણ ઊભી થઈ હતી.
સ્વપ્નદ્રષ્ટા હંમેશાં ક્રાંતદર્શી થવાને ઉંબરે ઊભા હોય છે. વિશ્વનું સમગ્ર જે કંઈ અજ્ઞાત વસ્તુ છે, તેના ઉપરનો અંધારપટ અચાનક
Page #40
--------------------------------------------------------------------------
________________
લાકડા
ચિરાઈ જાય છે, અને એ રહસ્યો માનવ અંતર સમક્ષ પ્રગટ થઈ તેને ચોંકાવી મૂકે છે. અને તરત જ પાછા તે પડદા, હતા તેમ, સિડાઈ જાય છે. આવા ચમત્કારો જેને થઈ આવે છે, તે લેાકો પછી કાયમને માટે બદલાઈ પણ જાય છે. ઊંટના એક હાંકેડુને તે મહંમદ પેગંબર બનાવી મૂકે છે; અને બકરાં ચારતી એકાદ છેાકરીને જોન ઑફ આર્ક!
જિલિયાત સ્વપ્નદ્રષ્ટા હતા; અને તેથી સમગ્ર કુદરત તરફનું તેનું દૃષ્ટિબિંદુ અસાધારણ હતું. દરિયામાંથી ઘણીય વાર તેના હાથમાં મોટા મોટા કદનાં અને વિચિત્ર આકારનાં એવાં પ્રાણીએ આવતાં, જેમને પાણી બહાર કાઢીને જોઈએ, તે નરમ બિલોરી કાચનાં બનેલાં હોય તેવાં દેખાય; પરંતુ જેમને દરિયામાં પાછાં નાખે, તે દરિયાના પાણીના સમાન રંગમાં, પારદર્શકપણાને લીધે, તેમાં એકદમ ભળી જઈને દેખાતાં બંધ થઈ જાય! એ ઉપરથી તે ઘણી વાર એવા વિચાર કરતા કે, આ અફાટ જળ-સાગરની જેમ, આપણી આસપાસ ઝળૂબી રહેતા અફાટ હવા-સાગર પણ એવા જ પારદર્શક તથા નજરે ન દેખી શકાય તેવાં પ્રાણી અને સત્ત્વોથી ભરેલા હેાવા જોઈએ. અને તેવાં રંગ વગરનાં તથા પારદર્શક સત્ત્વા હવામાં વિચરતાં હોય, તોપણ આપણી નજરે ન પડે. પણ આપણે તેમને ન જોઈ શકીએ, માટે એવાં સત્ત્વ નથી જ, એમ આપણે કેમ કરીને કહી શકીએ?
અને વિચારની આવી સ્વપ્નાવસ્થાને કિનારે જ પાછે। નિદ્રાવસ્થાને અગાધ પ્રદેશ આવેલા છે. અને એ પ્રદેશનાં સત્ત્વો પાછાં એથી પણ કેવાં વિચિત્ર અને નવાઈભર્યાં હાય! જિલિયાત એ બાબત પણ ઘણા વિચાર કરતા. બાહ્ય સ્થૂળ ચક્ષુ નિદ્રાવસ્થામાં બિડાઈ જતાં જે આંતર ચક્ષુ ઊઘડે છે, તેની સમક્ષ અજ્ઞેય અને અજ્ઞાત એવું નવું આખું વિશ્વ રજૂ થાય છે. કદાચ એ અવસ્થામાં એ દૂરનાં સત્ત્વો પૃથ્વી ઉપરનાં આપણા જેવાં સ્થૂળ સત્ત્વોને જોઈને નવાઈ પામતાં નજીક ઊતરી આવતાં હાય !
જિલિયાત તો ખાસ કરીને એવું માનતા જ!
Page #41
--------------------------------------------------------------------------
________________
४
ધેનમાં નાખનારી બેઠક
જલિયાતનું ઘર જે નાના અખાત ઉપર આવેલું હતું, તે
આજે શેધવા જાઓ, કે જે કરાડ પાછળ તે પેાતાના ડચ-લૂપને લાંગરતા, તે કરાડ શેાધવા અત્યારે કોઈ જાય, તો કશું ન મળે. કારણ કે, અત્યારે તે એ બધી ટેકરીએ ખાણિયાનાં ટાંકણાં વડે ખાદાઈ ખોદાઈ ગાયું ભરાઈ ભરાઈને સપાટ થઈ ગઈ છે; એ પથ્થર બાંધકામ માટે સાથે ગણાતા હાઈ, લંડન શહેરમાં ઘસડાઈ ગયો છે અને તેનાં કેટલાંય દેવળા બની ગયાં છે કે મહેલા બંધાઈ ગયા છે.
પરંતુ દરિયામાં તૂટક તૂટક નજરે પડતી ખડકોની એ પંક્તિઓ ખરી રીતે પર્વતની સળંગ હારમાળા હોય છે.
જે ટેકરી ઉપર જિલિયાતનું મકાન આવેલું હતું, તેથી આગળ એક પિરામિડ આકારનો મોટો ખડક હતા. તેને માછીમારો ‘જાનવરનું શીંગડું' કહેતા. ભરતીનું પાણી ઊંચું ચડે, ત્યારે એ ખડક મુખ્ય ટેકરીથી જુદા પડી જતો. માત્ર ઓટ વખતે જ ખડકોની સંયોગીભૂમિ ઉપર થઈને તેની પાસે જવાતું. એ ખડકની વિશેષતા એ હતી કે, સમુદ્ર તરફની બાજુએ તેની ટોચે દરિયાના પાણીએ એક બેઠક કોતરી કાઢી હતી અને વરસાદના પાણીએ તેને પૉલિશ કરી આપી હતી.
એ બેઠક, પરંતુ, ભુલાવામાં નાખે તેવી હતી. અજાણ્યો માણસ તેની ઉપર બેઠા બાદ જે મનોરમ દૃશ્ય જોવા મળે તેની લાલચે ત્યાં જવા લાભાત. જે દરિયાએ તે બેઠક કોતરી કાઢી હતી, તે દરિયાએ જ તેની ઉપર ચડી શકાય એવાં પગથિયાં પણ જાણે કાતરી આપ્યાં હતાં. અજાણ્યો
૨૨
Page #42
--------------------------------------------------------------------------
________________
ઘેનમાં નાખનારી બેઠક
૨૩
માણસ એ પગથિયાંની સગવડ જોઈને જ ઉપર ચડવામન કરે અને પેલી બેઠકની સગવડ જોઈ તેના ઉપર બેસી જાય! પણ પછી ત્યાંના વાતાવરણમાં એક પ્રકારની એવી મેાહિની હતી કે, પેલા કેમે કર્યા ત્યાંથી ઊઠવા મન જ ન કરે! તેની નજર સમક્ષ એવો સુંદર દેખાવ પથરાઈ રહ્યો હોય, તથા ઠંડો મધુર પવન પણ તેના આખા શરીરને પંપાળી એવી આરામની લાગણી ઊભી કરતા હોય, કે ન પૂછે વાત.
એમ સમુદ્રનું અનુપમ સૌંદર્ય નિહાળતાં નિહાળતાં, તથા પવનનું મુગ્ધ કરી નાખતું સંગીત સાંભળતાં સાંભળતાં, સ્વાભાવિક રીતે જ તૃપ્તિનો આનંદ વિશેષ અનુભવવા જ તેને થોડી વાર આંખા મીંચવાનું મન થાય. એમ થાડો શાંતિના ઘેનમાં પડે અને પછી ઊંઘવા જ માંડે.
થોડા વખત બાદ એક વિચિત્ર ઘાંઘાટ અને ખળભળાટથી તે જાગી ઊઠે. અને જાગીને જુએ તો તેનું મેાત જ સામે આવીને ઊભું હોય ! વાત એમ બને કે, તેની આંખ મીંચાઈ હોય, એ દરમ્યાન જ સમુદ્રમાં ભરતી ચડવા લાગી હોય. પણ આ ખડકો આગળ પાણી આવતાં જ સમુદ્ર એકદમ વિકરાળ સ્વરૂપ ધારણ કરવા માંડે. એ ઊંચાનીચા ખડકો ભરતીના પાણીના માર્ગમાં એવી વિચિત્ર આડચા ઊભી કરતા હોય છે કે, સમુદ્ર ત્યાં આવી જેરથી ઊછળી ઊછળી, ગર્જના કરતા, માંએ ફીણ લાવી, જેરથી થપાટો મારવા માંડે. અને એ ભયંકર ઘમસાણમાં કોઈ માનો પુત તરીને પાછા કિનારા તરફ પહોંચવાની હિંમત જ ન કરી શકે. ભલભલા તરવૈયા એ તફાનમાં સપડાઈ નાશ પામ્યા છે.
(6
1
તેથી ગ્યર્નસીના જૂના વતનીઓએ એ બેઠકનું નામ તેમની ભાષામાં “ ગિલ્ડ હોલ્મ ’-ઉર ” પાડયું છે. તેનો અર્થ થાય – ‘સૂઈ જનારનું મોત.’ ભરતીની પરાકાષ્ઠાએ સમુદ્ર બાજુએથી જુએ તા એ બેઠકવાળા ખડક દેખાય નહિ – તે આખા પાણીમાં ડૂબી ગયા હોય.
W
એ ‘જાનવરનું શીંગડું’ ખડક જિલિયાતનો પડોશી હતા, અને તેથી જિલિયાત તે બેઠક ઉપર જઈ વારંવાર બેસતા; તથા સ્વપ્નાં જોતા. જોકે પાતાની જાતને તે સમુદ્રની જાળમાં ફસાવા દેતા નિહ.
Page #43
--------------------------------------------------------------------------
________________
મેસ લેથિયરી
બસ લેથિયરી સેંટ ઍસન કસબાની સંભાવિત વ્યક્તિ હતી. મૂળે તે બહાદુર ખલાસી હતો. તેણે ઘણી મુસાફરી કરી હતી. શરૂઆતમાં કૅબિન-બૉયથી માંડીને તે પછી એ ખલાસી, મદદનીશ, પાઇલટ અને છેવટે કપ્તાન બન્યો હતો. અત્યારે તો તે એક જહાજનો માલિક હતે. દરિયા વિશેની માહિતીની બાબતમાં તેની સરખામણીમાં ભાગ્યે કઈ ઊતરી શકે. અને હિંમતની બાબતમાં તો એમ જ કહેવાય કે, તેફાનમાં કે જોખમમાં સપડાયેલા જહાજને બચાવવા દોડી જવું, એ તેને મન રમત વાત હતી.
તેફાનમાં સપડાયેલ એ વહાણ નાનું હોય કે મેટું હોય, યા તે પછી માછીમારનું સામાન્ય હોડકું હોય, તેનો વિચાર કરવા તે બેસે જ નહિ. વરસાદ, વીજળી અને પવનના તોફાનમાં, ઊછળતાં મોજાં વચ્ચે, તે પોતાની હોડી લઈને, સાથે બે-ચાર મજબૂત માણસ લઈને કે તેમના વિના પણ, તે દોડી જાય જ. ડૂબતાં વહાણોમાંથી જાનને જોખમે માણસે કે સરસામાન બચાવી લેવામાં મદદ કરવા જતાં તેણે આખો દિવસ એની હોડીમાં જ ગાળ્યો હોય. અને આવાં સાહસે બાદ રાતે પાછો ઘેર આવી તે શાંતિથી મોજાં ગૂંથવાને કામે લાગી જાય! જાણે કિંઈ બન્યું જ નથી.
દશ વર્ષની ઉંમરથી માંડીને સાઠ વર્ષનો થયો ત્યાં સુધી તેણે આવી જ જિંદગી ગાળી હતી. સાઠ વર્ષનો થયો અને દર વખતની જેમ
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૫
મેલેથી વાકિનની મોટી ભઠ્ઠીની ત્રણ હંડ્રેડવેઇટ વજનની એરણ એક હાથે તે ઊંચકી ન શક્યો, ત્યારે તેને લાગ્યું કે, હવે તેનું પહેલાંનું જોર તેના શરીરમાંથી ઓસરવા લાગ્યું છે. પછી તે સંધિવાના રોગે તેને લગભગ ઘર-કેદી જ બનાવી દીધો.
ગ્યર્નસી જેવા ટાપુઓના વતનીઓમાંના ઘણાએ પોતાની આખી જિંદગી ખેતરો ખેડવામાં કે દરિયો ખેડવામાં ગાળી હોય છે. મેસ લેથિયરી બીજા વર્ગનો હતો. છતાં તેને ખેતી કરતાં આવડતું હતું. જમીન ઉપર પણ યુરોપ ખંડમાં દૂર દૂર સુધી તે ફર્યો હતો. રોરોફૉર્નમાં તેણે જહાજી સુતાર તરીકે કામ કર્યું હતું અને જંગમ-સુતાર તરીકે કામ કરતાં તેણે આખું ફ્રાન્સ પગ તળે કાર્યું હતું. ફ્રાંસકતના મીઠાના મોટા અગરોમાં પણ તેણે કામ કર્યું હતું.
થોડે થોડો દરેક ધંધે તેણે કર્યો હતો અને તે દરેક ધંધ પ્રમાણિકતાથી કર્યો હતો. પરંતુ અંતરથી તે ખલાસી હતો. જળતત્વ સાથે જ તેને પ્રીતિ હતી. તે એમ કહેતો કે, માણસ કરતાં માછલાં જ મારાં સહવાસી છે. વસ્તુતાએ બે કે ત્રણ વર્ષ બાદ કરતાં બાકીની તેની આખી કારકિર્દી સમુદ્ર ઉપર જ વીતી હતી. તે આટલાંટિક પાસિફિક વગેરે મહાસાગર ખેડી આવ્યો હતો, પરંતુ તેને સૌથી વધુ પસંદ આ ચૅનલ જ હતી. કારણમાં તે કહેતે હતું કે, “અહીંનો દરિયો જ પૂરત તોફાની છે.” તે ચુસીમાં જ જન્મ્યો હતો અને ગ્યર્નસીમાં જ મરવા ઇચ્છતે હતે.
મેસ લેથિયરી તેની શરીરશ્રમમાં વિતાવેલી જિદગીને કારણે અમુક બાબતમાં જડથા જે હતે. તે બીજી અનેક બાબતમાં વરણાગિયો પણ હતે. લગભગ ચાંપલો જ કહો ને! - જેમકે, સ્ત્રીઓના હાથ નાના તથા સફેદ હોવા જોઈએ, એવો તેનો ખ્યાલ હતા. વાત એમ બની હતી કે, જુવાનીમાં નાની ઉંમરે તે ખલાસી અને કેબિન-બૉયની વચ્ચેની નોકરી બજાવતું હતું, ત્યારે
Page #45
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-બલિદાન પિતાના કપ્તાનને તેણે એક વખત એવું બોલતાં સાંભળ્યો હતો કે, “એ બહુ સુંદર છોકરી છે, પણ તેના હાથ કેવા રાતા રાતા ફાફડા જેવા છે!” હવે ખલાસીને મન ઍડમિરલનો શબ્દ એ હુકમ બરાબર હોય. એટલે લેથિયરીને મન ત્યારથી સ્ત્રીઓના હાથની બાબતમાં અમુક ખ્યાલ જ બંધાઈ ગયો. તેનાં પોતાનાં બાવડાં તે એવાં જંગી તથા જબરાં હતાં કે, તે મિત્રતાની રૂએ હાથ મિલાવે, તે પણ સામાને જાણે તેનો હાથ જકડમાં પકડાયેલો જ લાગે. બીજે વખતે તે તે ફરસબંધીના પથ્થરને પણ પોતાની થપાટથી તેડી નાખે.
તે કદી પરણ્યો ન હતો. તેણે કદી પરણવાની ઇચ્છા જ નહોતી કરી. તેને જોઈતી સ્ત્રી તેને પરણવા નહોતી મળી, એમ જ કહોને! કદાચ એનું કારણ પેલું પણ હોય કે, જાતે ખલાસી હેઈને તેને ડચેસને હોય એવા નાજુક સફેદ હાથવાળી સ્ત્રી જોઈતી હતી!
એવી ગુસપુસ અલબત્ત ચાલતી હતી કે, રોશેફૉર્ન મુકામે પોતાને જોઈતા ગુણવાળી એક ખેડૂત કન્યા તેને મળી હતી. તે છોકરી પોતે સુંદર હતી, તથા તેના હાથ પણ સુંદર હતા. ખાસ કરીને એના નખેએ લેથિયરીને આકર્થો હતા : સુંદર હાથ ઉપર સુંદર નખ! પરંતુ એક વખત એ નખનો તે જુવાનડીએ નહેર તરીકે કરેલો ઉપયોગ જોયા બાદ લેથિયરીએ નક્કી કરી લીધું કે, એ વાઘણને પરણવું એના કરતાં કુંવારા રહેવું વધુ સારું!
બીજે વખતે ઑરીનીમાં એક છોકરી તેને ગમી ગઈ હતી. તે એની સાથે લગ્ન કરી બેસવાની તૈયારીમાં જ હતા. તેવામાં એક પડોશીએ લેથિયરીને અભિનંદન આપતાં કહ્યું, “એ છોકરી સરસ બળતણઉછાળ છે; તમને એવી પની મેળવવા બદલ અગાઉથી અભિનંદન!” લેથિયરીએ એ બાબતનો વધુ ખુલાસો પૂછયો. તે પેલાએ કહ્યું, “ઓરીનીમાં ગાયનું છાણ ભેગું કરી લાવી, ઘરની ભીતિ ઉછાળી ઉછાળીને ટાડાય છે. સુકાઈ સુકાઈને છાણાં ખરી પડે, તે બળતણ તરીકે વપરાય છે. જે બાઈ ઘરની ભીતિ ઊંચે સુધી છાણનો પિંડ ઉછાળીને ચોંટાડી શકે, તે
Page #46
--------------------------------------------------------------------------
________________
મેસ લેથિયરી
૨૭
વધુ બળતણ ઘર માટે ભેગું કરી શકે. એટલે એવી છાણ-ઉછાળ છેકરી જ લગ્ન માટે સામાન્ય રીતે પસંદ કરાય છે.'
લેચિયરીએ તરત એ છેકરી સાથે લગ્ન કરવાનું માંડી વાળ્યું.
ટ્રાન્સના ઉત્તર કિનારા પાસેના ટાપુના આ ખલાસીઓ બુદ્ધિશાળી પણ હોય છે. લગભગ બધા જ વાંચતાં જાણતા હોય છે અને વાંચ્યા પણ કરતા હોય છે. રવિવારે આઠ આઠ વર્ષના છેાકરાઓ હાથમાં ચેપડી સાથે દોરડાંના વીંટા ઉપર બેઠેલા અને વાંચતા તમને જોવા મળે. શબ્દોની મજાક પણ એ લોકોને બહુ પ્રિય હોય છે.
૩
મેસ લેથિયરી પેાતાનું હ્રદય પેાતાના મજબૂત હાથોમાં જ લઈને ફરતા. કદાચ તેનામાં હૃદયનો ભાગ, ખોડ ગણાય તેટલા વધારે પડતો હતા. અર્થાત્ તેનામાં આત્મવિશ્વાસ ઘણા હતા. કંઈ પણ કરાર તે ભલા ઈશ્વરના સાણંદ' ખાઈને કરતા, અને પછી તે પાર પાડવા જીવ નીકળી જાય ત્યાં સુધી કોશિશ કરતો.
:
.
‘ભલા ઈશ્વર’માં તે માના, એટલું જ; એથી વિશેષ બીજો દેવળ-ધર્મ તે જાણતા નહીં. કોઈ વખત તે દેવળમાં જાય, તે પણ
વિવેક ખાતર જ.
દરિયાની બાબતમાં તે ઘણા વહેમા ધરાવતા. પણ તેથી ગમે તેવું તેફાન હોય, તે પણ તે પાછું ડગ ભરવા તૈયાર થતા નહીં. પોતાની પ્રબળ ઇચ્છાનો વિરોધ કોઈ કરે, એ તેનાથી સહન જ ન થાય : ભલેને પછી એ વિરોધ મહાસાગર કરે! બધાએ તેની દૃઢ ઇચ્છા સામે નમવું જ જોઈએ; સમુદ્ર ન નમવા કરે, તે ભાગ તેના ! પણ લેથિયરી તા કદી નમે જ નહિ. કોઈ ઝઘડાખોર પડોશી જેમ તેને કશું કરતા રોકી ન શકે, તેમ ગુસ્સે ભરાયેલેા સમુદ્ર પણ. જે તે બોલ્યા તે બોલ્યા; અને જે તેણે ચોખ્ખું, તે તેણે પાર પાડયું જ એમ જાણવું. તે હંમેશાં પારગામી નજર રાખતા; અને સામે આવી ઊભેલા નિષેધ પ્રત્યે દુર્લક્ષ જ કરતા.
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રેમબલિદાન કોઈ પ્રકારની મનાઈ તે સાંખી શકતો જ નહિ. તેથી કરીને જીવનમાં તેનું જક્કીપણું અને સમુદ્ર ઉપરનું તેનું સાહસ પ્રગટયાં હતાં.
તેના સ્વભાવમાં સાંઢ અને બાળક એ બેના અંશોનું વિચિત્ર મિશ્રણ હતું. તેના બધા દાંત સાબૂત હતા, જોકે તેના ચહેરા ઉપર કરચલી પડી ગઈ હતી. – જાણે સમુદ્રનાં મોજાંની લહેરો તેના ઉપર કાયમની પ્રતિબિંબિત થઈ ગઈ હોય! ચાલીસ ચાલીસ વર્ષ તેફાનો સામે અડીખમ ઊભેલું તેનું વ્યક્તિત્વ સમુદ્ર વચ્ચે ઊભેલા ખડક જેવું હતું. પરંતુ એ કઠોર ચહેરામાં માયાળુ નજર ઉમેરો, એટલે આખો મેસ લેથિયરી તમારી સમક્ષ આવીને ઊભો રહ્યો!
મેસ લેથિયરી બે જણાને પ્રાણપણે ચાહત: દુરાંદેને અને દેશ તને.
Page #48
--------------------------------------------------------------------------
________________
દેરુોત
૩
માણસના શરીરનું બાહ્ય કોટણું, અંદરખાને જુદા જ પ્રાણીને છુપાવતું હાય છે! તે હિસાબે કોઈ પંખિણીને છોકરીનું રૂપ લઈને આવેલી કલ્પા, અને તમારા ઘરમાં તે સ્થિર થઈને રહેતી હોય એમ માની લો, તે તમને દેરુશેતની કલ્પના આવી જાય. તે સામી મળે તે એકદમ એમ જ કહેવાનું મન થાય, “ ગૂડ-મોર્નિંગ મેનાજી!” ભલે તેની પાંખો અદૃશ્ય હોય, પણ તેનું કૂજન તો મેાજુદ હોય જ! તેની વાતચીત પુરુષને હિસાબે ભલે ઊતરતી લાગે; પણ તેનું ગીત ? તે કેટલું બધું રહસ્યમય હોય! તેને જોતાં જ આભાર માનવાનું મન થાય કે, આકાશમાં ઊડી જવાને બદલે તે ઘરમાં આમ તેમ ઠેકડા માર્યા કરે છે!
કુંવારિકા એ દેવદૂતનો અવતાર છે. જ્યારે કુંવારિકામાંથી સ્ત્રી વિકસતી જાય છે, ત્યારે દેવદૂત વિદાય થઈ જાય છે; પરંતુ પછીથી બીજો એક નાનો જીવ લઈ આવીને તે મા પાસે પાછા ફરે છે. પરંતુ એક દિવસ માતા થનારી લાંબા વખત સુધી પોતે બાળક જ રહે છે. કિશારીમાં પણ બાળકપણું જ મેાજૂદ હોય છે.
એ બ્રેકરીમાં કશું સ્વર્ગીય તત્ત્વ જાણે ભારેલું હોય છે–સુંદરતા! આપણી આ મટોડીની દુનિયામાં સુંદરતા આપણને સ્વર્ગીયતાનો ખ્યાલ ઊભા કરી આપે છે. જંગલમાં જે કૂંજન કરતાં પંખી ન હોય, તે
૨૯
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રેસ-બલિદાન
તે નર્યાં ભૂતનાં ઘર જ બની રહે. તેથી આસપાસ આનંદ વેરનાર, સુખ પ્રગટાવનાર, કાળા અંધાર પદાર્થો ઉપર તેજ છાંટનાર, સમરેખ, સુસંવાદી, સુઘડ બનવું, એ એક જાતની સેવા બજાવવા જેવું છે!
30
એ સુંદર નિર્દોષ છેકરીના રૂવે રૂંવેથી સ્વર્ગ ડોકિયું કરતું હોય છે. તેનું મધુર હાસ્ય જાણે દરેક માનવ પ્રાણી જે વજનદાર લાહશૃંખલા વીંઢાળી રહ્યો હોય છે, તેનું વજન એકદમ ઓછું કરી આપે છે. તેના વ્યક્તિત્વમાંથી સ્ફુરતી સૂક્ષ્મ અ-ભૌતિકતા, તથા પ્રગટતા પ્રકાશ અને આનંદ ચારે તરફ ચેપી નીવડે છે. – અને તેય કશા પરિશ્રમ વિના જ! તમે એની પાસે હો એટલું જ બસ છે.
દેરુશેત પાસે સુંદર હાસ્ય હતું ! અરે, દેશૅત એટલે જ એ હાસ્ય. હસતી દેરુÃત એટલે જ દેરુશેત!
જર્સી અને ગર્નસીની ઓલાદો વિશિષ્ટ રીતે મનોહર હોય છે. ત્યાંની સ્ત્રી અને ખાસ કરીને જુવાન છેકરીઓ ખીલતા અનોખા સૌંદર્યવાળી હોય છે. સૅકસન ચહેરાનું ગેારાપણું, અને નૉર્મન ચહેરાની તાજગી તેમનામાં ભળીને તેમના ગુલાબી ગાલ અને ભૂરી આંખોને એવાં આકર્ષક બનાવી મૂકે છે કે, ન પૂછો વાત! જોકે અંગ્રેજી કેળવણી તેમની એ તાજગીને દબાવી દેવાનું જ કામ કરે છે.
દેરુશેત મેાહિત કરી નાખે તેવી બનતી જતી હતી. જોકે, તે પોતે હજુ એ વાતથી અજ્ઞાત હતી. હજુ કદાચ ‘પ્રેમ' શબ્દનો અર્થ તે સમજતી ન હતી; જોકે, લાકો તેની સાથે પ્રેમમાં પડે તે એને ગમતું. જોકે, તેની પાછળ કશા ખરાબ હેતુ હોતા નહીં; – તેને લગ્નનો વિચાર જ હજુ નહોતા આવ્યા.
દેરુશેતને દુનિયામાં સૌથી સુંદર નાના હાથ હતા, અને તેના પગ પણ હાથને અનુરૂપ હતા. મેસ લેથિયરી કહેતા કે, તેને માખીના ચાર પગ છે. તે ભલી અને નમ્ર હતી. તેનું કુટુંબ કે ભવિષ્ય જે કહો તે તેનો કાકો લેથિયરી હતા.
Page #50
--------------------------------------------------------------------------
________________
દેશે
૩૧ દેશેતનો ધંધો માત્ર “હોવું” એ જ હતું. તેની કુશળતા થોડાં ગીત ગાવામાં સમાઈ જતી હતી. વિજ્ઞાનને બદલે તે સુંદરતા ધરાવતી હતી; બુદ્ધિને બદલે તેનામાં નિર્દોષતા હતી; પ્રેમને બદલે તેનામાં અજ્ઞતા-મુગ્ધતા હતી. તેનામાં બેદરકારીભર્યો અને પ્રમાદઘેરો તરવરાટ હતે, તથા બચપણનું અકળાવે તેવું આનંદીપણું, – જે ટ ગમગીન થઈ જવાના વલણવાળું હતું.
આખું વર્ષ તે પોતાને માથે હેટમાં ફૂલો ખોસતી, વીંટતી કે બાંધતી.
Page #51
--------------------------------------------------------------------------
________________
દુરાંદે
1જ પડશે આથમણી વેળાએ જ્યારે રાત્રી સમુદ્રમાં ભળવા લાગે, ત્યારે સેંટ સેંસન બંદરમાં એક વિચિત્ર જંગી આકાર ફૂફાડા ભારત અને ધુમાડા કાઢતે દાખલ થતે. જંગલી જાનવરની પેઠે તે ગર્જના કરતે અને જવાળામુખીની જેમ તે ધુમાડા ઓકતે. એ આકાર તે દેરાંદે: મેસ લેથિયરીનું બીજું પ્રેમપાત્ર!
૧૮૨ – ના અરસામાં આ તરફ સ્ટીમ-બોટ એ ભારે નવાઈની વસ્તુ હતી. અત્યારે તે ટાપુઓને કિનારેથી ક્ષિતિજ ઉપર થઈને પસાર થતી દેખાતી રોજની દશ કે બાર મોટી સ્ટીમરની પણ લોકોને નવાઈ નથી. પરંતુ ઓગણીસમી સદીના પ્રથમ ચતુથશમાં આ બધી વરાળમંત્રી શોધો તરફ આ ટાપુના લોકો બહુ આશંકાની નજરે જોતા.
આ ટાપુના લોકો ગમે તે પંથ-સંપ્રદાયના હોય છતાં ધર્મ-ઝનૂની તો હોય જ. તેઓ આ સ્ટીમ-બોટને સેતાની ચરખે કહેતા. ટાપુના એક પાદરીએ તે ધર્મોપદેશ વેળાએ પ્રશ્ન જ પૂછયો, “ઈશ્વરે અગ્નિ અને પાણીને જુદાં રાખ્યાં છે, તેમને ભેગાં કરી તેમની પાસે કામ લેવાનો માણસને હક છે ખરો? એ કુદરતના ક્રમને ઊંધા વાળ, તે અંધેર અને અવ્યવસ્થા તરફ જવાના પ્રયત્નરૂપ નથી શું?”
નેપોલિયને જ્યારે સદીની શરૂઆતમાં વૈજ્ઞાનિકોની અકાદમીને સ્ટીમ બોટની શકયતા વિષે પૂછયું, ત્યારે તેઓએ તેને “મૂર્ણ કલ્પના, મોટી ભૂલ, અને અર્થહીન વસ્તુ” જણાવી હતી.
Page #52
--------------------------------------------------------------------------
________________
દુરદે બંદરમાં દાખલ થાય છે - કૂકડા મારતી અને ધુમાડા કાઢતી. પૃ. ૩ર.
Page #53
--------------------------------------------------------------------------
________________
Page #54
--------------------------------------------------------------------------
________________
દુર
આમ વિદ્રાના સ્ટીમ-બોટને અશક્ય વસ્તુ માનતા, ત્યારે પાદરીઓ તેને અધમ વસ્તુ ગણીને નકારતા: પાણી અને અગ્નિ વચ્ચે ઈવરે છૂટાછેડા નિર્મેલા છે લોખંડની કોઠીની કરામતથી એ બેને સંલગ્ન કરવાં, એ ઈટવરના રચનાક્રમને ઉલટાવવા જેવું– તોડવા જેવું થાય.
એટલે એ શરૂઆતના યુગમાં ગ્યર્નસીથી ફ્રાંસના કિનારા સુધી સ્ટીમ-બોટ વડે અવરજવરનું નવું સાધન ઊભું કરવા માટે મેસ લેથિયરી જેવા માણસની જરૂર હતી. સ્વતંત્ર વિચારક તરીકે એ એકલજ એવી કલ્પના પણ કરી શકે, તથા સાહસિક ખલાસી તરીકે તેને અમલમાં પણ મૂકી શકે.
Page #55
--------------------------------------------------------------------------
________________
અત્યારે જે સમયની વાત કરી રહ્યા છીએ, તેથી ચાલીસ વર્ષ પહેલાં પૅરીસનાં પરાંમાં, શહેરની દીવાલ પાસે એક શંકા પડતી અપ
ખ્યાતિવાળું મકાન હતું, જેમાં જરૂર પડશે ખૂની – કાતીલો આવીને આશરો લેતા.
એ ઘરમાં શહેરનો એક ગુંડો પોતાની પત્ની અને બાળક સાથે રહેતો. પહેલાં તે ઉઘરાતદારનો કારકુન હતો, હવે તે એક ચોર જ બની રહ્યો હતો. તેનું કુટુંબ-નામ રે તે હતું. બાળક નરી ગુનાખોરી વચ્ચે જ ઊછરતું હતું. મા અને બાપ નીચલા મધ્યમ વર્ગનાં હોઈ, એ બાળક વાંચતાં શીખ્યું હતું. ચીંથરેહાલ મા તેને યાંત્રિક રીતે જોડણી ગોખાવતી તથા વચમાં તેના પતિને કંઈક બદમાશીમાં મદદ કરવા, અથવા વેશ્યાવૃત્તિ કરીને જાત-કમાઈ કરવા ખાતર દોડી જતી.
મા અને બાપ થોડા વખત બાદ કોઈ ગુનામાં પકડાઈ જતાં સજા પામી અલોપ થઈ ગયાં. થોડા વખત પછી બાળક પણ એ ઘરમાંથી અલોપ થઈ ગયું.
લેથિયરી એક વખત ફરતો ફરતો પોતાના જેવા એક સાહસિકને ભેટી ગયો. પેલો કંઈક સંકડામણમાં આવી ગયો હતો તેમાંથી તેણે તેને બચાવી લીધો.
લેથિયરીને એ માણસ ગમી ગયો, એટલે એ તેને ગ્યર્નસી લેતો આવ્યો. પેલાને કિનારા ઉપર ચાલતા વેપારની સારી માહિતી હતી, એટલે લેથિયરીએ તેને ભાગીદાર બનાવ્યો. એ માણસ તે પેલું રે તે કુટુંબનું બાળક, જે હવે મોટું થઈ ભાયડો બન્યું હતું.
૩૪
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૫
લેથિયરીની પેઠે જ રે તેને પણ જાડી ગરદન તથા મોટા અને શક્તિશાળી પહોળા ખભા હતા, – જેથી તે ભારે વજનો ઉપાડી શકતો. તે બંનેની ચાલવાની ઢબ અને કંઈક અંશે દેખાવ પણ સરખાં જ હતાં. માત્ર તે થોડો વધુ ઊંચે હતો. લોકો બંદર ઉપર તે બંને સાથે ફરતા જુએ કે તરત જ બોલી ઊઠે, “ જુઓ બે ભાઈ ચાલ્યા !” પરંતુ તેમને બંનેને સામેથી જુઓ, તો બંને વચ્ચેનો ફરક તરત ધ્યાનમાં
આવી જાય. લેથિયરીના ચહેરા ઉપરની નિખાતાની સરખામણીમાં રેનો ચહેરો સાવચેતીભર્યો – અવિવાસુ જ લાગે.
રે તેને પટાબાજી સરસ આવડતી અને વીસ પગલાં દૂરથી બંદુક વડે સળગતી મીણબત્તીનું નિશાન લઈ, તેને તે ઓલવી નાખી શકતો. તેની મુક્કી જંગી હતી તથા બૉકિસંગને માટે જ સરજી હોય એવી લાગતી. એ સ્વપ્નોના અર્થ પણ ઉકેલી આપતો. પોતાની સાથે તે નોંધપોથી જેવું, રાખતો. તે તમને વાંચવા મળે, તો એકાદ પાન ઉપર તમને આવી નોંધ હોય : “લિયોન્સમાં સેંટ જોસેફની જેલની દીવાલની એક તરાડમાં કા સંતાડી રાખેલી છે.”
તે પોતાને કાલિકટના સુલતાનનો મિત્ર કહાવતો, – જેને પોટું ગીઝો ઝામેરિન કહે છે. ઈજજતની બાબતમાં તે બહુ આળો હતો. અને એ મુદા ઉપર ગમે તેની સાથે યુદ્ધમાં ઊતરી પડી, તે ઝટ સામાને મારી નાખતો. તેનું બળ તેના અંતરમાં રહેલી લુચ્ચાઈને છુપાવી રાખનાર ઓછાડ બની રહ્યું હતું
એક મેળા વખતે તેણે પોતાની મુક્કી જે કુશળતાથી વાપરી બતાવી હતી, તે જોઈને જ લેથિયરી તેના ઉપર ખુશ થઈ ગયો હતો. ગ્યર્નસીમાં તેનાં પરાક્રમોની માહિતી કોઈને ન હતી; તેણે દુનિયા જોઈ હતી, તે સારો વહાણવટી હતો, અને અનેક ધંધા કરી ચૂક્યો હતો. માડાગાસ્કરમાં તે રસોઇયો હતો, સુમાત્રામાં પંખીઓને તાલીમ આપનાર હતો, હોનોલુલુમાં સેનાપતિ હતો, ગેલા પેગોસ ટાપુઓમાં તે ધાર્મિક ખબરપત્રી હતો, ઉમરાવતીમાં કવિ હતો અને હેતીમાં ગૂઢપથી ફ્રી-મૅસન
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૬
પ્રેમલિદાન
હતો. ૧૮૧૫માં બોર્ડે મુકામે તે રૉયલિસ્ટ (રાજા-પક્ષી) પણ બન્યો હતો. તેનું જીવન એટલે એક પછી એક આવતાં ગ્રહણોની હારમાળા દેખાવું ને અલોપ થવું; તથા ફરી પાછા દેખાવું.
તે બહુ કુશળ અને પ્રતિભાવાન બદમાશ હતો. તેને તુર્ક ભાષા આવડતી હતી. ત્રિપોલીના થાલેબને ત્યાં તે ગુલામ તરીકે હતો ત્યારે ચાબુકો ખાઈ ખાઈને તે તુર્ક ભાષા શીખ્યો હતી. તે મસ્જિદો આગળ જઈને લાકડાંનાં પાટિયાં ઉપર કે ઊંટનાં ખભાના થાપાનાં હાડકાં ઉપર લખેલ કુરાનની આયાતોનો પાઠ કરી આવતો. ટૂંકમાં, તે એક અંગ ભાગેડુ હતો, અને સારુંનરસું કોઈ પણ કામ કરવાને માટે તૈયાર હતો.
તે ખડખડાટ હસી પડે, ત્યારે સાથે સાથે પોતાની ભમરો ચડાવતો. દેખી તે આનંદી તથા માયાળુ હતો; પણ તેના ઉચ્ચારેલા શબ્દોને તેનો ચહેરો જૂઠા પાડતો. તેનાં નસકોરાં જંગલી જાનવર જેવાં પહોળાં હતાં. આંખોને ખૂણે તેને ઘણી કરચલીઓ હતી, જેમાં બધી જાતના વાં વિચારો જમા થઈ રહેતા. તે કરચલીઓ જ તેના સાચા સ્વભાવને તથ રખવાની ચાવીરૂપ હતા. તેના ચપટા જેવા પગ ગીધના પંજા જેવા ગતા. તેની ખોપરી ટોચ આગળ નીચી નમેલી હતી અને લમણાઓ તરફ પહોળી. તેના બેડોળ કાન ઉપર વાળના ગુચ્છા હતા, જે જાણે ઢંઢેરો પીટતા કે, ‘અંદર રહેલા જાનવર સાથે વાત ન કરતા.’
એક દિવસ અચાનક માલૂમ પડયું કે, રે તે ગ્યર્નસીમાંથી અલોપ
થયો છે.
લેથિયરીનો ભાગીદાર ભાગી ગયો હતો અને ભાગીદારની તિજોરીને ખાલી કરતો ગયો હતો.
અલબત્ત, એ સહિયારી તિજોરીમાં ૨ તેના પૈસા પણ હતા એમ કહેવાય; પણ લેથિયરીના ભાગના પચાસ હજાર ફ઼ાંક પણ હતા !
લેથિયરીએ કિનારા ઉપરના વેપારમાં અને જહાજી-સુતાર તરીકેના ધંધામાં ચાલીસ વર્ષ દરમ્યાન પોતાનાં પરિશ્રમ અને પ્રમાણિકતાથી એક લાખ ફ઼ાંક ભેગા કર્યા હતા રૅ તે તેમાંથી અર્ધી રકમ પડાવી ગયો હતો.
Page #58
--------------------------------------------------------------------------
________________
લેથિયરી આમ બરાબર અર્થે પાયમાલ થયો કહેવાય; પણ તે ભાગી પડ્યો નહિ. તેણે તરત જ પોતાની ખોટ ભરપાઈ કરવાનો પ્રયત્ન આદર્યો. એ અરસામાં સ્ટીમ બોટની વાતો લોકોને મેએ સંભળાતી હતી. એટલે તરત ફલ્ટને શોધેલા વરાળયંત્રને ઉપયોગમાં લઈ, ફ્રાંસના કિનારા સાથે સ્ટીમ-બોટનો વ્યવહાર ઊભો કરવાની કલ્પના લેથિયરીને આવી. તેણે પોતાની પાસેની બાજીનું છેલ્લું પતું ખેલ્યું, અને પોતાની બાકી રહેલી તમામ મૂડી તેમાં રોકી. પરિણામે, રેતેંના અલોપ થવા પછી છ મહિના બાદ સેંટ સેંસન બંદરના દિમૂઢ થયેલા લોકોએ એક દિવસ સ્ટીમ-બોટને બંદરમાંથી બહાર નીકળતી જોઈ. દરિયામાં દવ લાગ્યો હોય એવી દેખાતી એ બોટ, આ તરફ લોકોને જોવા મળેલી પ્રથમ સ્ટીમર હતી.
સ્ટીમ-બોટ ગ્યાસીથી સેંટ મૅલો સુધી નિયમિત જવર-અવર કરતી.
Page #59
--------------------------------------------------------------------------
________________
૯ “સેતાની ચરખા'
૧
મેસ લેથિયરીના આ ધંધા પ્રત્યે જુદા જુદા લોકો જુદે જુદે
કારણે અણગમો ધરાવતા થયા. ફ્રેન્ચ કિનારા સુધી જવર-અવર કરતાં બીજાં ચાલુ જહાજોના માલિકોએ એને પોતાના ધંધા ઉપર તરાપરૂપ માન્યો. અને ધર્માચાર્ય – પાદરીઓએ તેની રચનાને પવિત્ર ધર્મશાસ્ત્રોના આદેશોના ભંગરૂપ ગણી, તેને સેતાની-ચરખો ઠરાવ્યો.
પરંતુ ધીમે ધીમે આ બધા વિરોધો શમતા ગયા. આ જહાજમાં જે બળદો લાવવમાં આવતા, તે ઓછા થાકેલા હોતા અને તેથી જલદી વેચાઈ જતા. મુસાફરોને પણ જવર-અવર ઓછા ખર્ચાળ, વધુ સહીસલામત અને નિયમસરનો લાગવા માંડયો. કારણ કે, સ્ટીમ-બોટ અચૂક અમુક નિયત સમયે ઊપડતી તેમ જ આવતી. માછલાં પણ જંગી જથામાં વધુ તાજી અવસ્થામાં ફ્રેંચ બજારોમાં પહોંચાડી શકાતાં. ગર્નસીની ગાયોનું ઉમદા માખણ તેનાં દૂરનાં બજારોમાં અને ઉત્સુક ઘરાકોમાં વધુ સારી હાલતમાં પહોંચવા માંડયું.
ધીમે ધીમે લોકોનો એના પ્રત્યેનો અણગમો ઓછો થતો ગયો. રજીસ્ટ્રાર સ્કુ લૅન્ડોએ સૌથી પ્રથમ પોતાની સંમતિ જાહેર કરી. અને એનો એ મત ખાસ નિષ્પક્ષ ગણાવો જોઈએ; કારણ કે, તેને પોતાને લેસ લેથિયરી પ્રત્યે અણગમા જ હતો: લેથિયરી ‘મેસ' કહેવાતો અને લૅન્ડો હજુ માત્ર ‘સુ’ હતો. ધીમે ધીમે સ્ટીમ-બોટ માટેનો સારો અભિપ્રાય જોર પકડતો ગયો. લોકોને પોતાના વેપારધંધામાં વૃદ્ધિ થતી લાગતી ગઈ. અને દરેકને પછી તેનો ઉપયોગ કરવો જરૂરી બનતાં તેના પ્રત્યે ગમા સિવાય બીજો ભાવ રાખવો અશકય થઈ ગયું.
૩૦
Page #60
--------------------------------------------------------------------------
________________
સેતાની ચર”
ઈ. સ. ૧૭૦૭માં ડેનિસ પેપિનની “કુદા” અને ૧૮૦૭માં ફલ્ટને ઇંગ્લેંડથી વૉટ્સનું સ્ટીમ-ઍન્જિન મંગાવીને અમેરિકામાં બનાવેલી પહેલી સ્ટીમ-બોટ એ બંને કરતાં મેસ લેથિયરીની સ્ટીમ-બોટ વધુ આગળ પ્રગતિ બતાવતી હતી. અલબત્ત, એ પણ એક આગળનો તબક્કો જ હતો –-ઍજિનિયરિંગ વિદ્યા મુજબની સંપૂર્ણ રચના આવવાને તો હજુ ઘણી વાર હતી.
પોતાની સ્ટીમ-બોટના એંજિનની ડિઝાઇન મેસ થિયરીએ પોતે જ તૈયાર કરી હતી, અને પછી ફ્રાંસમાં બર્સીના લોખંડના કારખાનામાં જઈને તે મુજબનું ઍદિ ન તૈયાર કરાવ્યું હતું. જે હોશિયાર કારીગરે એ ડિઝાઇન પ્રમાણે એંજિન તૈયાર કરી આપ્યું હતું, તે હવે મારી ગયો હતો, એટલે આ જાતનું બીજું એંજિન બનાવવું આપોઆપ અશક્ય બની ગયું હતું.
ઉપરાંત, લેથિયરી પોતે બેમેન જઈને જોઈતું ઇમારતી લાકડું ખરીદી આવ્યો હતો, અને પોતે જ જહાજ બનાવનાર કુશળ સુતાર હોવાથી, તેણે આખા જહાજનું ખોખું પણ જાત-દેખરેખ હેઠળ તૈયાર કરાવ્યું હતું. બહારની બાજુ ડામર લપેડવાને બદલે વધુ સારો ગણાતો ખાસ હિંદી વૉરનિશ તેણે ઉપયોગમાં લીધો હતો. તેના ખીલા-ખૂંટા પણ મજબૂત અને ખાસ તૈયાર કરાવેલા હતા.
તેને ઝટ ઘુમાવી શકાય તે માટે ટૂંકું બનાવવામાં આવ્યું હતું; અલબત્ત, તેના લડકામનું વજન તથા એંજિનનું વજન તેનો એ ટૂંકાપણાને લાભ ખાઈ જતાં હતાં. તેનું વચલું પેટું બહુ પહોળું હતું તેથી તેની ગતિ રૂંધાતી હતી. તોફાને વખતે તે આગળ કે પાછળ પાણીમાં વધુ ઊતરી જતી–જે ગુરુત્વાકર્ષણ-કેન્દ્ર સાચવવામાં થયેલી ભૂલનું સૂચન કહેવાય. તેનું સુકાન પણ જૂની પદ્ધતિનું હતું,-- અત્યારની ચક્ર-પદ્ધતિનું નહીં.
Page #61
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-બલિદાન તેને ચાર લંગર હતાં; તેનું લક્કડકામ બહુ ભારે અને નક્કર હતું. સ્ટીમથી ચાલતી હોવાથી તેને હલકી બનાવવાની ખાસ જરૂર પણ ન કહેવાય. તેની ઝડપ કલાકના બે લીગ (છ નૉટ) હતી.
જેવી હતી તેવી લેથિયરીની સ્ટીમ-બોટ એક ઉમદા ચીજ હતી; અલબત્ત, આગળથી પૂરતી અણીદાર ન હોવાથી તે પાણી બરાબર કાપી શકતી ન હતી; તથા એમ પણ જણાયું હતું કે વચ્ચે જો રેતાળ પટ આવી જાય કે ખડકો કે પાણીના જુવાળ કાપવાના આવે, તો તેને એકદમ સંભાળી લેવી મુશ્કેલ બની જતું. વળી, જ્યારે તે ગતિમાં આવતી, ત્યારે નવા જોડાની પેઠે ચૂં--સ્ અવાજ બહુ કરતી.
આ જહાજ ખાસ કરીને માલ-સામાન લાદવા માટે જ બનાવવામાં આવ્યું હતું. તેમાં મુસાફ ઓછા લેવાતા. ઢોરને તે દિવસોમાં જહાજના ભંડકમાં ભરીને લઈ જવાતાં, અને તેમને તેમાં ભરવાની મુશ્કેલી ભારે હોતી. હવે તે ઢેર આગળના તૂતક ઉપર લઈ જવાય છે.
લેથિયરીની સ્ટીમ-બોટની બે બાજુના પંખાનાં કવર ધોળાં રંગેલાં હતાં અને પાણી-રેખા સુધીનો ભાગ લાલ રંગેલો હતો. બાકીનું બધું જહાજ તે દિવસની રીત મુજબ કાળું હતું. જ્યારે ખાલી હોય ત્યારે તે સાત ફૂટ પાણીમાં ડૂબેલું રહેતું, અને ભરેલું હોય ત્યારે ૧૪ ફૂટ.
એના એંજિનનું જોર ઘણું હતું અને તે ઘણો કોલસો ખાતું. તેને ઢાળેલા લોખંડની એક જ પ્લેટ ઉપર બેસાડેલું હતું, જેથી આગળના ભાગમાં વહાણ જોખમાયું હોય, પણ એંજિન સહીસલામત રહે. તેના પંખાવાળાં પૈડાં ઘણાં મોટાં હતાં, તથા ધુમાડિયું ખૂબ ઊંચું હતું. આ એંજિનની કિંમત ચાલીસ હજાર ફૂાંક બેઠી હતી.
સેતાની જહાજ' ગ્યર્નસીથી (ફ્રાંસને કિનારે) સેંટ મૅલો સુધી દર અઠવાડિયામાં એક વખત જતું આવતું. દર મંગળવારે સવારે તે ઊપડે અને શુક્રવારે સાંજે શનિવારની ગુજરીને માટે વખતસર પાછું ફરે. એ જહાજ ખૂબ ધિંગું તથા મોટું હોઈ, કિનારાનાં બીજાં ચાર જહાજ જેટલું કામકાજ એક જ ફેરામાં કરી લાવતું તેથી તેના નફાનું પ્રમાણ પણ
Page #62
--------------------------------------------------------------------------
________________
સેતાની ચરખો” મોટું હતું. જહાજનો નફો તેમાં ભરવામાં આવતા માલના જથા ઉપર આધાર રાખે છે. અને લેથિયરી જહાજમાં માલ ભરવાની બાબતમાં એક્કો હતો. જયારે તે પોતે કામકાજ કરી શકે તેવો ન રહ્યો, ત્યારે તેણે એક ખલાસીને એ વિદ્યા શીખવીને તૈયાર કરી દીધો. બે વર્ષને અંતે એ જહાજ દર વર્ષે પૂરા સાડી સાતસો પાઉંડ નફો લાવતું થઈ ગયું : અર્થાત અઢાર હજાર ફાંક. ગ્યાસીનો પાઉડ ૨૪ ફાંક બરાબર ગણાય છે, – ઇંગ્લેંડને ૨૫ ફ઼ાંક જેટલો; અને જસીને ૨૬ ફૂાંક જેટલો.
મેસ લેથિયરી હવે “માં ” બનવાની રાહ જોવા લાગ્યો. ગ્યર્નસીમાં ઝટ કોઈ મોંોર બની જતું નથી. દાખલા તરીકે પ્રથમ તો સાદ સીધું નામ પિટર હોય; પછી બીજો તબક્કો તે વધુ માનવંતા સંબોધનથી “પડોશી પિટર” કહેવાવા લાગે. ત્રીજે તબકકે “કાકા પિટર” બને; ચોથે તબક્કો “યુ પિટર’ બને, પછી પાંચમે તબકકે “મેસ પિટર” બને; અને છેક છેલ્લે “મેંશ્યોર પિટર'!
એ નિસરણી પછીના તબક્કા વધુ ઊંચા હોય છે; અને ઇંગ્લેંડના ઉપલા વર્ગો જ તેમને કબજો લેતા હોય છે. જેમ કે, “જેન્ટલમેન', પછી એસ્કવાયર', પછી ‘નાઇટ’ (અર્થાત્ જીવનભરના ‘સર’ ), પછી બૅરોનેટ' (વંશપરંપરાના “સર'), પછી “લૉર્ડ ', પછી “બૅન', પછી “વાઇકાઉટ', પછી “કાઉંટ’ (અર્લ), પછી “માકિર્વસ', પછી “ડયૂક', પછી “પિયર', પછી “પ્રિન્સ', અને છેલ્લે “કિંગ” (રાજા).
પોતાની સફળ નીવડેલી યોજના અને પોતાના “સેતાની જહાજ' ના ઉદ્યમથી મેસ થિયરી ધીમે ધીમે અગત્યને મોભાદાર માણસ બનતે જતો હતો. અલબત્તા તેણે પોતાના જહાજ માટે બેમેન તથા સેંટ મૅલોમાં ઘણા પૈસા કરજે લીધા હતા, પણ તેનું દેવું ઝપાટાબંધ ઘટતું જતું હતું.
તેણે સેંટ ઍપ્સન બંદરના દરવાજા ઉપર પથ્થરનું બાંધેલું, નવું, તથા બગીચાની વચમાં આવેલું એક મકાન ખરીધું. તે મકાનનું નામ
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૨
પ્રેમ-બલિદાન
‘લે બ્રૅવિઝ' હતું. મકાનના આગલા ભાગ બંદરની દીવાલ ઉપર જ આવેલા હતા. તે મકાનની તાતી બાજુએ ફૂલછોડના બગીચા હતા અને દખણાતી બાજુએ દરિયા કેનારો. એટલે ખરી રીતે આ મકાનને બેમાં હતાં ~ એક દરિયાઈ તોફાનો તરફ અને બીજું ખીલતાં ગુલાબ તરફ. અને મકાનનાં એ જુદાં માં જાણે એ ઘરનાં બે જુદાં જણની જરૂરિયાત અનુસાર જુદાં બનાવ્યાં હતાં—એક મેસ લેથિયરી માટે, અને બીજું દેરુશેત માટે.
‘ બ્રૅવિઝ’ બંગલા સેંટ સૅઅેપ્સનમાં બહુ લોકપ્રિય હતા; કારણ કે એ બંગલાના માલિક મેસ લેથિયરી હવે લોકપ્રિય બનતા ચાલ્યા હતા. એ લેાકપ્રિયતા મુખ્યત્વે તેની માયાળુતા, તેની નિષ્ઠા, તેનું સાહસ, તથા તેણે બચાવેલાં માણસાની મેટી સંખ્યાને આભારી હતી. ખાસ તો તેણે સેંટ કૅપ્સનને જ સ્ટીમ-બોટ ઊપડવાનું અને આવવાનું ટર્મિનસ બનાવ્યું તે કારણે તે વધુ લોકપ્રિય બન્યો. કારણકે, એ સ્ટીમ-બાટ સફળ નીવડશે એવું લાગતાં ગ્યર્નસીની રાજધાની સેંટ પિયરેના બંદરે તેનું મથક બનાવવાની માગણી થઈ હતી, પણ લેથિયરી તે પેાતાના વતન સેંટ સૅપ્સનને જ પેાતાની સ્ટીમ-બોટનું વડું મથક બનાવવાની વાત ઉપર મક્કમ રહ્યો હતો.
તેનું મોંશ્યોર પદ તા હવે લગભગ હાથવેંતમાં જ હતું, પણ યન્સના લોકો તો તેનું નામ ખાનદાન કુટુંબના નામની યાદીમાં ‘લેથિયરી એસ્કવાયર' તરીકે દાખલ થયેલું જોવાનાં સ્વપ્ન સેવી રહ્યા હતા. જોકે, લેથિયરીનું પેાતાનું લક્ષ એવાં બધાં માન-પાન તરફ ન હતું. લોકોમાં સંમાનિત ગણાવું, તેના કરતાં લાકોને ઉપયોગી થઈ પડવું તેને વધુ ગમતું.
Page #64
--------------------------------------------------------------------------
________________
૧૦
લે બ્રૅવિઝ
૧
લેશિયરીનાં
થિયરીનાં બે પ્રેમપાત્ર હતાં એમ આપણે પહેલાં કહી આવ્યા : દુરાંદે અને દેરુશેત. ખરી રીતે, ભાષામાં એ બંને એક જ નામનાં બે રૂપ છે. જેમ, એલિઝાબેથ નામને ટૂંકું – નાનું કરવા જતાં લિઝી, લિગેટ લિઝા, એલિઝા, ઇસાબેલા, બેટ્સી એવાં નામેા ઊભાં થાય છે, તેમ જ, તેમાંથી દુરાંદે નામે લેથિયરીએ જહાજને આપ્યું અને દેરુશેત નામ છેકરીને. એકના તે જન્મદાતા પિતા હતા અને બીજીના પાલક-પિતા. દેરુશેત તેના ગુજરી ગયેલા ભાઈની દીકરી હતી. તેનાં માબાપ બંને મરી ગયાં હતાં; એટલે લેથિયરી તેને બાપ તેમ જ મા બન્યા હતા.
દેરુશેતના જન્મ સેટ પિયરે મુકામે થયા હતા. જયાં સુધી ભત્રીજી નાની હતી, અને કાકો ગરીબ હતા, ત્યાં સુધી કોઈએ ‘દેરુશેત’ નામ લક્ષ ઉપર લીધું ન હતું. પણ જયારે એ નાની છે.કરી મિસ' બની અને પેલા ખલાસી સદ્ગુહસ્થ બન્યા, ત્યારે દેરુશે. નામ બધાંને કઠવા લાગ્યું. તેઓ પૂછવા લાગ્યા કે આ વિચિત્ર નામ કયાંથી આપ્યું છે?* તે સૌ લેથિયરીને એ નામ બદલી નાખવાનું કહેવા લાગ્યાં. પણ એ બાબતમાં તે કોઈનું કાંઈ સાંભળવા તૈયાર ન હતા.
એક વખત સેંટ સંપ્સનના ઉપલા વર્ગની એક સુંદર બાનુએ આવીને મેસ લેથિયરીને કહ્યુ, “મેં તમારી પુત્રી માટે સરસ નામ શોધી કાઢયું છે--‘મૅરિયાન’! અમને દેરુÀત નામ ગમતું નથી.
""
* રોશેફા તરફ જુવાન ખલાસી તરીકે કામ કરતા હતા, ત્યારે લેથિયરીએ સેંટ દુરાંદે નામ સાંભળ્યું હતું; અને તે નામ તેને ગમી જવાથી તે અહીં' લઈ આવ્યા હતા.
૪૩
•
Page #65
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-બલિદાન મેસ થિયરીએ જવાબ આપ્યો, “મને મૅરિયાન નામ ગમતું નથી; એમાં બે કદરૂપાં જાનવરોનાં નામ સમાયેલાં છે-“મેરિ’ એટલે પતિ, અને “આન’ એટલે ગધેડો.”
જોકે, એ ઉપરથી એમ માની લેવાનું નથી કે, મેસ લેથિયરી પિતાની ભત્રીજી પરણે જ નહીં એવું ઇચ્છતો હતો. તે એને પરણાવવા ઇચ્છતો જ હતો; પણ એવા માણસ સાથે, જે પોતાની પેઠે ખૂબ મજારી કરી જાણે અને દેશને કશું કામ કરવાનું બાકી ન રાખે. પરષના હાથ બદામી હોવા જોઈએ અને સ્ત્રીના હાથ ધોળા – એવો તેને સિદ્ધાંત હતો. દેરુશેત પોતાના નાજુક સુંદર હાથ બગાડી ન મૂકે તે માટે તેણે તેને એક જુવાન લેડીની પેઠે ઉછેરી હતી. તેને માટે તેણે સંગીતશિક્ષક, પિયાન, નાનુંશું પુસ્તકાલય, અને સીવણ-ગૂંથણની બાસ્કેટની જોગવાઈ કરી હતી. જોકે, દેરુશેતને સીવણ-ભરત કરતાં વાંચવાનું વધુ ગમતું, તથા વાંચવા કરતાં સંગીત. મેસ લેથિયરીને એ વાતથી પૂર સંતોષ હતો. તે એની પાસેથી એક જ વાતની અપેક્ષા રાખ્યા કરતો : તેણે વધુ ને વધુ મધુર – નાજુક થયે જવું ! અને તેથી તેણે તેને એક સ્ત્રી કરતાં એક ફૂલની પેઠે ઉછેરી હતી.
ખલાસીઓનું માનસ સમજવા પ્રયત્ન કરનારને આ વાતની કશી નવાઈ નહીં લાગે. માણસ જેમ વધુ ખરબચડો, તેમ તેને સુંવાળપ
વધુ ગમે.
પરંતુ મેસ લેથિયરીનું ધ્યેય ભત્રીજી પાર પાડી શકે, તે માટે મેસ લેથિયરી પોતે ખૂબ તવંગર હોવો જોઈએ. અને મેસ લેથિયરી એ માટે જ કતનિશ્ચય હતો. તેનું મોટું સ્ટીમ-જહાજ એ જ કામે લાગેલું હતું. દરાંદે મારફતે તે દેશે માટે મિલકત તેમ જ દહેજ ઊભાં કરી રહ્યો હતો!
ઍવિઝમાં સૌથી સુંદર કમર દેશેતને હતો. તેને બે બારીઓ હતી. તે ઓરડાનું ફરનિચર તથા પડદા વગેરેની સજાવટ પણ સુંદર હતી.
Page #66
--------------------------------------------------------------------------
________________
લે છૅવિઝ
દેરુશેતના પિયાના પણ આ કમરામાં જ હતા. તે જ્યારે સંધ્યાકાળના રાગનું પોતાનું મનગમતું ગીત, પોતાના ઉષ:કાળની તાજગીભર્યા અવાજે ગાવા બેસતી, ત્યારે બહાર થઈને જતા કેટલાય વટેમાર્ગુ સાંભળવા
ઊભા રહેતા.
દેરુશેત ઘરમાં અવરજવર કરતી, ત્યારે આખા ઘરને આનંદથી ભરી કાઢતી; ખાસ કરીને વસંતઋતુથી ! તેની આસપાસ કાયમી વસંતના જ જાણે વાસ હતો.
૪૫
તે સુંદર હતી, પરંતુ વધુ તે ફૂટડી હતી; અને ફૂટડી કરતાં પણ વધુ તા માહક હતી. બચપણથી જ તે મનોહર તો હતી જ. મેસ લેથિયરીને તે બાપુજી સિવાય બીજા કોઈ સંબાધને બાલાવતી નહિ.
મેસલેથિયરીએ તેને બાગકામના શેખ ખીલવવાની છૂટ રાખી હતી ~ પણ તેણે જાતે બહુ કોદાળી-પાવડો ન વાપરવાં, તથા ખાતરમાં હાથ ન ઘાલવા એ શરતે ! ઘરનું તથા બગીચાનું કામકાજ કરવા મેસ લેથિયરીએ દેરુશેતની મદદમાં ગ્રેસ અને દુશે નામની બે જુવાનડી નોકરીએ રાખી હતી. તે નાકરીને એ ઘરમાં કામકાજ કરી હાથ લાલ કરવાના અધિકાર હતા.
દેરુશેત બગીચામાં ફૂલ અને શાકની રોપણીની બાબતમાં આંતરિક સ્ફુરણાથી કામ કરતી; તુ બહારનાં શાક અને ફૂલ તેના બગીચામાં જ જોવા મળે.
મેસલેથિયરીને ઓરડા બંદર તરફ માંવાળો હતા. અને ભાંયતળના મુખ્ય બારણાવાળા મોટા હૉલ સાથે ત્યાંથી સીધી અવરજવર કરી શકાતી. ભોંયતળના મોટા ઓરડામાં કઠેરા જડી એક ખૂણા અલગ પાડવામાં આવ્યો હતો. તે લા દુરાંદે જહાજની ઑફિસ હતી; તેમાં મેસ લેથિયરી પાતે બેસતા. તેના ઉપરના ઓરડામાં સીધા જવાનું બારણુ પણ ત્યાં આગળ જ હતું,
Page #67
--------------------------------------------------------------------------
________________
કલુબિન
યા સુધી મેસ લેથિયરી જહાજ ચલાવી શકતો હતો, ત્યાં સુધી તે તે જ દુરાંદેને કપ્તાન રહ્યો. પરંતુ તેની તબિયત જેમ જેમ લથડવા લાગી, તેમ તેમ પોતાને બદલે કોઈને એ કામ સોંપવાનો સવાલ તેની સામે આવ્યો. તેણે એ કામ માટે સ્યુ કલુબિનની નિમણૂક કરી. એ ટૉર્ટવાલનો વતની હતો; બહુ ઓછાબોલો હતા; તથા આખા કિનારે એક અઠંગ પ્રમાણિક માણસ તરીકે તેની ખ્યાતિ હતી. ધીમે ધીમે તે મેસ લેથિયરીને બીજો આત્મા જ બની રહ્યો.
સ્કુર કલુબિન દેખાવે તે ખલાસી કરતાં અદાલતી “નોટરી’ જેવો વધુ લાગતો; પરંતુ એ અસાધારણ કુશળતાવાળો વહાણવટી હતો. સતત બદલાતી રહેતી કટોકટી વેળાએ આવશ્યક એવી તમામ પ્રકારની સમજદારી તેનામાં હતી. ભંડારી તરીકે વહાણમાં માલ ભરવા, ખલાસી તરીકે વહાણના સઢ વગેરે સંભાળવા, સુકાની તરીકે સુકાન સંભાળવું, અને કપ્તાન તરીકે હિંમત દાખવવી – એ બધાં વાનાં તેનામાં હતાં. તેનામાં ડહાપણ પૂરી માત્રામાં હતું, છતાં પોતાના ડહાપણને સાહસની હદે પણ તે ખેંચી જઈ શકતો હતો: દરિયામાં એ બહુ આવશ્યક ગુણ ગણાય. જોખમને અગમચેતીથી જાણી લેવાની શક્તિ તેનામાં હતી, પણ એ વસ્તુ તેને ગાભરો બનાવી મૂકવાને બદલે, શો ઉપાય શક્ય છે, એ વિચારવા ઉત્તેજિત કરતી. તે એવો વહાણવટી હિત જે પૂરી સમજદારીથી જોખમને સામનો કરે છે, અને તેથી દરેક સંકટ સહીસલામત રીતે પાર કરવાની ખાતરી જેને વરેલી હોય છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
લુબિન
ઉપરાંત, તે એક ભારે તરવૈયા હતા. કેટલાક માણસાની જાત જ જુદી હાય છે : તે પાણીમાં અને માજાંમાં ધારે તેટલા વખત રહી શકે છે. કલુબિન પણ જર્સી મથકેથી નીકળી, હર્મિટેજ અને કેંસલ એલિઝાબેથના ચકરાવો લઈ, બે કલાક બાદ, જ્યાંથી ઊપડયો હોત ત્યાં પાછા ફરતા. હાનાઇ અને પ્લેઇનૉન્ટ-પૉઇન્ટ વચ્ચેના ભયંકર દરિયા કેટલીય વાર તે તરી ગયા હતા, એમ કહેવાતું હતું.
પણ મેસ લેથિયરીને સ્યુ કલુબિન ખાસ ગમી ગયા તેનું કારણ તો એ હતું કે, રૅ તેની પ્રકૃતિ પામી જઈને તેણે પહેલેથી મેસ લેથિયરીને ચેતવી દીધા હતા કે, “એ માણસ તમને કોઈ દિવસ લૂંટી જશે. એનું એ ચારિત્ર્ય-વાચન સાચું પડયું હતું, અને લેયરી પોતે એ બાબતમાં ખાટો પડયો હતા!
૪૭
મેસ લેથિયરીને દરેક અઠવાડિયામાં આનંદના બે દિવસ હાય -- એક મંગળવાર અને બીજો શુક્રવાર. મંગળવારે તે દુરાંદેને ઊપડતી જોતા, અને શુક્રવારે તેને પાછી ફરતી જોતા. તે પોતાના મકાનમાં બારીને અઢેલીને પોતાના એ સર્જનને ધુમાડા કાઢતું, તથા દરિયા ખેડતું બહુ સંતાષ અને તૃપ્તિ સાથે જોયા કરતો.
શુક્રવારે લાકો મેસ લેથિયરીને બારીએ ઊભો રહી જયારે પોતાની ચુંગી સળગાવતા જુએ, ત્યારે તરત જ બોલી ઊઠે —“ જરૂર દુરાંદે દૂરથી આવતી તેની નજરે પડી હશે.”
""
દુરાંદે બંદરમાં દાખલ થયા પછી મેસ લેથિયરીના મકાન ટ્રૅવિઝના પાયામાં જડેલી મજબૂત લેાખંડી રિંગમાં તેના કેબલ બાંધી દેવાતા. તે રાતાએ લેથિયરી ખૂબ આરામથી ઊંઘતો—કારણ કે, તેની એક બાજુના કમરામાં દેરુશેત ઊંઘતી હોતી અને બીજી બાજુ પાણીમાં દુરાંદે!
Page #69
--------------------------------------------------------------------------
________________
૧૨ કન્યાના પતિ
દેસ્ગત
શેત ઉમરલાયક થઇ હતી, અને છતાં હજુ કુંવારી હતી. મેસ લેથિયરીએ જ તેને સફેદ હાથવાળી બનાવવા જતાં તેને દુરારાધ્ય બનાવી મૂકી હતી.
તે પાતે દેરુશેતના પતિની બાબતમાં અનેાખા જ ખ્યાલ ધરાવતો હતા. પાતાની બંને પુત્રીઓને તે એકી સાથે પરણાવી દેવા માગતો હતો અને તે પણ એક જ માણસ સાથે! દેરુશેતનો જીવન-સુકાની દુરાંદેને દરિયા-સુકાની પણ હોવા જોઈએ ! જહાજને તોફાનોમાં થઈ જે હંકારી જઈ શકે, તે પત્નીને પણ જીવનસંગ્રામમાંથી પાર કરાવી શકે, એવો તેને ખ્યાલ હતા. સ્યુ કલુબિનને તેણે દુરાંદેના કપ્તાન બનાવ્યા હતા, પણ તે તે તાત્પૂરતા જ; કારણકે, મેસ લેથિયરી કરતાં તે માત્ર પંદર વર્ષ જ નાના હતા—અર્થાત્ તેના જેવા જ ઘરડો. દુરાંદેના કપ્તાન તે વધુ કાયમી બની રહે તેવા જુવાનિયા હોવો જોઈએ. મેસ લેથિયરીને, આમ, દેરુશેત માટે સૂર્યના તડકામાં શેકાયેલા, બદામી રંગના, દરિયાઈ પહેલવાન જેવા ખડતલ પતિ જોઈતા હતા.
પણ દેરુશેતના ખ્યાલ જુદા હતા ! તેને ગુલાબી રંગના સુકુમાર પિત જોઈતા હતા !
ગમે તેમ પણ, કાકા તથા ભત્રીજી એક બાબતમાં સંમત હતાં: લગ્ન અંગે કશી ઉતાવળ ન હેાવાની બાબતમાં, લાકોને જેમ જેમ ખાતરી થતી ગઈ કે, દેરુશેત જ મેસ લેથિયરીની તેમ જ દુરાંદેની વારસદાર બનવાની છે, તેમ તેમ તેના હાથ માટેની માગણીઓ વધતી ગઈ. અલબત્ત
ve
Page #70
--------------------------------------------------------------------------
________________
*. * – P≥ક્_le yle Phjä ]p pa phte valuà tFye Lee ¢kJ? હ્યુ
Page #71
--------------------------------------------------------------------------
________________
Page #72
--------------------------------------------------------------------------
________________
કન્યાના પતિ
૪૯
ધનવાન વર્ગ તરફથી જ એ માગણી આવતી હતી. પરંતુ મેસ લેથિયરીને તા પેાતાની સુવર્ણકન્યા માટે કાંસાના પિત જોઈતા હતા. એટલે તેણે એ બધી માગણી નકારી કાઢી. તે પણ પાતાની કલ્પના મુજબના યોગ્ય માણસની રાહ જોવા લાગ્યો; તેમ દેરુશેત પણ !
લેથિયરીને ખાનદાનનેા તા માહ જ ન હતા; અને તેણે ઉચ્ચ ખાનદાનના કહેવાય તેવા તરફથી આવેલી કેટલીય માગણી પાછી
કાઢી હતી.
૨
F
મેસ લેથિયરીમાં અવગુણ જોવા જઈએ તા એક હતા, અને તેય મોટો હતો : તે પાદરીઓને ખૂબ ધિક્કારતા; — વ્યક્તિશ: નહિ પણ આખા વર્ગને. એક વખત તે વૉલ્ટરનું પુસ્તક વાંચતા હતા (અને તેને વાંચવાની સારી ટેવ હતી,) તેમાં આવ્યું કે, “ પાદરી બિલાડી જેવા છે. ” તરત જ તેણે ચાપડી નીચે મૂકી દીધી અને પછી ધીમેથી એક વાકય ઉચ્ચાર્યું : “ પણ હું કૂતરા જેવા છું ને !
""
જયારે તે પેાતાની સ્ટીમ-બોટની યોજના આગળ ધપાવતા હતા, ત્યારે લ્યૂથર-પંથી, કેલ્વિન-પંથી અને કૅથલિક એમ સૌ પાદરીએ તેની પ્રવૃતિને વખાડી કાઢી હતી. તેઓએ પાતાનાં વ્યાખ્યાનામાં અને ધર્મપદેશામાં તેની કરાય તેટલી નિંદા કરી હતી, તથા તેને વખાડાય તેટલો વખાડી કાઢયો હતા. તે જ કારણે સામેથી મેસ લેથિયરી પણ તેમને તેટલા જ ધિક્કારતા હતા.
પણ સાથે સાથે એય કહી દેવું જોઈએ કે, મેસ લેથિયરીના એ વર્ગ માટેના ધિક્કાર પેલાએ દાખવેલી કોઈ અવળચંડાઈને જ આભારી હતા, એમ ન હતું. એના એ વર્ગ પ્રત્યેનો ગુસ્સા, કૂતરાને બિલાડી માટે હોય છે તેવા, સ્વાભાવિક કુદરતી જ હતો. તે વર્ગના છૂપા નહાર જાણે તે જોઈ શકતા હાય, અને પેાતાના દાંત કચકચાવીને જ તે ફરતા હાય, એવા જ તેનો ઘાટ હતા. અલબત્ત, આવી રીતના આખા વર્ગ પ્રત્યેના ગુસ્સા અંધ ગુસ્સા જ હોઈ શકે; અને તેથી મેસ લેથિ
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૦
પ્રેમ-બલિદાન
યરીને મતે પાદરી વર્ગનો કોઈ જ માણસ સારો હોઈ શકે નહિ.
અલબત્ત, લેથિયરી એવા સદ્ભાવી માણસ હતા કે, તે કોઈની પાછળ જાણી જોઈને તો પડે જ નહિ. એટલે પાદરી વર્ગ પ્રત્યે પણ તેનું વલણ હુમલાખાર હોવાને બદલે માત્ર અવરોધક જ હતું. અર્થાત્ તે એ લોકોને પેાતાનાથી દૂર રાખતા. તે લોકોએ તો તેને ઘા કર્યો હતા, પણ તેણે તે માત્ર તેમના પ્રત્યેની શુભેચ્છા પાછી ખેંચી
લઈને જ સંતોષ માન્યા હતા.
ગ્યર્નસી એક નાના ટાપુ કહેવાય; પરંતુ તેમાં બે જુદા જુદા પંથાને જગા મળી હતી કૅથલિક તેમ જ પ્રોટેસ્ટંટ. તેય જર્મનીની પેઠે નહિ – જર્મનીમાં તે એક જ દેવળમાં જુદા જુદા ભાગલા પાડી જુદા જુદા પંથા ભક્તિ કરી શકે છે; વેદીઓ સરખી સંખ્યામાં જુદી જુદી હોય છે, પણ ધંટ એક જ હોય છે. એક જ દાંટ બંને પ્રકારની પૂજાભક્તિ માટે વાગતા હાય છે; ત્યારે ગ્યર્નસીમાં તા દરેક પંથને કસબા તથા દેવળ જુદાં જુદાં જ હતાં.
મેસ લેથિયરીને પુરાણો પંથ કે નવા સુધારક પંથ બેમાંથી એકે પસંદ ન હતા. મજૂર વર્ગમાંથી ઊભા થયેલા એ વહાણવટી-કારીગરફિલસૂફ ભારે ખૂણા અને પૂર્વગ્રહો ધરાવતો હતો.
એક વખત રેવ૦ જૅકેમિન હેરોદનું નરક ઉપરનું વ્યાખ્યાન ભાગોગે તેના સાભળવામાં આવ્યુ. તે વ્યાખ્યાનમાં શાસ્રવાકયોનાં પ્રમાણ ભરી ભરીને નરકની કાયમની સજાઓનું, તેની વેદનાઓ અને રિબામણનું, અધોગતિનું, શાશ્વત અગ્નિનું, ઈશ્વરી ગુસ્સાનું, તથા પાપીઓના પાપના અપાતા ભારોભાર દૈવી બદલાનું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું હતું. વિશ્વાસુ લાકો એ વ્યાખ્યાનથી પ્રભાવિત થઈ ગયા મેસ લેથિયરી, વ્યાખ્યાન પૂરું થયે, એક વિશ્વાસુ ભક્ત સાથે ચર્ચની બહાર નીકળ્યા, ત્યારે બાલ્યા વિના ન રહ્યો કે, “ ભાઈ, હું તો માનતા હતો કે, ભગવાન બહુ ભલા છે. પણ આ લોકો કહે છે તેવે તે ક્રોધી અને બદલાખાર હાય, તો તે તેની પાછળ પડવું નકામાં છે !
Page #74
--------------------------------------------------------------------------
________________
કન્યાને પતિ અને તેથી કરીને જ તે ચુસીને વતની હોવા છતાં, લોકો તેને ફેંચ કહેતા. ફ્રાન્સના ક્રાંતિઓર લોકો જ આવા નાસ્તિક હોય !
ભલભલા મોટા દેશમાં પણ માણસ પોતાના સહબંધુઓથી બહુ અલગ પડી જઈને ન જીવી શકે. ફ્રાંસમાં તેથી “દેખાવ સાચવી લેવાનું, અને ઇંગ્લેંડમાં ‘શિષ્ટ દેખાવાનું’ સુખી જીવન માટે આવશ્યક ગણાય છે. તો પછી નાનાં શહેરમાં વસનાર માણસને તો આસપાસની ટીકાટિપ્પણીથી ખાસ ડરવું પડે. માણસ તોપમારાને સામનો કરી શકે, કે દરિયાઈ તેફાનને; પણ “દુનિયા’ કે ‘લોકો ની ટીકાનો સામનો ન કરી શકે. મેસ લેથિયરી પણ તેથી પોતાનો આ વિરોધ મનમાં જ ભંડારી રાખો. તે પોતે ભલે પાદરીઓ પાસે ન જાય; પણ પાદરીઓ તેની પાસે આવે, ત્યારે તે પોતાનાં બારણાં બંધ કરી દે નહીં. જયારે એ બધા પાદરીઓ પ્રસંગોપાત્ત તેની મુલાકાતે આવતા, ત્યારે તે તેમને યથાયોગ્ય સત્કાર કરતે. દેશત પણ વર્ષના ચાર મુખ્ય પ્રસંગોએ એપ્લિકન ચર્ચમાં હાજરી આપતી. ઘણાં વર્ષોમાં એક વખત મેસ લેથિયરી પણ તેની સાથે એ દેવળમાં ગયો હતો.
જોકે, બહારના દેખાવ પૂરતી પણ આ બધી છૂટછાટ મૂકવા જતાં તેનો પાદરીવર્ગ પ્રત્યેનો અણગમો જ વધ્યે જતો હતો. એનો બદલો તે એ લોકોની પાછળ તેમના ચાળા પાડીને કે ચેષ્ટાઓ કરીને અચૂક લેતો. કહે છે ને કે, માણસની જેવી પ્રકૃતિ પડી !
કોઈ કોઈ વખત તે પરણેલા પાદરીને તેની પત્ની સાથે જતો જોતો, ત્યારે તો તેના ગુસ્સાનું ઠેકાણું જ ન રહેતું. “સ્ત્રીનું ગાઉન અને પાદરીનું ગાઉન બે ભેગાં સારાં નથી લાગતાં!” એમ જ તે કહેતો. તેને મન પાદરીઓ એ જુદી જાત જ હતી. પાદરી વિષે તે એમ જ બોલે કે, “પુરુષ પણ નહિ, સ્ત્રી પણ નહિ, માત્ર પાદરી !” તેથી તે દેશેતને પણ વારંવાર કહ્યા કરતો –“જેને પરણવું હોય તેને પરણજે, પણ કોઈ પાદરીને તો નહિ જ!”
Page #75
--------------------------------------------------------------------------
________________
પર
પ્રેમબલિદાન
મેસ લેથિયરીની પ્રકૃતિ એવી હતી કે, કોઈ વાત એક વખત સાંભળી, કે તેને કાયમની યાદ રહી જાય. દેશની પ્રકૃતિ એવી હતી કે, સાંભળેલી વાત તે તરત ભૂલી જાય. કાકો અને ભત્રીજી વચ્ચે આ તફાવત હતો.
દેશતનો ઉછેર જ એવી રીતે થયેલો હતો કે, તેને જવાબદારીનું કશું ભાન જ ન હતું. ગંભીરપણે–વિચારપૂર્વક ન અપાયેલી કેળવણીમાં એવાં અનેક જોખમ રહેલાં હોય છે. પોતાના બાળકને વધારે પડતું જલદી સુખી બનાવી દેવાનો પ્રયત્ન કરવો, એમાં ડહાપણ નથી.
દેશે એમ જ માનતી કે, પોતે સંતુષ્ટ થઈ, એટલે આખી દુનિયાને સંતુષ્ટ જ થયેલી ગણી લેવાની. તેને એમ પણ લાગતું કે, તેના કાકા તેને સુખી જોઈને જ સુખી થાય તેમ છે. તેને જીવન વિશે કશો
ખ્યાલ જ નહોતો. કોઈક દિવસ અમર્યાદપણે પ્રેમમાં પડી જવાય એવું બધું જ તેનામાં ઊભું થતું જતું હતું. દરમ્યાન માત્ર તે મોજમાં રહેતી હતી.
તે પસાર થતી ક્ષણમાં જ જીવતી–તે વખતે જેવો ઘાટ તે મુજબ ગાતી કે બોલતી. કાંઈક થોડુંક કામ પતાવ્યું – ન પતાવ્યું અને દોડી જાય. રોજ સવારે તે આગલા દિવસે કરેલાં બધાં કામ ભૂલીને જ જાગતી. ગયે અઠવાડિયે તેણે શું શું કર્યું હતું એમ તેને પૂછો, તો તે કશો જવાબ જ ન આપી શકે.
દરેક જણ જોડે તે ખેલ જ કર્યા કરતી. રસ્તા ઉપર થઈને પસાર થનારને તે ખામુખા પજવતી. છોકરાઓને અવનવી રીતે સતાવતી. સામો સેતાન મળે, તો પણ તેને છેડયા વિના તે ન રહે. તે સુંદર તો હતી જ અને સાથે સાથે એટલી નિર્દોષ, કે તે બાબતનો લાભ લેતાં તે અચકાતી નહીં. બિલાડીનું નાનું બચ્ચું તેના પંજા વડે પ્રહાર કરે તે રીતે જ તે હસી પડતી. જેને તે વાગે તેની પીડા તે જાણે! દેરતને તો પછી આગળ કશો વિચાર જ ન આવે. “ગઈ કાલ” તેને માટે હતી જ નહીં. આજ'માં જ તે જીવતી.
વધારે પડતા સુખનું એ પરિણામ હતું: બરફ ઓગળી જાય, તેમ દેરતની સ્મૃતિ પણ ઓગળી જતી.
Page #76
--------------------------------------------------------------------------
________________
૧૩ પ્રેમ-બાણ
જલિયાતને કદી દેશેત સાથે વાતચીત કરવાનો પ્રસંગ પડયો ન હતો. ઉષા-સારિકાને દૂરથી જોઈને ઓળખે, તે રીતે જ તે એને ઓળખતો હતો.
દેશેતે જયારે રસ્તા ઉપર બરફમાં જિલિયાતનું નામ લખીને તેને ચોંકાવ્યો, ત્યારે દેશેતની ઉમર સોળ વર્ષની હતી. એની આગલી રાતે જ મેસ લેથિયરીએ તેને ટોકી હતી : “હવે હું મોટી થઈ; નાદાની દાખવ્યા ન કર !”
દેશેતે લખેલો “જિલિયાત’ શબ્દ, જિલિયાતને વીંધાને તેના ઊંડા અંતરમાં પેસી ગયો હતો.
સ્ત્રી વસ્તુ વિષે જલિયાતને શો ખ્યાલ હતા ?– એને પોતાને જ પૂછો તો તે ભાગે કશો જવાબ દઈ શકે. જિલિયાત કોઈ સ્ત્રીને ભેગો થતો, ત્યારે સ્ત્રી એનાથી બીને, અને તે સ્ત્રીથી બને, એવો ઘાટ થતો. કાંઈક કારણસર ફરજ પડે ત્યારે જ તે કોઈ સ્ત્રી સાથે વાત કરે. તેણે કોઈ છોકરીને પ્રેમ કર્યો ન હતો. તે રસ્તા ઉપર થઈને જતો હોય અને કોઈ સ્ત્રીને ચાલી આવતી જુએ, તો તે તરત ખેતરની વાડ ચડીને કૂદી પડે અથવા કોઈ ધુંગા પાછળ સંતાઈ જાય. ઘરડી પ્રૌઢાઓને પણ તે ટાળતો.
નાતાલની જે સવારે દેશે તે મજાકમાં તેનું નામ બરફ ઉપર લખ્યું, તે વખતે તરત તો તે ઘેર જ પાછો ફરી ગયો : પોતે શા કામે બહાર નીકળ્યો હતો, તેની પણ તેને યાદ રહી નહીં.
૫૩
Page #77
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-બલિદાન
ધીમે ધીમે રાત પડી; પરંતુ તેને ઊંઘ ન આવી. તેને હજાર હજાર બાબતોના વિચાર આવવા લાગ્યા : બધા જ અસંબદ્ધ, જેમ કે, પોતાના વાડામાં હવે કાળાં ગાજર વાવવાં સારાં; ભલા આજે સર્કવાળી હોડી કેમ પસાર થતી જોવામાં ન આવી? — તેને કશું થયું હશે ? જે ડોસી આ ઘરમાં મરી ગઈ, તે પોતાની શી સગી થતી હશે?—જરૂર તે પોતાની સાચી મા જ હોવી જોઈએ; – કોઈ કારણે તે એમ જાહેર નહિ કરતી હોય. જુઓને તે ડોસી પેલી ટૂંકમાં મારી વહુ માટે કપડાં મૂકી ગઈ છે. રેવ૦ જૅમિન હૅરોદ જરૂર સટ-પિયરે-પૉર્ટૂના ડીન નિમાવાના; એટલે સ ટ સૅપ્સનવાળી રેકટરની જગા ખાલી પડવાની. નાતાલ પછીનો દિવસ ચંદ્રનો ૨૭ મો દિવસ હશે એટલે ત્રણ વાગ્યા પછી એકવીસ મિનટે ભરતીની ટોચ હશે, સાત વાગ્યા પછી પંદર મિનિટે અર્ધી ભરતી હશે, અને નવ વાગ્યા પછી તેત્રીસ મિનિટે ઓટ હશે. પોતાને બૅગ-પાઇપ વેચી જનાર સ્કૉટિશ સૈનિકનો પોશાક તેને અચાનક યાદ આવી ગયા – બધી વિગત સાથે. પછી તે! બાકીની રાત એ પોશાકની જ વિગતો તેના મન સમક્ષ ઘૂમતી રહી.
૫૪
દિવસનું પૂરું અજવાળું થયે જ તે જાગી ઊઠયો–અને પહેલા જ વિચાર તેને દેરુશેતના આવ્યો.
બીજી રાતે પણ સૂતા પછી તેને પેલા સ્કોટિશ સૈનિકના પોશાકના જ વિચાર આવ્યા કર્યા. ઊંઘમાં ને ઊંઘમાં તે બાલ્યા કે, નાતાલ પછી મુખ્ય અદાલતની બેઠક ૨૧ મી જાન્યુઆરીએ શરૂ થશે. વળી તેને જૂના રેક્ટર જૅકેમિન હેરોદનું પણ સ્વપ્ન આવ્યું.
બીજી સવારે પણ તે ઊઠયો ત્યારે સૌ પ્રથમ દેરુશેતના જ વિચાર તેને આવ્યા. તેને એના ઉપર ખૂબ ગુસ્સો આવ્યો. પોતે હવે નાના છોકરો રહ્યો નથી, નહિ તે જરૂર તેની બારી ઉપર તે પથરા ફેંકી આવ્યો હોત. વળી પાછું તેને યાદ આવ્યું કે, પોતે જો નાના બની જાય, તો તે પોતાની મા પણ પોતાને પાછી મળે. અને તરત તે રડવા લાગ્યા.
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રેમબાણ
ય
તેણે આ વખતે પાસેના ટાપુમાં ત્રણેક મહિના ચાલ્યા જવાના વિચાર રાખ્યો હતો. પણ તે ન જ ગયા. ઉપરાંત પેલે રસ્તે પણ ભૂલેચૂકે ફરીથી તે ન ગયા.
તે મનેામન કલ્પના કરવા લાગ્યો કે, રસ્તા વચ્ચે લખાયેલું પેલું નામ હજુ કાયમ જ રહ્યુ હશે, અને જતા આવતા બધા લોકો તેને જોતા. હશે.
ગ્
પણ એ આખા પ્રસંગનો બદલો લેવા જાણે કરતો હોય તેમ તે દેશેતના મકાન ‘ ૉવિઝ ' આગળ થઈને રોજ પસાર થવા લાગ્યો. તે ખાસ ઇરાદાસર ત્યાં થઈને જતે એમ ન કહેવાય; પણ બનતું જ એવું કે, તે કશા ઇરાદા વિના નીકળ્યો હાય, તે પણ દેરુશેતના બગીચાની દીવાલ આગળ થઈને જ પસાર થતો હાય !
‘ટ્રૅવિઝ'ની આસપાસની કંપાઉંડ-દીવાલ કંઈ બહુ ઊંચી ન હતી. તેના ઉપર ઝટ ચડી ઊતરાય. પણ જિલિયાતને તો એ દીવાલ ચડી ઊતરવાના ખ્યાલ માત્રથી જ ધ્રુજારી વછૂટી જતી. અલબત્ત, તે ભીંત આગળ થઈને પસાર થતાં, તેની પાછળથી આવતા અવાજે સાંભળવામાં શો વાંધો ? રસ્તે થઈને જતા આવતા કોઈ પણ માણસ અંદરથી આવતા અવાજને તે સાંભળી શકે. એક વખત દુશે અને ગ્રેસ મકાનમાં તકરાર કરતાં હતાં, તે અવાજ તેણે સાંભળ્યા. કોણ જાણે એ અવાજ પણ સંગીતના અવાજની માફક તેના કાનમાં કયાંય સુધા ગુંજતો રહ્યો.
બીજે વખતે તેને તે કરતાં એક જુદો અવાજ સંભળાયા. ‘મને નાની સાવરણી જરા આપોને !' તેણે માની લીધું કે, તે દેરુશેતના જ અવાજ છે. એટલે તે તરત ત્યાંથી જીવ લઈને ભાગ્યો !
ધીમે ધીમે તેની હિંમત વધવા લાગી. હવે તે એ ભીંત આગળ થોભવા પણ લાગ્યો. એક વખત દેરુશેત પિયાના ઉપર પોતાનું માનીતું ગીત ગાતી હતી. તેના કમરાની બારી ખુલ્લી હતી. એને અવાજ
Page #79
--------------------------------------------------------------------------
________________
૬
પ્રેમ-બલિદાન બહારથી બરાબર સાંભળી શકાતે હતે. જિલયાત એકદમ ફીકો પડી ગયો, પણ તે ગીત સાંભળવા તે આજે ત્યાં જ ઊભો રહ્યો.
વસંતઋતુ આવી. એક દિવસ જાણે સ્વર્ગનું દૃશ્ય તેની નજર સમક્ષ ખુલ્લું થઈ ગયું: દેશે ભાજીને પાણી પાતી તેની નજરે પડી. હવે તો તે લાંબા કલાકો સુધી છપાઈ રહીને દેશને બગીચામાં આવતી જતી નિહાળ્યા કરતો; - આ વખત જાણે શ્વાસ પણ લીધા વિના તથા એક ખૂણે ભીંત ઉપર છુપાઈ બેસીને.
તે પોતાની છુપાવાની જગાએથી, હવે ઘણી વાર મેસ લેથિયરી સાથે દેશત વાતો કરતી તે પણ એ સાંભળી શકતો. પેલાં બંને બગીચામાં એક ઝાડ નીચેની બેઠકે બેસતાં.
દેશે બગીચામાં અવારનવાર ફૂલો ચૂંટતી અને સુંધતી. તે ઉપરથી તેને કઈ સુગંધ ગમે છે, તેને કયાસ જિલિયાત બાંધતો. ગુલાબનો નંબર પાંચમો હતો. કમળ તરફ તે માત્ર નજર કરતી, પણ કદી તેને સૂંઘતી નહિ.
જુદાં જુદાં ફૂલોની સુગંધી દેશેતને ગમતી, તે ઉપરથી જિલિયાતે તેના સ્વભાવ વિશે કલ્પનાઓ ઊભી કરવા માંડી. દરેક જાતની સુગંધ દીઠ તેણે દેરુશેતની એક એક ગુણની સંપૂર્ણતા કલ્પી કાઢી.
પણ, દેશેત સાથે કદી સીધી વાત કરવાની કલ્પના માટે તેનાં રૂંવાં ઊભાં થઈ જતાં.
જિલિયાતની એ ભીંત પાસેની તપસ્યા ચીંથરાં ભેગાં કરનાર એક ભલી બુટ્ટીની નજરે ચડયા વિના ન રહી. એ બદ્રીની કલ્પનામાં એ વાત આવી હશે ખરી કે, કઈ જુવાનિયો એકાદ ભીંત પાસે વારંવાર ઊભો રહેતો હોય, તે એ ભીંતની પેલી બાજુએ કોઈ જુવાન છોકરી હોય?
એક વખત જિલિયાત એ જ રીતે ભીંત પાસે ઊભો હતો, ત્યારે તે ડોસી જરા હસી અને એને બોમ્બે માંએ બોલી, “હા, હા, આમ ભીંત પાસે લખાવાથી ઘણી હૂંફ મળે!”
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રેમબાણ
પહ
જિલિયાતને એ શબ્દો સોંસરવા પેસી ગયા, જોકે, એ બુઢ્ઢીએ કહેલા શબ્દોના અર્થ તો તેને ન સમજાયો. પરંતુ પછી એક રાતે જયારે તે પેાતાના મકાન બુ-દ-લારૂની બારીએ ઊભા હતા અને પાંચ કે છ જુવાન છોકરીઓ જળક્રીડા કરવા પાસેના કિનારા ઉપર આવી, ત્યારે તેણે પોતાની બારી ઝટપટ બંધ કરી દીધી : નગ્ન સ્ત્રીની આકૃતિ જોવી જાણે તેને અસહ્ય થઈ પડી.
૩
આખા ઉનાળા પસાર થઈ ગયો. જિલિયાત ‘ ટ્રૅવિઝ ’ની ભીંતને એ ખૂણે બેસી રહેતા. તેના દિલમાં ગમગીની વ્યાપી રહી હતી. તેને કશી સમજ પડતી ન હતી. પેાતાનું માથું બે પંજા વચ્ચે દબાવીને તે ઘણી વાર પાતાની જાતને જ પ્રશ્ન પૂછતા : “ પણ, તેણે મારું નામ બરફમાં શા માટે લખ્યું?
""
જિલિયાતે તેની માને એમ કહેતાં સાંભળી હતી કે,‘સ્ત્રી પણ કોઈ વાર પુરુષના પ્રેમમાં પડી જાય છે.'
પણ તેને યાદ આવતું કે, દેરુશેત અતિ તવંગર છે, અને પોતે ગરીબ છે. પેલી શાપિત સ્ટીમ-બાટ દેરુશેતને તવંગર કર્યું જ જાય છે! જિલિયાતને હવે મહિનાના કયા દિવસ છે, એનું પણ ભાન રહેતું નહિ. શૂન્ય નજરે ઉપર થઈને પસાર થતાં વાદળ તરફ જોઈ રહેતા કે દરિયા ઉપર પસાર થતાં વહાણાના સઢની ટોચાને.
એક રાતે દેરુશેત સૂવા માટે ઘરમાં ગઈ. પોતાના કમરાની બારી બંધ કરવા જેવી તે એ તરફ વળી, તેવા જ તેને એક અવાજ સંભળાયા. ગાઢ અંધકારમાંથી કોઈ વાજિત્રના અવાજ આવતા હતા. પણ
આ શું? પિયાના ઉપર વારંવાર પોતાનું માનીતું ગીત તે વગાડતી, તેના જ એ સૂરો હતા. બૅંગ-પાઈપમાંથી કોઈ એ જ રાગ આલાપી રહ્યું હતું.
તે ઘડીથી, દેરુશેતને એ જ સમયે, અવારનવાર, અને ખાસ કરીને ગાઢ અંધારી રાતાએ એ વાજિંત્રઉપર એ જ રાગ વગાડાતા સંભળાવા લાગ્યા. દેરુશેતને એ વાત બહુ ગમી નહિ.
Page #81
--------------------------------------------------------------------------
________________
૧૪
અવનવા આળ.
૧.
ચાર વર્ષ પસાર થઈ ગયાં.
દેરુશેત લગભગ એકવીસ વર્ષની થઈ, છતાં હજુ પરણ્યા વગરની
જ હતી.
66
રાજ ને રોજરટાતા વિચાર
કોઈ લેખકે કયાંક લખ્યું છે, ગિમલેટની પેઠે છેદ પાડે છે. દર વર્ષે જાણે તેના એક આમળા વધુ ઊંડા ઊતરતા જાય છે. પહેલે વર્ષે તે વિચારને ઉખાડી કાઢવા હોય, તે વાળને તેના મૂળમાંથી ઉખાડી કાઢવા જેવું મુશ્કેલ લાગે; પણ બીજે વર્ષે તે આપણી ચામડી ઉતરડવા જેવું જ દુ:ખ થાય. ત્રીજે વર્ષે હાડ તાડવા જેવું અને ચાથે વર્ષે તે આપણું મગજ જ ખેંચી કાઢવા જેવું લાગે. જિલિયાત પણ પેાતાના રટણમાં ચાથા વર્ષે પહોંચ્યા હતા. દેરુશેત સાથે સીધી વાતચીત કરવાના પ્રસંગ તેને આ દરમ્યાન પણ એકે વખત આવ્યા ન હતા
એક દિવસ એવું બન્યું કે, દેરુશેત, મેસ લેથિયરી સાથે બ્રૅવિઝના બંદર તરફના રસ્તા ઉપર ઊઘડતા બારણા આગળ ઊભી ઊભી વાત કરી રહી હતી. જિલિયાત પાસે થઈને પસાર થયા, ત્યારે તેને લાગ્યું કે, દેરુશેત જાણે તેને જોઈને ધીમેથી હસી. અલબત્ત, એમાં અસંભવિત જેવું કાંઈ જ ન કહેવાય.
દેરુÀતને હજુ અંધારી રાતોએ પેલી બૅગ-પાઈપના અવાજ સંભળાયા કરતા.
૫
Page #82
--------------------------------------------------------------------------
________________
અવનવા એળા
પર
<<
મેસ લેથિયરીએ પણ એક વખત બૅંગ-પાઈપના એ અવાજ સાંભળ્યા. તેણે તપાસ કરી, તે જિલિયાત ! લેથિયરી વિચારમાં પડી ગયા અને ગુસ્સા કરવા લાગ્યો : એ મૂરખ દેરુશેતની બારી નીચે બેંગ-પાઈપ શાના વગાડતા ફરે છે ? જરૂર, ભાઈસાહેબ દેરુશેતના પ્રેમમાં પડયા હશે. પણ એમ પાઈપ ફૂંકયા કરીને વખત બગાડવાની શી જરૂર ? દેરુશેતને પરણવા ઇચ્છનારે મારી સાથે સમજી લેવું પડશે : પ્રેમકાની બારીએ નીચે વાજાં વગાડયે કંઈ ન વળે ! ”
આ અરસામાં જ, જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એ અગત્યની ઘટના બની : રેવ૦ જૅકેમિન હેરોદ વિન્ચેસ્ટરના બિશપના અવેજી, યર્નસીના ડીન, તથા સે'ટ પિયરે બંદરના કલેકટર નિમાયા. તેમને સ્થાને આવનાર માણસ આવી જાય, એટલે તરત સેંટ સૅપ્સન છેડી તે સે'ટ પિયરે બંદર ચાલ્યા જવાના હતા.
નવા નમાયેલા રેકટર આવી પહોંચવાની તૈયારીમાં હતા. તે નૉર્મનવંશી હતે. અમે તેનું નામ મિ∞ જો એબેનેઝર કૉડૂ હતું.
નવા રેકટર વિષે કેટલીક વાતો જાણવામાં આવી હતી — જેમના અર્થ વિરોધીઓ તથા શુભેચ્છકો જુદી જુદી રીતે કરતા હતા. તે જુવાન અને ગરીબ હતા. પરંતુ તેની જુવાની અતિ અભ્યાસથી અને તેની ગરીબાઈ વારસાની આશાથી સંમિશ્રિત હતી. સેટ અસના બુઢ્ઢા અને તવંગરડીનના તે વારસદાર ભત્રીજો હતા. એ ડીન મરતાં જ તે તવંગર બની જવાના હતા. તેનાં સગાંસંબંધી પણ સંભાવિત માણસે હતાં. અને તેને પેાતાને ‘ ઑનરેબલ ' પદે પહોંચવામાં વાર લાગે તેમ ન હતી.
તે રેકટર ધર્મની બાબતમાં પ્રોટેસ્ટંટ વલણવાળા હતા. ખાસ કરીને લગ્ન અંગે ! આદમને પેાતાની ઈવ પસંદ કરવાના ધર્મ-હક્ક છે, એમ તે માનતા. ધર્મશાસ્ત્રમાં વાકય આવે છે કે, “ તારા પિતા અને તારી માતાનું સંમાન કર, ” તેને બદલે તે બીજા એક વાકયને વધુ પ્રમાણભૂત
""
Page #83
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-બલિદાન ગણતો અને જણાવતો: “સ્ત્રી એ પુરુષનું અંગ બનવા સરજાઈ છે; તેણે માતાપિતાને છોડી, પતિને વળગવું જોઈએ.”
ઉપરાંત માતાપિતાની હકૂમતને અને તેમના પ્રત્યેની કર્તવ્યભાવનાને બાજુએ રાખી, કોઈ પણ રીતે લગ્ન-સંબંધ જોડવાની બાબતને ધાર્મિક સંમતિ આપવી, એ ખાસ કરીને ઇંગ્લેંડના અને વિશેષ કરીને અમેરિકાના પ્રોટેસ્ટંટ પંથની વિશિષ્ટતા છે.
મેસ લેથિયરીની પરિસ્થિતિ આ પ્રમાણે હતી : દુરાંદે પાસેથી જે કમાણીની અપેક્ષા રખાઈ હતી તે પૂરી થઈ ચૂકી હતી. મેસ લેથિયરીએ તે અંગે ઊભું કરેલું દેવું ચૂકતે થઈ ચૂક્યું હતું; પોતાના મકાન
બ્રેવિઝ” અંગેના બધાં ગિરોખત પણ તેણે ખરીદી લીધાં હતાં; સ્ટીમબોટની આવક દર વર્ષે હજાર પાઉંડે પહોંચી હતી અને હજુ વધતી જતી હતી. તે વસ્તુતાએ દુરાંદે જ એની તમામ મિલકત હતી; તેમ જ એ પ્રદેશની પણ. ઢોર લઈ જવાં – લાવવાં એ જ આ જહાજની આવકનું મુખ્ય સાધન બનતું જતું હેઈ, બીજા મુસાફરો અને તેમને સરસામાન લઈ જવાનું ઓછું કરી નાખવામાં આવ્યું હતું. અરે, જહાજમાં સંકટ વેળાએ કામ આવે તે માટે લટકાવી રાખવામાં આવતી બે હોડીએનું વજન પણ કાઢી નાખવામાં આવ્યું હતું. એટલે દુરાંદેમાં હવે “લગ-બોટ' કહેવાતી એક જ હેડી રહી – જે વસ્તુતાએ પણ મજબૂત હતી. રેએ કરેલી લૂંટ પછી દશ વર્ષ વીતી ગયાં હતાં.
દુરાંદેથી સરજાયેલી આ સમૃદ્ધિની, પરંતુ, એક નબળી બાજુ હતી. તે પૂરેપૂરો વિશ્વાસ ઊભો કરી શકી ન હતી. કોઈ પણ વખતે એ જોખમમાં આવી પડે એમ મનાતું. લેથિયરીને અત્યાર સુધી એ અંગે કશું જોખમ વેઠવાનું નહોતું આવ્યું, એ કેવળ અપવાદરૂપ મનાતું. તેણે મૂર્ખામી જ કરી હતી, પણ એ મૂર્ખામી સદ્ભાગ્યને કારણે તેને
Page #84
--------------------------------------------------------------------------
________________
અવનવા ઓળા ફળદાયક બની રહી હતી, એટલું જ. એની પેઠે બીજી જગાઓએ સ્ટીમ-બોટ ચાલુ કરવાના પ્રયત્ન થયા હતા, અને તે સદંતર નિષ્ફળ ગયા હતા. એમાં હિસ્સો રાખનારા બરબાદ થઈ ગયા હતા ! લેથિયરી કહેતો કે એ લોકોની નિષ્ફળતાનું કારણ એંજિનની ખરાબી જ હતું. છતાં અનુભવે, ધીમે ધીમે લોકોમાં એવી માન્યતા બંધાતી જતી હતી કે, સ્ટીમ-બોટ પાછળ નાણાં રોકવાં, એ ધુમાડા પાછળ નાણાં રોક્યા બરાબર જ ગણાવું જોઈએ.
તેથી ઊલટું, મૂડીવાળાઓ સઢવાળાં જહાજો પાછળ મોટી રકમો રોકવા લાગ્યા હતા. દરિયાઈ વેપાર તે વખતે બહુ ફાલતો જતો હતો. અને એ જહાજો પાછળ રોકેલા પૈસા ઝટ મબલક નફા સાથે પાછા પણ વળતા. લેથિયરીની બાબતમાં હવે લોકો એમ જ કહેવા લાગ્યા કે, “એ પણ હવે બીજી દુરાંદે બનાવીને ચલાવી આપે તો ખરો !”
આ તરફનો દરિયો સાંકડો હોઈ, પવનને આંતરીને ઝટ છંછેડી મૂકે છે. પશ્ચિમના પવન ફેબ્રુઆરીથી શરૂ થતાં, મોજાં ચોદિશ ઊછળવા લાગે છે. તે વખતે વહાણવટું બહુ જોખમી બની રહે છે. લોકો પણ રોજબરોજ શી હોનારતના સમાચાર સાંભળવા મળે છે, એ જાણવા જ ઉત્કંઠ રહે છે.
ક્ષિતિજ ઉપર ભયંકર તોફાને ઘૂઘવતાં હોય છે. કાળી અંધાર રાત્રીઓ સુસવાટા માર્યા કરે છે. વાદળોના ઊંડાણમાંથી તેફાને કાળું અંધાર માં ડોકિયાં કરતું હોય છે.
આ સમય દરમ્યાન પવનનું જેટલુ જોખમ હોય છે, એટલું જ કારમું બીજુ જોખમ ધુમ્મસનું ઊભું થાય છે.
વહાણવટીઓ હંમેશ ધુમ્મસથી ડરતા રહે છે. કેટલાંક ધુમ્મસમાં બરફના બિલોરી કણ તરતા હોય છે અને તેથી પ્રકાશનાં કુંડાળાં, ખોટા સૂર્યો અને ખોટા ચંદ્રો દેખા દે છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-બલિદાન તોફાની ધુમ્મસમાં જુદા જુદા થર કે પડ બંધાય છે. પાણીની વરાળ સાથે બીજી અનેક જાતની ઘનતા અને વજનવાળી વરાળો ભળેલી હોય છે. છેક નીચેનું પડ આયોડિનનું હોય છે, તેની ઉપર ગંધકનું, તેની ઉપર બ્રોમાઈનનું, અને તેની ઉપર ફોસ્ફરસનું. તે પડો વચ્ચે અરસપરસ ચાલતાં વૈદ્યતિક અને ચુંબકીય આકર્ષણોથી કોલંબસે વર્ણવેલા દાવાનળના દેખાવો, સેનકાએ નોંધેલા ઊડતા તારાના દેખાવો, લુટાર્ક જણાવેલ બે મહા-જવાળાઓ, સિઝરે જોયેલી પોતાના રોમન સૈન્યનાં શસ્ત્રોને લાગેલી આગ, કિલ્લાના શિખરને ચોકીદારનો ભાલો અડતાં નીકળતા દેખાતા તણખા – વગેરે આભાસો ઊભા થાય છે.
આ વિષુવવૃતને એક કાયમી ધુમ્મસનો પટો વીંટળાયેલો છે. તેને વાદળ-વીંટો કહેવામાં આવે છે.
એ વાદળ-વીંટાથી ઉષ્ણકટિબંધના દેશોને ઠંડક મળે છે – જેમ ઊકળતા પાણીવાળા ગલ્ફસ્ટ્રીમથી ધ્રુવપ્રદશોને ગરમી મળે છે. પણ એ વાદળ-વીંટા નીચેનું ધુમ્મસ બહુ કારમું ગણાય છે; અને તેથી તેફાન વખતે વહાણવટીઓ પોતાનાં વહાણોનું વજન ઓછું કરવા ઘડાઓને દરિયામાં ફેંકી દે છે – અને પવન પડી ગયો હોય તે મીઠા પાણીને બચાવ કરવા માટે !
જૂના વખતના લોકો બે પ્રકારના ધર્મગુરુઓ રાખતા : એક વર્ગનું કામ વીજળીનાં તફાન જોયા કરવાનું હતું અને બીજાનું ધુમ્મસ જોયા કરવાનું. જૂના વખતમાં વહાણવટીઓ એવા ધર્મગુરુઓને પૂછીને જ વહાણવટે નીકળતા. ત્યારથી માંડીને તોફાને શી રીતે ઉત્પન્ન થાય છે, એનો અભ્યાસ થતો આવ્યો છે. ધુમ્મસની ઉત્પતિનાં કારણે પણ તેફાને સાથે જ સંકળાયેલાં હોય છે.
હાસાગર ઉપર ધુમ્મસના ત્રણ પ્રદેશો ખાસ જાણીતા છે. બધે જ પણ ખાસ કરીને અહીં ચૅનલ તરફ ધુમ્મસ બહુ જોખમભરેલું બની રહે છે. અહીં ધુમ્મસ સમુદ્રને વિચિત્ર અંધકારથી ઢાંકી દે છે. ધુમ્મસ બહુ ગાઢું ન હોય તો પણ તે પાણીને રંગ બદલી નાખતું હોવાથી,
Page #86
--------------------------------------------------------------------------
________________
અવનવા ળા
૬૩
પાણીની સપાટી જોવી અશકય બની જય છે. એટલે વચ્ચે ઊંચું તળ કે ખડક આવતા હાય તાપણ જરાય અગાઉથી ચેતવણી મળે નહીં; કે ખબર પડે નહીં. તેથી ધુમ્મસ દરમ્યાન, બની શકે તેા વહાણે સ્થિર થઈને ઊભા રહેવું, એ એક જ સહીસલામત માર્ગ રહે છે. પવનનાં તેફાને! જેટલા જ અકસ્માતા ધુમ્મસથી સરજાય છે.
આવા ધુમ્મસના દિવસેા પછી ઊપડેલા તોફાન બાદ ઇંગ્લૅંડથી સહીસલામત આવી પહોંચેલી ડાક-બોટ ‘ કાશ્મીર ’ખબર લાવી કે, રાત દરમ્યાન એક ડૂબી ગયેલા જહાજના હોડીમાં બચી ગયેલા ખલાસીઓએ મદદ માટે તેને ધા નાખી હતી.
એ જ ‘ કાશ્મીર’જહાજમાં સેંટ સૅપ્સનના નવા રેકટર પણ આવ્યા હતા.
તે જ રાતે, પવન જરા ધીમા પડયો ત્યારે જિલિયાત માછલાં પકડવા કિનારાની પાસે પાસે જ પેાતાની ડચ-બાટમાં નીકળ્યા હતા.
ભરતી સાથે તે બપારના બેએક વાગ્યે પાછા ફરતા હતા, ત્યારે તેણે ગિલ્ડ-હાલ્મ-ઉરના ખડકની પેલી કારમી બેઠક ઉપર કોઈ માણસને બેઠેલા જોયા. દરિયા હવે ઊંચા આવી ગયા હતા અને એ માણસ કિનારે પાછા ફરી શકે તેમ રહ્યું નહોતું. જિલિયાત સમજી ગયો કે, આજે એ બેઠક પેાતાને ભાગ લેવાની તૈયાઓમાં છે.
તેણે કુશળતાથી ઝટપટ પેાતાના જહાજને થોડુ જોખમ ખેડીને પણ એ બેઠક નીચે લીધી; પછી પેાતાની બોટની કિનારી ઉપર ઊભા રહી તેણે પેલી બેઠક ઉપર બેઠેલા અને ઊંઘતા માણસને લટકતા પગ ખેંચ્યા અને તેને જગાડયો.
જિલિયાત એવી રીતે ઊભા હતા કે, તે જો નીચે પાણીમાં ગબડી પડે, તા ફરી કદી જીવતા બહાર ન નીકળી શકે. ખડક સાથે પાણીની થપાટો એટલા જોરથી વાગતી હતી.
Page #87
--------------------------------------------------------------------------
________________
પ્રેસ-બલિદાન
પેલા માણસ જાગી ઊઠયો. જિલિયાતે તેને પૂછ્યું, “ હેય ! અહીં શું કરો છે ?
""
૪
((
હું આ દૃશ્ય જોઉં છું.
66
જોઉં છું, કે જોતા હતા ? અત્યારે દરિયો ચારે બાજુ ફરી વળવા લાગ્યા છે એ દેખતા નથી? તમે કેમ કરીને પાછા કિનારે
""
નીકળત વારુ?
<<
‘ ખરી વાત ; હું આજે જ આ દેશમાં આવ્યો છું. ગઈ રાત દરિયામાં ગાળી હાવાથી, અત્યારે ફરતા ફરતા આ ખડક ઉપર આવ્યા, અને અહીંથી દૃશ્ય બહુ મનોહર દેખાતું હોવાથી જરા બેઠો, તેટલામાં ઊંઘી ગયા.
t
<<
દશ મિનિટ બાદ, તમે એ ઊંઘમાંથી પાછા જાગી જ ન શકત.
ખરે જ ! ”
.
""
""
મારી બાટમાં કૂદી પડો.
જિલિયાતે ભારે કુશળતાથી બેાટને ખડક સાથે જોડાયેલી રાખી, અને પેલા માણસ બેટમાં કૂદી પડયો.
જિલિયાત હોડીને પેાતાના મકાન પાછળની કરાડે હંકારી લાવ્યા. નીચે ઊતરી · પેલાએ એક પાઉડ-સાનૈયા જિલિયાતને આપવા
cc
""
માંડયો. જિલિયાતે તેના હાથ ધીમેથી પાછા ધકેલ્યા.
""
દ
તમે મારી જિંદગી બચાવી છે.
હશે; એનું શું છે?”
""
“ તમે આ ધર્મ-પરગણાના છે ?
'
"" નો.
“ તા ? ”
જિલિયાતે આકાશ તરફ આંગળી ઊંચી કરીને જણાવ્યું, ધર્મ-પરગણાનો છું. ”
""
66
પેલા જુવાનિયા હવે નમન કરી રસ્તે પડયો. પણ પછી તરત જિલયાત પાસે પાછા આવી તેણે તેને એક પુસ્તક આપ્યું.
Page #88
--------------------------------------------------------------------------
________________
અવનવા એળા તે બાઇબલ હતું. પછી પેલો રસ્તે પડયો.
જિલિયાત ત્યાં ઊભો ઊભો જ એકદમ બીજા વિચારમાં જ ડૂબી ગયો – દેરુશેતના.
થોડી વારે સ્યુ લૅન્ડો પોતાની ઘોડાગાડીમાં ત્યાં થઈને નીકળ્યો, ત્યારે તેણે જિલિયાતને જોઈને ઘોડાગાડી થોભાવી, અને કહ્યું,
“જિલિયાત, ભારે સમાચાર છે.” “ ક્યાં ?” “ ઍવિઝમાં.” “મિસ લેથિયરીનું લગ્ન થાય છે ?”
ના; પણ તેને પરણવું જ પડશે.” “તમારું કહેવું સમજાયું નહિ.”
“ઍવિઝ જઈ પહોંચો એટલે બધી ખબર પડશે; હું અત્યારે ઉતાવળમાં છું.”
અને એમ કહી સ્યુ લેન્ડેએ પોતાના ઘોડાને ચાબુક લગાવી.
Page #89
--------------------------------------------------------------------------
________________
૧૫
રિક્વર
૭ કલુબિન યોગ્ય તકની રાહ જોનારો માણસ હતો. તે ગટ્ટા કદને તથા પીળા રંગનો હતો, પણ તેનામાં સાંઢનું બળ હતું. દરિયો તેને જરાય બદામી રંગ અર્પી શક્યો ન હતો.
તેની સ્મૃતિ-શક્તિ ભારે તીવ્ર હતી. કોઈ માણસને તે એક વાર જએ, એટલે નોંધપોથીની પેઠે તે એના મગજમાં નોંધાઈ જાય. તેની તીવ્ર નજર અતિ વેધક હતી. તેણે જોયેલો ચહેરો ઘરડો થઈ ભલે બદલાય, પણ સ્યુ કલાબેનને તેથી તેને ઓળખી કાઢવામાં જરાય વાંધો ન આવે.
બીજી રીતે સ્યુ કલુબિન બહુ અતડો અને ઠંડો માણસ હતો. કદી કોઈ પ્રકારનો ભાવ તે બતાવે જ નહિ. તેની સરળતા અને નિષ્ઠા સામા માણસને ઝટ જીતી લેતાં. આંખને ખૂણે તેને એવી કરચલી હતી, જેથી સૌ કોઈને તે બાઘો જ લાગે.
અમે આગળ જણાવી આવ્યા છે, તે ભારે કુશળ વહાણવટી હતો. સઢ તથા સુકાન સંભાળી, ઊલટા-સીધા પવનને કામમાં લેવો કે તેમાંથી માર્ગ કાઢવો, એ તેનું જ કામ.
સેંટ મૅલો બંદરને દલાલ રેબુશે, જે સેંટ વિમેંટ સ્ટ્રીટમાં બંદૂક-ગરની કોઢ પાસે જ રહેતો હતો, તે તે એમ જ કહેતો કે, “હું મારી આખી દુકાન કલુબિનને સોંપીને બેધડક ચાલ્યો જાઉં!” ધાર્મિકતા અને પ્રમાણિકતાની બાબતમાં તેની ખ્યાતિને કોઈ ટપી ન શકે કે ટપારી ન શકે.
Page #90
--------------------------------------------------------------------------
________________
રિવર સ્યુ કલુબિન અત્યારે તે વિધુર માણસ હતો, પરંતુ તેની પત્ની જીવતી હતી ત્યારે તેની પણ તેના જેવી જ ધાર્મિક અને પ્રમાણિક તરીકે ખ્યાતિ હતી. જો બેલીફ આવીને તેના કાનમાં પ્રેમ-ભાષા ઉચ્ચારી જાય, તો તે સીધી તેને રાજા પાસે જ ઘસડી જાય; અને ઈશ્વર પોતે આવીને તેના કાનમાં પ્રેમ-યાચના કરે, તો તે ઈશ્વરને પણ જરૂર પાદરી પાસે પકડી લાવે !
સ્યુ કલુબિનની કીર્તિ સ્ફટિક જેવી નિર્મળ હતી, અને તેના ઉપર સહેજ ડાઘ લાગે તે પહેલાં તે આત્મહત્યા જ કરી લે. તેને ટાંકણી જેવી નાની વસ્તુ જડે, તો પણ તે ટાંકણીના માલિકને શોધવાની તરખટમાં પડે. એક દિવસ તે સેંટ સરવાંની વીશીમાં ગયો અને તેના માલિકને કહેવા લાગ્યો, “ ત્રણ વર્ષ અગાઉ મેં અહીં નાસ્તો લીધો હતો; તમે તમારા બિલમાં પાંસઠ સેન્ટાઇન્સની * ભૂલ કરી હતી,” આટલું કહી, તેટલા પૈસા ચૂકવી દઈ, તરત તે ચાલતો થયો.
દર મંગળવારે તે દુરાંદેને ગ્યર્નસીથી સેંટ મૅલો લઈ જતો. મંગળવારે સાંજે સેંટ મૅલો પહોંચી, બે દિવસ ત્યાં માલ ભરવા થોભત અને ગ્યર્નસી આવવા શુક્રવારે સવારે ઊપડતો.
તે દિવસોમાં સેંટ મૅલો બંદરે લૉબર્ન-જ્યાં નામની નાની વીશી હતી. સ્યુ કલુબિન તે વીશીમાં જ ઉતારો રાખતો. દુરાંદેની કૂચ કિનારાની ઓફિસ ત્યાં જ ગણાતી.
કસ્ટમ્સ ખાતાના અને કિનારાની ચોકી માટેના અફસરો એ જ વીશીમાં ખાવા-પીવા આવતા. જહાજ-કપ્તાને પણ એ જ વીશીમ આવતા; પણ બંને વર્ગનાં ટેબલ જુદાં જુદાં હતાં.
સ્યુ કલુબિનને બંને ટેબલો ઉપર સરખો જ આવકાર મળતો. પણ તે કસ્ટમ્સવાળાઓનું ટેબલ વધુ પસંદ કરતે.
સેન્ટાઈમ' એટલે ક્રાંકને સેમિ ભાગ.
Page #91
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-બલિદાન આ વીશીમાં સારી સારી વાનીઓ પીરસાતી. દારૂ પણ જુદી જુદી જાતના અને મનમાન્યા મળતા.
મોટી મુસાફરીએથી પાછા ફરતા કપ્તાનો સાથે જહાજ માલિકો વાતચીત કરવા અને ભેજન લેવા આવતા. તેઓ જુદી જુદી જગાએ ચાલતા ભાવતાલની કે જુદાં જુદાં સ્થળોએ ચાલતી રાજકીય અશાંતિની વાતે પૂછતા અને માહિતી મેળવતા.
કપ્તાનોના ટેબલનું પ્રમુખ-પદ એક બુઢ્ઢા કપ્તાન મિત્ર જન્ત્રજબૂરોને જ મળતું. સૌ કોઈ તેને માણસ કરતાં જીવતું જાગતું બૅરોમિટર જ ગણતા. પિતાની દરિયાઈ જાણકારીને કારણે તે આબોહવા વિષે અચૂક ભવિષ્ય ભાખી શકતો.
તે દરિયાનો વૈઘ હતો, એમ જ કહોને. વાદળોને તે કહેતો: ‘તમારી જીભ બતાવો તો!' અર્થાત્ વીજળી કેવી થાય છે તે એ જોઈ લેતે. અને આબોહવા કે તોફાનની આગાહી ભાખત. આખી પૃથ્વીની તેણે વારંવાર પ્રદક્ષિણા કરી હતી, તે જાણે જુદી જુદી ઋતુઓમાં દરિયાને થતા જુદા જુદા રોગોની માહિતી મેળવવા જ! પવનનો સુસવાટ અને પાણીનાં મોજાં, એ બેને, દરદીના શ્વાસ અને હૃદયના ધબકારા ઉપરથી રોગ પારખતા દાક્તરની પેઠે જ તે તપાસતો.
દરિયાની જાણકારીની પેઠે જ, વહાણોની રચનાની બાબતમાં તેમની અપૂર્ણતાઓ અર્થાત્ નબળાઈઓ પારખવાની તેની શક્તિ પણ અદ્ભુત
હતી.
કપ્તાનોના ટેબલ ઉપર તથા અફસરોના ટેબલ ઉપર વાતનો એક વિષય હોય એમ તો કદી બને જ નહિ. પરંતુ આ ફેબ્રુઆરીના પ્રારંભ ભાગમાં નવાઈની વાત એવી બની કે, બંને ટેબલો ઉપર એક જ બાબત અંગે વાત ચાલતી હતી: કપ્તાન ઝયૂએલા ચિલિથી આવ્યો હતું, અને થોડા દિવસમાં ત્યાં જ પાછો ફરવાનો હતો.
- કપ્તાન ઝયએલા ખરો ચિલિયન હતો. પોતાના દેશમાં વિવિધ પ્રદેશો વચ્ચે ચાલતી લડાઈમાં જ્યારે જ્યાં પોતાનું હિત દેખાય,
Page #92
--------------------------------------------------------------------------
________________
૬૯
રિવર ત્યારે તે પક્ષ તરફ એ ભળતા. એમ બધા પક્ષોની સેવા બજાવીને તે ઠીક તવંગર બન્યો હતો. એનો પક્ષ હંમેશાં લાભપક્ષ જ હેતે. અવારનવાર વેપાર અર્થે માલ ભરી તે ફ્રાન્સને કિનારે આવતા અને પાછો જતી વેળાએ, તે, ભાગેડુઓને, દેવાળિયાઓને કે રાજકારણી નિર્વાસિતોને પોતાના જહાજમાં લેતો જતો. સવાલ માત્ર પૂરતા પૈસા મળે એટલો જ હોત. બાકી, એ મુસાફર કોણ છે, કે કયા પક્ષની છે, એની તેને કશી ચિંતા હોતી નહિ. તેની રીત એ હતી કે, ભાગેડુઓ દૂર કોઈ નિર્જન સ્થળે આવીને ઊભા રહે. ઝયએલા બંદરેથી ઊપડ્યા પછી થોડે દૂર જઈ, એક હોડી તેમને લેવા મોકલે.
એ જમાનો જ નાસભાગનો હતો. પ્રજાકીય ક્રાંતિથી હિજરત શરૂ થાય, અને રાજાની પુન: સ્થાપનાથી દેશનિકાલની સજાઓ. બુર્બોન રાજાઓની પુન:સ્થાપના પછીનાં પ્રથમ સાત કે આઠ વર્ષો દરમ્યાન દરેક ક્ષેત્રમાં ભય અને ત્રાસનું વાતાવરણ જ પ્રવર્યું હતું. ખાસ નિમાયેલી અદાલતો કઠોરતાપૂર્વક પોતાનું કામ બજાવી રહી હતી.
લંડનમાં તે વખતે થિસલ-વૂડ મુકદ્દમો ચાલી રહ્યો હતો અને પેરીસમાં ત્રોગોફ મુકદ્દમો બેજિયમ, સ્વિટ્ઝર્લેન્ડ અને ઇટાલી સુધી તરખાટ મચાવી રહ્યો હતો. પરિણામે ચિંતા અને ભાગાભાગ મચી રહ્યાં હતાં.
બધાને હેતુ કંઈક સહીસલામત જગાએ પહોંચી જવાનો હોતો. કારણ કે, સહેજ શંકા પડે કે પછી બચવું મુશ્કેલ. એટલે લોકો ટેકસાસ, રેકી પર્વત, પેરુ, અને મેકિસકો સુધી ભાગી જતા.
પરંતુ ભાગી જવું એય કયાં સહેલી વાત હોય છે? ભાગેડુને દરેક વસ્તુ વિદનરૂપ થઈ પડે છે. પહેલાં તે વેશપલટો કરવો પડે : ગુનેગારની પેઠે. અને પછી ગુનેગારો પણ એ ભાગેડુઓનાં મોટાં નામને ઓઠે પોતે ભાગી જવા પ્રયત્ન કરે એટલે પરિસ્થિતિ ખાસી ગૂંચવાઈને ઊભી રહે !
આવા ભાગેડુઓને ભાગવામાં મદદ કરનારાઓને પણ ભારે લાભ થતું હોય છે. અને કાયદેસર વેપારના ઓઠા નીચે જ આ ધંધો
Page #93
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-બલિદાન પણ ચાલતો હોય છે. જેને ઇંગ્લેંડથી નાસી છૂટવું હોય તેણે દાણચોરોની મદદ લેવી પડે અને જેમને અમેરિકા તરફ ભાગવું હોય તેમણે ઝયુએલા જેવાઓની.
ઝયુએલા કોઈ કોઈ વાર લૉબર્ન-જયાં વીશીમાં ભોજન કરવા આવતો. સ્યુ કલુબિન તેને દેખે ઓળખતે. ઉપરાંત, સ્યુ કલુબિન ઘમંડી માણસ નહોતે, --- તે આવા છાપેલા કાટલા જેવા હરામખોર માણસે પણ શેરીમાં મળે, ત્યારે ગૂડ-મોર્નિંગ કહી, તેમનો હાથ પકડત. તે કહેતો કે, “અનિષ્ટની પણ જાણકારી મેળવવી જોઈએ, જેથી આપણે એના ફાંદામાંથી વધુ સહીસલામત રીતે છૂટી શકીએ!” અને લોકો પણ, એની એ જાતની વર્તણૂકથી વહેમાવાને બદલે તેના સગુણનાં વધુ ગુણગાન કરતા; કારણ કે, કલુબિન જેવા જે કંઈ કરે, તે સૌના હિતાર્થે જ હોય : દુરાચારી બદમાશની એણે કરેલી સોબત પણ લોકોના ફાયદા માટે જ હોય. તેને પોતાને તે કશું અનિષ્ટ સ્પશી શકે જ નહિ – સ્ફટિક ઇચ્છે તે પણ તેના ઉપર જ ચોટી શકે? અને માણસ ચાલાક હોય, તેથી કરીને તેની નિર્દોષતાને શો વાંધ આવે? ઊલટું, એ ચાલાકી એની નિર્દોષતા માટે સંરક્ષણની વાડ રૂપ બને ! ઊલટું, સદ્ગણી માણસ બાઘો હોય, તે છેક જ નકામો! કારણ કે, એની બાઘાઈ જ એને બદમાશોની બદમાશીને શિકાર જલદી બનાવે.
એલાના જહાજ “ટેમેલિપસ” ઉપર માલ લદાતે જ હતો, અને થોડા દિવસમાં જ તે ઊપડવાનું હતું.
એક મંગળવારે સાંજે અજવાળું હતું હતું ને દુરાંદે સેંટ મેલ બંદરે આવી પહોંચ્યું. કલુબિન જહાજના બ્રિજ ઉપર ઊભો ઊભો ઊતરતા માલની દેખરેખ રાખી રહ્યો હતો, તેવામાં તેણે પાસેના રેતાળ પટ ઉપર, બે ખડક વચ્ચેની એકાંત જગામાં, બે જણને વાત કરતા જોયા. તેણે પોતાનું દૂરબીન ઊંચું કરી તેમાંના એકને ઓળખી કાઢયો. તે કમાન ઝયૂએલા હતો. તેની સાથે વાત કરનાર બીજો જે હતે, તેને પણ કલુબિને ઓળખી લીધો.
Page #94
--------------------------------------------------------------------------
________________
રિવાહવર
૧
લૉબર્ન-જ્યાં વીશીમાં આવી, સ્યુ કલુબિને વિશેષ માહિતી એ મેળવી કે, ઝયૂએલાનું જહાજ દશ દિવસમાં ઊપડવાનું હતું. બીજી પણ કેટલીક વધુ માહિતી મેળવીને એ રાતે તે સેંટ વિસે’ટ સ્ટ્રીટમાં આવેલા બંદૂક-ગરને ત્યાં ગયા.
રિવેાલ્વર એટલે શું તે તમે જાણે ?”
""
હા; પેલા બંદૂક-ગરે જવાબ આપ્યા, “ એ અમેરિકન
""
66
66
શસ્ત્ર છે.
""
""
એ એવી પિસ્તાલ છે જે વાત શરૂ કરે છે. ’
66
હા; એ શસ્ત્ર એટલે સવાલ અને જવાબ બંને !”
જવાબ પણ?”
C
‘હા, મિ∞ કલુબિન; તેને ગાળ ઘૂમતી નળી હાય છે.”
અને પાંચ કે છ ગાળીએ. મારે છ બારની રિવાલ્વર જોઈએ છે. ’’
66
'
""
'
મારી પાસે નથી. ટ્રાન્સમાં હજુ પિસ્તોલા જ વપરાય છે.
"6
મારે રિવાલ્વર જ જોઈએ છે.”
“ હું કબૂલ કરું છું કે, એ હથિયાર પસંદ કરવા લાયક છે. પણ
એ હાવું જોઈએ ને ! પણ થેાભા, સેટ ગૅલામાં એક દિવાલ્વર સસ્તામાં
""
મળી શકે તેમ છે.
..
વેચાતી ? ’
,, હા.
66
હું કયારે લેવા આવું ? ”
(4
તમારી બીજી મુસાફરી બાદ.
tr
પણ મારે એ ખરીદવી છે, એવી વાત કયાંય ન કરવી. ” કલુબિને કહ્યું.
66
""
સ્યુ કલુબિને દુરાંદે ઉપર માલ લાદવા માંડયો : કેટલાક બળદ, અને થોડાક મુસાફર. પછી તેણે શુક્રવારે સવારે ગ્યર્નસી જવા માટે, રાબેતા મુજબ લંગર ઉપાડયું
Page #95
--------------------------------------------------------------------------
________________
Is
પ્રેમ-બલિદાન ખુલ્લા દરિયામાં જહાજ પહોંચે એટલે કપ્તાન પોતાની જગાએથી થોડો ખસી શકે. તે મુજબ કલુબિન પણ પોતાની કૅબિનમાં ગયો. ત્યાં તેણે અંદરથી બારણું બંધ કરી, એક બૅગ તૈયાર કરવા માંડી : કપડાં, બિકીટ, અથાણાં, કોકો, કૉમિટર અને દરિયાઈ દૂરબીન. પછી બેંગને તેણે તાળું મારી દીધું, અને હેડલોની વચ્ચે થઈ આખી બેંગને દોરડું બાંધી લીધું, જેથી જરૂર પડે તો ઊંચે ચડાવવા આંકડો ભરવી શકાય.
પછી તે ભંડકિયામાં ગયો અને ત્યાંથી એક છેડે હૂકવાળું, અને વચ્ચે વચ્ચે પગ ટેકવાય એવી ગાંઠોવાળું દોરડું લઈ આવ્યો. આ દોરડ દરિયા ઉપર જહાજમાં તરાડો પૂરવા જનારા વાપરે છે – અને જમીન ઉપર ચોર લોકો મકાનની ટોચે ચડવા.
ગર્નસી આવ્યા બાદ કલુબિન પોતાને વતન ઑર્ગેવાલ ઊપડી ગયો. ત્યાં તેણે છત્રીસ કલાક ગાળ્યા. સાથે તે પેલી બૅગ તથા ગાંઠાળું દોરડું લઈ ગયો હતો, પણ પાછો આવ્યો ત્યારે તે બંને ચીજો તેની સાથે ન હતી.
હંમેશાં ખુલા વેપાર સાથે દાણચોરીનો વેપાર ચાલતું જ રહે છે. કેટલાંય જહાજો તો એ કામ જ કરતાં હોય છે. દરિયાકિનારે નિર્જન ખડકો વચ્ચે આવેલી ગુફાઓમાં કેટલાય માલ ભંડારેલ હોય છે, જેમને વિશ્વાસુ જાણકારો જાણતા હોય છે.
ઇંગ્લેંડના તથા ફ્રાંસના કિનારાઓ વચ્ચે ખુલા વેપારની ઓથે અને જાણીતા નાણાવટીઓની મદદથી આ વેપાર ધમધોકાર ચાલ્યા કરે છે. બહારની દુનિયામાં વેપારી મહાજન તરીકે ઓળખાતા કેટલાયની સંપત્તિ આવી દાણચોરીને જ આભારી હોય છે.
અલબત્ત, આ બધા અંગે ભારે ગુપ્તતા જાળવવી આવશ્યક હોય છે; તથા એના મુખ્ય સૂત્રધારો સીધા તો કશા વ્યવહારમાં ઊતરતા
Page #96
--------------------------------------------------------------------------
________________
રવાહવર
૭૩
જ નથી. તેમના એન્ટંટો-સાગરીત -‘માણસા ’ મારફતે જ એ બધું ચાલતું હાય છે. છતાં, એ બધામાં એક પ્રકારની ધંધાકીય વફાદારી બરાબર ઊભી થયેલી હોય છે. તો જ એ ધંધા લાંબા વખત ચાલી શકે! તેઓ એકબીજાની ગુપ્ત વાત પ્રાણાંતે પણ બહાર પાડી દેતા નથી. સામાન્ય દાણચારને રાજસત્તા પેાતાનાં રિબામણનાં ગમે તે સાધનાથી રિબાવે, પણ તેની પાસેથી દાણચારીના સ્થળ કે માણસ કશાની માહિતી ન મળી શકે
પ્લેઇનમૉન્ટ આવ-જા કરનારા બે સૌથી વધુ જાણીતા દાણચારોનાં નામ હતાં બ્લાસ્કા અને બ્લાસ્કિતા. એમની સાથે વાત કરવી અમુક રીતે જ શકય હતી. અમુક વિશ્વાસુ જાણકારો જ એ બધું જાણતા હોય. તેમના સંપર્ક સાધી, તેની ભલામણથી જ તમે અંધારી રાતે પ્લેઇનમૉન્ટ જવા તૈયાર હો, તો એ બેમાંથી એકની મુલાકાત તમે લઈ શકો. એ પણ કયાં? આપણે એ વાત ઉપર જ આવીએ.
ગ્યર્નસીના ત્રણ ખૂણામાંના ટૉર્ટે વાલ નજીકના ખૂણાનું નામ જ પ્લેઇનૉન્ટ. એક ખડક-માળા દરિયા સુધી ભૂશિરરૂપે લંબાયેલી છે. તેની દરિયા તરફ ઘાસથી ઢંકાયેલી છેલ્લી ટેકરી ઉપર ટોચે એક મકાન છે. તે મકાન એક મજલાવાળું છે અને ઘાસ વચ્ચે ઊભેલું છે. તે ખંડેર નથી. તેની ભીંતા જાડી મજબૂત છે, અને તેના છાપરામાંનું એકે નિળયું ફૂટેલું નથી. ભીંતામાં પણ કયાંય ગાબડું પડયું નથી. એ ઘરની પછીત દરિયા તરફ આવેલી છે. તેને બારીકાઈથી નિહાળીએ તે એક બારી ભીંતથી ભરી દીધેલી જણાય. છાપરા નીચેના ત્રિકોણિયામાં પણ ત્રણ બારીએ છે · એક પૂર્વ તરફ અને બે પશ્ચિમ તરફ. તે ત્રણેય ભીંતોથી ભરી લીધેલી છે. જમીન તરફ આવેલા આગલા ભાગમાં એક બારણું છે ને થાડી બારી છે. બારણું ભીંતથી ભરી લીધેલું છે, તથા ભાંયતળના ભાગમાં આવેલી બે બારી પણ, પરંતુ ઉપરના માળની બે બારી ઉઘાડી છે. ભીંત ભરેલી બારીએ કરતાંય એ ઉઘાડી બારીએ વધુ વિચિત્ર
Page #97
--------------------------------------------------------------------------
________________
७४
પ્રેમ-બલિદાન લાગે છે. કારણ કે દિવસે એ બારીઓ કાળીમૅશ જ દેખાય. તેમને ચોકઠાં કે કાચ કશું જ નથી – જાણે ડોળા કાઢી લીધેલાં આંખનાં ખામણાં!
દરિયા ઉપર તે મકાન બહુ સારી જગાએ આવેલું કહેવાય; છતાં તે પડતર છે. શા માટે? પાસે ખેડાણલાયક જમીન પણ છે. છતાં શાથી કોઈ ખેડતું નથી? એ મકાનનું કોઈ માલિક પણ નથી અને બારણું પણ ભીંત ભરીને બંધ કરી દીધેલું છે. માણસમાત્ર ત્યાંથી ભાગે છે. શા માટે? એ ઘર ભૂતિયું ગણાય છે, અને એટલું કહીએ એટલે બધે જવાબ આવી ગયો.
પણ ખરી વાત એ છે કે, આ મકાન દાણચોરોનો અડ્ડો હતો. અને તેઓએ પ્રયત્ન કરીને યોજનાર લોકોને એ ઘરની સરસા આવતાં પણ ડરતા કરી મૂક્યા હતા. કોઈ હિંમતવાળો માણસ શરૂઆતમાં પાસે આવવા ગયો હશે, અને જીવતો પાછો ગયો હશે, તોપણ આ લોકોએ ભૂતના વહેમમાં વૃદ્ધિ થાય એવી સાબિતી સાથે જ તેને જીવતે જવા દીધો હોય. અને તે જમાનાના વહેમી લોકો પછી એ ઘરનું નામ લેતાં પણ ડરે. એ ઘર વિશે કોઈ વાત પણ ન ઉપાડે અને ઉપાડે, તો પણ, એ ઘર વિશેના વહેમને વધુ દૃઢ કરી, એની વાત ન કરવાની સૂચના અને સલાહ આપવા જ!
આમ, લોકેની ઉત્સુકતાથી અને તેમના અવરજવરથી પણ છંડાયેલું આ ઘર, જે લોકો તેનો ઉપયોગ કરવા માગે તેઓ માટે બહુ સહીસલામત બની ગયું હતું. દોરડાની નિસરણી સાથે હોય, અથવા પાસેના ખેતરમાં છુપાવી રાખેલી નિસરણીની વાત તમે જાણતા હો, તો તેના વડે તમે અંદર જઈ શકો, તથા પૂરતો ખોરાક તથા કપડાં લાવ્યા હો, તે ઠરાવેલી મુદત સુધી એ મકાનમાં સહીસલામત છૂપા રહી શકો.
આ મકાનમાં અગ્નિખૂણા તરફ કિનારેથી એક માઈલ દૂર આવેલ હાઈને ખડક નજરે પડે. એ ખડક ભારે દગાબાજ અને ખૂની
Page #98
--------------------------------------------------------------------------
________________
ઈનમાંદની ભૂશિર દરિયા સુધી લંબાયેલી છે. -પૃ. ૭૩.
Page #99
--------------------------------------------------------------------------
________________
Page #100
--------------------------------------------------------------------------
________________
રિવર ખડક છે. રાતને વખતે એ એવો છુપાઈ રહે અને પાસે આવેલા વહાણને એવી સિફતથી ભરખી જાય છે. જેવી સિફત કોઈ ખૂની પણ ન દાખવી જાણે. અત્યારે તો એ ખડકના હાથમાં જ દીવાદાંડી પકડાવી દેવામાં આવી છે, જેથી એ ખૂની જ પોલીસ-માર્ગદર્શક બની રહ્યો છે.
હાઈથી પ્લેઇનમૉન્ટની સુધીની ખાડીને તરી જવી એ બહુ અઘરી વાત છે, પણ અશક્ય નથી જ. યુ કલુબિનનાં પરાક્રમમાં એ ખાડી તરી ગયાનું પરાક્રમ પણ નોંધાયેલું છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૬
પંખીઓના માળા લૂંટનારાઓ
૧
ન્યુ કલુબને જૈશનવાર ૉટવાલમાં ગાળ્યા, એ અરસામાં
એ
જ બનેલી એક વિચિત્ર ઘટનાને અહીં નોંધતા જઈએ.
શનિવાર અને રવિવાર વચ્ચેની રાત દરમ્યાન ત્રણ છેાકરા દરિયા તરફથી પ્લોઇનમૉન્ટની કરાડ ઉપર થઈ ગામ તરફ પાછા ફસ્તા હતા. તે છેાકરાએ, દરિયા તરફ ઝઝૂમતા ખડકોની ઊંચી કરાડોમાં પંખીએ બાંધેલા માળાઓના શિકારી હતા. જિલિયાતની વાત કહેતી વખતે એ પંખીઓને અને એ માળાઓ સુધી પહોંચવા પ્રયત્ન કરતાં છેકરાંને બચાવવા તેણે લીધેલાં પગલાંની વાત અમે કરી હતી.
રાત અંધારી હતી. ગાઢાં વાદળના થરથી ક્ષિતિજરેખા ઢંકાઈ ગઈ હતી. ટૉર્ટેવાલના ઘડિયાળમાં હમણાં જ સવારના ત્રણ વાગ્યા હતા. આ છેાકરાઓ આટલા મેડા શાથી પાછા ફર્યા હતા ? વાત એમ બની હતી કે, છેકરા ‘ગલ ’ પક્ષીઓના માળા ફંફોસવા જતાં સમયનું ભાન ભૂલી ગયા હતા અને ભરતીનું પાણી તેની આસપાસ ફરી વળ્યું હતું. એટલે નાની ખાડીમાં જ્યાં તેઓએ પાતાની હોડી લાંગરી હતી, ત્યાં પાછા ફરવું તેમને માટે મુશ્કેલ બની ગયું. ભરતી ઊતરી રહે ત્યાં સુધી તેને એક ઊંચા ખડક ઉપર બેસી રહેવું પડયું.
ઘેર બધાં ચિંતા કરવાનાં જ; અને પોતે પાછા ફરશે ત્યારે માનાં આંસુ અને બાપના લાફા પોતાને મળવાનાં જ છે તેની એમને ખાતરી હતી ~~~ નહીં, નહીં, એ ત્રણમાંથી બે જણને જ એવી
૭૬
Page #102
--------------------------------------------------------------------------
________________
પંખીઓના માળા લૂંટનારાઓ ખાતરી હતી, કારણ કે ત્રીજો તો એક ફ્રેંચ છોકરો હતો, અને તેને મા-બાપ ન હતાં,
ખડકવાળી ટેકરી ચડીને તેઓ પેલા ભૂતિયા ઘરવાળી સપાટ જમીન ઉપર આવી પહોંચ્યા. એ ઘર નજરે પડતાં વેંત ત્રણે જણા એકદમ ડરી ગયા. પણ છેવટે એ છોકરાઓ હતા; એટલે એકીસાથે દૂર ભાગવાનું તેમ જ ત્યાં શું છે એ જાણવા થોભવાનું,- એમ બે પ્રકારનું મન તેમને થઈ આવ્યું.
તેઓ થોડા થોભીને એ ઘર તરફ જોવા લાગ્યા. એ ઘર આટલું નજીકથી તેઓએ કદી જોયું ન હતું.
પેલો ફ્રેંચ છોકરો તેને વધુ પાસે જવા આગ્રહ કરવા લાગ્યો. ફેંચ લોકો ભૂત-પિશાચમાં બહુ માનતા નથી.
ગમે તેવો ડર હોય પણ ત્રણ જણ સાથે હોય, એટલે અરસપરસ હિંમત રહે છે. ઉપરાંત તેઓ પંખીના માળાના શિકારી તો હતા જ. છુપાયેલી જગાઓ ફેફસવી એ જ તેનું કામ કહેવાય. એક જાતની બખોલમાં નજર નાખવા ટેવાયેલાઓને બીજી જાતની બખોલમાં નજર નાખવાનું સહેજે મન થાય..
ઉપરાંત એ ફેંચ છોકરો બીજા છોકરાઓમાં વિશ્વાસપાત્ર છોકરો મનાતો હત; કારણ કે, મા-બાપ ન હોવાથી તેને જાત-કમાઈથી નિર્વાહ ચલાવવો પડતો – આમ તે એક જવાબદાર મોટી વ્યકિત ગણાય. વહાણોની તરાડો પૂરનાર કારીગરના હાથ નીચે તે કામ કરતો હતો. કોઈ ગરીબગુરબાને મદદ કરવા ખીસામાંથી સિક્કો પણ તે ઝટ કાઢી શકતો-જે મોટા માણસનું લક્ષણ કહેવાય. તથા મરજી થાય તો કામે ન જવાની સ્વતંત્રતા પણ તે ભોગવતો હતો;- જે પણ વિશેષે મોટા માણસનું લક્ષણ થયું! નાનાં છોકરાંને તે ભણવાને કામે કે બીજે કામે જવા-નજવાની બાબતમાં સ્વતંત્રતા ન હોય !
ફેંચ છોકરો આગળ વધવા માંડયો અને પેલા બે જણ તેની પાછળ આવવા લાગ્યા. પછીત તરફની બધી બારીઓ તો ભીંત ચણીને
Page #103
--------------------------------------------------------------------------
________________
૭૮
પ્રેમ-બલિદાન બંધ કરી દીધેલી હતી એટલે તેઓ આગળની બાજુએ આવ્યા. પણ આ શું! બન્ને બારીમાંથી પ્રકાશ આવતો હતો '
છોકરાઓ મૂઠીઓ વાળીને નાઠા. થોડે દૂર ભાગ્યા પછી ફેંચ છોકરાએ પાછા વળીને જોયું તે બારીમાંથી દેખાતું અજવાળું બંધ થયેલું. તેણે બીજા બેનું ધ્યાન એ તરફ ખેંચ્યું.
- ત્રણે જણ પાછા એ ભૂતિયા ઘર તરફ ધીમે ધીમે આગળ વધવા લાગ્યા. અચાનક બંને બારીમાંથી અજવાળું એકી સાથે દેખાવા લાગ્યું. અહીં જ કહી દઈએ કે, ઉપરના માળમાં વચ્ચે પાર્ટિશન કે ભીંત વિના, માત્ર ચાર ભીતિ અને ઉપર છાપરું જ હોઈ, એક જગાએ દીવો થાય તે પણ બન્ને બારીએથી અજવાળું એકસાથે જ બહાર દેખાય.
અજવાળું દેખાતાં પેલા ટોર્ગેવાલ છોકરાઓ તો ભાગવા જ માંડયા; પણ પેલો ફ્રેંચ છોકરો ન આગળ વધ્યો કે ન પાછો ભાગ્યો;ત્યાં ને ત્યાં સ્થિર ઊભો રહ્યો. બારીઓમાંને પ્રકાશ પાછો દેખાતો બંધ થયો, અને ફરી પાછો દેખાવા લાગ્યો.
પેલા ફ્રેંચ છોકરાને ઊભો રહેલો જોઈ, પેલા બે પણ ધીમે ધીમે પાછા આવ્યા. પેલા કૅચ છોકરાએ તેમને કાનમાં ધીમેથી કહ્યું, “ મેં એક ભૂતનું માથું તે જોયું, ભીંત ઉપર તેને પડછાયો દેખાતે હતો.”
પેલા છોકરાઓનો તે એ સાંભળી ભયથી જાણે શ્વાસ જ થંભી ગયો.
અચાનક એક બારી ઉપર કોઈ માણસની રૂપરેખા ગોઠવાઈ જતી દેખાઈ. જાણે કોઈ બહારથી આવીને બારીએથી અંદર કૂદી પડયું!
થોડી વાર બાદ બારીઓમાંથી આવતો પ્રકાશ બહુ તીવ્ર બન્યો. પછી એકદમ બુઝાઈ ગયો. ત્યાર બાદ અંદરથી માત્ર બોલવાનો અવાજ સંભળાવા લાગ્યો;- જાણે કોઈ વાતચીત ચાલતી હોય.
- પેલા ફ્રેંચ છોકરાને ભૂતોની ભાષા કઈ હોય છે એ જાણવાને લોભ થયો. તે ધીમે રહીને ઘરની પાસે ગયો. પેલા બેને એકલા પાછળ રહેવાની જ એટલી બધી બીક લાગી કે, તેઓ ખૂબ ડરતા હતા છતાં
Page #104
--------------------------------------------------------------------------
________________
પંખીઓના માળા લૂંટનારાએ પેલા ફ્રેંચ છોકરાની સમીપ રહેવા ખાતર જ તેની પાછળ પાછળ સાથે આવ્યા.
ઘરની પાસે આવ્યા, ત્યારે તેઓને માલૂમ પડ્યું કે અંદર ઝાંખો પ્રકાશ તો છે જ. એક જણે બારીએથી કશું લબડતું હતું તે તરફ ધ્યાન ખેંચ્યું : “એ શું છે?”
“દોરડા જેવું લાગે છે.” “ના, ના, સાપ છે!”
ના, ના, એ તો ફાંસીનું દોરડું છે; ભૂત એવું દોરડું જ વાપરે છે. જોકે, હું ભૂતમાં માનતો તે નથી જ.” પેલા ફ્રેંચ છોકરાએ જવાબ આપ્યો. અને ત્રણ જ ઠેકડામાં તો તે એ ભીંત લગોલગ પહોંચી ગયો. એની એ હિંમત ખરેખર નોંધપાત્ર ગણાય.
બીજા બે પણ તેની પાછળ પાછળ જઈ પહોંચ્યા. ત્રણે છોકરાઓએ હવે ભીંતને કાન અડાડી અંદરથી આવતા વાતચીતનો અવાજ સાંભળવા પ્રયત્ન કર્યો. વાતચીત ચાલતી હતી, પણ ભૂતોની ભાષામાં!
વાત એમ છે કે, જુદા જુદા દેશના દાણચોરોએ આપસઆપસમાં વ્યવહાર માટે એક ભળતી જ ભાષા ઊભી કરેલી છે. એ ભાષા અત્યારે તો ભુલાઈ ગઈ છે, પણ તે વખતે એ ભાષા બહુ પ્રચલિત હતી; અને દાણચોરો સાથે વ્યવહાર રાખનારાઓએ આપસ આપસમાં વિશ્વાસ ઊભો કરવા માટે એ ભાષામાં જ બોલવું પડતું. એ ભાષા બોલે, એટલે સામે દાણચોર તમને પોતાનો સંબંધી માની લે. આપણે તો એ વાતચીતનો ચાલુ ભાષામાં અનુવાદ જ અહીં ટાંકીએ –
“તો વાત પાકી ને?” “હા, હા; પાકી જ વળી.”
તો બ્લાસ્કિતો સાથે ઇંગ્લેંડ જવા ઇચ્છનારો એક માણસ અહીં આવીને રાહ જોશે.”
“ખર્ચની રકમ આપશે ને?” “ખર્ચની રકમ આપશે.”
Page #105
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-બલિદાન “તે બ્લાસ્કિત પણ તેને પોતાની હોડીમાં લઈ જશે.” “તે માણસ કયા દેશનો છે, એ જાણવાની પંચાત નહિ કરવાની.”
અમારે એ પંચાત કરવાની શી જરૂર?” “તેનું નામ પણ નહિ પૂછવાનું.”
“અમે નામ નથી પૂછતા; અમે તો તેણે આપેલી થેલીને પૂછીએ છીએ, કે અંદર શું છે?”
“તે, એ માણસ આ ઘરમાં આવીને રહેશે અને રાહ જોશે.” “તે અહીંને માટે ખાધાખોરાકીની ચીજો સાથે લેતો આવે.”
“હું આ પેટી લાવ્યો છું, તેમાં તેને માટે ખાધાખોરાકીની થોડી સામગ્રી છે જ. પણ આ બૅગ હું અહીં મૂકી રાખી શકું ને?
“અમે દાણચોરો પારકાની મિલકત ઓળવનારા ચાર નથી હોતા.”
તમે પોતે કયારે અહીંથી ઊપડશો?”
“ કાલે સવારે, જો તમારો માણસ તૈયાર હોય, તો તે મારી સાથે જ અહીંથી નીકળી શકશે.”
“ના, તે તૈયાર નથી.” “જેવી એની સગવડ.
તેને આ ઘરમાં કેટલા દિવસ રાહ જોવી પડશે?” “બે-ત્રણ કે ચાર દિવસ.” પણ બ્લાસ્કિતો આવશે એ નક્કી જ ને?” ચોક્કસ.”
આ ઘરમાં, આવતે અઠવાડિયે, કયા દિવસે?” “શુકશાન-કે-રવિ.” “આબોહવા ગમે તેવી હશે, તો પણ?”
“તે એકાદ-બે દિવસ મોડું થાય એટલું જ; આબોહવાથી એ આવતે અટકે એવું બને જ નહિ: હું બ્લાસ્કો છું તો તે બ્લાસ્કિતો છે!”
“પણ એ ચોક્સ આવશે ને?”
Page #106
--------------------------------------------------------------------------
________________
પંખીઓના માળા લૂંટનારાએ એક મહિને હું આવું છું; બીજે મહિને તે આવે છે. આ શનિવારથી ગણતાં, એટલે કે આજથી બરાબર એક અઠવાડિયું પર થતાં પાંચ દિવસ નહિ થયા હોય ને તે અહીં આવ્યો જ હશે.'
“તે અહીંથી કયાં જશે?” પોર્ટલેન્ડ.”
“અથવા તેર-બે.”
“એ તે વધુ સારું. બ્લાસ્કિતો કશી વાત બહાર તે નહિ પાડી દે ને?”
કાયરો જ દગાબાજ નીવડે છે, અમે બહાદુર લોકો છીએ.”
ધારો કે પેલો મુસાફર પોર્ટલેન્ડ કે તેર-બે કરતાં બીજી જગાએ જવા ઇચ્છે તો બ્લાસ્કિત લઈ જશે?”
“એની પાસે વધુ પૈસા હોવા જોઈએ!” તો પછી પેલો મુસાફર કહે ત્યાં બ્લાસ્કિતો તેને લઈ જાય?” પૈસાને જે હુકમ હોય તેને એ અનુસરશે. તોર-બે પહોંચતાં કેટલો વખત લાગશે?” પવન ઉપર આધાર.” “આઠ કલાક?”.
“જે પવન અનુકૂળ હોય તે. માણસ પોતાના પૈસાનું ધારે તે કરી શકે છે, તેમ ઈશ્વર પોતાના પવનનું ધારે તે કરતા હોય છે..?
“તે બ્લાસિકતો સાથે જનાર મુસાફર અહીં શુક્રવારે આવીને હાજર થશે.”
બ્લાસ્કિતો કયે સમયે અહીં આવશે?”
રાતે જ; અમે કિનારે રાતે જ ઊતરીએ છીએ; અને રાતે જ કિનારો છેડીએ છીએ.”
Page #107
--------------------------------------------------------------------------
________________
પ્રેસ-બલિદાન
છોકરાઓ આ ભાષામાંથી કશું સમજ્યા નહિ. એટલે તેઓએ તો ભૂતા જ વાતો કરે છે એમ માન્યું; અને એ પ્રત્યક્ષ પ્રમાણ મળ્યા પછી, તે એક ક્ષણ પણ ત્યાં થાભ્યા નહીં - સીધા મૂઠીઓ
ાળીને ભાગ્યા.
ર
આ શિનવાર પછીના મંગળવારે સ્યુ લુબિન દુરાંદેને લઈ સેટ મૅલા પાછા ફર્યો.
ઝયૂએલાનું જહાજ ટેમેલિસ હજુ લાંગરેલું જ હતું.
સ્યુ લુબિને ચુંગી ફૂંકતાં ફૂંકતાં લાબર્ન-જ્યાં વીશીના માલિકને પૂછ્યું : “ એ કૅમેાલિપસ કયારે ઊપડવાનું છે, વારુ ?” પરમ દિવસે ગુરુવારે. ’
tr
તે રાતે વાળુ કર્યા પછી કલુબિન રાબેતા મુજબ વીશીમાં દુરાંદેમાં ભરવાના માલની નોંધણી કરવા રોકાવાને બદલે અચાનક બહાર ચાલ્યા ગયા. પરિણામે દુરાંદેમાં ભરવાના માલ સ્વીકારી શકાયો નહિ. કલુબિન જેવા ચોક્કસ અને વ્યવસ્થિત માણસની બાબતમાં આ ગફલત સૌ કોઈના લક્ષમાં આવ્યા વિના ન રહી.
એ રાતે તે થોડી વાર તેના મિત્ર ચલણ બદલનારને મળવા ગયા હતા, એટલું પછીથી વાત વાતમાં બહાર આવ્યું હતું.
બે ક્લાક બાદ જ્યારે તે પાછા ફર્યા, ત્યારે મધરાતના ટકોરા
પડતા હતા.
Page #108
--------------------------------------------------------------------------
________________
૧
—લીસ વર્ષ પહેલાં સેટ મૅલામાં એક શેરી હતી
અત્યારે તે નથી રહી.
૧૭
જૅકેસાદ
એ શેરી એટલે, સામસામાં એકબીજા તરફ ઢળતાં લાકડાનાં ઘરોની બે પંક્તિઓ, અને તેમની વચ્ચે થઈને વહેતી ગટર. લોકો એ ગટરના બે સામસામા કિનારાએ એક એક પગ મૂકીને ચાલ્યા જતા.
એ શેરીનાં સામસામાં ઘરો, એકબીજાનાં કપાળ પાસે લાવીને જાણે કોઈ ગુનાની સંતલસ કરતાં હોય, એવાં દેખાતાં હતાં. એ મકાનોના દેખાવ એવા હતા કે, ગળા-કાપુ, માથા-વાઢ, માં-ફાડ એવા શબ્દો તરત યાદ આવે.
એ શેરીનાં કંઈક જાણીતાં મકાનોમાંના એકનું નામ ‘જૅક્રેસાર્દ’ હતું. અમે તે મકાનને જાણીતું કહ્યુ તે એ અર્થમાં કે, ઘરબાર વિનાનાંને સસ્તામાં પડી રહેવાના અડ્ડા તરીકે એ ઘણાને જાણીતું ગણાય. દરેક શહેરમાં, પણ ખાસ કરીને તે બંદરોએ, વસ્તીની નીચે ઠરતા ગાટ જેવાં કેટલાંક માણસા હોય છે: પેાલીસે પણ પકડી ન શકે તેવા ભામટા, કાયમ ધંધા-રોજગાર વિનાનાં રહેતાં માણસા, દરેક પ્રકારનાં ચીંથરાં અને તેમને પહેરવાની દરેક રીત અજમાવનારાં કંગાલા, અપ્રમાણિકતામાં નિષ્ફળ નીવડેલા, દેવાળિયાઓ, જેમણે ડંખવાનું બંધ કર્યું છે એવા અંતરાત્મા, ઘર-ફાડ ચારી કરવામાં નિષ્ફળ નીવડેલા પામરો, અનિષ્ટ-દુરાચાર-ભ્રષ્ટતા જ આચરતાં રહેતાં સ્ત્રી-પુરુષો - જેમના દરેક પ્રકારનો સંકોચ દૂર થઈ ગયો છે અને જેમની માણસ
૮૩
Page #109
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-બલિદાન તરીકેની બધા પ્રકારની કિંમત પણ રદ થઈ ગઈ છે, કંગાળ બની રહેલા અને હવે કોઈ બદમાશી અજમાવી શકે તેવા ન રહેલા હરામખો, સામાજિક જીવનમાં નિષ્ફળ નીવડેલા, પહેલાં અકરાંતિયું જમનારા અને હવે ભૂખે મરતા થઈ ગયેલાઓ – એવાં એવાં માણસ. એમની માનવ બુદ્ધિમત્તા જાનવરની કક્ષાએ ઊતરી ગયેલી હોય છે. આત્માઓને ઉકરડો જ જોઈ લો ! એક ખૂણામાં તે ભેગે થયે જાય છે. જેની ઉપર ઉપર થઈને કોઈ કોઈ વાર પોલીસની સાવરણી ફરી વળે છે.
સેંટ મેલામાં જેસાઈ એવો ઉકરડો ભેગો થવા માટેનો ખૂણો હતે.
આવા ઉકરડામાં બુદ્ધિ તેમ જ અજ્ઞાનની મોટી પેદાશો જેવા અઠંગ ગુનેગાર, ડાકુઓ કે ખૂનીઓ નથી હોતા. કોઈ ખૂની હેય તે પણ પીધેલી અવસ્થામાં પાશવી મારપીટ કરનારો જ! લૂંટફાટ કરનારો પણ નાની ચોરીની કક્ષાની બહાર નીકળેલ ન હોય. અહીં તમને રખડતો ભામટો મળે– ડાકુ નહિ.
આ અડ્ડાઓમાં આવવાની દરેક જણને છૂટ હોય છે. નિષ્ફળ નીવડેલા પ્રમાણિક માણસને પણ એનો આશરો લેવો પડે છે. સદ્ગુણ અને સદાચારને પણ ચડતી-પડતી ક્યાં અનુભવવી પડતી નથી હોતી?
જેકેસાઈને મકાન કરતાં આંગણું વધારે કહેવું જોઈએ અને આંગણા કરતાં પણ કૂવો! શેરી ઉપર તો એને નીચા બારણાવાળી દીવાલ જ હતી. ઉલાળ ઉપાડી બારણું ઉઘાડો, એટલે એક આંગણે આવે. એ આંગણાની વચ્ચે એક પહોળો ખાડો હતો – જેની આસપાસ જમીનની સમતળ રહે એવી પથ્થરની કિનાર હતી. એ એક જંગી કૂવો હતો. જંગી એ અર્થમાં કે, આંગણું નાનું હતું અને કૂવો મોટો હતો. તે
આંગાણું ખંડું હતું, અને શેરી ઉપરની દીવાલ બાદ કરતાં બીજી ત્રણે બાજએ તેને સાંકડી ઓસરી હતી. અર્થાતુ વચ્ચેના કુવાનો ભાગ જ ખુલ્લો રહેતો હતો. એ ઓસરી નીચે કૂવાની કિનારની ગોળ
Page #110
--------------------------------------------------------------------------
________________
ફરતે પરાળ વગેરેની પથારીઓ જેવું પાથરી રાખેલું હોતું. એ પથારીમાં સૂએ, તે પડખાં ફેરવી આળોટવા માટે તે એક આંગળ જેટલી જગા પણ ફાલતુ ન મળે, અને પગ તો કુવની કિનાર સુધી જ પહોચે. વરસાદમાં પગનાં તળિયાં પલળતાં રહે. એવી એક પથારીમાં માત્ર રાતે સૂવા આવવા બદલ દર અઠવાડિયે બે સૂ* આપવા પડે.
લોકો એ પથારીમાં રાતે સૂઈ જાય અને સવાર વાવતા વાય. કેટલાક તે રાતે આવીને ઘૂસી જાય અને સવારના પૈસા આપ્યા વિના જ વિદાય થઈ જાય. ઘણાંએ તો દિવસ દરમ્યાન કશું ખાધુ જ ન હોય. અનેક પ્રકારના દુરાચાર, અનેક પ્રકારની ભ્રષ્ટતા તથા અનેક પ્રકારના રોગ અને ચેપ ત્યાં સ્ત્રી-પુરુષના જાતીય ભેદ વિના ભેગા સૂઈ રહે!
કૂવા ઉપર છાપરું ન હોવાથી વરસાદનું તથા નેવાંનું પાણી તેમાં જ જાય. અને કૂવાને જરા પણ ઊંચી કિનારી ન હોવાથી આસપાસનો કચરો કે ગંદકી પણ એમાં જ જાય. કુવો ત્રીસ ફૂટ ઊંડે હતો, અને તરસ્યાંને તેમાંથી વગર કિંમતે પીવાનું પાણી મળી રહેતું. જિંદગીથી જે કંટાળ્યું હોય, તેને તેમાં પડીને આત્મહત્યા કરવાનું પણ મફત જ મળતું.
એ ઓસરાના ઉપર ત્રણે બાજુએ એક માળ હતો, અને માળ ઉપર ત્રિકોણિયું. એ માળમાં કોઈ બારીને કાચ ન હતો કે ચોકઠામાં બારાણું ન હતું. બધું જ બહારનાં હવા-પાણીને અંદર અવર-જવર કરવા માટે ખુલ્લું હતું. ઉપરના માળમાં જરા કાયમી ગણાતા ભાડવાતો રહેતા હતા અને મકાન-માલિકણ પોતે પણ. ભાડવામાં એક કોલસાને વેપારી હતી, જે ભાડા પેટે અવારનવાર મકાન માલિકણને કોલસા આપતો હત; એક ચીંથરાં ભેગાં કરનાર હતા, જે દર અઠવાડિયે ભાડા પેટે મકાનમાલિકણનાં મરઘાંબતકાં માટે દાણા આપતો; અને ત્રીજો
* ૨૦ સૂને એક કાંક; અને ૨૫ ક્રાંકનો એક પાઉંડ અર્થાત ૧૫ રૂપિયા ગણુએ, તો બે સૂના લગભગ છ પૈસા થાય.
Page #111
--------------------------------------------------------------------------
________________
પ્રેમબલિદાન ભાડવાત કવિ-કીમિયાગર હતું, તે છાપરા નીચેના ત્રિકોણિયામાં રહેતા હતે. કીમિયાગર ભાડા પેટે કશું આપતન હતો – પણ સોનું બનાવવા માટે ઘરમાંથી જે કંઈ લાકડું હાથમાં આવે તે બાળી નાખ. માનમાલિકણ જુવાન સુંદર બાઈ હતી. તેને વિષે કીમિયાગર કવિતાઓ બનાવતે, એટલે એ બાઈ તેના ઉપર ખુશ રહેતી. એ બાઈને એક પગ લાકડાને હતો.
શેરી ઉપરની દીવાલમાં આંગણામાં દાખલ થવાના નીચા બારણાની જમણી બાજુએ ભીંતમાં એક બાકું પાડી દુકાન બનાવવામાં આવી હતી. અંદરની બાજુએ આંગણામાંથી એટલી જગા ભીંત ભરી લઈ ઓછી કરવામાં આવી હતી. એ દુકાનની બહાર પાટિયા ઉપર કયુરિયોસિટીઝ’ (જૂની-પુરાણી નવાઈની ચીજો) એવું લખેલું હતું. જોકે, એ નવાઈની પુરાણી ચીજોમાં કાના વિનાનાં કે પકડ વિનાનાં થોડાં ચિનાઈ વાસણો, અહીંતહીં ફાટેલી એક ચીની છત્રી, લોખંડના ટુકડા, ઘાટ વિનાના પથ્થરો, પુરુષોની તથા સ્ત્રીઓની ભાગેલી-તૂટેલી હેટો, તણ-ચાર શંખલા, જૂનાં હાડકાંનાં કે પિત્તળનાં બટનોનાં ખોખાં, રાણીની છબીવાળી તપખીરની એક જૂની દાબડી, અને જૂના લેખકનું એંજિબ્રાનું અધૂરું પુસ્તક–એવી સામગ્રી જ હતી.
દુકાનમાંથી પાછલે બારણે થઈ પેલા વાવાળા આંગણામાં જઈ શકાતું. દુકાનમાં લક્કડ-પગી મકાન-માલિકણ પોતે બેસતી. તેમાં એક ટેબલ અને એક સ્કૂલ મૂકેલાં હતાં.
કલુબિન લૉબર્ન-જ્યો વીશીમાંથી જેમ આખી મંગળવારની સાંજ ગેરહાજર રહ્યો હતો, તેમ ફરીથી બુધવારની સાંજે પણ ગેરહાજર રહ્યો.
એ સાંજે બે જણા અંધારું થયે જેસાર્દ મકાન પાસે આવ્યા. એક બારી ઉપર ટકોરા માર્યા. તરત પેલી લક્કડ-પગીએ હસતાં હસતાં બારણું ઉઘાડ્યું. ટેબલ ઉપર મીણબત્તી સળગતી હતી.
ટકોરા મારનારે માલિકણને કહ્યું, “હું પેલી વસ્તુ માટે આવ્યો છું!”
Page #112
--------------------------------------------------------------------------
________________
જે સાદ બાઈ જરા હસીને પાછલે બારણેથી આંગણામાં ગઈ અને ત્યાંથી એક માણસને લઈને પાછી આવી.
પેલાએ અંદર આવીને પેલા બેમાંથી એક જણને પૂછયું, “ તમે જ બંદૂક-ગર છો?”
“હા, અને તમે પેલા પેરીસિયન છો?”
“તો પેલી ચીજ બતાવો.”
પેલાએ તરત પોતાનાં કપડાંમાંથી એક નવી ચળકતી રિવોલ્વર કાઢીને બતાવી. પેલા બે આગંતુકો તેને તપાસવા લાગ્યા. પેલો બંદૂકગર આ મકાનનો ભોમિયો લાગતો હતો; તેણે એ રિવોલ્વર હાથમાં થોડી રમાડીને પોતાની સાથેના બીજા માણસને જોવા આપી. તે માણસ આ શહેરનો અજાણ્યો લાગતો હતો અને મીણબત્તી તરફ પીઠ રાખીને ઊભો હતો.
બંદુક-ગરે પૂછયું, “કેટલા પૈસા લેવાના છે?” “હું હમણાં જ તેને અમેરિકાથી લેતો આવ્યો છું.” “કેટલા પૈસા ?”
એને છ નળીઓ છે, અને તે ગોળ ફરે છે.” “કેટલા પૈસા ?” “એક એક નળી દીઠ એક, એટલે છ નળીના છ લૂઈ*.' “પાંચ લેવા છે ને?” “અશકય; એક નળીનો એક લૂઈ.” “પણ વેચવી હોય તો વાજબી કિંમત જ કહેવી જોઈએ. “મેં વાજબી કિંમત કહી છે, તપાસી જુઓ!
પણ તમારે તો એ શસ્ત્ર પાસે રાખવા કરતાં કાઢી નાખવું વધારે હિતકર ગણાય, એટલું તો સમજો છોને? માટે પાંચ લૂઈથી માની જાઓ.”
જ એક લઈ = ૨૦ ક્રાંક.
Page #113
--------------------------------------------------------------------------
________________
પ્રેમબલિદાન “ ખરી વાત છે; નાગરિક, જ એ શસ્ત્ર રાખી શકે. પણ હું એ અનોખી ચીજને સસ્તામાં કાઢી નાખી એની બેકદર કરવા નથી માંગતો. એ નવી શોધ છે.”
“ઠીક ઠીક, તમારે પાંચ લૂઈ અને ત્રણ ક્રાંકે માનવું છે?” “મેં છ કહ્યા છે.
હવે પેલો મીણબત્તીને પીઠ કરીને ઊભેલો માણસ વચ્ચે પડ્યો. તેણે કહ્યું, “હું છ લૂઈ આપી દઉં છું અને આ રાખી લઉં છું.”
બીજે દિવસે એટલે કે ગુરુવારે એક કરુણ ઘટના સેંટ મૅલોથી થોડે દૂર આવેલા એક ખડક ઉપર બની.
એ ઊભડક ખડક આગળ દરિયો ખૂબ ઊંડો હતો. તે ખડક ઉપર પાછલે પહોરે ચાર વાગ્યે લશ્કરી ઝભ્ભો પહેરેલો એક માણસ હાથમાં દૂરબીન લઈ દૂર સ્થિર ઊભેલા અથવા બહુ ધીમી ગતિએ આગળ વધતા એક જહાજ ઉપર નજર રાખી રહ્યો હતો. આ માણસ કોસ્ટગાર્ડ (કિનારાનો ચોકીદાર) હતો અને તેને પેલા જહાજની હિલચાલ શંકાભરી લાગતી હતી.
થોડી વારમાં તો એ જહાજ પાસેથી એક કાળું ટપકું છૂટું પડી આ ખડક તરફ આવવા લાગ્યું. એ કાળું ટપકું દરિયા ઉપર તો કીડી જેવું દેખાતું હતું, પણ તે નાની હોડી હતી અને તેમાં બેઠેલા ખલાસીઓ તેને જોરથી હલેસાં મારતા હતા. પેલો ચોકીદાર હવે ખડકની ધાર તરફ વધુ નજીક જઈ, એ હોડીનું વધુ બારીકાઈથી નિરીક્ષણ કરવા લાગ્યો.
તે જ વખતે એ ચોકીદારની પાછળના ખડક પાછળ છુપાઈ રહેલો એક ઊંચો માણસ ધીમેથી બહાર આવ્યો. તેણે દબાતા-છુપાતા પેલા ચોકીદારની પાછળ જઈ જોરથી તેને એવો ધક્કો લગાવ્યો કે પેલો ચીસ પણ પાઇ શકે તે પહેલાં ઊંધે માથે સીધો દરિયામાં જઇને પડયો. પિલો ઊંચો માણસ હવે ખડકની કિનાર ઉપર જઈ, નીચો નમી જોવા લાગ્યો કે, પેલો પાછો પાણીની ઉપર નીકળે છે કે નહિ. પરંતુ થોડી વાર બાદ
Page #114
--------------------------------------------------------------------------
________________
*>>*& – '101]Polà àાહુdy Ll}, pan pahle fb a ep®© Lê Plaime
Page #115
--------------------------------------------------------------------------
________________
Page #116
--------------------------------------------------------------------------
________________
જેસાદ પાણી ઉપર કાળા રંગનું એક ધાબું બહાર આવ્યું. પેલાને ખાતરી થઈ કે, અંદર પડતી વખતે પેલાનું માથું પાણી નીચેના ખડક સાથે અફળાઈને ફાટી ગયું છે એનું આ લોહી છે. તે હવે નિરાંતે એક ગીત ગાવા લાગ્યો.
પણ એટલામાં તેની પાછળથી એક ધીમો અવાજ આવ્યો, “રે તે છે કે? ગૂડન્ડે; તમે હમણાં જ એક માણસ મારી નાખ્યો : છસો ઓગસીસ નંબરનો સરકારી કોસ્ટ-ગાર્ડ. પોતાની પાછળ તે એક પત્ની અને પાંચ બાળકો મૂકી ગયો છે.”
પેલાએ ચેકીને પાછળ વળીને જોયું તો સામે રિવોલ્વર હાથમાં પકડો, કલુબિન ઊભેલો.
રેતે તરત તેને ઓળખી ગયો; તે બોલ્યો, “ગૂડન્ડે, સ્યુ કલુબિન.” “મને ઓળખી કાઢયો, શું?”
તમે પણ મને ઓળખી જ કાઢયો ને! ઠીક, તો હવે હું તમારી શી સેવા બજાવી શકે વારુ?” એમ કહીં તે જરા આગળ વધ્યો.
તરત જ કલુબિને રિવોલ્વરના ઘોડા ઉપર આંગળી સહેજ દબાવીને કહ્યું, “ત્યાં દૂર જ ઉભા રહેજો, રે; નહીં તો આ ઇ-નાળી રિવોલ્વર છે, અને એમાં ખાલી દારૂ ભર્યો હશે તો પણ એ ફૂટતાં વેંત જ આસપાસથી બીજા કોસ્ટગાર્ડે અહીં દોડી આવશે. અહીંથી જમણે હાથે ૬૧૮ નંબરનો કૉસ્ટ-ગાર્ડ ત્રણસોએક ડગલાં જ દૂર છે અને ડાબે હાથે આખું જકાતી થાણું છે. આ આખો ખડક તરત ઘેરાઈ જશે.”
* “ તમારા હાથમાંના હથિયાર આગળ માણસ નાના બાળક જેવો નબળો બની રહે છે.”
રે તે તમે જે ખૂન અત્યારે કર્યું છે, તે પેલા હોડીવાળાઓએ જોયું હોય, તો તેઓ પણ ઊલટા તમને પકડાવવામાં જ મદદ કરવા લાગે. કૅપ્ટન ઝયુએલા તમને પોતાના વહાણમાં પરદેશ લઈ જાય તે બદલ તમારે તેને દશ હજાર ક્રાંક આપવાના છે, તેમાંથી પાંચ હજાર તો તમે એડવાન્સ આપી દીધા છે. તમે પકડાઈ જશો, તો તમારા એ પાંચ હજાર કૂક નકામા જશે. એટલે તમે જે અમેરિકન બ્રિચિસ પહેયાં છે,
Page #117
--------------------------------------------------------------------------
________________
પ્રેમબલિદાન તેમાંના એક ખીસામાં ઘડિયાળ છે અને બીજામાં સિપ્રગથી ખૂલતી એક ડબ્બી છે. તે ડબ્બી એ ખીસામાંથી કાઢીને મને આપી દો.”
“પણ એ તો તમે ચોરી જ કરો છો, એમ કહેવું જોઈએ.” “તો તમે કોસ્ટગાર્ડને બોલાવીને એ વાત જણાવી શકો છો.”
“પણ મેસ કલુબિન, આપણે કંઈક સમાધાન ઉપર આવીએ તો કેમ? હું તમને અર્ધી રકમ આપી દેવા તૈયાર છું.”
તે તમે મને શું ધારી લીધો? હું પ્રમાણિક માણસ છું. ઉપરાંત, તમે જેને “ચોરી' કહી, એને હું “મૂળ માલિક પાસેથી તમે ચોરેલી રકમ તેને પાછી આપવી’ એમ કહું. દશ વર્ષ અગાઉ તમે રાતોરાત ગ્યર્નસી છોડ્યું ત્યારે તમે મેસ લેથિયરીની કૅશ-બૉક્સમાંથી પચાસ હજાર ફ્રાંક તમારા તો લીધા જ, પરંતુ સાથે મેસ લેથિયરીની માલિકીના પચાસ હજાર પણ ઉઠાવ્યા. એ પચાસ હજારના ચક્રવૃદ્ધિ વ્યાજે દશ વર્ષમાં ૮૦ હજાર છસો છાસઠ ફ્રાંક અને છાસઠ સેન્ટાઇમ થાય. ગઈ કાલે તમે ચલણ બદલી આપનાર પાસે ગયા હતા. તેનું નામ હું જાણું છું અને તે સેન્ટ વિન્સેન્ટ સ્ટ્રીટમાં રહે છે. તેને તમે ૭૬ હજારની ફ્રેંચ બેંક-નોટો આપી અને તેણે તમને એક એક હજાર પાઉંડની એક એવી ત્રણ ઇંગ્લિશ બૅક-નોટો આપી, તથા ઉપર થોડું પરચૂરણ. એ બેંક-નોટો તમે તમારી આ સ્પ્રિંગ-બૉકસમાં મૂકેલી છે. તેમની કિંમત ૭૫ હજાર ફાંક થાય. મેસ લેથિયરી વતી હું એટલી રકમથી સંતોષ માનીશ, અને તમે ચોરેલી રકમ ચૂકતે થયેલી ગણીશ; હું કાલે જ ગ્યર્નસી જવા ઊપડવાનો છું; એ નોટો સાથે લઈ જઈને હું તેમને આપી દઈશ. રે, સામે ટેમોલિપસ જહાજ ઊભું છે. તમારી ટૂંકો તો તમે ચડાવી દેવરાવી છે. તમારે ફ્રાંસ છોડીને ચાલ્યા જવું છે. આ હોડી તમને લઈ જવા માટે જ આવે છે. તમને ફ્રાંસ છોડવા દેવું કે તમને અહીં રોકી રાખવા, એ મારા હાથમાં છે. માટે વધુ બોલ્યા વિના પેલી સ્પ્રિંગ-બોકસ કાઢીને મને સોંપી દો.”
Page #118
--------------------------------------------------------------------------
________________
સાદર
રૅતે એ તરત પેલી બૉકસ કાઢીને લુબિન તરફ ફેંકી. ક્યુબિને રૅતેને પોતાની તરફ પીઠ ફેરવીને ઊભા રહેવા કહ્યું. તે એમ ફ્ય ઍટલે ક્યુબિને નીચા નમી એ ડબ્બી લઈ લીધી અને તેને ઉપાડી તેમાં પેલી ત્રણ નોટો છે કે નહિ તેની ખાતરી કરી જોઈ. તેમાં વધારાની એક દશ પાઉંડની નોટ પણ હતી. તે નોટ તેણે કાઢી લીધી અને ડબ્બી વાસીને પોતાના ખીસામાં મૂકી દીધી. પછી પેલી દશ પાઉંડની નોટ એક કાંકરામાં વીંટીને, તેણે રૅ તેને પાછું પોતાની સામું માં કરવા કહ્યું. પેલો પાછો ફર્યો એટલે કલુબિને દશ પાઉંડની નોટ વીંટાળેલો કાંકરો તેના તરફ નાખ્યો અને કહ્યું, આ વધારાના દશ પાઉંડ તમને પાછા આપું છું. મેં કહ્યું એમ મને ત્રણ હજાર પાઉંડથી જ સંતોષ છે. ” રતે એ ગબડતો આવતો નોટ સાથેનો એ કાંકરો લાત મારી દરિયામાં ઉછાળી દીધો.
..
તમારી મરજી; દશ પાઉંડ લાત મારીને ઉછાળી શકો એવા તમે તવંગર હોવા જોઈએ. મને એ જાણી આનંદ થયો.
પછી હોડી આવીને ખડક નીચે ઊભી રહેલી જોઈ લુબિને તરત તેને નીચે ઊતરી જવા કહ્યું. રેતે તરત જ સડસડાટ નીચે ઊતરી ગયો. ખડકની એ બાજુએ દરિયાએ જ ઊંચાં નીચાં પગથિયાં જેવું કોતરકામ કરેલું હતું.
66
પેલા કોસ્ટ-ગાર્ડના હાથમાંનું દૂરબીન તેના હાથમાંથી ઊછળીને પાસે જ પડેલું હતું. કલુબિને તે ઉઠાવી લીધું.
""
રતે હોડીમાં બેઠો એટલે હોડી જહાજ તરફ પાછી ફરવા માંડી. ૐ તે એ કબિનને દૂરબીન વડે પોતાની તરફ જોતો જોયો એટલે તરત તેણે ઊભા થઈ બૂમ પાડીને કહ્યું —
..
“સ્યુ લુબિન તમે પ્રમાણિક માણસ છો જ; પરંતુ, ટૅમોલિપસ જહાજમાં ગ્યર્નસીનો એક ખલાસી છે, તે ઝયૂએલા જ્યારે આ મુસાફરીએથી પાછો ફરશે, ત્યારે તેની સાથે પાછો ફરવાના છે,” તેની સાથે હું મેસ
Page #119
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-બલિદાન લેથિયરીને કાગળ લખીને ખબર આપીશ કે, તમે તેમના વતી મારી પાસેનો હિસાબ ચૂકતે કરી લીધો છે.”
તે રાતે પણ સ્યુ કલુબિન મોડો જ પાછો ફર્યો.
તેને આજે મોડું થવાનું એક કારણ એ હતું કે તેણે એક પ્રખ્યાત દારૂની દુકાને જઈ જલદ બ્રાન્ડીની એક બાટલી ખરીદી હતી. બાટલી તેણે પોતાના કોટના મોટા ખીસામાં છુપાવીને મૂકી દીધી. પછી દુરાંદે બીજા દિવસે ઊપડવાનું હોવાથી, તે ત્યાં જઈ, બધું બરાબર છે કે નહિ એ જોઈ આવ્યો.
સ્યુ કલુબિન જ્યારે લૉબર્ન-જ્યાં વીશીમાં પાછો આવ્યો, ત્યારે નીચેના ઓરડામાં પેલો જાણીતો કપ્તાન જન્હેં-જબૂરો એક્લો જ બેઠેલો
હતો.
સ્યુ કલુબિનને આવેલો જોઈ તેણે કહ્યું, “ગૂડ-ઇવનિંગ, કેપ્ટન
કલુબિન."
ગૂડ-ઇવનિંગ, કેપ્ટન જ.” “ટેમોલિપસ જહાજ ઊપડી ગયું.” “એમ? મને એ વાતનો ખ્યાલ જ ન હતો.” “ઝક્યૂએલા પણ ગયો.”
કયારે?” “આજે સાંજે.” “કઈ તરફ?”
ચિલિના એરેકિયા તરફ.”
“ઠીક તો હું સૂવા જાઉં છું.” એમ કહી કલુબિન મીણબત્તી સળગાવી પોતાના કમરા તરફ ચાલવા લાગ્યો, પણ તરત થોભીને તેણે પૂછ્યું, “કેપ્ટન જમેં, તમે કદી ઍકિયા ગયા છો?”
“હા ઘણાં વરસ પહેલાં.”
Page #120
--------------------------------------------------------------------------
________________
તે તરફ જતાં જહાજો સામાન્ય રીતે વચ્ચે કયાંય બંદર કરત જાય છે?”
દરેક ઠેકાણે; પણ ટેમોલિપસ જહાજ તો કોઈ બંદરે નહિ થોભવાનું; તે તો સીધું ચીલી જ પહોચવાનું ”
“અર્થાત તેના ઉપરથી આખી મુસાફરા દરમ્યાન કશા સમાચાર અહીં ન પહોંચાડી શકાય ખરું ને ?”
“માફ કરજો, કેપ્ટન કલુબિન, આ જહાજ ભલ બદર ન કર, પણ વચ્ચે મળતાં યુરોપ જતાં જહાજો મારફતે તે ટપાલ પહોંચાડી શકે. ઉપરાંત મહાસાગરની ટપાલ-પેટી તો છે જ.”
“મહાસાગરની ટપાલ-પેટી?”
“હા, તમે જાણતા નથી? મૅગેલનની સામુદ્રધુની પસાર કરીને આગળ વધતાં ખૂબ તોફાનો નડે છે. ત્યાં સઢ-બઢ સમારી કરી, પોર્ટ ઍનની ફરતા આગળ વધીએ, એટલે સો ફૂટ ઊંચા એક ખડક ઉપર મોટો થાંભલો દેખાય છે. તેના ગળામાં એક મોટું પીપ બાંધેલું છે. તેના ઉપર અંગ્રેજી ભાષામાં “પોસ્ટ ઓફિસ' શબ્દ લખેલો છે. જો કે એ ઇંગ્લેન્ડની મિલકત નથી; એ બધા દેશોની સહિયારી મિલક્ત છે. ત્યાંથી પસાર થતાં બધાં જહાજો એક હોડીને તે તરફ મોકલે છે. તે હોડીવાળા પોતાની ટપાલ એ પીપમાં નાંખી આવે છે. અને તેમાં પડેલી ટપાલ પોતે જતા હોય તે તરફની હોય તો લેતા આવે છે. આમ ત્યાં થઈને જતાં આવતાં બધાં જહાજો એ સેવા બજાવે છે અને એ સેવાનો લાભ લે છે.”
“ભારે વિચિત્ર કહેવાય !” કલુબિન, જરા બેધ્યાનપણે બોલી બેઠો. “તો શું કેપ્ટન કલુબિન તમે કાલે ઊપડો છો?”
“હા, કાલે જ ઊપડવાનો દિવસ છે, અને સવારના પહોરમાં જ દુરાંદે ઊપડવાનું.”
તમારી જગાએ હું હોઉં, કેપ્ટન કલુબિન, તો હું કાલે ન જ ઊપડું! કારણ કે કૂતરાંની રૂવાંટી ભીની ભીની લાગે છે; છેલ્લી બે
Page #121
--------------------------------------------------------------------------
________________
૪
પ્રેસ-અલિદાન
રાતોથી દરિયાઈ પંખીઓ દીવાદાંડીના દીવાની આસપાસ ભમ્યા કરે છે. એ બધી બહુ ખરાબ નિશાનીઓ છે. અળસિયાં જમીનમાંથી બહાર આવવા લાગ્યાં છે; માખો ડંખ મારે છે, અને મધમાખો પૂડામાંથી બહાર નીકળતી નથી. દૂરદૂરના ઘંટોનો અવાજ સંભળાય છે; ઉપરાંત આજે સૂર્યાસ્ત પણ બહુ મેલો દેખાતો હતો. એ બધા ઉપરથી હું કહી શકું છું કે, આવતી કાલે સખત ધુમ્મસ ઊતરશે. માટે મારી સલાહ છે કે, તમારે કાલે ન ઊપડવું. મને તોફાન કરતાં ધુમ્મસની બીક વધુ લાગે છે. કારણ કે, ધુમ્મસ એ બહુ છેતરામણી વસ્તુ છે. ”
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૮
દુદ્વે ખડકા ચેનસીની દક્ષિણે દરિયામાં પાંચ લીગ જેટલે દૂર,
પ્લેઇનૉન્ટ પૉઇન્ટની સામે, લા માંશે અને સૅન્ટ મૅલો ટાપુઓની વચ્ચે ખડકોનું એક જૂથ છે–દુવ્રે નામનું. એ બહુ જોખમભરેલા ખડકો છે.
સામાન્ય રીતે વધુ જવરઅવરવાળા દરિયાના ખડકો નિર્જન નથી હોતા. કયાંક દાણચોરોનો અડ્ડો હોય તો કયાંક જકાતીખાતાના અમલદારોનો; અને માછીમારો તથા શિકારીઓની અવરજવર તો હોય જ. પરંતુ વ્રે આગળ કોઈ જીવતું માણસ ન હોય! બહુ તો દરિયાઇ પંખીઓ ત્યાં ટોળાબંધ હોય.
લા માંથેના જોખમકારક દરિયામાં વ્રે જેવા ભયજનક ખડકો બીજા કોઈ નથી. ગ્યર્નસી અને સર્ક વચ્ચેનો પેટર-નોસ્ટર ખડક બહુ કારમો છે ખરો; પણ ત્યાંથી નિશાની કરીને મદદે કોઈને બોલાવી શકાય. પરંતુ દુવ્રે ઉપરથી એની પણ આશા નહી; મારગ ભૂલ્યા સિવાયનું કોઈ એની સરસું જાય જ નહિ. ગ્રેનાઈટના એ ખડકો જેવા જંગી છે, તેવા જ કારમા છે: ચારે તરફ સીધી કરાડો અને નીચે ભયંકર બખોલો. ખુલ્લા દરિયામાં એ ખડકો આવેલા છે. આસપાસનું પાણી ખૂબ જ ઊંડું છે. છેક જ અલગ પડી ગયેલા અને અવરજવર વિનાના એ ખડકો નીચેનાં પોલાણોમાં અને ગુફાઓમાં વિચિત્ર અને ભયંકર દરિયાઈ પ્રાણીઓનો પણ ઝમેલો ભેગો થાય છે. મોટામોટા જળહાથીઓ એકબીજાનો ગ્રાસ કરતા ત્યાં રહે છે. માણસની નજરને ટાળતાં અને તેથી જ માણસની નજરે ન પડેલાં વિચિત્ર જળચર પ્રાણીઓ પણ ત્યાં વસતાં હોય છે.
પ
Page #123
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-બલિદાન દૂરથી જાણે કોઈ જંગી જળચર હાથીના બે ઊભા દંતૂશળો પાણીની સપાટીની ઉપર નીકળ્યા હોય તેવો દુ ખડકોનો દેખાવ હતો. એ દંકૂશળો છેક ઉપરની ટોચ આગળથી એકબીજાને લગભગ અડતા હોય એટલા નજીક આવેલા હતા. એ ખડકોની નીચે પાણીમાં આવેલી જળચર રાક્ષસોની નગરીના પ્રવેશદ્વાર જેવા એ બે દંકૂશળો ગણાય !
આ જોડિયા દંકૂશળો જ દુર્ઘ-ખડકો તરીકે ઓળખાતા. અલબત્ત, તેમાંનો મોટો ૬૦ ફૂટ ઊંચો હતો, તેને “મોટો દુ' કહેતા અને બીજો ૪૭ ફૂટ ઊંચો હતો તેને “નાનો દુ” કહેતા. પણ એ બે ઉપરાંત એ ખડક-માળમાં બીજા અનેક ખડકો છે.
તેમાંના એક વિચિત્ર ખડકનું નામ હોમે (મનુષ્ય') છે. ગયા સૈકામાં કેટલાક માછીમારો રસ્તો ભૂલી ત્યાં જઈ પહોંચ્યા હતા. તે ખડકની ટોચ ઉપર તેમણે માણસનું મડદું પડેલું જોયું હતું. તેની આસપાસ કેટલાંય દરિયાઈ શંખલાં-છીપલાં પડ્યાં હતાં, અર્થાત આ ખડકને અથડાઈ તૂટેલા જહાજમાંથી બચેલા કોઈ માણસે ત્યાં આશરો લીધેલો, અને આવાં બધાં શંખલાં – છીપલાંનાં જંતુઓ ખાઈને જિવાય તેટલું જીવવા તેણે પ્રયત્ન કરેલો; પણ તે દરમ્યાન કાંઈ મદદ આવી ન મળવાથી છેવટે ને મરી ગયો હશે. એ ખડકનું નામ તેથી લ'હોમ પડ્યું હતું.
આવા નિર્જન વેરાન ખડકોનો મહાસાગરમાં શો ઉપયોગ હશે, એ કોણ કહી શકે? ત્યાં જે બનતું હોય કે થતું હોય તે જાણવાનો માણસને પણ કશો રસ હોતો નથી. દુર્ઘ ખડકો આવા એકલ-વાસી છે. તેમની આસપાસ નજર પહોંચે ત્યાં સુધી કેવળ વમળે ચડેલું અફાટ પાણી જે દેખાય છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૯
બ્રાન્ડીની અણુધારી ખાટલે
૧
રવારે સવારે, એટલે કે
‘ મેાલિપસ ’ જહાજ ચિલિ જવા ઊપડી ગયું તેને પછીને દિવસે, દુરાંદે પણ ગ્યર્નસી જવા ઊપડયું. બરાબર નવ વાગ્યે તેણે સેંટ મૅલો છોડયું. આબોહવા માફકસર હતી. ધુમ્મસ જરાય ન હતું. આગલી રાતે બુઢ્ઢો કપ્તાન જત્રે-જબૂરો આજે ધુમ્મસ ઘેરાવા વિષે કેવી અર્થહીન આગાહીઓ કરતો હતો !
સ્યુ લુબિન બીજાં કામોમાં એટલો વ્યસ્ત રહ્યો હતો કે, આ વખતે દુરાંદેમાં ચડાવવાના માલની ઠીક ઠીક ઘરાકી તેણે ખોઈ હતી. પૅરીસથી આવેલી સેન્ટ-પિયરે બંદરના ફૅન્સી સ્ટોર્સ માટેની થોડી ગાંસડીઓ અને ગ્યર્નસી હૉસ્પિટલ માટેની થોડી પેટીઓ જ તેણે લીધી હતી. પોતે જે માલ ગર્નસીથી લાવેલો તેમાંથી જકાતી અફસરોએ ઉતારવા ન દીધેલો થોડો માલ પણ તે પાછો લઈ જતો હતો—– ખાંડની એક પેટી તથા કૉંગો-ચાની ત્રણ પેટીઓ.
સ્યુ કલુબિને આ વખતે થોડાં જ ઢોર—કેટલાક બળદો જ– – દુરાંદે ઉપર ચડાવ્યા હતા. તેમને પણ ભંડકિયામાં બેદરકારીથી જ ભરવામાં
આવ્યા હતા.
એ ઉપરાંત છ મુસાફરો હતા —એક ગર્નસીનો માણસ, સેંટ મૅલોના બે ઢોર-વેપારી, એક ‘ટુરિસ્ટ ’(જોવા-ફરવા નીકળેલો), પૅરીસ તરફનો એક ટ્રાવેલિંગ – સેલ્સમૅન, અને બાઇબલો વહેંચવા આવેલો એક અમેરિકન,
➖
ડૉ. ૭
૨૭
Page #125
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-બલિદાન દુરાંદે ઉપર બીજા સાત ખલાસીઓ હતા – સુકાની, કોલસાવાળો, જહાજી સુતાર, રસોઇયો, બે બૉઇલર-સંભાળનારા, અને એક કૅબિનબૉય (ફેરાફાંટા ખાનારો નોકર). પેલા બે બૉઇલરવાળાઓમાંનો એક એંજિનિયર હતો. એ ડચ-હબસી હતો અને સુરિનમના શેરડીના બગીચાએમાંથી ભાગી આવેલો હતો. પણ તે બહુ બહાદુર તથા બુદ્ધિશાળી હતો. તેનું નામ ઇંબ્રાન્કમ હતું. તે દુરાંદેના એંજિનનો પાકો સમજદાર હતો અને બહુ કાળજીથી તેની સંભાળ રાખતો.
જે સુકાની હતો તે જર્સીમાં જન્મેલો કુલીન-ખાનદાન ગણાતા વર્ગનો હતો. લા માંશે ટાપુમાં પણ ઇંગ્લેંડની પેઠે કુલીનતા–ખાનદાનીની બોલબાલા ભારે છે. વસ્તીના માણસોમાં પોતાનો ક્રમ તેઓ બરાબર જાણતા હોય છે. ભારતમાં તેમ જ જર્મનીમાં પણ જ્ઞાતિ-પતિની આવી ઊંચનીચતાના ખ્યાલો સરખા જ છે.
ખાનદાની તલવારથી મેળવી શકાય છે અને મજૂરી કરવાથી જતી રહે છે. આળસુપણે કામકાજ ન કરો, તો જ તમારી ખાનદાની સચવાઈ રહે. કશું કામકાજ ન કરવું એટલે જ ખાનદાનીથી જીવવું જેને કંઈ પણ શરીરશ્રમ કરવો ન પડે, તેને જ કુલીન તરીકે માન મળે. વેપારધંધો કરવા માંડો એટલે તમારી ઊંચતાને એબ લાગે, અને મજૂરિયો કે જાતકમાઈ કરનારો તો પોતાની ખાનદાની સદંતર ખોઈ બેસે.
દુરાંદેના એ સુકાનીની વાત ઉપર જ આવીએ. તેને દારૂ પીવાની બૂરી આદત હતી. મેસ લેથિયરીને તેથી એ માણસ ગમતો ન હતો. પરંતુ સ્યુ કલુબિને આગ્રહ કરીને તેને ચાલુ રખાવ્યો હતો. તેની દેખરેખ શખવાની જવાબદારી સ્યુ કલુબિને પોતાને માથે લીધી હતી.
એ સુકાની દી જહાજ છોડીને બહાર જતો નહિ. તે જહાજમાં જ રહેતો. દરાંદે ઊપડયું એની આગલી રાતે સ્યુ કલુબિન જયારે દરાંદેની તપાસ અર્થે જહાજ ઉપર આવ્યો હતો, ત્યારે તે પોતાના હેમકમાં* ઊંઘતો જ હતો.
* જાળીદાર કે જાડા કપડાનું હાલરડા જેવું બે છેડે બાંધેલું સવાન ઝૂલતું સાધન.
Page #126
--------------------------------------------------------------------------
________________
બ્રાન્ડીની અણધારી આટલી
ર
મોડી રાતે જ્યારે તે જાગ્યો, ત્યારે પોતાની રોજની ટેવ મુજબ, ભંડકિયામાં પોતે છુપાવી રાખેલી બાટલી તરફ ચાલ્યો. તે એમ માનતો હતો કે, પોતાની એ છૂપી જગા કોઈ જાણતું નથી. કૅપ્ટન કલુબિન કદી દારૂને અડતો નહિ; એટલે જહાજ ઉપરનાં માણસો દારૂ ન પીએ એની એ કડક તપાસ રાખતો. એટલે સુકાનીને બહુ ચોરી-છૂપીથી અને બે-ત્રણ ઘૂંટડા જેટલો જ દારૂ છાનામાના પીને સંતોષ માનવો પડતો.
આજે જ્યારે તે પોતાની એ ‘ગુપ્ત ’ જગાએ ગયો, ત્યારે પોતાના રોજના હળવા દારૂની બાટલીની જગાએ તેણે જલદ બ્રાન્ડીની બાટલી આવી પડેલી જોઈ! તે નવાઈ પામીને જોતો જ રહ્યો કે, આમ કેવી રીતે બન્યું હશે ? પોતે આ જાતની બાટલી કદી ખરીદીને જહાજ ઉપર આણી હોય, એવું તેને યાદ ન આવ્યું. પરંતુ થોડો વિચાર કરીને તે તરત જ આખી બાટલી પી ગયો; કારણ કે, એ બાટલી ત્યાં બીજા કોઈએ મૂકી હોય તો એ જગા જાણીતી થઈ ગઈ હોય, અને બીજા દિવસે તપાસ થાય તો એ બાટલી જપ્ત થઈ જાય. એના કરતાં અત્યારે અંધારામાં આખી જ પી નાખવી શી ખોટી?
ખાલી થયેલી શીશી તેણે દરિયામાં ફેંફેંકી દીધી.
બીજા દિવસે તેણે સુકાન પકડયું, ત્યારે તે જરા લથડિયું ખાઈ ગયો. છતાં, તેણે રોજની જેમ સુકાન કાળજીથી ફેરવવા માંડયું.
ર
લુબિન આગલી રાતે દુરાંદેની તપાસ કરી આવીને લૉબર્ન-જ્યાં વીશીમાં પોતાને ઉતારે આવી સૂઈ ગયો હતો,
કલુબિન હંમેશાં પોતાના શર્ટ નીચે ચામડાનો ટ્રાવેલિંગ-કમરપટો પહેરી રાખતો. તેની સાથે સીવી લીધેલી એક દાબડીમાં જરૂર પડયે કામ આવે તે માટે વીસ ગીનીઓ તે રોકડી ભરી રાખતા. સૂતી વખતે તે એ કમરપટો કેડેથી છેાડીને બાજુએ મૂકતા. તે પટાની વચમાં ન ભૂંસાય તેવી શાહીથી તેણે પોતાને હાથે ‘સ્યુ કલુબિન એવું પેાતાનું નામ લખેલું હતું.
Page #127
--------------------------------------------------------------------------
________________
પ્રેમમલિદાન
સવારે ઊઠતી વખતે તેણે, પંચેાતેર હજાર ફ઼ાંકની ત્રણ બૅ ક-નાટાવાળી પેલી રૅતેની સ્પ્રિંગ-બૉકસ એ પટાની દાબડીમાં જ મૂકી દીધી. પછી તેણે એ પટો કમર ઉપર રાબેતા મુજબ પહેરી લીધા.
૧૦.
દુરાંદે ઊપડયું એટલે બધા મુસાફરો પોતપેાતાના સામાન સંભાળી લઈ, પછી જહાજ જોવા નીકળ્યા. પેલા ટુરિસ્ટે અને પેલા પૅરીસિયને પહેલાં સ્ટીમ-બાટ જોયેલી નહિ, એટલે તેઓ એની બધી વિગતો ફરતા ફરતા જોવા લાગ્યા તથા વખાણવા લાગ્યા.
ધીમે ધીમે સેંટ મૅલેા નાનું થતું ગયું અને છેવટે દેખાતું બંધ થયું. મહાસાગર શાંત સ્થિર પથરાયેલા હતા. દુરાંદે પેાતાની પાછળ ફીણના લાંબા સફેદ ચાસ મૂકી આગળ વધતી હતી.
ફ઼્રાંસના સેંટ મૅલાથી ઇંગ્લેંડ ઍક્ઝીટર સુધી હવામાં સીધી લીટી દારીએ, તે ગ્યર્નસી બરાબર વચમાં આવે. જોકે, દરિયામાં કદી સીધી લીટીએ જવાનું બનતું નથી. અલબત્ત, સ્ટીમ-બાટ પાતાની વરાળશક્તિને કારણે, સઢવાળાં જહાજો કરતાં સીધી લીટી સાચવી પણ શકે.
સમુદ્ર એ ખરેખર વિવિધ અનેક બળાના જોડાણ રૂપ સત્ત્વ છે; ત્યારે સ્ટીમ-બાટ વિવિધ-યંત્રાના જોડાણ રૂપ કરામત છે. કુદરતી બળા અમર્યાદ શક્તિવાળાં મંત્રા છે; ત્યારે માનવ યંત્રા મર્યાદિત શક્તિવાળી કરામત છે. આમ એક બાજુ કુદરતી અખૂટ બળ અને બીજી બાજુ બુદ્ધિ-સંગઠિત યંત્રબળ, એ બે વચ્ચેના સંઘર્ષ, એટલે વહાણવટું.
યંત્રમાં રહેલા માનવ સંકલ્પ અંધ જેવા અખૂટ બળની બરોબરી કરી શકે છે. અલબત્ત, કુદરતનાં બળાને પણ પેાતાનું આયોજન હશે જ. કોઈ કુદરતી શક્તિ અંધ ન હોઈ શકે. જડ તત્ત્વો પણ અમુક પ્રયોજનસર જ પોતાની કામગીરી બજાવતાં હોવાં જોઈએ. આપણે એ કુદરતી યંત્રને સમજી ન શકીએ તે કારણે, તે બળાને અંધ ન જ કહી શકીએ. માણસે એ કુદરતી બળાના કાયદા શેાધી કાઢવા પ્રયત્ન કરવા જોઈએ.
Page #128
--------------------------------------------------------------------------
________________
બ્રાન્ડીની અણધારી બાટલી દરમ્યાન એ બળો સામેને માનવી સંઘર્ષ ચાલતો જ રહે છે, અને વરાળશક્તિથી સંચાલિત વહાણવટું, એ માણસની બુદ્ધિએ સમુદ્ર ઉપર મેળવેલા ઉત્તરોત્તર વિજયરૂપ છે.
દુરાંદે ધસમસાટ પિતાને માર્ગ કાપતી આગળ વધે જતી હતી.
દુરાંદે અગિયારેક વાગ્યાના અરસામાં ઉત્તર-વાયવ્ય તરફથી ફૂંકાવા લાગેલા પવન સાથે મિકિયર્સની સામેથી આગળ નીકળવા લાગી હતી. આબોહવા મજાની હતી, પણ મછવાઓ કિનારા તરફ વળવા લાગ્યા હતા. અને થોડી વારમાં તો સમુદ્ર ઉપરથી બધા જ મછવા અને હેડીઓ એકદમ સાફ થઈ ગયાં.
દુરાંદે આજે પોતાના નિયત મા જ જતી હતી એમ ન કહેવાય. છતાં ખલાસીઓને એ બાબતની ચિંતા ન હતી, કારણ કે, તેઓને પોતાના કપ્તાનમાં પૂરો ભરોસો હતો. તેમ છતાં આજે સુકાનીની ગફલતથી કદાચ, રાંદે પોતાનો માર્ગ ચૂકતી જતી હતી – ગ્યર્નસીને બદલે તે જાણે જર્સી તરફ વધારે વળતી હતી.
અગિયાર વાગ્યા પછી થોડી વારે કપ્તાનના લક્ષમાં એ વાત આવતાં તેણે તેને માર્ગ બદલી તેને સી તરફ વાળી. થોડા જ વખત બગડ્યો હતો, પરંતુ ફેબ્રુઆરી મહિનાના ટૂંકા દિવસોમાં અંધારું ઝટ બેસી જાય ત્યારે એમ સમય બગાડવાને હોય નહીં.
પવન છેક જ બેસી ગયો હતો.
ગ્યર્નસીવાળો મુસાફર હાથમાં દૂરબીન લઈ, છેક પશ્ચિમના ક્ષિતિજ ઉપર દૂર દેખાતા ભૂખરા ધુમ્મસના નાના વાદળ તરફ જોઈ રહ્યો હતે.
કેપ્ટન કલુબિન હંમેશની કડકાઈ અને અકડાઈથી ઊભે હતો અને ચારે તરફ નજર રાખી રહ્યો હતે.
Page #129
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-બલિદાન દુરાં ઉપર બીજી રીતે આનંદનું વાતાવરણ હતું અને મુસાફરો એકબીજા સાથે મુસાફરી દરમ્યાન કરાતી હળવી – ઉપયોગી – મજાની વાતચીતે ચલાવી રહ્યા હતા.
જુઓ પેલી લાલ-લીલી માખ!”
“એ રસ્તો ભૂલી લાગે છે, અને તેથી જહાજ ઉપર આવીને બેઠી છે.”
“માખ જલદી થાકે નહિ. પવન જ તેને વહન કરી જતો હોય છે.”
માખી એટલી બધી હલકી હોય છે કે, એક આઉસ વજનની માખો તળીને ગણવામાં આવી, તો છ હજાર બસો અડસઠ થઈ હતી.”
બળદના વેપારીઓ બળદની જાતો વિશે વાત કરતા હતા, તેમાં બીજા મુસાફરો પોતે જોયેલા અદ્ભૂત બળદોની વાતે ઉમેરતા જતા હતા.
“ ફ્રાંસ પાસે સાત લાખ સોળ હજાર ટન વજનનાં જહાજો છે; જર્મની પાસે દશ લાખ ટનનાંઅમેરિકા પાસે પચાસ લાખ ટનનાં; તથા ઇંગ્લૉડ પાસે પંચાવન લાખ ટનનાં, અને નાના દેશોનાં જહાજોના ટન ઉમેરીએ તે, પૃથ્વી ઉપરનાં એક લાખ. પિસ્તાલીસ હજાર જહાજોનું કુલ વજન એક કરોડ ગણત્રીસ લાખ, ચાર હજાર ટન થાય.”
પેલો અમેરિકન વચ્ચે બોલી ઊઠ્યો – “સાહેબ, અમેરિકા પાસે પંચાવન લાખ ટન વજનનાં જહાજ છે.”
દરમ્યાન, દૂર દેખાવા લાગેલું પેલું ધુમ્મસનું નાનું વાદળ વધતું જતું હતું. પવન હતો નહિ; દરિયો શાંત હતો. મધ્યાહન થયા ન હતા, છતાં સૂર્ય જાણે આથમતે જતે હતો. તે અજવાળું આપતે હતો પણ ગરમી જરાય નહીં.
“કદાચ વરસાદ પડશે.” પેરીસિયન બોલ્યો.
અથવા ધુમ્મસ.” અમેરિકને કહ્યું. બપોરના જમતી વેળા પણ વાતચીત ચાલવા લાગી –
તમે આ તરફના દરિયાના માહિતગાર છો?”અમેરિકને પૂછયું. “હું આ તરફનો જ વતતી છું.” ગ્યર્નસીવાળાએ જવાબ
Page #130
--------------------------------------------------------------------------
________________
બ્રાડીની અણધારી બાટલી આપ્યું; “અત્યારે આપણે ખુલ્લા દરિયામાં છીએ, પણ આપણે મિક્ટિસ નજીક હોઈએ ને ધુમ્મસ આવે એ સારું નહિ.”
“મિકિયર્સ એટલે શું?” બહુ જોખમભરેલા ખડકો છે.”
વાતચીત આમ આ તરફના ખડકોનાં નામ અને માહિતી તરફ
વળી.
અચાનક બધા ચોંકી ઊઠયા – કોઈ મોટેથી ત્રાડી ઊડ્યું - “તું ભાનમાં નથી; પીધેલ છે.”
બધાએ તે તરફ જોયું. કપ્તાન સુકાનીને વઢતે હતો. કેપ્ટન ક્યુબિન કોઈને “તું-કારથી બોલાવતો નહિ. એટલે સુકાનીને આમ કારથી તે બોલાવે, એ કોઈ અતિશય ગુસ્સે થઈ જવાનું કારણ મળ્યું હોય તો જ બને.
કલુબિને ફરી ત્રાડ નાખી: “દારૂડિયા, હરામી!” પેલા સુકાનીએ માથું નીચું ઝુકાવી દીધું.
ધુમ્મસ વધતું જતું હતું. હવે અધું આકાશ છવાઈ ગયું હતું. બધી દિશાઓમાં એકી સાથે તે તેલની પેઠે ફેલાતું જતું હતું. ધીમે ધીમે તે આખા દરિયા ઉપર કબજો જમાવવા લાગ્યું. દરિયાની સપાટી ઉપરથી ભીતની પેઠે તે ઊભું થઈ, આગળ ધસ્ય જતું હતું.
જોકે, ધુમ્મસ હજુ જહાજથી અએક લીગ દૂર હતું. જો પવન બદલાય, તો તેઓ ધુમ્મસપટની બહાર જ રહી શકે. દુરાંદે ધસમસાટ કરતી આગળ વધ્યે જતી હતી, પરંતુ ધુમ્મસેય એટલા જ જોરથી ઘસી આવતું હતું - દુરાંદ તરફ જ.
કલુબિને ઝડપ વધારવા હુકમ આપ્યો તથા જહાજને થોડું પૂર્વ તરફ લેવરાવ્યું. આમ કરવાથી તેઓ ધુમ્મસની કિનારીની બહાર થોડો વખત રહી શક્યા. પરંતુ ધુમ્મસ અચૂક આગળ આવ્યા જ કરતું હતું.
Page #131
--------------------------------------------------------------------------
________________
પ્રેસ-બલિદાન
જહાજ હજુ પૂરેપૂરું સૂર્યપ્રકાશમાં હતું, પણ આ બધી હિલચાલેામાં વખત બગડયો હતો અને ફેબ્રુઆરીની રાત જલદી બેસી જવા લાગી હતી.
૧૦૪
પેલા ગ્યર્નસીના વતની આ ધુમ્મસને પહેલેથી જ નિહાળી રહ્યો હતો. તેણે સેંટ મૅલાવાળાને સંબાધીને કહ્યું, “આ ધુમ્મસ કેટલું બધું ગાઢું છે!”
66
દરિયા વચ્ચે બહુ ભયંકર વસ્તુ કહેવાય.’
“મુસાફરીનું જોખમ જ એમાં રહેલું છે.” ગ્યર્નસીવાળા હવે લુબિન પાસે પહોંચી ગયા.
..
“કૅપ્ટન કલુબિન, આપણે ધુમ્મસમાં સપડાવાના, એ નક્કી.”
66
મારે તે સેટ મૅલેામાં જ થાભી જવું હતું, પણ જૂના અનુભવી કહેવાતા ખલાસીઓએ મને ઊંધી સલાહ આપી અને ઊપડવા
જણાવ્યું.”
“એનો તો કંઈ વાંધા નહિ; કારણ કે, કાલે વળી તેાફાન ન ઊપડે એની શી ખાતરી ? આ ઋતુમાં સારી તુ જોવા થાભેા, તા વધારે ખરાબ ઋતુમાં સપડા, એવું જ બન્યા કરે.”
tr
ઘેાડી વાર બાદ દુરાંદે ધુમ્મસમાં દાખલ થયું. તેની અસર ચમત્કારિક થઈ : જહાજના એક છેડે ઊભેલા માણસ સામા છેડાની કશી વસ્તુ જોઈ ન શકે, એવું બની ગયું. સૂર્ય જાણે ચંદ્ર હોય એવા ઝાંખો દેખાવા લાગ્યો.
અચાનક બધા મુસાફરોને ટાઢના ચમકારો લાગ્યો. તે પાતપેાતાના ડગલા ઓઢવા લાગ્યા. ખલાસીઓએ પોતાનાં જાકીટ ચડાવી લીધાં.
દરિયા હજુ શાંત હતા. પણ એની એ શાંતિ હવે ખૂબ ખતરનાક લાગતી હતી. એ શાંતિના અંચળા હેઠળ શું છુપાયું છે, તેની કલ્પના અનુભવી દરિયાખેડુને આવ્યા વિના ન રહે.
હવે વધુ પૂર્વ તરફ વળવું નિરર્થક હતું. તરત જ કપ્તાને ગ્યર્નસી તરફ વળવાનો અને ઝડપ વધારવાના હુકમ આપ્યો.
Page #132
--------------------------------------------------------------------------
________________
બ્રાન્ડીની અણુધારી બાટલી
૧૦૫
લાગ્યા -
બૉઇલર-વાળા પેાતાના સાથીદાર પેલા હબસી ઇંબ્રાન્ડમને કહેવા ~~~“ આજે સવારે સૂર્ય-પ્રકાશમાં આપણે ધીમે હંકારતા હતા; હવે ધુમ્મસમાં જલદી હંકારીએ છીએ, એ કેવી વાત ? ”
"
'
પેલા ગ્યર્નસીના મુસાફર આ વાતચીત સાંભળી ગયા. તેણે તરત જઈને કૅપ્ટન કલુબિનને કહ્યું, “ કૅપ્ટન, ચિંતાનું ભલે કંઈ કારણ નથી; પરંતુ અત્યારે આ ધુમ્મસમાં સ્ટીમ-બાટની ઝડપ વધારે પડતી ન કહેવાય ?”
“શું થાય? આ દારૂડિયા સુકાનીએ બગાડેલો સમય ભરપાઈ કરી લેવા જોઈએ ને ? ઉપરાંત મા૨ે વેળાસર ઘેર પહોંચી જવું છે. ધુમ્મસ જ પૂરતું છે; એમાં અંધારી રાત ભળે તો થઈ રહ્યું!”
એ બિચારો મુસાફર સેંટ મૅલાવાળા મુસાફર પાસે જઈને કહેવા લાગ્યા
“આપણને બહુ કુશળ કપ્તાન મળ્યા છે.”
૫
એ જ ઘડીએ દુરાંદે એક જહાજ પાસે થઈને પસાર થઈ. એ જહાજ ધુમ્મસમાં આગળ વધવા કરતાં લંગર નાખી સ્થિર ઊભું હતું. એ જહાજના કપ્તાને દુરાંદેની ઝડપ જોઈ. ઉપરાંત તે તેના સીધા માર્ગે ન હતી — એ પણ તેના ખ્યાલમાં આવી ગયું. તે પશ્ચિમ તરફ વધારે ધસતી જતી હતી. આવા ધુમ્મસમાં દુરાંદેને પૂર ઝડપે હંકારાતી બ્રેઈ તેને નવાઈ લાગી.
બેએક વાગ્યે તો ધુમ્મસ એટલું બધું ગાઢ બની ગયું કે, કપ્તાન પોતાની જગાએથી હઠી, સુકાનીની નજીક આવીને જ ઊભારહ્યો. સૂર્ય દેખાતા તદ્દન બંધ થયા હતા. ધુમ્મસ બધી વસ્તુઓ ઉપર છવાઈ ગયું હતું, દરિયો કે આકાશ કશું દેખાતું ન હતું.
પવનની તા . એક લહેર સરખી ન હતી. મુસાફરો ચૂપ થઈ ગયા હતા. પૅરીસવાળો મુસાફર ધીમેથી બોલ્યો, “ આપણે બહુ ગાઢા ધુમ્મસમાં પેસી રહ્યા છીએ.”
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૦૩
પ્રેમાભિદાન
22
એવું ગાઢ ધુમ્મસ કે જેમાં ગમે ત્યારે હોનારત સરજાઈ જાય.
સેંટ ઍલોવાળા મુસાફરે જવાબ આપ્યો.
હોનારત ? આ હોનારતોનો જગતમાં શો ઉપયોગ કે પ્રયોજન હોઈ શકે વારુ? જુઓને, ઓડિઓનમાં લાગેલી આગમાં કેટલાં બધાં કુટુંબો બરબાદ થઈ ગયાં? તમે કયો ધર્મ માનો છો, એની મને ખબર નથી; પરંતુ મને તો આ જગત ઉપર કોઈ બુદ્ધિશાળી ઈશ્વર દેખરેખ રાખી રહ્યો હોય એવું લાગતું નથી. અને ઈશ્વર હોય તો પણ તે કંઈક બીજી પંચાતોમાં જ મશગૂલ રહેતો હોય એમ લાગે છે. કંઈક રસ્તો હોય તો તેને ફરી પોતાના કામકાજમાં લક્ષ આપતો કરી મૂકવો જોઈએ.”
""
66
કૅપ્ટન કલુબિન તરત આ બે જણ પાસે આવ્યો અને ગંભીર અવાજે બોલ્યો, ચૂપ, ચૂપ, અત્યારે આપણે દરિયા ઉપર છીએ; સંભાળીને બોલો.”
ગ્યર્નસીવાળા મુસાફ સેંટ મૅલોવાળાના કાનમાં કહ્યું, આપણો કપ્તાન બહુ ધાર્મિક માણસ છે; તેના હાથમાં આપણાં જીવન સહીસલામત જાણવાં.
""
""
<<
વરસાદ વરસતો ન હતો છતાં બધાંનાં કપડાં ભીનાંભીનાં થઈ ગયાં
હતાં.
હવે તેમને સામાં કોઈ જહાજો મળતાં ન હતાં. અચાનક લુબિન ત્રાડી ઊઠયો
“કુત્તા! તે પાછું સુકાન ખોટું મરોડયું ?” અને એમ કહી તરત જ તેણે તેના હાથમાંથી સુકાન છીનવી લીધું. છોભીલો પડેલો સુકાની ત્યાંથી છૂટી બીજા કામે ચડી ગયો.
"6
૫ર્નસીવાળો મુસાફર બોલ્યો ‘હવે આપણે બચી ગયા ! ” જહાજ હજુ પૂરપાટ ધસ્યું જતું. હતું
ત્રણેક વાગ્યાને આશરે ધુમ્મસ દરિયા ઉપરથી સહેજ ઊંચકાયું, એટલે ફરી એક વાર દરિયો દેખાવા લાગ્યો.
Page #134
--------------------------------------------------------------------------
________________
બ્રાન્ડીની અણધારી બાટલી આ સારું ન થયું!” ગ્યર્નસીવાળો મુસાફર બોલ્યો. ધુમ્મસ ઊંચું થયું તે સૂર્યને કારણે ઊંચું થયું હોય કે પવનને કારણે પણ. જો સૂર્યને કારણે ઊંચું થયું હોય, તો તો તે સારી નિશાની ગણાય. પણ જો પવનથી ઊંચું થયું હોય, તો તે બહુ ખરાબ નિશાની ગણાય. ત્રણ વાગ્યે ફેબ્રુઆરીમાં સૂર્યને પ્રકાશ એછો થવા માંડે એટલે આવી કટોકટીના વખતે પવન આવ, એ કોઈ રીતે ઇચ્છનીય ન ગણાય: એ તે ભયંકર તોફાનને જ પુરોગામી હોય.
પણ પવન હજુ ઊપડયો લાગતો ન હતો. અલબત્ત દરિયો ઊછળવા લાગ્યો હતો અને પાણીની સપાટી ઉપર ઠંડા ઠંડા દીવા ચમકવા માંડ્યા: અર્થાત્ ધુમ્મસના છાપરાને ભેદીને ઉપરથી પવન પગપેસારો કરતે હતો. થોડી વારમાં ધુમ્મસ પાછું પાણી ઉપર ચપસીને બેસી ગયું. જોકે, વચ્ચે વચ્ચે તે પાછું ઊંચું પણ થતું રહેતું. એમ જ્યારે ધુમ્મસ ઊંચું થતું, ત્યારે બધા આંખો ફાડીને શું દેખાય છે તે જોવા લાગતા.
એવે એક વખતે અચાનક પેલે ચુસીવાળો મુસાફર કેપ્ટન કલુબિન પાસે જઈને બોલી ઊઠયો –
“ “કેપ્ટન કલુબિન, – આપણે તે હાઈ ખડકો તરફ ધસી રહ્યા છીએ!”
“ જાઓ, જાઓ, ખોટી વાત!” “ અરે, ચક્કસ ”
અશક્ય.” “મેં હમણાં જ ક્ષિતિજ ઉપર એ ખડકો આડા પથરાયેલા જોયા.”
ક્યાં?” “ આ તરફ.” “એ તરફ તે ખુલ્લો દરિયો છે; તમારી ભૂલ થાય છે.”
અને કલુબિને પેલા પેસેંજરે બતાવેલી દિશામાં જ જહાજને હંકારવા માંડયું.
Page #135
--------------------------------------------------------------------------
________________
પ્રેમબલિદાન ગ્યર્નસીવાળો પિતાનું દૂરબીન ફરી હાથમાં લઈ જોવા લાગ્યો. થોડી જ વારમાં તે પાછો સુકાન તરફ દોડી આવ્યો.
“ કેપ્ટન! દિશા બદલો, ભગવાનને ખાતર!”
કેમ?”
“મેં એક ઊંચે ખડક આપણી સામે જ ઊભેલો હમણાં જોયો ! એ મોટો-હાઈ ખડક જ હોવો જોઈએ.”
“ તમે ગાઢું ધુમ્મસ જ જોયું હશે.”
“અરે એ ખડક છે અને મોટો-હાઈ ખડક છે; ભગવાનને ખાતર તેના ઉપર ન ધસી જાઓ! હાય ભગવાન !”
કલુબિને સુકાન મરોળ્યું, પણ એક ભયંકર આચકા સાથે દુરાંદે ખડક સાથે અથડાઈ.
એ આચકાના માર્યા બધા મુસાફરો જ્યાં હતા ત્યાં એકદમ ગબડી પડ્યા.
ગ્યર્નસીવાળાએ આકાશ તરફ હાથ ઊંચા કરી દીધા : “મોટાહાઈ ઉપર આવી પડ્યા. ભલા ભગવાન, હવે બચવાને કશો જ આરો નહિ!”
કલુબિને તરત બૂમ પાડી: “કોઈ હજુ મર્યું નથી; ચૂપ રહો.”
એટલામાં ઇબ્રાન્કમ તરત જ ત્યાં દોડી આવ્યો અને બોલ્યો, “જહાજમાં પાણી ધસી આવે છે; એંજિનની આગ હમણાં જ બુઝાઈ
જશે.”
દુરાંદે જાણે આત્મહત્યા કરવાને ઈરાદે જ વેગભેર એ ખડક ઉપર ધસી ગઈ હતી. જાણે એ ખડકને તોડી પાડવા એના ઉપર હલ્લો લઈ ગઈ હોય એમ! બાકી, આવા ધુમ્મસમાં જ્યારે કશું ન દેખાતું હોય અને રસ્તો સુકાનીની ભૂલથી બદલાયો હોય, ત્યારે કોઈ પિતાનું જહાજ આગળ હંકારે જ નહિ, અથવા આટલું વેગમાં તો નહિ.
ખડકની એક ધાર ખીલાની પેઠે દુરાંદેમાં પેસી ગઈ હતી. છ ચોરસ ફૂટ જેટલું તેનું કલેવર ભેદાઈ ગયું હતું-સુકાન પણ ભાગી
Page #136
--------------------------------------------------------------------------
________________
બ્રાડીની અણધારી બાટલી ૧૯ ગયું હતું– અને આગળના ભાગમાંથી જહાજ દરિયો પીવા જે ઘૂંટડા ભરતું હતું તેને ઘટક ઘટક અવાજ સંભળાતો હતે.
ઘેડાના પડખામાં કોઈ સાંઢે શીંગડું મારીને જાણે તેનાં આંતરડાં કાઢી નાખ્યાં હતાં!
કેપ્ટન કલુબિને પેલા ગ્યર્નસીવાળા મુસાફરને પૂછ્યું, “તમે હાનોઈ ખડકોને પહેલવહેલા જોયા હતા; તે કહો કે, આપણે કયા ખડકો ઉપર હોઈશું?”
હમણાં જ ધુમ્મસ સહેજ ઊંચું થયું, ત્યારે મને સ્પષ્ટ દેખાયું હતું કે, આપણે મૉવે ઉપર છીએ.”
તો પછી આપણી ડાબી બાજુએ નાને-હાઈ ખડક છે અને જમણી બાજુએ મોટો-હાઈ. અર્થાત્ આપણે કિનારેથી એક માઈલ દૂર છીએ.”
તરત જ તેણે લૉગ-બોટને પાણીમાં ઉતારવા હુકમ કર્યો, અને બધાને મદદ કરવા જણાવ્યું. બધાએ તાબડતોબ બોટ પાણીમાં ઉતરી દીધી.
મુસાફરો એ બોટમાં ગોઠવાઈ ગયા. બીજા ખલાસીઓ પણ ઊતરી ગયા.
દરમ્યાન કેપ્ટન કલુબિન પોતાની કેબિનમાં ગયો અને જહાજના કાગળો અને દસ્તાવેજનો બીડો કરી લાવ્યો. પછી ઇબ્રાન્કમના હાથમાં તે મૂકી, તેને તથા સુકાનીને બોટમાં ઊતરી જવા તેણે ફરમાવ્યું. તેઓ તરત જ તેમાં ઊતરી ગયા.
લગ-બોટ પૂરેપૂરી ભરાઈ ગઈ હતી. તેનાં પડખાં હવે પાણીમાં વધુ નીચે ઊતરે એ સહીસલામત ન રહ્યું. - કલુબિને દુરશંદે ઉપર જ રહ્યાં રહ્યાં હુકમ કર્યો, “હોડી હંકારવા માંડો.”
પણ તમે કેપ્ટન ?” “હું અહીં જ રહીશ.”
Page #137
--------------------------------------------------------------------------
________________
પ્રેમબલિદાન
“અરે, અમારી સાથે ચાલ્યા આવો.” “ના, હું અહીં જ રહીશ.” વ્યર્નસીવાળો હવે બોલી ઊઠયો:–
“કૅપ્ટન જરા લક્ષ દઈને મારી વાત સાંભળે; અત્યારે તમે હાનોઈ ઉપર છો; અહીંથી એક માઈલ તરીને લેઈનમૉન્ટ-પૉઇંટ પહોંચી શકાય. પણ હોડીને તો એ રસ્તે લેવાય નહિ એટલે તેને તે બે માઇલનું ચક્કર ખાવું પડે. પરિણામે બે કલાક પહેલાં કિનારે તે નહીં પહોંચી શકે. તે વખતે અંધારું થઈ ગયું હશે અને ભરતી ચડવા લાગી હશે. તોફાન નજીક આવી પહોંચ્યાના ભણકારા સંભળાય છે. એ સ્થિતિમાં અમારાથી તમને લેવા હેડી મોકલી શકાશે નહિ. અને અહીં તમે ઊભા રહેશે, તે એ તેફાનમાં તણાઈ જશે. માટે અત્યારે અમારી સાથે જ ચાલ્યા આવો.”
પૅરીસિયન બોલ્યો, “અમારી હોડી લગભગ વધારે પડતી ભરાઈ ગઈ છે. છતાં અમારી સંખ્યા તેર જણની છે, એટલે એ અપશુકનિયાળ સંખ્યા મટાડવા પણ તમારે આવવું જોઈએ.”
પેલો સુકાની બોલ્યો --- “આ બધું મારા વાંકે બન્યું છે. અને તમે જ પાછળ રહી જાઓ એ ઠીક ન કહેવાય.”
જ, હું અહીં જ રહેવાનો છું,” કલુબિને મક્કમ અવાજે જણાવ્યું. “આજે રાતે જે તેફાન આવશે તેમાં દુરાંદેના ભુક્કા બોલી જશે. અને કપ્તાન પોતાના જહાજને એકલું છોડી દઈ શકે નહિ. હું મારી ફરજ બજાવતે મારા જહાજ સાથે જ નાશ પામીશ. માટે મારા હુકમનું પાલન કરો – એકદમ હોડી હંકારવા માંડે !”
હોડી હવે આગળ વધવા લાગી, ઇંબ્રાન્કમે જ સુકાન સંભાળ્યું. જેઓ હલેસાં નહોતા વાપરતા તેઓએ હાથ ઊંચા કરી કેપ્ટન કલુબિનને બિરદાવતાં બૂમ પાડી, “હુરા, કેપ્ટન કલુબિન ઝિંદાબાદ!”
પેલો અમેરિકન મુસાફર બોલી ઊઠ્યો, “કેવો કર્તવ્યનિષ્ઠ માણસ!”
Page #138
--------------------------------------------------------------------------
________________
બ્રાન્ડીને અણધારી બાટલી ૧૧૧ ગ્યર્નસીવાળાએ તેને કહ્યું, “સાહેબ, આખા દરિયા ઉપર એના જેવો પ્રમાણિક માણસ બીજે નહિ હોય.”
પેલો સુકાની પોક મૂકીને રડી શક્યો, મારામાં જો હિંમત હોત, તો મારે તેમની સાથે જ મરવા માટે રહેવું જોઈતું હતું.”
હોડીએ ધુમ્મસમાં ગોતું લગાવ્યું અને થોડી વારમાં તો તે દેખાતી બંધ થઈ.
કલુબિન એકલો આસપાસના અંધકારમાં એકલો ઊભો હતો.
Page #139
--------------------------------------------------------------------------
________________
૨૦
આવિષ્કાર : અતરના અને બહારના
૧
કૅલ્યુબિનના ચિય થયો હતો; અને તે આનંદમાં હતો.
તેનું સ્વપ્ન સિદ્ધ થયું હતું. આટલી લાંબી મુદતની જે હૂંડી તેણે પોતાના નસીબ ઉપર લખી રાખી હતી, તેનાં નાણાં છેવટે ચૂકતે
થયાં હતાં.
સૌ તેને અહીં છોડીને ચાલ્યા ગયા, એમાં જ તેની મુક્તિ હતી. જમીનથી એક માઈલ દૂર આવેલા હાનોઈ ખડક ઉપર તે હતો. અને તેની સાથે ૭૫ હજાર ફ઼ાંક હતા !
આવી કુશળતાથી કોઈ જહાજ ડુબાડવામાં આવ્યું નહિ હોય. તેની એકેએક વિગત ધાર્યા પ્રમાણે જ પાર પડી હતી.
જુવાનીથી માંડીને તેણે એક જ યોજના ઘડી રાખી હતી: પ્રમાણિક માણસ તરીકે નામના મેળવવી; અને પછી એ નામનાને જ હોડમાં મૂકી પોતાનું ધાર્યુ પાર પાડવું. મૂર્ખ બદમાશો વીસ વીસ વખત નિષ્ફળ જાય ત્યાં તેણે એક જ તડાકે સફળ નીવડવા નિરધાર્યું હતું; તથા પેલા મૂર્ખાઓનો અંત તો ફાંસીને માંચડે પણ આવે, પરંતુ પોતાને તો એવી રીતે કામ કરવું હતું કે યશસ્વી વિજય જ પેાતાને ભાગે જોવાનો રહે.
૨ે તે તેની નજરે પડયા પછી, તેણે પોતાની યોજના ઝટપટ વિચારી લીધી હતી: રે'તે પાસેથી પૈસા કઢાવવા; તથા તે બધું જાહેર કરી દે, તે પહેલાં અલોપ થઈ જવું. મરી ગયેલ તરીકે જાહેર થવું એ અલોપ થવાનો સારામાં સારો રસ્તો કહેવાય. તે હેતુથી તેણે દુરાંદેની
૧૧૩
Page #140
--------------------------------------------------------------------------
________________
આવિષ્કાર: અ'તરના અને બહારને
૧૧૩
હોનારત સરજી હતી. ઉપરાંત એ હોનારત પાછળ પણ તે પોતાની સુીતિ અને વાહવાહ મૂકતો જવાનો હતો!
તેની આંખોમાંથી વીજળીઓ ચમકી રહી હતી. તે હવે મુક્ત હતા! તે હવે તવંગર હતા !
તેની પાસે પૂરતા સમય હતા. ભરતી ચડવા લાગી હતી; અને દુરાંદે ખડકની કરાડમાં એવી રીતે પરોવાઈ ગઈ હતી કે તેને ડૂબવાની શકયતા જ રહી ન હતી. ભરતી ચડવા લાગતાં ઊલટી તે વધુ ઊંચી થાય એવો જ સંભવ હતા. ઉપરાંત, તેણે પેલા ‘લોંગ-બાટ’-વાળાઓને દૂર નીકળી જવાના વખત આપવા જોઈએ.
આ માણસ અત્યાર સુધી પોતે આદરેલા ઢોંગના ભાર હેઠળ જ કચરાઈ રહ્યો હતો. તે પોતે અંતરથી બદમાશ હતા છતાં પ્રમાણિકતાના બાહ્ય દેખાવ સાથે તેને ખેતરાવું પડયું હતું. અને એ જેવી-તેવી યાતના ન કહેવાય.
પ્રમાણિક માણસ તરીકે વખણાવું એ સહેલું નથી. ખરાબ વિચાર અને સારા બાલ – એ બે વચ્ચેની સમતુલા જાળવી રાખવામાં સતત કેટલી બધી તકલીફ ઉઠાવવી પડે! એ બાહ્ય જૂઠા કોટલા હેઠળ તેને સાચા દુષ્ટ અંતરાત્મા ભૂંગળાઈ રહ્યો હતે
કલુબિન હંમેશ માનતા આવ્યા હતા કે, તેની સાથે દગા રમવામાં આવ્યા છે. તે પ્રથમથી જ તવંગર કેમ ન જન્મ્યા? તેને પેાતાના તે કાંઈ વાંક ન હતા. જીવનનાં બધાં સુખાથી તે શા માટે વંચિત રહ્યો હતા ? તેને આમ હાડ-તૂટ મજૂરી શા માટે કર્યા કરવી પડતી હતી ? દિવસ-રાત તેને જ શા માટે જૂઠા બુરખા પહેરી રાખવા પડયો હતો?
પણ હવે લુબિન એ બધામાંથી મુક્ત થયા હતા. માનવજાત હવે તેને કશી ફરજ પાડી શકે તેમ નહાવું. ઉપરનું જૂઠું કેટલું ફગાવી દઈ હવે સાચા બિન પેાતાનું સ્વાભાવિક સ્વરૂપ પ્રાપ્ત કરી શકે તેમ થયું હતું. એક જ ઘાએ તેણે બધી મુશ્કેલી પાર કરી દીધી હતી. કલુબિન એકલા એકલા જ હસી પડયો.
ટૉ. ટ
Page #141
--------------------------------------------------------------------------
________________
પ્રેમલિદાન
લાકે તેને મરી ગયેલા માનશે; જ્યારે ખરી રીતે તે તવંગર બન્યા હતા. લોકો તેને ડૂબી ગયેલા માનશે; – જ્યારે ખરી રીતે તે બચી ગયો હતો. આખા જગતને મૂર્ખ બનાવવાના આ કેવા આનંદ? પેાતાને કેવા વિજય ?
૧૧૪
ભવિષ્ય માટે અલબત્ત તેણે કશી નિશ્ચિત યાના વિચારી ન હતી. તેના કમરપટામાં પેલી સ્પ્રિંગ-બૉકસ હતી, જેમાં ત્રણ બૅંક-નાટો હતી. એ રકમ તેને પૂરતી થઈ પડે તેમ હતું. પેાતાનું નામ બદલી, તે એવ દેશેામાં જઈ શકે, જ્યાં સાઠ હજાર ફ઼ાંક છ લાખ ફ઼ાંક જેટલું કામ દે. પછી તો સટ્ટો, મેાટા મેટા વેપાર ઇ૦ વડે પેતે થેડી વારમાં દશ લાખના ધણી થઈ બેસે, તે તેમાં નવાઈ પામવા જેવું શું છે?
દાખલા તરીકે, કોસ્ટારિકામાં કૉફીને જંગી ઉદ્યોગ-વેપાર શરૂ થવા લાગ્યો છે. ત્યાં જઈએ તે ટનબંધ સૌનું ભેગું કરી શકાય.
પણ એ બધી ચિંતા કરવાની હમણાં શી જરૂર છે? હજુ ઘણા સમય છે. અત્યારે તે ૐ તે પાસેથી પૈસા પડાવ્યા, અને દુરાંદે સાથે પેાતે અલાપ થઈ ગયા, એટલી સિદ્ધિ જ ઓછી છે?
હવે પછીનું કામ તે કેટલું બધું સહેલું છે ? તેણે રાતને વખતે તરીને પ્લેઇનમાંન્ટ પહોંચી જવાનું. ત્યાં તેણે પેલા ભૂતિયા ઘર તરફ જવાનું, અને પહેલેથી એક ખડકની બખોલમાં સંતાડી રાખેલ ગાંઠોવાળું દારડું લઈ એ ઘરમાં ચડી જવાનું, ત્યાં તેણે કપડાં તથા ખાદ્ય સામગ્રી સાથે પાતાની બૅગ તૈયાર રાખેલી જ છે! આઠેક દિવસમાં તે પેલા સ્પૅનિશ દાણચાર બ્લાસ્કિતા તે તરફ આવશે જ. તેને થોડી ગીનીઓ આપી દીધી એટલે તાર-બે નિહ, પણ પૅસેજિસકે બિલબાએ ચાલ્યા જવાનું. તાર-બેનું નામ તો તેણે બ્લાસ્કાને ખોટું જ દીધું હતું. પછી ત્યાંથી વેરાક્રુઝ કે એલ્ફિન્સ ન્યૂ
ન્યૂ
એલ્ફિન્સ !
પરંતુ હવે દરિયામાં ડૂબકું લગાવવાના સમય પાકી ગયો કહેવાય. પેલી લોંગ-બાટ તા દૂર નીકળી ગઈ હશે. એકાદ કલાક તરવું એ
Page #142
--------------------------------------------------------------------------
________________
આવિષ્કાર: અંતરને અને બહારને ૧૧૫ કલુબિનને મન કોઈ મોટી વાત નહોતી. પોતે અત્યારે હાઈ ખડક ઉપર હતો એટલે કિનારો એક માઈલથી વધુ દૂર ન કહેવાય.
કલુબિન પોતાની વિચારણામાં અહીં સુધી આવ્યો, એવામાં ધુમ્મસનું પડ અચાનક આસપાસથી ઊંચું થયું અને વિકરાળ દુર્ઘ ખડકો તેની નજરે પડ્યા.
કલબિન એકદમ આભો થઈ ગયો ! પોતે ઊભો હતો તે હાઈ ખડક નહિ પણ દુ-ખડકો હતા એ ઉઘાડું હતું. કારણ કે, પાસે જ દવેના પેલા કારમા ઊભા દતૂશળો ઘૂઘવતા હતા. ધુમ્મસને લીધે અત્યાર સુધી તે ઢંકાઈ રહ્યા હતા.
આખી દુનિયાને ભુલાવવા ઇચ્છનારો કલુબિન પોતે જ ધુમ્મસને લીધે ભુલાવામાં પડી ગયો હતો. કલુબિને દુરાંદેને વધારે પડતી પશ્ચિમમાં લીધી હતી. અને ગ્યર્નસીવાળા મુસાફરે પોતે હનોઈ ખડકો જોયા એમ ખાતરીથી કહ્યું, એટલે તેણે તે તરફ જ સુકાનને છેવટનું મરોડી દીધું હતું.
રાંદે વચ્ચે આવેલા તીણા ખડકમાં જ પરોવાઈ ગઈ હોવાથી સીધી દુના દતૂશળોએ પહોંચતી અટકી હતી.
બસ એક ધમ (એટલે બારસ ફૂટ) દૂર એક મોટો ગ્રેનાઇટનો ખડક નજરે પડતો હતો. તેની ઊભી બાજુઓ ઉપર બનેલ અને કિનારીઓ નીકળી હોવાથી છેક ઉપર ચડી શકાય તેમ હતું. તેની ટોચ ઉપર તો સપાટ તળ હતું.
એ લહમે ખડક હતો, અને દુર્ઘ કરતાં ઊંચો હતો. એ ખડક ઉપરથી પેલા બે દંકૂશળ જોવા હોય, તો નીચેની તરફ નજર વાળવી પડે.
બધે નીરવ શાંતિ વ્યાપી ગઈ હતી. પાણીમાં નાનું મોજું પણ ઊછળતું નહોતું.
Page #143
--------------------------------------------------------------------------
________________
પ્રેસ-બલિદાન
લુબિને દુવ્રે ખડકોને દૂરથી ઘણી વાર જોયા હતા; એટલે પોતે એ ખડકો ઉપર છે, એમાં તેને હવે કશી શંકા રહી નહીં.
૧૧૬
પરિસ્થિતિને કેવા અચાનક પલટો! હાઈને બદલે દુવ્રે ઉપર આવી પડવું ! એક માઈલને બદલે કિનારાથી પાંચ લીગ (પંદર માઈલ) દૂર ! એટલું અંતર તરીને તે પાર કરી શકાય જ નિહ. વહાણ ડૂબવાથી બચી નીકળેલા માણસને દુવ્રેનાં દર્શન થાય, એટલે તેને મોતનાં દર્શન થયાં એમ જ ગણાય. ત્યાંથી કિનારે પહોંચાય તેવી કશી મદદ મળવાની પણ આશા નહીં. કારણ કે, એ તરફ થઈને સામાન્યપણે કોઈ વહાણાની અવર-જવર હોતી જ નથી.
લુબિન કંપી ઊઠયો. તે હાથે કરીને મૃત્યુના મુખમાં આવી પડયો હતા. ભરતી આવે ત્યારે લ’હામે (મનુષ્ય) ખડક સિવાય ઊભા રહેવાની જગા આસપાસ કાંય ન હતી. રાતે તેાફાના ચડવાની વકી હતી, અને પેલી લૉગ-બાટ પણ હવે આટલે બધે દૂરથી કિનારે હેમખેમ પહોંચે એવી કશી આશા રાખી ન શકાય. એ કિનારે પહોંચે, તો તે ક્યુબિન દુદ્રે ખડક ઉપર એકલા ઊભેલા છે, એવી ખબર કિનારે પહોંચતાં તેને બચાવી લેવાના પ્રયત્ન જરૂર થાય.
હવે તે ભૂખ, તરસે અને ઠંડીથી લ' હામે ખડક ઉપર જ મરી જવા સિવાય બીજો કોઈ અંત તેને માટે બાકી રહ્યો ન હતા. તેની પાસેના સિત્તેર હજાર ફ઼ાંકથી તેને એક કોળિયા અન્ન પણ અહીં મળી ન શકે!
તેણે અત્યાર સુધી કરેલી બધી યોજનાઓ છેવટે આ ફાંદામાં આવી પડવા માટે જ જાણે તેણે યેાજી હતી! પોતાના મૃત્યુના શિલ્પી પોતે જ નીવડયો હતા. તેના વિજયાનંદ હવે એકદમ કરુણ હતાશામાં પલટાઈ ગયા. મુક્તિને બદલે તેને કારમી કેદ જ મળી હતી અને તે પણ કાયમી!
દરમ્યાન પવન ઊપડયો હતા. ધુમ્મસના ગોટેગોટા દરિયાની સપાટી ઉપરથી વળાઈ ઝુડાઈ દૂર ક્ષિતિજ તરફ ધકેલાઈ જવા લાગ્યા. હવે દરિયો ચાતરફ નજરે પડવા લાગ્યા.
Page #144
--------------------------------------------------------------------------
________________
આવિષ્કાર: અંતરને અને બહારને ૧૧૭ રાત નજીક આવતી જતી હતી, અને કદાચ તોફાન પણ. દુરાંદેના ભંડક્રિયામાં પાણી જેમ જેમ ચડતું ગયું, તેમ તેમ અંદર પુરાયેલા બળદો ગાંગરવા લાગ્યા હતા. પોતાના સિવાય બીજા જીવતા પ્રાણીને એ જ અવાજ કલુબિનને સાંભળવા મળતો હતો, પણ તેય મૃત્યુને નજીક દેખી પોતાની પેઠે હતાશ બનેલાં પ્રાણીઓને!
- દુરાંદે, સુકાન તરફથી ઊંચી રહે અને આગળના ભાગે ઢળતી રહે એ રીતે ખડકમાં પરોવાઈ હતી. કલુબિન એ નીચે ઢળતા ભાગ તરફ આવ્યો. ત્યાં ઊભા રહી તેણે દૂર દૂરની ક્ષિતિજ-રેખા સુધી નજર નાખી.
દગો આચરનાર પણ જગતના તંત્રમાં પોતાને અનુકૂળ કંઈક બનવાની આશા રાખતા હોય છે. જગતનું તંત્ર કંઈક એવું છે કે, પોતાની બદમાશી સફળ નીવડશે, એવી ખાતરી વિના તે પગલું ભરી જ ન શકે. કલુબિનને પણ થોડી વાર બાદ પાછી આશા બંધાવા લાગી: ધુમ્મસના આ તોફાનમાં જે વહાણો આસપાસ લાંગરનાખી સ્થિર થઈ ગયાં હશે, તેઓ હવે પોતાની અવર-જવર શરૂ કરવા માંડશે. અને કદાચ તેમાંના કોઈ આ તરફથી પણ પસાર થશે.
અને વસ્તુનાએ પણ દૂર એક સઢ દેખાયો જ!
તે જહાજ પૂર્વમાંથી આવી પશ્ચિમ તરફ જતું હોય એમ લાગતું હતું. પાસે આવતાં દેખાયું કે, તે એક કૂવાથંભવાળું ‘કટર” જહાજ છે. અર્ધાએક કલાકમાં તે દુની બહુ નજીક થઈને પસાર થવાનું એ નક્કી.
કલુબિન તરત જ બોલી ઊઠયો, “આપણે બચી ગયા!”
એ જહાજ વિચિત્ર બાંધણીનું હતું. કદાચ દાણચોરનું જ જહાજ હશે અને પ્લેઇન મૉન્ટ જ જતું હશે! અરે તેમાં બ્લાસ્કિતો પોતે જ કદાચ હશે! નહિ તો આ તરફ બીજું ચાલુ જહાજ તો હોય જ શાનું? અને એ
બ્લાસ્કિતોનું જહાજ જ હોય, તો પછી પોતાને પેલા ભૂતિયા મકાનમાં વધુ રોકાવું પણ નહીં પડે!
Page #145
--------------------------------------------------------------------------
________________
પ્રેસ-બલિદાન
કબિનને તે રૂંવે રૂંવે આનંદના દીવા પ્રગટી ઊઠયા.
હવે એક જ વાત કરવાની રહેતી હતી : અહીંથી ઊતરી લ’ હામે ખડક ઉપર પહોંચી જવું. તેની ટોચ ઉપર ઊભા હોઈએ તે દુરનું જહાજ તરત તેને જુએ અને તેને બચાવી લેવા હાડી મેકલે.
૧૧૮
લ’ હામે ખડક બાએક ફેધમ જ દુર હતા. ત્યાં સુધી તરીને જવું, અને આસપાસના ખૂણાખાંચાઓ ઉપર પગ માંડીને ટોચે ચડી જવું, એ જરાય મુશ્કેલ ન કહેવાય.
પણ દુરાંદેના આગલા ભાગ ખડકમાં ટિચાયો હોવાથી, લુબિન ઊંચા રહેલા સુકાનના ભાગ તરફ આવ્યો. ત્યાંથી તેણે પાણી માપવાની દારી નીચે ઉતારી. તેા તે ભાગમાં પાણી ખૂબ ઊંડું માલૂમ પડયું. એ દોરી સાથે જે પદાર્થો ચાટીને ઉપર આવ્યા, એ ઉપરથી તેને લાગ્યું કે, તે તરફ ખડકો વચ્ચે પાણીના ઊંડા ધરા હતા, જ્યાં ઉપરની સપાટીએ થતી હિલચાલની કશી અસર પહોંચતી ન હતી, અને તેથી જ્યાં એવી બધી વસ્તુઓ પેદા તથા જમા થયા કરતી હતી.
લુબિને હવે ઝટપટ કપડાં ઉતારવા માંડયાં. પેલા જહાજ ઉપરથી બીજાં કપડાં મળી રહેશે એવી એને ખાતરી હતી.
તેણે પોતાનો પટ્ટો કમરે બરાબર ભિડાઈ રહ્યો છે, એની ખાતરી કરી લીધી તથા સાથે સાથે પેલી સ્પ્રિંગ-બૉકસની પણ. લ’હામે ખડક સુધી પહોંચવા પ્રથમ કઈ દિશાએ વળવું પડશે એ પણ તેણે જોઈ લીધું. પછી માથું નીચું રહે તે રીતે તેણે પાણીમાં ઝંપલાવ્યું.
ઊંચેથી પડયો હોવાને લીધે તે પાણીમાં ઊંડે ઊતરી ગયા. પછી આસપાસના ખડકનીધારોને હાથ વડે સ્પર્શતા તે ઉપરની બાજુએ
આવવા લાગ્યો.
અચાનક તેના પગ કોઈએ પકડયો.
Page #146
--------------------------------------------------------------------------
________________
સ્યુ હન્ડો સાથે ટ્રક વાતચીત થયા પછી જિલિયાને તરત
૨૧
‘હું તેને પરણીશ!'
ગામ તરફ દોડયો.
ત્યાં શું બન્યું હશે ? ગામમાં જતાં તેણે જોયું કે, દરેક જણ પેાતાના બારણામાં જ ઊભું હતું અને ચોતરફ બીનેલી મધમાખીના જેવા ગુંજારવ જ સંભળાતા હતા.
સ્ત્રીઓ હાથ લાંબા કરી કરીને બેાલતી હતી, અને પુરુષોનાં મે ગંભીર હતાં. ઠેરઠેર નીચેના અર્થનું વાકય જ સંભળાયા કરતું હતું — “કેવા ગજબ થયા ! કેવું કમનસીબ ! ”
"
જિલિયાતે કોઈને પૂછ્યું નહિ. એમ રસ્તે ચાલતાં યાં ત્યાં પૂછપરછ કરવાને તેને સ્વભાવ જ નહાતા. તે સીધા મેસ લેથિયરીના મકાન ‘ઍવિઝ ’ તરફ જ ચાલ્યા ગયા.
તેની ઉત્સુકતા એટલી બધી હતી કે, તે ઘરમાં પેસતાં જરાય ખચકાયા નહીં. ઉપરાંત બારણું ફટાબાર ઊઘાડું જ હતું અને ઉમરા આગળ સ્ત્રી-પુરુષોનું ટોળું ભેગું થયેલું હતું. દરેક જણ અંદર જ જતું હતું: તે પણ ગયા.
સ્યુ લૅન્ડો બારણાના ચાઠાને અઢેલીને જ ઊભા હતા. તેણે જિલિયાતને જોઈ ધીમે અવાજે પૂછ્યું, “ શું બન્યું છે, તે હવે તમને ખબર પડી ગઈ હશે ? ”
<<
""
,,
તા.
૧૧૨
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૦
પ્રેમ-બલિદાન
66
રસ્તા ઉપરથી બૂમ પાડીને તમને કહેવું મને ઠીક ન લાગ્યું.”
પણ શું બન્યું છે?”
',
<<
“ દુરાંદે ડૂબી ગઈ.
આખા ઓરડા લેાકેાથી ભરાઈ ગયા હતા.
જુદાં જુદાં ટોળાં વળીને લોકો દબાયેલા અવાજે વાતો કરતા હતા – જાણે કોઈ બીમારની પથારીની આસપાસ ઊભા હોય.
દેરુશેત ડૂસકે ડૂસકે રડતી હતી. મેસ લેથિયરી પાર્ટિશનની દીવાલને અઢેલીને તેને પડખે ઊભા હતા. તેના ખલાસીને ટોપા ભમર સુધી નીચે આવેલા હતા. તે કશું બાલતા નહોતા. તેના હાથ નિશ્ચેષ્ટ હતા. તે શ્વાસ પણ લેતા હોય એમ લાગતું નહોતું.
તેને જોતાં જ હર કોઈને લાગે કે, એ માણસનું જીવન નિચાવી લેવામાં આવ્યું છે. દુરાંદે જતાં તેને હવે જીવનમાં કશું પ્રયોજન જ બાકી રહેતું નહોતું. જાણે દુરાંદે જ તેને જીવાત્મા હત; અને તે ખડક સાથે અથડાઈ નાશ પામી ગયા હતા.
દેરુશેત, રડતી રડતી, તેની નજીક એક ખુરશી ઉપર બેઠી હતી અને પેાતાના બે હાથમાં મેસ લેથિયરીના હાથ પકડી રહી હતી. મેસ લેથિયરી . ઓરડામાં આવતા જતા લોકોને જાણે દુરથી શ્વેતા હોય એમ શૂન્ય નજરે જોઈ રહ્યો હતા. જ્યાં માણસને પેાતાના અસ્તિત્વનું જ ભાન ન રહ્યું હોય, ત્યાં બીજાની અવર-જવરના ખ્યાલ તેને શાના રહે? તેનું પેાતાનું હાડ-માંસનું શરીર જ તેને નક્કર લાગવાને બદલે ધુમાડાના ગોટા જેવું લાગતું હતું – સ્વપ્નપદાર્થ જેવું જ કહોને.
લેાકો ટોળે વળી જે સમાચાર વાગાળી રહ્યા હતા, તે આ પ્રમાણે હતા
દુરાંદે સૂર્યાસ્ત પહેલાં એક કલાકે ધુમ્મસમાં વ્રે ખડકો ઉપર અથડાઈ નાશ પામી હતી. કપ્તાન સિવાય બાકીના બધા એક હોડીમાં ઊતરી ગયા હતા. પરંતુ તે હોડી પણ નૈઋત્ય ખૂણેથી આવેલા પવનના તોફાનમાં સપડાઈને, લગભગ ભાગીતૂટી હાલતમાં ગ્યર્નસીની પાર
Page #148
--------------------------------------------------------------------------
________________
હું તેને પરણશ!' ભર-દરિયે કેટલેય દૂર નીકળી ગઈ હતી. રાત દરમ્યાન તેઓને નસીબજોગે “કાશ્મીર” જહાજનો ભેટો થયો, અને તેણે તેમને સૌને ઉપાડી લીધા હતા. આ આખી હોનારતનો દોષ દારૂડિયા સુકાનીનો હોઈ, તેને જેલમાં નાખવામાં આવ્યો હતો.
ટેબલ ઉપર કલુબિને છેવટે દુરાંદેમાંથી કાઢી આપેલ રજિસ્ટરો, નોંધપોથીઓ વગેરેનું પોટલું પડ્યું હતું, અને પોતે મરવા પાછળ રહી, આ કાગળો કાઢી આપવા જેટલી જવાબદારી અને નિષ્ઠા બતાવનાર એ માણસને યાદ કરી સૌ ભાવાર્દ બની જતાં.
કલુબિનનાં વખાણ સૌ કોઈ કરતાં હતાં; તેમ જ તે હવે બચી ગયો છે, એમ પણ સૌ કોઈને ખાતરી થઈ ગઈ હતી. કારણ એ હતું કે, “કાશ્મીર’ જહાજ પછી થોડા કલાક બાદ આવેલું કટર “શિલ્શિયલ’ ધુમ્મસને કારણે દુરાંદેના છેવટના સમાચાર લેનું આવ્યું હતું. તેણે છેલ્લા ચોવીસ કલાક દુરાંદે પાસેના પાણી ઉપર જ ગાળ્યા હતા.
જિલિયાત કમરામાં દાખલ થયો ત્યારે “શિલ્શિયલ 'ને કપ્તાન મેસ લેથિયરીને પિતાને અહેવાલ આપી રહ્યો હતો. તેનું કહેવું આ પ્રમાણે હતું: સવારના અરસામાં, તોફાન પસાર થઈ જતાં, અને પવન ધીમો પડતાં, “શિલ્શિયલ’ના કપ્તાને ખુલ્લા સમુદ્ર ઉપર બળદ બાંઘડતા હોય એવો અવાજ સાંભળ્યો. તે અવાજથી ચકી તેણ શિલ્ટિયલ’ને એ અવાજ તરફ લીધું, તે દુર્ઘના ખડકોમાં ફસાયેલ દુરાંદે તેની નજરે પડી. તે વખતે તોફાન શમી ગયું હોવાથી તે થોડોક વધુ પાસે ગયો. પાણીમાં ડૂબેલા ખડકોવાળા એ વિસ્તારમાં વધુ નજીક તે જવાય તેમ ન હતું. તેણે દુરાંદેમાં કોઈ માણસ રહી ગયું હોય તે તપાસ કરવા બૂમ પાડી. પણ જવાબમાં ડૂબવા લાગેલા બળદો બાંઘડવાનો અવાજ જ સંભળાયો. કોઈ માણસ આસપાસમાં કયાંય ન હતું. ઉપરાંત, દુરાંદે રાતના તોફાન વેળાએ જ્યાં પરોવાઈ ગઈ હતી તે ખડકથી છૂટી પડીને કે અફળાઈને વેરણછેરણ થઈ ગઈ હતી. એટલે કલુબિન દુરાંદે ઉપર જ હોય, તો સહીસલામત જ રહ્યો હોય. છતાં તે ત્યાં ન હતો,
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૧૩
પ્રેમ-બલિદાન
એના અર્થ એટલા જ કે, ધુમ્મસમાંથી બહાર નીકળેલાં કેટલાંય જહાજે તે તરફથી પસાર થયાં હશે, જેમાંના કોઈકે તેને ઉપાડી લીધા હોવા જોઈએ. લૉંગ-બાટમાં વજન વધી ગયું હોવાથી, તાફાન વખતે તેમાં પેાતાનું વજન વધુ ઉમેરવાનું કૅપ્ટન કલુબિને ભલે આવશ્યક ન માન્યું હોય; પણ પછીથી બીજું જહાજ તેને ઉપાડી લેવા માગે, ત્યારે તેમાં ન જવાનું કબિનને કશું કારણ ન હોઈ શકે. ઉપરાંત દુરાંદેની હોનારત કંઈ તેના વાંકે સરજાઈ જ નહોતી, જેથી દુરાંદે સાથે તે’ જ નાશ પામવાનું આત્મહત્યા કરવાનું કલુબિન વિચારે. વાંક તે સુકાનીના હતા.
--
લોકોએ એ સાંભળી, કલુબિન પાછા આવે કે તરત તેને ખભે બેસાડીને આખા ગામમાં તેનું સરઘસ કાઢવાનું ત્યાં ને ત્યાં નક્કી કર્યું. શિલ્ટયલ ' જહાજના કપ્તાને હવે દુરાંદેને છેવટે નડેલી બીજી હોનારતની વાત આ પ્રમાણે કરી
"
એક ખૂબ અણીદાર ખડક ઉપર દુરાંદે પરોવાઈ ગયેલી હતી. અને આખી રાતના તાફાન દરમ્યાન પણ તે એ ખડકને જ વળગેલી રહી હતી. પરંતુ સવારના ‘શિલ્ટિયલ’ જહાજના કપ્તાન દુરાંદે ઉપર કોઈ માણસ નથી એની ખાતરી કરી પાછા ફરવા લાગ્યો, ત્યારે તેણે જોયું કે, તેાફાનની છેલ્લી ઝાપટ જેવું એક ભયંકર મેાજું દૂરથી ધસી આવીને એ પર્વતા સાથે જોરથી અફળાયું. એ મેાજાએ દુરાંદેને જોરથી આંચકો આપી, ખડક ઉપરથી છૂટી પાડીને હવામાં અધ્ધર ઉછાળી અને તેને ગ્રેના બે દંતૂશળાની વચ્ચે ધડાકા સાથે ફેંકી. તે વખતે એક ભંયકર કડાકો સંભળાયા. દુરાંદે ખૂબ ઊંચે ઊછળીને નીચે પડી હાવાથી, બંને બાજુથી તે બે ખડકો વચ્ચે ચપ્પટ ભરાઈ ગઈ. ‘ શિલ્ટિયલ ’ના કપ્તાને દૂરબીન વડે છેવટના નજર કરી ત્યારે દુગ્રેના બંને ધંતૂશળા વચ્ચે ફસાઈ ગયેલા દુરાંદેના ભંગાર પુલ જેવો દેખાતો હતો. દુરાંદેનું બીજું કશું ા સાજું સમું રહેલું નહોતું લાગતું, પણ વચલા ઍજિનવાળા ભાગ તા જેમના તેમ અકબંદ રહેલા દેખાતા હતા.
Page #150
--------------------------------------------------------------------------
________________
“હું તેને પરણુશ!”
૧૨૩ ઈબ્રાન્કમ આ અહેવાલ સાંભળતો હતો, તે બોલી ઊઠ્યો, “સાચી વાત! માલિક, મને ખાતરી છે કે, આપણું એંજિન હજુ જીવે છે!”
ધીમે ધીમે આખા ટોળાની વાતનો વિષય દુરાંદેનું એ નસીબદાર અદ્ભુત ઐજિન જ બની રહ્યું. સૌ કોઈ કહેવા લાગ્યું કે, દુરાંદેને અગત્યનો ભાગ તે તેનું આ અદ્ભુત એંજિન જ હતું; એવું એંજિન ફરી બનાવવા ખૂબ પૈસા જોઈએ એ તે સાચું; પણ પૈસા કરતાંય એ બનાવનાર હોશિયાર કારીગર જોઈએ. અને એ એંજિન બનાવનાર કારીગર તો ક્યારનો મરી ગયો હતો.
- એ એંજીન અત્યારે ભલે સાજુસમું રહ્યું હોય, છતાં પાંચ-છ દિવસના પવન અને પાણીના તોફાન દરમ્યાન એ ત્યાં ને ત્યાં એવી સ્થિતિમાં જ રહે એમ હરગિજ ન માની શકાય. એટલે તુરતરત જો એ એંજીનને બચાવી લેવાય, તો તો દુરને કશી હોનારત જ ન નડી કહેવાય.
પણ એ એંજિન બચાવી લેવું જોઈએ એમ કહેવું એ સહેલી વાત છે, પણ ખરેખર એ કામ પાર પાડવું એ કેવી મુશ્કેલ વાત હતી વારુ? દુના બે દફૂશળો વચ્ચે ફસાયેલા એન્જિનને બચાવી લાવવું હવે પછીના દિવસોમાં એ બાજુનો દરિયો તોફાની જ રહેવાનો. કોઈ ખલાસીભરેલું વહાણ એ કામગીરી માટે એ ખડકો તરફ મોકલવાની તો કલ્પના જ ન કરી શકાય. કારણ કે, એ જહાજ પેલો ખડકાળ ભાગ ઓળંગીને દુ પાસે સહીસલામત પહોંચે તો પણ – જોકે એ અશક્ય વસ્તુ જ કહેવાય – તેમ છતાં ત્યાં પહોંચ્યા પછી એ જહાજ લાંગરે કયાં? દરિયાઈ તોફાનની પહેલી જ ફૂકે લંગરની સાંકળો તૂટી જાય અને એ જહાજ પોતે ખડકો ઉપર ટિચાઈને ચૂરો થઈ જાય. અને જહાજનું તો ઠીક, પણ માણસોય ત્યાં થોડા દિવસ માટે કયાં થોભે? હોમે ખડકની ટોચ ઉપર સપાટ જગા હતી ખરી, પણ તે તો એક માણસ માટે પણ ભાગ્યે પૂરતી કહેવાય !
એટલે બધી વાતનો સાર એટલો નીકળ્યો કે, એક જ માણસે ત્યાં નાની હોડી લઈને જવું જોઈએ – કિનારાથી પાંચ લીગ દૂર! ત્યાં એ
Page #151
--------------------------------------------------------------------------
________________
૨૪
પ્રેમ-બલિદાન
નિર્જન ભયંકર જગાએ તેણે અઠવાડિયાં સુધી એકલા રહેવું જોઈએ. ત્યાં કેવાં પેલાં-ન-કલ્પેલાં જોખમેામાં અને મુશ્કેલીઓમાં તેને રહેવું પડે તેની વાત તે જાણે! અને ભલે કોઈ ગાંડો માણસ ત્યાં જાય પણ ખરો; પણ પછી કિનારેથી તેને નવો ખોરાક કે પુરવઠો કોણ પહોંચાડે? કે તે કોઈ અણધારી મુશ્કેલીમાં સપડાઈ જાય, ત્યારે તેને બચાવવા ત્યાં કોણ જાય? ઉપરાંત બે કરાડો વચ્ચે ચપ્પટ ફસાયેલા એંજિનને ત્યાંથી વછોડીને તે માણસ એકલે હાથે ઉતારી પણ શી રીતે લાવે? જે માણસ એ કામ કરવા તૈયાર થાય, એને વીર કહેવા કરતાં ગાંડો જ વધુ કહેવો પડે.
(C
‘શિલ્ટિયલ’ના કપ્તાને જ પોતાની જાણકારીને આધારે હવે જોખીને આખરી ફેંસલો સંભળાવ્યો ના, ના; એ તો બધું હવે પતી ગયેલું જ ગણવું રહ્યું. ત્યાં જઈને એંજિન પાછું કાઢી લાવવા તૈયાર થનારો માણસ આ પૃથ્વીના પડ ઉપર હજુ જન્મ્યો નથી. ”
આટલું કહી, પછી એ વસ્તુની અશકયતાની ખાતરી કરાવવા તે ડાબા હાથ ઘુમાવીને બાલ્યા
(C
અને જા તે જન્મ્યા હાય......"
દેરુશેતે તરત તે વખતે માથું ફેરવ્યું.
“ તે। હું તેને પરણીશ. ” તે બેલી ઊઠી.
ચેતરફ ચુપકીદી છવાઈ ગઈ.
એક ફીકો પડી ગયેલા માણસ હવે આગળ આવ્યો અને બાલ્યા, “તમે તેને પરણશે, મિસ દેરુશેત?”
એ જિલિયાત હતો.
બધાની આંખા ઊંચી થઈ ગઈ. મેસ લેથિયરી એકદમ ટટાર થઈ ગયા. તેની આંખામાંથી વિચિત્ર પ્રકાશ ચમકવા લાગ્યો.
તેણે પેાતાના ટોપા માથા ઉપરથી ઉતારી જેરથી જમીન ઉપર પટકયો અને લોકો તરફ નજર નાખ્યા વિના પ્રતિજ્ઞા કરતો હોય એવી
રીતે કહ્યું
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૨૫
“હું તેને પરણીશ!' “દેશે તેને પરણશે. હું પરમ પરમેશ્વરના સેગંદ ખાઈને
કહું છું.”
આજે રાતે સાંજના દશ વાગ્યા પછી ચંદ્ર ઊગ્યો હતો; છતાં કોઈ માછીમારો માછલાં પકડવા આખે કિનારેથી નીકળ્યા નહિ. કારણ કે, બપોરે મરઘડે બોલ્યો હતો.
જયારે એવે ટાણે મરઘડો બોલે, ત્યારે માછલાં પકડવા જનારા, લાભને બદલે કશું નુકસાન થશે એમ માની, દરિયામાં હેડી હંકારતા નથી.
છતાં રાતના જયારે એક માછી દૂરથી પાછો ફરતો હતો. ત્યારે તેણે એક હોડીને કિનારો છોડી દરિયા તરફ જવા નીકળતી જોઈ. તેની નવાઈનો પાર રહ્યો નહિ : બધા જ્યારે કિનારા તરફ ાછા ફરતા હોય, ત્યારે ચાહીને દરિયા તરફ નીકળનારો એ મૂરખ કે હતભાગી કોણ હશે વારુ?
થોડી વાર બાદ તેને હલેસાંનો અવાજ સંભળાયો. માત્ર બે હલેસાંને જ અવાજ હતું – અર્થાત્ એક જ માણસ એ હોડી હંકારી જતો હતો! પવન ઉત્તર તરફન હતો, એટલે આ હોડીવાળો અમુક અંતર હલેસાંથી કાપી, પછી સઢ ખેલવાને ઈરાદો રાખતો હોવો જોઈએ. પરંતુ એ તરફની દિશા તો ભયંકર ખડકોવાળી હતી!
એ જ રાતે ગ્યર્નસી ટાપુના કિનારા ઉપરનાં જુદાં જુદાં મથકોએથી જુદા જુદા માણસોએ એ હોડીને માત્ર હલેસાંથી અને પછી સઢ ચડાવીને અમુક દિશામાં જતી જોઈ,– જે દિશામાં માછલાં માટેનું કે માલસામાન લાવવાનું કોઈ સ્થાન જ નહોતું.
પછી તે જોનારાઓએ તે હેડીને એવી જગાએથી પસાર થતી જોઈ કે, જયાં થઈને જવાનું સામાન્ય રીતે એ સ્થળથી પરિચિત એવા કુશળ માછીઓ પણ ટાળે. તો પેલા હોડીવાળાને એવો રસ્તો જાણી જોઈને લેવાની શી જરૂર પડી હશે ભલા?
Page #153
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-બલિદાન
અને કિનારાની એક જગાએથી એક જણે તા એ હોડીને પાસેના પૉઇટથી ગેાળ ફરીને સમુદ્ર તરફ વળતી જોઈ. હવે આગલે દિવસે તે ભારે તોફાન ચડયું હોઈ, આજે પણ સમુદ્ર અશાંત જ હતા. તેવે વખતે સમુદ્રમાં આગળ જવું ! બાપરે! એ માણસના મગજમાં ખીલા ભર્યા છે કે શું? આ બાજુના દરિયાની ઈંચે ઈંચ જગાની માહિતી હોય, તે જ પાણીની અંદર ડૂબેલા ખડકો વચ્ચેની ગલીઓમાં થઈને આગળ હોડી હંકારી શકે.
૧૨૩
પછી ચંદ્ર ઊગ્યો ત્યારે એક નાનકડા ટાપુના એકલવાસી ચોકિયાતે ચંદ્રની અને પેાતાની વચ્ચે થઈને એક કાળા ળા પસાર થતા જોયો. તે એવા તે ચોંકી ઊઠયો કે ન પૂછો વાત. તેણે માની જ લીધું કે એ પેલી કાળી ડાકણ હોવી જાઈએ – જે આસપાસના દરિયા ઉપર અમુક નિયત દિવસેાએ શિકાર શેાધતી ઘૂમ્યા કરે છે.
એ કાળેા એણે કોઈ હોડીના સઢના પણ હોઈ શકે. પણ એ ભાગમાં વિચિત્ર ખડકો વચ્ચે થઈને આ સમયે હોડી સાથે પસાર થવાની હિંમત કરનારો કોઈ માના જણ્યા હાઈ શકે જ નહિ, એવી પેલા ચોકિયાતને ખાતરી હતી.
પ્લેઇનમૉન્ટ પાછળના ગર્નસીના દક્ષિણ કિનારે પાણીમાંથી ભીંતની પેઠે સીધા ઊભા થતા ખડકા વચ્ચે દાણચારોના એક અડ્ડો છે. ત્યાં આગળ હાડીઓને થાભવા તથા લાંગરવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાતના અગિયારેક વાગ્યે ત્યાં બંડલા ઉપર બેઠેલા કેટલાક દાણચારોએ પ્લેઇનમૉન્ટ ભૂશિર આગળ થઈને જતી એક હોડી ચંદ્રના અજવાળામાં જોઈ. દાણચારોને પહેલાં તે લાગ્યું કે, તેમની પાછળ પડેલા ચોકિયાતા સિવાય અત્યારે બીજું કોઈ હોડી લઈને આ તરફ આવવા નીકળે નિહ. પરંતુ એ હાડી તે હાનાઈ ખડકો ઓળંગી, ખુલ્લા દરિયા તરફ જ વળી ગઈ. દાણચારો પણ એ હોડીવાળાની હિંમત જોઈ, મોંમાં આંગળી નાખી ગયા અને બાલી ઊઠયા, આ કર્યું ભૂત હાડી લઈને અત્યારે એ તરફ જતું હશે? ત્યાં અત્યારે એને માટે કોણે શું દાટી રાખ્યું હશે, વારુ ? ”
66
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૨૭.
હું તેને પરણુશ!”
૩ એ જ સાંજે, સૂર્યાસ્ત પછી થોડે વખતે કોઈ જિલિયાતના બુ-દલા-રૂ મકાનનું બારણું ઠોકતા કહ્યું હતું. એ મકાનનાં બારી-બારણાં વગેરે બધું બંધ હતું.
એક બુટ્ટી માછણ હાથમાં ફાનસ લઈ એ તરફ થઈને જતી હતી. તેણે બારણું દોકતા પેલા છોકરાને પૂછયું --
“કોનું કામ છે, બેટા?” “આ મકાનમાં રહે છે તેમનું.” “તે આ મકાનમાં નથી. જોકે, બારીબારણાં બધું બંધ છે!” “કયાં ગયા છે?” “હું નથી જાણતી.” “કાલે આવશે?” “હું નથી જાણતી,” “તે બહારગામ ગયા છે?” “હું નથી જાણતી.”
“ભલાં બાઈ, આપણા કસબાના નવા રેકટર રેવ૦ એબેનેઝર કૉડ તેમને મળવા માંગે છે.
“હું નથી જાણતી.”
અને ખરે જ ડૉકટર જેકેમિન હેરોદ પોતાને સ્થાને સેંટ ઍસનમાં નવા નિમાયેલા રેકટર રેવ એબેનેઝર કોડ્રેને લઈને કસબાનાં અમુક ઘરોમાં ઓળખાણ-પિછાન કરાવવા નીકળ્યા જ હતા. તે પોતે હવે બદલી થવાથી અહીંથી સેંટપિયરે ચાલ્યા જવાના હતા.
જુવાન રેવ૦ એબેનેઝર કૌ બહુ ખૂબસુરત માણસ હતા. તેમના ચહેરા ઉપર તેમના ધંધાને યોગ્ય ગંભીરતા હતી, પરંતુ એ ગંભીરતા મનની હતી, શરીરની નહિ. એમની ઉંમર પચીસ વર્ષની હશે,
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૨૯
પ્રેમબલિદાન
પણ દેખાવમાં તે અઢાર વર્ષના જ લાગતા હતા. તેમનું અંતર ભલે પવિત્ર-પ્રેમ એટલે કે ભક્તિ માટે સરજાયું લાગે, પણ તેમનું શરીર તા જાણે પ્રેમ કરવા માટે જ સરજાયેલું હતું. તેમના ગુલાબી, તાજગીભર્યો ચહેરો, જુવાન છોકરી જેવા તેમના ગાલ, અને તેમના નાજુક હાથ એ બધું તેમના ભાવનાભર્યા ચહેરા સાથે ઉમેરાઈ, તેમના પ્રત્યે એક પ્રકારનું સબળ વૈયક્તિક આકર્ષણ ઊભું કરતું હતું. તેમનું હાસ્ય ભલમનસાઈભર્યું હતું. અને તેમના દાંત બાળક જેવા ચમકતા હતા. તેમનામાં રાજદરબારી હજૂરિયાની નમ્રતા બંને એકી સાથે ભળેલાં હતાં.
અને બિશપનું ગૌરવ
તેમના સ્રીજનેાચિત ગાઢા સાનેરી વાળ નીચે વિશાળ ઘાટીલું કપાળ અને ઊંચી ભમરો આવેલાં હતાં. એમને જોતાં લાગી આવે કે, સામાન્ય જનસમાજથી બધી રીતે જુદા પડતા દેખાતા આવા પુરુષોના જ ભ્રમા ઋષિઓ પેદા કરે છે, અને અનુભવા પંથપ્રવર્તકો સર્જે છે.
એમની પારદર્શક જુવાનીમાંથી તેમનું પરિપકવ અંતર આબેહૂબ પ્રગટ થતું હતું. તેમની સાથેના સફેદ વાળવાળા જૅકમિન હરોદની સાથે તેમને સરખાવીએ, તો પહેલી નજરે તે એમના પુત્ર જ લાગે; પણ બીજી નજર નાખતાં જ કહેવું પડે કે, ના, ના, એ જ પેલાના બાપ હશે! આ બેને ખાસ મળવા આવેલા જોઈ, દેરુશેત એકદમ ઊભી થઈ ગઈ. પેલા જુવાન પાદરીએ નમન કર્યું.
મેસ લેથિયરી તે જુવાનિયા સામે નજર કરતાં
“ ખલાસી તરીકે નાલાયક ! ”
ગ્રેસ ખુરસી લઈ આવી, તેના ઉપર બંને આગંતુકો બેઠા. ડૉકટર હૅરાદે તે ભાષણ શરૂ કરી દીધું – દુરાંદેની હોનારતના સમાચાર તેમને મળ્યા હતા. ધર્મગુરુ તરીકે દુ:ખી અને હતાશ થયેલાંને આશ્વાસન અને માર્ગદર્શન આપવાની પોતાની ફરજ સમજીને તે આવ્યા હતા. તેમણે જે કહ્યુ તેને સાર એ હતો કે
જ ગણગણ્યા,
Page #156
--------------------------------------------------------------------------
________________
‘હું... તેને પરણીશ ! '
૧૨૯
– દુરાંદેના અકસ્માત એક કમનસીબી ગણાય. પણ તેને બીજી રીતે સદ્ભાગ્ય પણ માની શકાય. આપણી જાતને તપાસીએ, તે આપણે આપણી સમૃદ્ધિથી છકી નથી જતા, વારુ? સુખને સમુદ્ર બહુ ોખમભરેલા છે. ભગવાન કોઈ અગમ્ય હેતુથી જ આવી કસોટી મેાકલે છે. મેસ લેથિયરી અલબત્ત પાયમાલ થઈ ગયા છે. પણ પૈસાદાર – તવંગર હોવું એ બહુ જોખમભરેલી વસ્તુ હોઈ, વધુ પાયમાલીનું કારણ બની રહે.
– સમૃદ્ધિ વખતે આપણને જે ખાટા મિત્રા આવી મળ્યા હોય છે, તે ગરીબાઈ આવતાં દૂર થઈ જાય છે. ગરીબાઈમાં જ માણસ એકલેા રહેતા થય છે. અને એકલા રહેવાની જ ભગવાનની આજ્ઞા છે. દુરાંદે દર વર્ષે હજાર પાઉંડ જેવી આવક ઊભી કરતી. ડાહ્યો માણસ એટલી બધી સંપત્તિ રાખવા ન ઇચ્છે. આપણે પ્રલેાભનાથી દૂર ભાગવું જોઈએ. સાનાને આપણે તિરસ્કારવું જોઈએ. એટલે પાયમાલીને કારણે આવી પડેલી આ એકલતાને કૃતજ્ઞભાવે માથે ચડાવી લેા ! એકલતામાં બહુ લાભ છે. તેનાથી પરમાત્માની કૃપા આપણને વહેલી પ્રાપ્ત થાય છે– કારણ કે આપણું લક્ષ પ્રભુ પ્રત્યે વધારે રહે છે.
–વળી પરમાત્માના માર્ગો અકળ હોય છે: તે આવી કોઈ પાયમાલી પછી વધુ ઉન્નતિ તરફ પણ આપણને લઈ જાય છે. અને દુરાંદેની ખાટના લૌકિક રીતે પણ બીજા કશા બદલા નહિ વળી રહે, એમ કોણ કહી શકે? દાખલા તરીકે, “જુઓને, મેં પોતે જ હમણાં મારી મૂડી શેફિલ્ડમાં નવા થવા લાગેલા ધંધામાં રોકી છે. મેસ લેથિયરી પણ પેાતાની બચેલી મૂડી એ ધંધામાં રોકીને પાતાની ખાટ ઘેાડા વખતમાં જ ભરપાઈ કરી શકે, પોલૅંડ ઉપર ચડાઇ કરવા ઇચ્છતા ઝાર-બાદશાહે શસ્ત્રો માટેના મોટો ઑર્ડર મૂકલા છે. શેફિલ્ડના એ શસ્ત્રસરંજામના કારખાનામાં મૂડીરોકાણ કરવાથી ત્રણસે ટકા વળતર મળી રહેવાની ખાતરી છે.
""
,,
“ માટે ઝારની લડાઈ સાથે કશી લેવાદેવા રાખવી નથી. લેથિયરી બાલ્યા.
ટૉ. ૯
Page #157
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-બલિદાન
“મેસ લેથિયરી, રાજાઓ પરમાત્માએ જ ઊભા કર્યા છે: ધર્મપુસ્તકમાં ફરમાન છે કે, ‘સીઝરની વસ્તુઓ સીઝરને આપ.' અને ઝાર એ સીઝર જ કહેવાય.”
૧૩૦
“એ સીઝર કોણ છે? હું તેને ઓળખતા નથી.”
--
રૈવ૦ જંકેકંમન હેરોદે શેફિલ્ડના શસ્ત્રસરંજામના કારખાનાના વાત પડતી મૂકીને બીજી ઉપાડી ‘તમને રાજા ન ગમતા હોય, તો પ્રજાશાહી વાળા દેશ અમેરિકા છે. ત્યાં કરેલું મૂડીરોકાણ ઇંગ્લેંગ્લેંડ કરતાંય વધુ વળતર લાવી આપે છે. ટૅકસાસનાં પ્લૉન્ટેશનોના વિકાસ માટેની એક ગંજાવર કંપનીના શેર ખરીદવા જેવા છે. તે કંપની વીસ હજાર નિગ્રા મજૂરોથી કામ ઉપાડવાની છે.”
,,
“ગુલામેાની ગુલામી મને મંજૂર નથી. ” લેથિયરીએ જવાબ આપ્યો.
<<
વાહ, ગુલામી એ તે પવિત્ર સંસ્થા છે – તદ્દન શાસ્રમાન્ય. જુઓને ધર્મપુસ્તકમાં લખ્યું છે કે, ‘માલિક જો ગુલામને મારે, તે તેને સજા નહિ કરવામાં આવે; કારણ કે, ગુલામ એ તેની મૂડી છે.””
ડૉકટર હેરોદે પણ મનમાં માની લીધું કે, રશિયન કે અમેરિકન કોઈ ધંધામાં મુડીરોકાણ કરી શકાય તેટલી મૂડી જ કદાચ મેસ લેથિયરી પાસે રહી નહિ હોય. એટલે તેમણે સરકારી નોકરીમાં જોડાઈ જવાની ભલામણ તેને કરી. જર્સીના ડેપ્યુટી-વાઈકાઉંટની જગા ખાલી હતી, અને રેવ૦ હેરોદ પેાતાની લાગવગથી (અને અલબત્ત, મેસ લેથિયરીની પેાતાની ખ્યાતિથી ) એ જગા સહેલાઈથી મેળવી આપી શકે, એમ હતા. તેમણે ઉમેર્યું, “વાઇકાઉંટને હો કે બહુ સારો કહેવાય: તેને સુપ્રીમ કોર્ટની બેઠક વખતે રાજાજીના પ્રતિનિધિ તરીકે હાજર રહેવાને હક હોય; એટલું જ નહિ, સેશન્સ-હાઉસની ચર્ચા વખતે અને ન્યાયે ફરમાવેલી સજાઓની અમલ-બજાવણી વખતે પણ હાજર રહેવાના અધિકાર હાય છે.” લેથિયરીએ ડૉકટર હૅરોદ તરફ નજર સ્થિર કરીને ટૂંકમાં જણાવ્યું,
66
“મને ફાંસીની સજા મંજૂર નથી.”
Page #158
--------------------------------------------------------------------------
________________
હું તેને પરણીશ !'
૧૩૧ “વાહ, મેસ લેથિયરી, મોતની સજા તે પરમાત્માએ માન્ય રાખેલી છે. ધર્મપુસ્તકમાં લખેલું છે કે, “આંખ સામે આંખ, અને દાંત સાટે દાંત.”
પણ આ વખતે રેવ૦ એબેનેઝર બોલી ઊઠ્યા, “આ માણસ જે કંઈ કહે છે, તે પોતાના અંતરાત્માના અવાજ અનુસાર કહે છે.”
પણ ૉકટર હેરોદે તરત જ પોતાના ખીસામાંથી બાઇબલનો નાનો ગુટક કાઢયો અને કહ્યું, “જયારે આપણું પામર મન કશી વાતનો નિર્ણય ન કરી શકતું હોય, ત્યારે મનુષ્યમાત્રના આ અંતરાત્માને પૂછવું જોઈએ.”
મેસ લેથિયરી અચાનક પોતાનો મુદ્દો ટેબલ ઉપર ઠોકીને બોલી ઊડ્યો, “હતુ તારીની! મારી જ ભૂલ હતી!”
શી બાબતમાં?” “મેં દુરાંદેને શુક્રવારે પાછા ફરવાનું રાખ્યું, એ બાબતમાં.”
ડૉકટર હેરોદે જણાવ્યું, “આવા વહેમ ન રાખવા ઘટે; શુક્રવાર પણ બીજા વાર જેવો વાર છે. કેટલી બધી સારી સારી લૌકિક ઘટનાઓ શુક્રવારે જ બની છે: “મે-ફલાવર” જહાજ* અમેરિકા શુક્રવારે જ પહોચ્યું હતું. વૉશિંગ્ટન તા. ૨૨-૨-૧૭૩૨ના રોજ શુક્રવારે જ જમ્યો હતો. ક્રિસ્ટોફર કોલંબસે અમેરિકા ખંડ તા. ૧૨-૧૦-૧૮૯૨ ના રોજ શુક્રવારે જ શોધી કાઢયો હતો.” ' પરંતુ મેસ લેથિયરીને હવે લગભગ બેધ્યાનપણે જ બેસી રહેલો જોઈ, બંને ધર્માચાર્યો વિદાય થવા માટે ઊઠ્યા. ગ્રેસ અને દુએ આદરપૂર્વક તેમને માટે બારણું ખોલ્યું.
0 હેરોદે રેવડ એબેનેઝર કોડ્રેને કાનમાં ધીમેથી કહ્યું, “ તેણે આપણને વંદન પણ ન કર્યા. એ શૂનમૂન થઈ ગયો છે. કદાચ ચિત્તભ્રમ પણ થયો હોય.”
હવે તેમણે થોડો વિચાર કરી, પોતાનું બાઇબલ પોતાના લાંબા કરેલા હાથમાં ધરી રાખ્યું. જાણે પંખી ઊડી ન જાય તે માટે પકડી રાખે તેમ. એ જોઈ હાજર રહેલાં સૌમાં એક પ્રકારની ઇંતેજારી વ્યાપી ગઈ.
થી પિત્રીમ્સ ફર્સને ૧૯૨૦ માં અમેરિકા લઈ ગયેલું.
Page #159
--------------------------------------------------------------------------
________________
પ્રેમાલિકાન
ડૉકટર હૅરાદ ગંભીર અવાજે બાલ્યા
“ મેસ લેથિયરી, અમે તમને શાંતિ, સલાહ અને આશ્વાસન આપવા આવ્યા હતા. એટલે તમારા મનનું કાંઈ પણ સમાધાન કર્યા વિના ચાલ્યા જઈએ એ ઠીક ન કહેવાય. એટલે જુઓ, આ બાઇબલ હું તમારે નિમિત્તે ઉઘાડું છું; એ રીતે ઉઘાડતાં અને તે પાન ઉપર આંગળી મૂકતાં જે વાય નીકળે, તે ઈશ્વરનો તમારા માટેના આદેશ ગણજો. તે આદેશ પછી આપણે સ્વીકારી લેવા જોઈએ, અને તે અનુસાર શ્રદ્ધાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક વર્તવું જોઈએ. આપણને શાની જરૂર છે, તે ઈશ્વર જ જાણી શકે. મેસ લેથિયરી, તમે અત્યારે મુશ્કેલીમાં આવી પડી, ખૂબ મૂંઝાઈ ગયા દેશ આ ધર્મપુસ્તક તમારું આશ્વાસન બની રહેશે; તમે બીમાર બની ગયા છે. – આ ધર્મપુસ્તક તમારે માટે આરોગ્યની ચાવીરૂપ નીવડશે.
૧૩૨
―
<<
આમ કહી તેમણે તરત એ ગ્રંથનાં ગમે તે બે પાનાં વચ્ચે પેાતાના નખ ખાસી તેને ઉઘાડયું તથા એમ ઊઘડેલા પાન ઉપર ફાવે ત્યાં પેાતાની આંગળી મૂકી દીધી. પછી તે આંગળી નીચેનું વાકય આ પ્રમાણે વાંચી બતાવ્યું -
“ આઇઝેક પેલા કૂવાને રસ્તે ચાલ્યો.
રેબેકાએ આઇઝેકને જોઈને કહ્યું : આ કોણ ખેતરમાં થઈને આપણને મળવા આવે છે ?
66
અને આઇઝેક તેને પાતાના તંબૂમાં લઈ આવ્યા અને રૅબેક તેની પત્ની બની.”
એબેનેઝર અને દેશેતે તરત જ એકબીજા સામું જોયું.
""
Page #160
--------------------------------------------------------------------------
________________
“ટૉઇલર્સ ઑફ ધ સી” [વિકટર હ્રગા કૃત નવલકથા “પ્રેમબલિદાન ” ]
ખંડ ૨ જો પ્રેમનું બલિદાન
Page #161
--------------------------------------------------------------------------
________________
Page #162
--------------------------------------------------------------------------
________________
જ્યાં જવાય નહિ અને ગયા પછી પાછા અવાય નહિ
આગલી રાતે ગુર્નસીના કિનારાનાં ઘણાં સ્થળોએથી જે હોડી જોવામાં આવી હતી, તે જિલિયાતની ડચ બોટ હતી, અને તેને હંકારી જનારો જિલિયાત પોતે હતો.
જિલિયાત કિનારા પાસેની રોનલને રસ્તે ખડકોમાં થઈને માર્ગ કાપતો હતો, એ રસ્તો બહુ જોખમભરેલો કહેવાય, પણ સૌથી ટૂંકો અને સીધો પણ.
એમ કરવાનું કારણ એટલું જ હતું કે, શેમાં ભરાયેલું રાંદેનું જિન ત્યાં કેટલો વખત ભરાઈ રહેશે એનું શું ઠેકાણું? એક કલાકનું ડું થાય તો પણ કદાચ હંમેશ માટે તક હાથમાંથી નીકળી જાય. અને કલાક વહેલા પહોંચ્યા હોઈએ, તો કંઈ ને કંઈ ઉપાય કરી શકીએ. - જિલિયાતને કોઈની નજરે ચડવું પણ ન હતું. જાણે કોઈ ભાગેડુ ગુપચુપ ભાગી જતો હોય, તેવું તેનું વર્તન હતું; – અથવા જાણે કોઈ ગુનો કરવા છાનોમાનો જતો હોય ! ( વાત એમ હતી કે, અશકય દેખાતા આ સાહસમાં તેણે ઝંપલાવ્યું હતું, તથા પોતાની જાતને ડગલે ને પગલે આવી પડનારાં જોખમોમાં નાખી હતી, છતાં તેને બીજો કોઈ હરીફ એમાં ઝંપલાવે એનો ડર હતો !
સવારનો પ્રકાશ થવા આવ્યો અને સામેની બાજુ ચંદ્ર આથમવા લાગ્યો, ત્યારે તે દુવ્ર નજીક પહોંચ્યો. દુના બંને દંકૂશળો આગલી રાતના તફાનના પાણીથી હજુ દદડતા હતા;- જાણે બે પહેલવાનો કુસ્તી કરીને પરસેવાથી નીતરતા ન હોય!
૧૩૫
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૬
પ્રેમબલિદાન જ્યારે જિલિયાત એ ખડકોની આસપાસનાં પાણીમાં પહોંચ્યો, ત્યારે સૂર્યોદય થયો હતો. તેણે દોરી વારંવાર નાંખવા માંડી.
પોતાને ઘેર દરિયાઈ મુસાફરી માટેનો અમુક નિશ્ચિત સામાન તે તૈયાર રાખો. જેમ કે બિસ્કૂટનો થેલો, આટાની-ગૂણ, સૂકવેલાં માછલાં, શેકેલું માંસ, મીઠા પાણીનું મોટું કેન, ઊની-કપડાંની એક પેટી, પગે વીંટવાના ડામર વાળા પટા, અને રાતે જાકિટ ઉપર ઓઢવાનું ઘેટાનું ચામડું. બુ-દ-લા-રૂ છોડતી વખતે તેણે આ બધી ચીજો ઉપરાંત તાજો રોટીનો એક મોટો પાઉં પણ સાથે લઈ લીધો હતો. જલદી નીકળવાની ઉતાવળમાં તેણે ઓજારોમાં એક હથોડો, કુહાડી અને ફરસી, તથા હૂકવાળું ગાંઠાળું દોરડું – એટલાં વાનાં સાથે લીધાં હતાં.
માછલાં પકડવાની જાળ વગરે સાધન તો માત્ર ટેવને કારણે જ તેણે હોડીમાં લીધાં હતાં. એ ખડકોવાળા દરિયામાં એમને કશો ઉપયોગ કરાય તેમ હતું જ નહિ: માછલાં શાંત પાણીમાં જ રહે.
જિલિયાત દુ નજીક આવ્યો, ત્યારે ઓટ શરૂ થઈ ગઈ હતી. એટલે દુના બે દંકૂશળ જે બે ખડકો ઉપર ખડા થયેલા હતા, તેમના પાયાને ભાગ બહાર દેખાવા લાગ્યો હતો. ઊંચે એ દંકૂશળોમાં દુરાંદનો ભંગાર જાણે જકડનાં બે પાંખિયાંથી પકડયો હોય તેમ અધ્ધર તોળાઈ રહ્યો હતો.
પાયાના ખડકો ખુલ્લા રહે ત્યાં સુધીમાં ત્યાં પોતાની હોડીના માલ ઉતારવા માટે અથવા નિરીક્ષણ કરવા માટે સગવડ હતી. જિલિયાતે ત્યાં આગળ હોડી ધકેલીને સ્થિર કરી.
દુરાંદે હવે બરાબર તેના માથા ઉપર, ઊંચે, પાણીરેખાથી પચીસ ફૂટ ઉચે તેળાયેલી હતી. એટલું મોટું વજન એટલે ઊંચે ફંગોળનાર દરિયાના તોફાનની માત્ર કલ્પના જ કરવી પડે. અને પવને પણ કેટલું નિશાન લઈને એ બે ખડકો વચ્ચે આ ાચર ઠોકી બેસાડી હશે! દુરદને આગળનો ભાગ જુદો પડી જઈને પાણીમાં તણાઈ ગયો હતો
Page #164
--------------------------------------------------------------------------
________________
*ed ñ – F≠ dey કુલ Fig thlete tide Ple PleàJ&J
Page #165
--------------------------------------------------------------------------
________________
Page #166
--------------------------------------------------------------------------
________________
જ્યાં જવાય નહિ અને ગયા પછી પાછા અવાય નહિ ૧૩૭ અને આસપાસના ખડકોમાં તૂટી-ફૂટી હાલતમાં વેરવિખેર પડ્યો હતો. ભંડકિયું ખુલ્લું થતાં એમાંનાં ઢોરનાં મડદાં પણ દરિયામાં ઠલવાઈ ગયાં હતાં.
આગળની પાટિયાંની દીવાલનો મોટો ભાગ હજુ પાછલા ભાગને વળગીને લટકી રહ્યો હતો. પરંતુ કુહાડીને એક ટકો વાગતાં જ તે નીચે તૂટી પડે તેમ હતું.
આસપાસના ખડકોની બખોલોમાં પાટડા, પાટિયાં, સઢનાં ચીંથરા, સાંકળના ટુકડા, અને એ બધી જાતને ભંગાર પથરાયેલો હતો.
સૂર્ય જળહળતો ઊંચો આવી રહ્યો હતો, અને દરિયો શાંત હતે.
દુના બે દફૂશળો આકારમાં તેમ જ કદમાં જુદા હતા.
નાને-દુર્ઘ વાંકો તથા અણીદાર હતો; પણ તેની વચમાં વચમાં ઈંટના રંગના આકારના પોચા ખડકની સેર આમ તેમ ફેલાઈ હોવાને કારણે તેમાં ઠેર ઠેર ખાંચાઓ પડી ગયા હતા, અને એ ખાંચામાં પગના પંજા ભેરવી, કોઈને ઉપર ચડવું હોય તો ચડી શકે તેમ હતું. આવો એક ખાંચે તો મોજાંના પછડાટ અને કોતરકામથી એવડો મોટે થઈ ગયો હતો કે, તેમ એક બાવલું મૂકી શકાય. અલબત્ત, એ ખડક ટોચે તે *ગડાની પેઠે અણીદાર હતો.
મોટો-દુ સળંગ લીસો તથા ઉભડક હતો. આખા એક સલાને જ જાણે તે બનેલો હતો. કાળા રંગનો હાથીદાંત હોય તેની પેઠે તે ચમકતો હતો. આખા ખડકમાં કયાંય ખાંચો કે બખેલ જેવું હતું નહિ. માત્ર ટોચ ઉપર તેને “લ હોમ' પર્વતના જેવી સપાટી હોય એમ દેખાતું હતું. પણ ત્યાં સુધી ચડવું અશક્ય હતું.
' અર્થાતુ નાના-દુર્ઘ ઉપર ચડી શકાય ખરું, ત્યારે તેની ટોચ ઉપર થોડી વારેય થોભી શકાય તેવું ન હતું, જ્યારે મોટા-દુ ઉપર થોભી શકાય તેવું હતું, પણ ચડી શકાય તેવું ન હતું.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પ્રેમ-બલિદાન જિલયાત બંને ખડકોનું પ્રારંભિક નિરીક્ષણ કરી લીધા બાદ પિતાની હોડીમાં પાછો આવ્યો. પછી તેણે પોતાની હોડીને સામાન નાના-દુના પાયા આગળના પાણીની સપાટી પાસેના ખાંચા ઉપર ઉતાર્યો અને તે બધાનું ડામર-કાપડમાં બંડલ બાંધી તેના ઉપર આંકડો ભેરવી દીધો.
પછી તે બંડલ તેણે પાણી ન પહોંચે તેવા ઉપરના એક ખાંચા ઉપર મૂકી દીધું. ત્યાર બાદ એક પછી એક ખાંચામાં હાથપગ ભેરવી તે નાના-દુર્ઘ ઉપર ચડવા માંડયો. દૂરાંનો એક છેડો જ્યાં પકડાયેલો હતો ત્યાં સુધી જઈ, બાજુએથી તેના તૂતક ઉપર તે કૂદી પડ્યો.
| દુરાંદેનું દૃશ્ય હૃદયદ્રાવક હતું. દરિયાનું તોફાન લૂંટારુઓની ટોળીના હુમલા જેવો અત્યાચાર કરતું હોય છે. વાદળ, વીજળી, વરસાદ, પવનો, પાણી અને ખડકો એ બધા ભયંકર સાગરીતો કહેવાય.
દરિયાને જાણે નહોર હોય છે, પવનને તીણા દાંત હોય છે, અને મોજાને મોટું જડબું હોય છે. તે જડબું એકી સાથે તાણે છે, તડે છે અને ભૂકો કરે છે. દુરાંદેની ખાનાખરાબી જઈને, એમ જ કહેવાનું મન થઈ આવે કે, આ કેવી બદમાશી !
જિલિયાતે શિલ્શિયલ' ના કપ્તાનને માંએ દુરાની હોનારત અંગે આંખો દેખ્યો જે અહેવાલ સાંભળ્યો હતો, તે ઉપરથી તેને કલ્પના નહોતી આવી કે, દુરાંદેના અધવચથી જ ટુકડા થઈ ગયા હતા. એ વિગત સિવાયનું બાકીનું બધું વર્ણન યથાતથ હતું. અર્થાત્ માણસનું ધડ પેટ આગળથી અઅર્ધ કાપી નાખે, અને આંતરડાં બહાર લબડી પડે, તેવો દુરાંદનો ઘાટ થયો હતો. સુકાનવાળો પાછલો ભાગ ખખરો થવા છતાં પણ સાજ સમો હતો; તેમ જ જિનનો ભાગ તો એક જ અખંડ લોખંડની પ્લેટ ઉપર જડેલો હોઈ, સાબૂત રહ્યો હતો. સુકાનનું જંગી “કેસ્ટન * પણ એંજિન પેઠે અડગ રહ્યું હતું.
આ લેખંડના દંડાથી ફેરવવાનું, જહાજનો કેબલ વીંટવાનું ચક્કર.
Page #168
--------------------------------------------------------------------------
________________
જ્યાં જવાય નહિ અને ગયા પછી પાછા અવાય નહિ ૧૩૯
એંજિન જોકે સહીસલામત રહ્યુ હતું, પણ તે કેટલા દિવસ માટે ? બિલાડી જેમ રમત ખાતર પોતાના શિકારને થોડો વખત જીવતો રાખે છે, ધીમે ધીમે તેનો નાશ કરવા માટે જ કહોને, તે પ્રમાણે દરિયાએ પણ અંજિનને થોડો વખત જીવતું રાખ્યું હતું,— ધીમે ધીમે ખતમ કરવા માટે જ !
દુરાંદે ખરી રીતે બ્રેના દંતૂશળોની કેદી બની હતી. તેમાંથી તેને
છોડાવવી શી રીતે ?
પરંતુ જિલિયાતને પ્રથમ તો પોતાની હોડીને લાંગરવાનું સહીસલામત સ્થળ શોધવાનું હતું.
દુરાંદે એક બાજુ ઊંચી અને એક બાજુ ઢળતી રહે એમ ફસાઈ હોવાથી, જિલિયાત જમણી બાજુની ઊંચી થયેલી પૅડલ-બૉકસ ઉપર ચડવ અને ચારે તરફ નજર કરવા લાગ્યો.
દુવ્રના બે દંતૂશળો બે બાજુ સમાંતર ચાલતી ખડકોની હારમાળાના દરવાજા રૂપ હતા. પણીમાં ડૂબેલા ખડકોમાં આવી લાંબી લાંબી ગલીઓ બહુ સામાન્ય હોય છે. જો કે, ઓટ વખતે પણ એ બધું પૂરેપૂરુ નજરે પડતું જ નથી. પવનનાં તોફાનો વખતે એ ગલીઓ ફાવે તેમ કોતરાપેલી હોય છે. ગલીઓ વચ્ચે રોકાયેલો પવન ઉદ્દંડ બની જાય છે, અને પોતાનું બધું જોર ત્યાં જ દાખવે છે.
દંતૂથો વચ્ચેથી શરૂ થતી એ ગલી શરૂઆતમાં તો બંને બાજુના ખડકોની પાણી ઉપર દેખાતી કિનારીઓ અને ટોચાથી નજરે પડતી હતી. થોડે દૂર ગયા પછી એ બધું પાણી નીચે એકાકાર થઈ જતું હતું. પણ પછી થોડે દૂરથી બીજી એવી ગલી શરૂ થતી દેખાતી હતી. એમ તૂટક તૂટક એ બધું ‘લ’હોમે ’– ખકક સુધી લંબાતું હતું. ‘લ’હોમે’ ખડક એને છેડે કિલ્લાની પેઠે આવેલો હતો.
આવા વચ્ચે ગલીવાળા ખડકો, અંદર અમળાતા અને ફૂંફાડા મારતા પાણીને કારણે જ નહિ, પણ સાથોસાથ, વચ્ચે ઊભાં થતાં બીજાં બળોને કારણે પણ વધુ ભયંકર બનતા હોય છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૦
પ્રેમઅલદાન એ ખડકો સામાન્ય રીતે પૂર્વાભિમુખ હોય છે. તેને કારણે હવા અને પાણીની ક્રિયાની તેમની ઉપર ભારે મોટી અસર પડે છે.
એ ખડકો આખા તોફાનમાં પથરાયેલાં રહેતાં વિકરાળ બળોને પિતા તરફ જાણે ખેંચે છે. આવા ખડકો નજીક તોફાન સૌથી વધુ ભયંકર સ્વરૂપ પકડતું હોય છે.
પવનનું ઘડતર પણ વિવિધ શક્તિઓના સંમિશ્રણ રૂપ હોય છે. તે સાદુંસીધું બળ નથી. એ રાસાયણિક બળ પણ છે, તેમ જ ચુંબકીય બળ પણ છે. એની પ્રક્રિયા કંઈક અગમ્ય જ હોય છે. પવન હવાઈ તેમ જ વૈદ્યુતિક બને છે. કેટલાક પવનો મોજાને સો ફૂટ ઊંચાં ઉછાળે છે; કેટલાક પવનો દરિયા ઉપર એટલાં બધાં ગાંઠ-ગુમડ ઊભાં કરી દે છે કે, તેની તરફ નજર કરતાં જ બીક લાગે. કેટલાક પવનો આગ જેવી અસર દાખવે છે: તેઓ પર્વતની ટોચો ફાડી નાખે છે.
પણ પવન જેટલો જ દરિયોય અગમ્ય છે – અનેક બળોના અને શક્તિઓના સરવાળા જેવો. ઉપરનાં નજરે દેખાતાં મોજાંની નીચે, નજરે ન દેખાતાં તેની તાકાતનાં બીજાં મોજાં રહેલાં હોય છે.
આખા વિશ્વમાંથી બધું તણાઈ આવી દરિયામાં જમા થાય છે. જમા થાય છે, એટલું જ નહિ પણ, તેનું રૂપાંતર પણ થાય છે. બધું ઓહિયાં કરીને દરિયો જાણે પાછું અવનવું જ સરજે છે.
દરિયામાંથી ઊભું થતું ફૉસ્ફરસ કેટલાય પ્રકાશના, આગના અને તારામંડળના દેખાવો ઊભા કરે છે. ભૂકંપની અસર દરિયામાં પણ કારમી થાય છે. ૧૮૬૪ ના અંતભાગમાં મલબારથી સોએક લીગ દૂર આવેલા માલદીવ-ટાપુઓમાંનો એક ટાપુ પાણીમાં ડૂબી ગયો અને બૂડેલા જહાજની પેઠે તળિયે બેઠો. સવારમાં તેને જોઈને આગળ ગયેલા માછીમારો પાછા ફર્યા, ત્યારે એ આખો ટાપુ જ ક્યાંય જોવા ન મળે!
'જર્સી અને ગર્નસી ટાપુઓ પહેલાં ફ્રાન્સ-ગૉલના ભાગરૂપ જ હતા.
પણ આપણે મૂળ વાત ઉપર આવીએ, જિલિયાત પોતાની હોડી માટે સહીસલામત સ્થળ શોધતો હતો.
Page #170
--------------------------------------------------------------------------
________________
જ્યાં જવાય નહિ અને ગયા પછી પાછા અવાય નિહ ૧૪૧ ખડકોની આ ગલી ‘લ’હોમે’ ખડક આગળ જ્યાં પૂરી થતી હતી, ત્યાં એક ખાડી જેવું તેની નજરે પડયું. તે ખાડી બધી બાજુએથી ખડકોથી ઘેરાયેલી હતી.
કદાચ ત્યાં હોડીને લાંગરવાનું સહીસલામત ઠેકાણું મળી આવે એમ માની, જિલિયાતે તેને બરાબર નિહાળવા માંડી; એ ખાડી ઘોડાની ખરીના આકારની હતી. તેનું માં પૂર્વ તરફના પવન બાજુ હતું. આ તરફ ફૂંકાતા બધા પવનોમાં પૂર્વ તરફના પવન હળવા હોય છે.
અને જિલિયાતને બીજી પસંદગી કરવાનો વિકલ્પ પણ કયાં હતો ? એટલે હવા હજુ શાંત હતી તે દરમ્યાન જિલિયાતે પોત!ની હોડી તે તરફ હંકારવા માંડી. ‘લ’હોમે’ પહોંચ્યા પછી તેણે એ ખડીમાં પેસવાનો રસ્તો શોધવા માંડયો.
ખાડીનો ઊંડો ભાગ હતો ત્યાં અમુક પ્રકારનાં ન!નાં મોજાંની લહરો ઊઠયા કરતી હતી, જે અનુભવી ખલાસીની નજરે જ પડી શકે. તેણે સાચવીને અંદર પ્રવેશ કર્યો તથા દોરી નાખી. લાંગરવાનું સ્થાન સારું હતું. ઋતુના ગમે તેવા ફેરફારો વચ્ચે પણ અહીં તેની હોડી સહીસલામત રહી શકે તેમ હતું.
એક કોયડો તો ઊકલ્યો : હોડીને સહીસલામત રાખી મૂકવાનું ઠેકાણું જડી ગયું. પણ હવે પોતાને માટે રહેવાનું કંઈક સ્થાન વિચારી લેવું જોઈએને?
બે સ્થળો તરત જ સૂઝયાં: એક તો પોતાની હોડી જ; તથા બીજું ‘લ’હોમે’ પર્વત ઉપરની સપાટ ટોચ.
આ બે જગાઓએથી ઓટ વખતે ખડકની કિનારીઓ ઉપર થઈને સૂકા પગે જ દુરાંદે સુધી પહોંચી શકાય તેમ હતું.
પરંતુ ઓટ તો બહુ થોડો વખત ચાલુ રહે; બાકીનો વખત તો જિલિયાતને પોતાના રહેઠાણ તથા દુરાંદેથી બારસો ફૂટ જેટલા દૂર
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪ર
પ્રેમઅલિદાન રહેવું પડે! અને ખડકોની આસપાસનાં પાણીમાંથી ભરતી કે તોફાન વખતે એટલું તરીને આવ-જા કરવી એ પણ અશક્ય.
તો શું દુરાંમાં જ રહેવું?
અર્ધા કલાક બાદ જિલિયાત દુરાંદ તરફ પાછો આવ્યો અને તેના તુતક ઉપર ચડી ગયો.
તેણે કેસ્ટનની મદદથી પોતાના સામાનનું બંડલ તૂતક ઉપર ચડાવી લીધું. કેસ્ટન સાજ સમું રહ્યું હતું અને સારું કામ આપનું હતું. આસપાસ પડેલા કચરામાં સુતારની પેટીમાંથી નીકળી પડેલો વાંસલે તેને મળ્યો. તે તેણે પોતાની ઓજાર-પેટીમાં ગોઠવી લીધો.
જિલિયાતે આખો દિવસ દુરાંદે ઉપર કામ કર્યું: સાફસૂફીનું, તારવણી અને ગોઠવણીનું.
રાત પડતા સુધીમાં તેના લક્ષમાં આટલી વાતો આવી ગઈ :
દુરાંદેનું આખું ખોખું પવનમાં સતત કંપ્યા કરતું હતું. જિલિયાત ચાલતો ત્યારે પણ બધું હાલકડોલક થતું હતું. ખડકો વચ્ચે ખાંચામાં જડાઈ ગયેલા જિનના ભાગ સિવાય કશું સ્થિર કે અડગ ન હતું.
દુરાંદેમાં રહેવું એ તો અશકય હતું. એ આખો ભંગાર મરવા પડેલા બીમાર માણસની સ્થિતિમાં હશે. પવન જરાક જોર પકડે ને કયારે એ બધું તૂટી-ફૂટી જાય એ કહેવાય નહિ.
ઉપરાંત એને વધુ ટેકવીને સ્થિર કરવા પણ કાંઈ કરી શકાય તેમ ન હતું. એવી ઠોકાઠોક કરવા જતાં જ કદાચ બધું એકદમ નીચે તૂટી પડે તે ! એટલે દુરાંદેને બચાવવાની હોય તો એની બહાર જ રહેવું જોઈએ.
તો હવે બે દુદતૂશળો જ બાકી રહ્યા.
‘લ'હોમે' જેવા ખડકોની ટોચ ઉપર સપાટી જેવું બન્યું હોય છે, તે એમની ટોચ કોઈ કારણે તૂટી પડવાથી બન્યું હોય છે. પવન અને પાણીનાં તોફાનો એવા ખડકોની તીણી ટોચને ઝટ તોડી પાડી શકતા હૌય છે. તેમની નીચેની અડગતાનું વેર એ રીતે લેવાય છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
જ્યાં જવાય નહિ અને ગયા પછી પાછા અવાય નહિ ૧૪૩
કોઈ કોઈ વાર એ ટોચલું તૂટીને છૂટું થવા છતાં પૂરે પૂર દૂર ફંગોળાઈ ગયું હોતું નથી.
મોટ:-દુર્ઘ ઉપર એવું કાંઈ બન્યું હોય એમ લાગતું હતું. તેની ટોચ ઉપર થોડોક ભાગ વધુ ઝઝૂમતો દેખાતો હતો. હવે જો એ ઝઝૂમતો ભાગ ટોચ તૂટીને ફંગોળાતાં બાકી રહેલો ભાગ હોય, તો ઉપર જરૂર બખોલ જેવું બની રહ્યું હોવું જોઈએ.
પણ એ બધું જોવા માટે ઉપર ચડવું શી રીતે ? નાના-દુની પેઠે મોટા-દુર્ઘના ખડકમાં ખાંચા - બખોલો જેવું કશું જ ન હતું. આખો ઉભડક ખડક એકધારી ઘનતાવળો તથા ઘસાઈને માત્ર લીસો જ બની ગયેલો હતો. દુરાંદે ઉપરથી એ ટોચ ત્રીસેક ફૂટ જેટલી ઊંચી તો જતી હતી જ.
જિલિયાતે પોતાની ઓજાર-પેટીમાંથી ગાંઠાળું અને છેડે આંકડીવાળું દોરડું કાઢયું અને પોતાના કમરપટ્ટ તેનો હુક ભેરવી લઈ, નાના-દુ ઉપર ચડવા માંડ્યું. જેમ તેમ તે ઉપર ચડતો ગયો, તેમ તેમ ચડવાનું મુશ્કેલ બનતું ગયું. પણ છેવટે તે ટોચે પહોંચ્યો તો ખરો જ. પરંતુ ત્યાં બે પગ મૂકવા જેટલી જગા પણ ન હતી.
નાનો-દુઘે જાણે મોટા-દુને નમન કરવા ઝૂક્યો હોય તેમ ઉપરથી તે તરફ વળેલો હતો. પરિણામે નીચેથી તે બે વચ્ચેનું અંતર વીસ ફૂટ જેટલું હતું, તે ઉપર જતાં ટોચ આગળ આઠથી દશ ફૂટ જેટલું જ રહેતું હતું. | નાના-દુર્ઘની ટોચ ઉપર, જ્યાં જિલિયાત ઊભો હતો, ત્યાંથી મોટા-દઘેનો ટોચ ઉપરનો ઝઝૂમતો ભાગ હજુ અઢારેક ફૂટ ઊંચે હતે.
જિલિયાતે હવે પોતાના કમરપટ્ટામાં ભેરવેલો ગાંઠાળા દોરડાને હકવાળે છેડે વછોડવો અને બીજો છેડે દબાવી રાખી, હૂકને સીધો મોટા દુવેના ઝઝૂમતા ભાગની પાર જાય એમ ફેંક્યો.
પણ તે હુક ખડક સાથે ટિચાઈ ઘસાઈને પાછો પડ્યો અને જિલિયાતના પગ નીચેના છેડા આગળથી સીધો પાણી સુધી નીચે પહોંચ્યો.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૪
પ્રેમબલિદાન જિલિયાતે ફરીથી પ્રયત્ન કર્યો. આ વખતે હૂક કયાંક ખાંચામાં ભરાયો. પણ જિલિયાતે દોરડું થોડું ખેંચ્યું કે તરત તે પાછો નીકળી આવ્યો. ત્રીજી વખત ફેકેલો હૂક કયાંક બરાબર ભરાયો.
જિલિયાતને ઉતાવળ કરવાની હતી. ગમે તે ખાંચામાં ભરાયેલા એ હુકને આધારે જ તેણે નાના-દુર્ઘ ઉપરથી ઠેકીને મોટા દુઘે ઉપર લટકવાનું હતું. તેણે દોરડાને ફરી ઝટકો આપ્યો. હૂક જરાય ચ નહિ.
તેણે પોતાના ડાબા હાથની હથેળી ઉપર ખીસા-રૂમાલ વીંટી લીધો અને જમણા હાથની મૂઠીમાં ગાંઠાળું દોરડું પકડી, ડાબા હાથનો પંજો તેના ઉપર ભીડી દીધો. પછી એક પગ આગળ લાંબો કરી, બીજા પગે ખડકને ધક્કો દીધે, અને ઝેલો લીધો.
ઘણી સાવચેતી રાખવા છતાં, દોરડું વેડું અમળાયું અને તેનો ખભો મેટા-દુની કરાડ સાથે સખત અફળાયો. દોરડું પકડેલા તેના બે પંજા પણ ખડક સાથે છોલાયાઉપરને ખીસા રૂમાલ ખસી ગયો, પણ એ રૂમાલને કારણે એના પંજા છુંદાઈ ન ગયા.
પગના અંગૂઠા આગળથી દોરડાની ગાંઠ પકડવા જતાં દોરડાને થોડા આચકા લાગ્યા તથા તે થોડું વધુ અમળાયું પણ ખરું. દોરડાનો છેડો છેક દુરાંદેના તૂતક ઉપર આળોટતો હતો– અર્થાત્ દોરડું પૂરતું લાંબું હતું.
થોડી મિનિટમાં તે ટોચ ઉપર ચડી ગયો.
પાંખ વિનાના બીજા કોઈ જીવતા પ્રાણીએ ત્યાં કદી પગ મૂક્યો ન હતો. પંખીએ અલબત્ત ત્યાં બેસતાં અને તેમની અઘાર ચોતરફ પડેલી હતી.
જિલિયાતની કલપના સાચી નીવી. ઉપરની ટોચ તૂટીને એક બખોલ જેવું બન્યું હતું. તે બખોલ ઉપર જંગી કદની શિલાઓ ફાવે તેમ ઝઝમી રહી હતી. એને લીધે નાની-મોટી બીજી પણ ઘણી બખેલો બની રહી હતી. તેમાંની એક જિલિયાત અંદર પેસી શકે તેટલા કદની હતી. જાણે પેટીમાં પેક કર્યો હોય એ રીતે જિલિયાત તેમાં આડો પડી શકે.
Page #174
--------------------------------------------------------------------------
________________
જ્યાં જવાય નહિ અને ગયા પછી પાછા અવાય નહિ ૧૪૫
બખેલનું મોં બે ફૂટ ઊંચું હતું. અને અંદર જતાં તે સાંકડી બનતી જતી હતી. શિલાઓનો ઢગલો દક્ષિણ-પશ્ચિમ તરફ આવેલ હોઈ, આ બખેલ મોજાંથી સુરક્ષિત હતી, પણ તરાતા પવન તરફ ખુલ્લી હતી.
જિલિયાતને એ બખોલ બહુ પસંદ આવી ગઈ. તેના તાત્કાલિક બંને પ્રશ્નો પતી ગયા: તેની હોડી માટે બંદર મળી ગયું; અને તેને પોતાને માટે છાપરાવાળું રહેઠાણ!
આ રહેઠાણનો ફાયદો એ હતું, કે, તે દુરાંદેની તદૃન જ નજીક આવેલું હતું. - જલિયાતે નાખેલ આંકડો બે જંગી શિલાઓ વચ્ચે ભરાયો હતો. તેણે એક મોટો પથ્થર ઉપર મૂકી, તેને ખસી ન શકે તેવો કરી દીધો.
પછી તરત જ તે દોરડા ઉપરથી નીચે તૂતક ઉપર ઊતરી આવ્યો.
પોતાના અત્યાર સુધીના પ્રયત્નો સફળ થયા હોઈ, હવે તે સંતોષથી ખાવા બેઠો. ખાઈ રહ્યો ત્યારે પણ હજી દિવસનું અજવાળું બાકી રહ્યું હતું. એટલે તેણે દુરદને ભાર હળવો કરવા માંડયો. એ વસ્તુ બહુ આવશ્યક હતી.
તેણે એંજિન વાળા નક્કર ભાગ ઉપર લેખંડ, દોરડાં અને સઢનું કાપડ એમ જે કંઈ ઉપયોગમાં આવે એવી વસ્તુઓ હતી, તે બધીનો ઢગલો કરી દીધો. જે નકામું લાગ્યું, તે બધું તેણે દરિયામાં ફેંકી દીધું.
પછી પોતાને જે સામાન તેણે પોટલું બાંધી તૂતક ઉપર મૂકયો હતું, તે દુરની બહાર ક્યાંક સહીસલામત જગાએ મૂકવાની જગા તેણે શોધવા માંડી. નાના દુવ્ર ઉપર ખાંચા-યા અને બખેલા તે ઘણાં હતાં. તેમાંથી એક બખોલ, દુરાંદે ઉપર ઊભતાં, તેને હાથ પહોંચે તેટલી ઉચે હતી. તેમાં તેણે પોતાની હથિયાર-પેટી અને કપડાં પહેલાં ગોઠવી દીધાં. પછી આટાના અને બિસ્કૂટના બે કોથળા મૂકી દીધા. ત્યાર બાદ આગળના ભાગમાં તેણે પોતાની ખાધાખોરાકીની ચીજોની છાબડી મૂકી દીધી. ટૉ. ૧૦
Page #175
--------------------------------------------------------------------------
________________
પ્રેમબલિદાન હવે પોતાનું ગાંડાળું દોરડું પવનમાં. ઝૂલ્યા કરી અમળાયાપછડાયા ન કરે, તે માટે તેણે તેનો છેડો દુરાંદેના એક લાપા સાથે બાંધી દીધો. પછી એ દોરડાનો ઉપરનો જે ભાગ ખડકની કિનારેથી વળીને નીચે ઊતરતો હતો, તે ભાગ સતત કરપાયા ન કરે, તે માટે ત્યાં સઢના થોડા કકડા વીંટીને બાંધી દીધા.
એ કકડા બાંધી રહ્યો તે વખતે તેણે જોયું કે તેના માથા ઉપર ઊંચે દરિયાઈ-પંખીઓનું આખું વાદળ ઘૂમી રહ્યું હતું. તેઓ બધાં આ ટોચનાં રહેવાસી હતાં; પણ આજે કોઈ નવતર પ્રાણીને ત્યાં રહેવા આવ્યું જાણી, ભારે ઝંઝટમાં આવી પડ્યાં હતાં. છેવટે તેઓએ પોતાનો રસ્તો વિચારી લીધો. તેઓ લ’હોમે પર્વતની ટોચ ઉપર જઈને બેસી ગયાં.
એ રાતે જિલિયાત સારું ઊંધ્યો. જોકે, વારંવાર ઠંડીને કારણે તે જાગી ઊઠતો. બખોલમાં અંદરના સાંકડા ભાગ તરફ પગ રાખીને, અને માથું બખોલના દ્વાર પાસે રાખીને જ તેને સૂવું પડ્યું હતું.
સૂર્યોદય થયે, તેની બખોલનું મોં તે તરફ જ હોવાથી તે જાગી ઊઠ્યો.
કકડીને ભૂખ લાગી હોઈ, તે નીચે ઊતરી પોતાની છાબડી લેવા ગયો, તો છાબડી ત્યાં ન મળે! છાબડી લગભગ બખોલની કિનારી આગળ જ મૂકેલી હોઈ, પવનના જોરથી ઊડીને નીચે પાણીમાં પડી ગઈ હોવાનો સંભવ હતો.
ટૂંકમાં પવને પોતાનો પડકાર જિલિયાતને પાઠવી દીધો હતો!
હવે તેને બિસ્કિટ અને આટાથી જ ચલાવવાનું રહ્યું; તથા લહમે ખડક ઉપર ભૂખે મરી ગયેલા માણસની પેઠે શંખલા-જંતુ ખાઈને. માછલાં તો આ તરફ હોય નહિ. ખડકને વળગતાં એવાં થોડાં શંખલાંછીપલાં તોડીને તેણે સામાન્ય નાસ્તા જેવું કરી લીધું..
Page #176
--------------------------------------------------------------------------
________________
જ્યાં જવાય નહિ અને ગયા પછી પાછા અવાય નહિ ૧૪૭
પણ એટલામાં પાસેના નીચા ખડક ઉપર તેણે એક મોટું ધાંધલ મચી રહેલું જોયું. કેટલાંય પંખીઓ કશી વસ્તુને ટોચી ટોચીન ખાતાં હતાં. જિલિયાતે બારીકાઈથી જોયું તો તે તેની છાબડી હતી!
છાબડી બખોલમાંથી ઊડીને કોઈ ખડક ઉપર જ ગબડી પડેલી, તે આ પંખીઓના જોવામાં આવતાં તેઓ તેને થોડે દૂર બીજા ખડક ઉપર લઈ જઈ, મિજબાની માણી રહ્યાં હતાં.
એ પંખીઓએ પોતાનું ઘર પડાવી લેનારા એ માનવી ઉપર પોતાનું વેર આ રીતે લીધું હતું !
Page #177
--------------------------------------------------------------------------
________________
લુહારની કોઢ
એક અઠવાડિયું પસાર થઈ ગયું. વરસાદની ઋતુ હોવા છતાં વરસાદ નહોતો વરસ્યો, એથી જિલિયાતને બહુ ખુશી ઊપજી હતી.
તેમ છતાં તેણે માથે લીધેલું કામ માનવ તાકાતની બહારનું કામ હતું. કોઈ પણ કામ શરૂ કરીએ ત્યારે જ તેને પૂરું કરવું કેટલું મુશ્કેલ છે, તેનો ખ્યાલ આવે છે.
દુરાંદેનું એંજિન જયાં જેવી રીતે ફસાયું હતું, ત્યાંથી તેને સફળતાથી ખસેડવા માણસોનું આખું ધાડું જોઈએ; – પણ જિલિયાત તો એકલો જ હતો. વળી એવા વજનદાર એંજિનને ઉપાડવાની વ્યવસ્થા કરવા માટે સુતારનાં બધાં ઓજારો તથા યંત્રો જોઈએ- જિલિયાત પાસે તો એક કરવતી, ફરસી, કુહાડી અને હથોડો એટલાં જ વાનાં હતાં.
પહેલા અઠવાડિયામાં જિલિયાતને જેણે ત્યાં કામ કરતો જોયો હોય, તેને કલ્પના પણ ન આવી શકે છે, તે શું કરવા ધારે છે. દુરાંદે કે બંને દુ તરફ તેનું લક્ષ જ ન હતું. તે તો આસપાસના નાના ખડકોમાં જ ભટક્યા કરતો હતો. ઓટ વેળાનો લાભ લઈ, દુરાંદેમાંથી ફંગોળાઈ ગયેલો કે તણાઈ ગયેલો અને ખડકોના ખાંચાઓમાં ભરાઈ રહેલો સરસામાન જ તે વીણ્યા કરતો હતો. એ પ્રમાણે તેણે પાટડા, પાટિયાં, સાંકળના ટુકડા, સઢના ટુકડા, લોખંડનો સરસામાન, દોરડાંના છેડા વગેરે કેટલીય વસ્તુઓ ભેગી કરી હતી.
સાથે સાથે તે એ ખડકોના ખૂણાખાંચાથી પરિચિત થતો ગયો. નાના-દઘેની પાસેના ખડકોમાં તેને એવા બે ખાંચા મળી આવ્યા, જે કંઈક કામ આવે એવા તેને લાગ્યા. એ ખાંચાઓ ઉપર વરસાદ અને
૧૪૮
Page #178
--------------------------------------------------------------------------
________________
વખાર ગોઠવાઈ ગઈ એટલે જિલયાતે ધમણભઠ્ઠી ઊભી કરવાનું શરૂ કર્યું. - મૃ. ૧૪૯.
Page #179
--------------------------------------------------------------------------
________________
Page #180
--------------------------------------------------------------------------
________________
લુહારની કેસ્ટ
૧૪૯ પવન ભલે પોતાની કામગીરી બજાવે; પણ ભરતીનાં ઊંચાં મોજાં તો ત્યાં પહોંચી શકે તેમ નહોતું.
જિલિયાતે નક્કી કર્યું કે એકમાં વખાર બનાવવી, અને બીજા ઉપર ભઠ્ઠી નાખવી.
અઠવાડિયાને અંતે તો તેની વખાર આસપાસથી અને દુરાંદે ઉપરથી ભેગા કરેલા સરસામાનથી બરાબર ભરાઈ ગઈ. તેણે બધી વસ્તુઓ તફાવાર એવી રીતે સરસ ગોઠવી હતી, કે કોઈ પણ વસ્તુ ફરીથી લેવા માટે તેને શોધવામાં વખત બગાડવો ન પડે.
સુકાનીની કેબિનમાંથી તેને ચાકનો ટુકડો મળ્યો હતો. તે તેણે નિશાનીઓ કરવા માટે સાચવીને રાખી મૂકયો.
દુરાંદેમાં કોલસાનો જે જથો હતો તે બધો પણ જિલિયાત ઉપાડી લાવ્યો.
એક અઠવાડિયામાં તો ચારે બાજુ વીખરાયેલી પડેલી ઉપયોગી બધી વસ્તુઓ ઉપાડી લેવામાં આવી; તેમ જ દુરાંદેના ખોખા ઉપર તો એંજિન સિવાય બીજું કશું વજન જ બાકી ન રહ્યું.
આગળના ભાગનાં પાટિયાંનો જે તરાપો નીચેની તરફ લબડી
હતો, તથા એક ખડકને આધારે ટેકવાઈ રહ્યો હતો, તેને જિલિયાતે એમ ને એમ જ રહેવા દીધો; કારણ કે તેનું વજન દુરાંદેના માળખા ઉપર પડતું ન હતું, તથા એટલો મોટો પાટિયાંનો તરાપો ખેંચીને બીજે લઈ જવો પણ મુશ્કેલ.
વખારના પ્રવેશભાગ આગળ તેણે બે ઢગલા ખડક્યા : એક લોઢાના ભારનો, જેનું ઘડતર કરી શકાય અને બીજો લાકડાંનો, જેને બળતણ ત કે ઉપયોગમાં લઈ શકાય.
જિલિયાત રોજ સવારે કામ શરૂ કરતો અને ક્ષણભર થોભ્યા વિના ઊંઘતા સુધી કામ કર્યા કરતો.
વખાર ગોઠવાઈ ગઈ એટલે જિલિયાએ ધમણ-ભી ઊભી કરવા શરૂ કર્યું.
Page #181
--------------------------------------------------------------------------
________________
૫૦
પ્રેમબલિદાન જિલિયાતે જે બીજી બખોલ પસંદ કરી હતી, તે ખડકમાં સામે પાર જતી એક નાળ જેવી હતી. પહેલાં તો તેણે પોતે તેમાં રહેવાનો વિચાર કર્યો હતો, પરંતુ ત્યાં ઓતરાતો પવન નાની નાળમાંથી ખેંચાઈને આવતો હોવાને કારણે એટલો જોરથી ફૂંકાતો કે, તેમાં રહેવાનો વિચાર તેને માંડી વાળવો પડયો હતો. પણ પવનના એ સતત ફૂકારે તેને ધમણ તરીકે ઉપયોગ કરવાનો વિચાર તેનામાં પ્રેર્યો.
આ નાળ કુદરતે કોતરી કાઢી હતી, અલબત્ત ઢંગધડા વિનાની ત્રણ કે ચાર શિલાઓ વચ્ચે ગોબા જેવી એ બખોલ હતી અને છે. મોટી તરાડ હતી; અર્થાત્ એક મોટા નાળચા જેવો ઘાટ બન્યો હતો. એમાંથી સતત ફૂંકાતા પવનનું લેખું માંડી શકાય તેમ ન હતું.
પણ આ નાળમાંથી પવન એક છેડેથી બીજે છેડે જેમ વહેતો હતો, તેમ પાણીનું એક ઝરણું પણ વહેતું હતું. ખડક ઉપરનાં ખાંચાખાબોચિયામાં સમુદ્રનાં મોજાંની છોળોનું જે પાણી ભરાય, તથા વરસાદનું પણ જે પાણી ઉમેરાય, તે બધું ખડકમાંની અગમ્ય પોલી નસો મારફત ઝમી ઝમીને મોટાં ટીપાએ આ નાળને છેડે ટપક્યા કરતું હતું.
| જિલિયાતે દાદા-ડૂચા મારીને તથા ખરડ કરીને આખી તરાડને બદલે એક ભૂંગળી જેવું કરી દઈ, તેની મારફતે પવન જે શિલા ઉપર ભઠ્ઠી કરવાની હતી તેના ઉપર જ સીધો ફૂંકાય એવી વ્યવસ્થા કરી; તથા ચોમેર ટપકતા પાણીને, ત્રણ પાટિયાંનું નાળચું બનાવી તેની મારફત એક જગાએ ઉતારી, ત્યાં એક ટબ જેવી ગોઠવણ કરી. એમાં ભરાઈને પછી વધારાનું પાણી બહાર વહી જાય એવી વ્યવસ્થા હતી.
આટલું થઈ ગયું એટલે પછી તેણે નક્કી કરેલી શિલા ઉપર કોલસા અને લાકડાં ગોઠવી, પોલદના ટુકડાને શિલા ઉપર પછાડી, તેને તણખો પાડયો અને દાંતા પૂરવાનાં ટાવળાં દોરડાંના છેડા ઉકેલીને બનાવેલી રૂવાંટી ઉપર પડવા દીધો, એટલે આગ સળગી.
થોડી વારમાં ભડભડાટ અગ્નિ સળગી ઊઠ્યો. પછી તો હવાની નળીમાં મારેલો ડૂચો કાઢી નાખ્યો એટલે સુસવાટા કરતો પવન રે આગ ઉપર જોરથી ફૂંકાવા લાગ્યો.
Page #182
--------------------------------------------------------------------------
________________
જળ-તળની જાદુઈ સૃષ્ટિ
૧
કિનારા
નારા પાસેના ખડકો ઉપર કદીક માણસો જઈ ચડે છે; પણ ખુલ્લા સમુદ્રમાં આવેલા ખડક ઉપર કદી જતા નથી. ત્યાં જવાથી એક તે તેમને કશો લાભ નહીં : ત્યાં ન વનસ્પતિ હોય, ન ઘાસ હોય. એ તે માત્ર સપાટ ખુલ્લો ખડક હોય. તેમાં પીવાના મીઠા પાણીના ઝરા પણ ન હોય.
સમુદ્ર નિરંકુશપણે ત્યાં ખેલતો હોય, અને એ ખડકોને વધુ ખુલ્લા, વધુ અણીદાર, વધુ ખરબચડા, અને વધુ દુર્ગમ બનાવ્યા કરતો હોય.
પણ એ ખડકોના પાણીમાં ડૂબેલા રહેતા ભાગોમાં પણ સમુદ્ર ઓછી ખોતરણી-કોતરણી નથી ચલાવતો. પાણીની અંદર થઈને જ જવાય એવી કેટલીય વિશાળ ગુફાઓ જમીન ઉપરના ખડકોની પેઠે સમુદ્રના પાણીની અંદર રહેતા ખડકોમાં પણ કોતરાઈ ગઈ હેાય છે. કેટલીક કોતરણી તે! મોટા મોટા મહેલાના દેખાવ ઊભો કરતી હોય છે. કેટલાય થાંભલાઓ ઉપર સુંદર ઘુમ્મટદાર છતો ઊભી થઈ હોય છે; અને તેમાં રંગબેરંગી લીલ-સેવાળના નરમ ગાલીચા બિછાવ્યા હોય છે.
દુબ્રેના દંતૂશળે નીચેના ખડકોમાં આવી કેટલીય ગુફાઓ હતી, તથા માણસ ઊભા ઊભો કે થોડો નીચો નમીને જઈ શકે તેવી નાળો હતી. આવી કેટલીય નાળા ઓટ વખતે બહારથી જોઈ શકાતી હતી. માણસ પોતાને હિસાબે અને જોખમે તેમાં જરૂર દાખલ થઈ શકે.
૧૫૧
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૫ર
પ્રેમ-બલિદાન જિલિયાતને એ સ્થળેથી જે કાંઈ મદદ મળી શકે તે લેવાની હતી તથા તેનો ઉપયોગ કરવાનો હતો, એટલે તે આમ એટ વખતે ખુલ્લી થતી કેટલીય નાળોની શોધખોળ કરતો રહેતો હતો.
જિલિયાતને ખાવા જોઈતાં લિપેટ-શંખલાં તે નાળની અંદરની ભીંતોમાં પુષ્કળ મળતાં.
આમાંની ઘણી ગુફાઓ અચાનક એક અર્ધ-ઘુમ્મટ જેવા ભાગ આગળ પૂરી થતી. બીજી નસ-નાળો વાંકીચૂકી થતી કેટલેય દૂર જતી હશે તે કોણ જાણી શકે ?
એક દિવસ જિલિયાત પોતાની શોધખોળ દરમ્યાન આવી એક નાળમાં પેઠો હતો. દિવસ શાંત અને સ્વચ્છ હતો. આગળ જતાં ધીમે ધીમે નાળ સાંકડી થઈ ગઈ. જિલિયાત તરત આડો પડી, અમળાઈ, આગળ ને આગળ સરકવા માંડયો.
જિલિયાત, અત્યારે, કલુબિને જે ખડક ઉપર દુરાંદેને અફાળી હતી, તે ખડકના પેટાળમાં અજાણતાં આવી ગયો હતો. એ ખડક અંદરથી પોલો હતો. તેની અંદર કેટલીય ગૅલરીઓ અને નાળો આવેલી હતી. એ નાળોમાંથી કેટલીય બહારની તરફ પાણીની સપાટી નીચે ખૂલતી હતી. કલુબિને જ્યારે પાણીમાં ઝંપલાવ્યું હતું, ત્યારે તે આવી કોઈ નાળના પ્રવેશદ્વાર આગળ જ પડ્યો હતો.
જિલિયાત ધીમે ધીમે અમળાતો, વળતો, આગળ વધ્યો. થોડે આગળ ગયા બાદ નાળ પાછી પહોળી થતી ગઈ. જિલિયાત હવે આરામથી આગળ વધતો હતી, તેવામાં અચાનક આગળની બાજુ ઝાંખો પ્રકાશ દેખાયો અને તે જરાક ચોંકીને થોભ્યો.
જિલિયાત વખતસર જ થોભ્યો હતો, કારણ કે તેણે એક પગલું જ આગળ ભર્યું હોત, તે તે સીધો એક ધરામાં જ લપસી પડ્યો હોત. આવા ધરાનું પાણી એટલું બધું ઠંડું હોય છે કે, મજબૂતમાં મજબૂત તરવૈયો પણ તેની ઠારી નાખનારી અસરમાં લાકડું બની જાય
Page #184
--------------------------------------------------------------------------
________________
જળ-તળની જાદુઈ સૃષ્ટિ
૧૧૩.
ઉપરાંત એ ધરાની આસપાસની દીવાલા એવી લીસી હોય છે કે, કશું પકડીને ઉપર ન ચડી શકાય.
જિલિયાતે પોતાની પીઠ પાછળની ખડકની દીવાલને અઢેલીને ઊભા રહી, આસપાસ નજર કરી. તે એક વિશાળ ગુફાને કિનારે આવીને ઊભો હતો. જાણે કોઈ મહારાક્ષસની ખોપરીમાં ! તેની છત ખડકની હતી અને ભેાંયતળ પાણીનું હતું. આખું પેાલાણ ચારે બાજુથી બંધ હતું. કયાંય હવા-પ્રકાશ દાખલ થાય એવું એકે બાકું દેખાતું ન હતું. છતાં પાણીમાં થઈને આવતા ઘેરા પ્રકાશથી એ આખા ભાગ પ્રકાશિત થયેલો હતો.
એ પ્રકાશ પાણીમાં મેાટા પંખાની પેઠે પથરાયેલા હતા અને ઉપરના ખડકો ઉપર પ્રતિબિંબિત થતો હતો. એ પ્રકાશ શાનેા હતો કે કયાંથી આવતો હતો તે દેખાતું ન હતું. પરંતુ તે પ્રકાશને લીધે પાણીના આખો ભાગ કોઈ મહારત્નની જેમ ઝબકતો હતો.
બહારના દરિયાના પછડાટનો અવાજ પણ અહીં આ ગુફામાં વિચિત્ર રીતે ઘેરો બની સંભળાતો હતો. ગુફાનું પાણી સ્વચ્છ - પારદર્શક હતું. તેની અંદર જિલિયાત જુદાજુદા ખાંચા અને વિશાળ બાકોરાં સ્પષ્ટ દેખી શકતા હતો.
આ ગુફાની કોતરણી કોઈ જાદુગરે કલ્પનાથી જ કરી હોય એવી અદ્ભુત હતી. એ બધું સાચું છે નક્કર છે – એમ જ પહેલી નજરે તે આપણી બુદ્ધિ માની શકે નહિ,
પણ આ ગુફામાં પાણીમાંથી આવતા પ્રકાશ શાના હતા ? દરિયાની અંદરની કોઈ બારીમાંથી એ પ્રકાશ અંદર આવતા હતા ? ઉપરાંત એ પાણીની અંદર દેખાતા બીજા ઘુમ્મટો અને દરવાજાઓમાં જઈને જોઈએ, તો પાછી કેવી બીજી જાદુઈ સૃષ્ટિ જેવા મળે ?
જિલિયાતનું ચિત્ત નજીકમાં આવી રહેલા બનાવાના પડઘા ઝીલી શકતું. તેને હવે ચિત્તમાં અકારણ કંઈક મૂંઝવણ થવા લાગી. તે તરત સાબદા થઈ ગયા.
Page #185
--------------------------------------------------------------------------
________________
પ્રેમાલિદાન અચાનક પોતાનાથી થોડાક ફૂટ નીચે, પારદર્શક પાણીમાં તેણે એક અવર્ણનીય પદાર્થ જોયો. જાણે કાપડનો એક લાંબો-પહોળે પટકો પાણીમાં મોજાં ઊભો કરતે ખસતો હતો. તે પટકો તરત ન હતો પણ સઢથી ખસતા જહાજની પેઠે સરકતો હતો; જાણે ક્યાંક લક્ષ્ય બાંધીને જતો હોય એમ. વિદૂષકના ટોપા જેવા એ પદાર્થ ઉપર હાલતા અને વળતા કાંટા હતા, તથા એક પ્રકારની એવી રજોટી હતી, જે પાણીમાં પલળે નહીં.
એને આખો દેખાવ ભયંકર કહેવા કરતાં ચીતરી ચડે તેવો હતો. અને જો આ વસ્તુ એ જાદુઈ ગુફામાં દેખાતે કોઈ માયાવી આભાસ જ ન હોય, તો એને કોઈ જીવતું પ્રાણી ગણવું જોઈએ. અને થોડી વારમાં તે તે પ્રાણી પાણીમાં દેખાતી એક મોટી ગુફામાં પેસીને આ શ્ય પણ થઈ ગયું.
Page #186
--------------------------------------------------------------------------
________________
૪
માનવ પુરુષાર્થ અને સિદ્ધિ
૧
માચ મહિનો બેસી ગયો હતો અને આબોહવા સૂકી બનતી ચાલી. દિવસે પણ લાંબા થતા ગયા.
જિલિયાત પાસે એક કરવત હતું, અને તેણે એક કાનસ બનાવી કાઢી. કરવત વડે તે લાકડાને વહેરતા અને કાનસ વડે લાઢાને. ઉપરાંતમાં તેની પાસે સાણસી અને ચીપિયા પણ હતાં. એક વસ્તુ કાંડાનું કામ આપે અને બીજી આંગળીઓનું. ગરમ લાઢું પકડીને વાળવા માટે એ સાધના પૂરતાં ગણાય. યંત્રવિદ્યામાં એક ભાગને આધાર બીજા ભાગ ઉપર હોય છે. જિલિયાતે ધીમે ધીમે આટલાં સાદાં સાધનાથી પેાતાને જોઈતાં બીજાં ઓજારો ઘડી કાઢયાં.
મુખ્યત્વે તેને ચેઈન-પુલીએ તૈયાર કરવી હતી – ભારે વજન ઊંચકવા માટે.
લેાખંડના ખાસ કરીને સાંકળેાના અને પુલીના ભંગારમાંથી એ બધું તેણે ઘડયા કર્યું – સમાર્યા કર્યું – જોડયા કર્યું.
-
સાથે સાથે લાકડાના પાટડા-પાટિયાંમાંથી એ ચેઈન-પુલીને બાંધવા-ટેકવવા માટે માંચડા જેવું પણ તૈયાર કરવા માંડયું.
બધું જ છૂટું છૂટુ તૈયાર થતું હતું; પણ જિલિયાતના મગજમાં સમગ્ર નકશા તૈયાર હતા. અને તેથી એ નકશા મુજબ બધું તૈયાર શકે જતું હતું.
૧૫૫
Page #187
--------------------------------------------------------------------------
________________
પ્રેસ-બલિદાન
પણ ભારે વજન ઊંચકવા માટે માંચડા અને ચેઈન-પુલી હાવી બસ નથી. કેટલાંય દોરડાં પણ જોઈએ. જિલિયાતે દુરાંદેમાંથી મળેલા કે બહાર ધોવાઈ ગયેલા અને ખડકો ઉપરથી વેરણ-છેરણ સ્થિતિમાં વીણી આણેલા દારડાંના ટુકડાઓને સમારવા માંડયા. તથા નાના નાના સઢના કાપડના ટુકડાઓમાંથી રેસા છૂટા પાડી, તેમને આમળી તેણે મજબૂત રસીઓ તૈયાર કરવા માંડી.
.
કૅપ્ટનને ઊભા રહેવાના પુલના લેાખંડના સળિયાઓને કાપીકાપીને તેણે લાંબા જાડા ખીલા બનાવ્યા. આકાર જ ખીલાના એટલે તેમને ખીલા કહેવાય. બાકી તા તે જંગી કાશ જેવા જ હતા અને ખડકની તરાડોમાં જોરથી ઠોકી બેસાડવા માટે જ તેમને બનાવ્યા હતા.
૧૫૩
ત્યાર પછી સાથે સાથે તેણે દુરાંદેનાં બે બાજુનાં પૅડલ-ચક્રો છૂટાં પાડયાં, અને તેમના ઉપરનાં ખાખાંનાં પાટિયાંની જ બે પેટીએ બનાવી તેમાં દરેકના જુદા જુદા ભાગેા ચાકથી આંકડા પાડી, ક્રમસર ગોઠવી દીધા. એ બે પેટીઓ પછી તેણે એંજિન સાથેના સ્થિર ભાગ આગળ જ ગાઠવી લીધી.
એ જનથી ચાલતાં પૅડલ-ચક્રો તે છૂટાં પાડયાં; પણ ઍજિનને ફોઈ ભાગ તો છૂટો પાડી શકાય તેમ નહોતા. એક તાજિલિયાતને ઍજિનની ગોઠવણી કે પ્રક્રિયાની સમજ ન હતી; અને આંધળે બહેરું ફૂટવા જેવું કરવા જાય, તે એ અદ્ભુત કહેવાતા એન્જિનને કંઈક કાયમી કે ફરી નસમારી શકાય તેવું નુકસાન થઈ બેસે. એટલે એંજિનના ભાગ તા તેણે અકબંદ જ રહેવા દીધું.
દુરાંદેના એન્જિન જેવી ભારે ચીજ બે દુવ્ર વચ્ચે ફસાઈ હતી; તેને ત્યાંથી વછાડીને નીચે મછવામાં ઉતારી, સહીસલામત બંદરે લઈ જવાની હતી;– અને તે બધું એકલે હાથે કરવાનું હતું.
માણસના અજ્ઞાનને જ્યારે પડકાર મળે છે, ત્યારે તે એકદમ વકરે છે: તેની અંદરથી કયાંક આંતર સ્ફુરણા જાગે છે. એ સ્ફુરણા સત્યથી તરબાળ હોય છે. તેથી કરીને ઉપરની સપાટીએ જ રહેતા
Page #188
--------------------------------------------------------------------------
________________
માનવ પુરુષાર્થ અને સિદ્ધિ
૧૫૭ભણેલા કહેવાતા માણસ કરતાં, આવા સાદા સીધા અંતરની સ્ફુરણા વધુ સ્પષ્ટ – વધુ સાચી હોય છે.
અજ્ઞાન નમ્રતા પ્રેરીને માણસને પ્રયોગશીલ બનાવે છે. અજ્ઞાનની પણ એક ચિંતન-સમાધિ હોય છે; અને તેને અંતે પ્રજ્ઞા લાધતી હાય છે. ત્યારે ઘમંડી જ્ઞાન ઘણી વાર હતાશ કરે છે અને કોઈ પણ પ્રયોગ કરવા જતાં પાછા વાળી દે છે. કોલંબસ જો ભણેલા-ગણેલા વહાણવટી હાત, તો તે કદી અમેરિકા શેાધી શકયો ન હોત. માઉંટબ્લૅન્ક ઉપર સફળપણે ચડનાર બીજો માણસ ભણેલો હતા પણ પહેલો માણસ તે એક ભરવાડ જ હતા.
જિલિયાતે હવે પેાતાની હોડીમાં જઈ તેની વચ્ચેની ખુલ્લી જગાનાં માપ લીધાં. પછી તે દુરાંદે ઉપર પાછા આવ્યા, અને તેના ઍંજિનના તળિયાનું માપ કાળજીથી લીધું. બાજુનાં પૅડલ-વ્હીલ કાઢી લીધાં હોવાથી, એંજિનની પહોળાઈનું માપ પેાતાની ડચ-બાટના પેટાળ કરતાં બે ફૂટ ઓછું થયું હતું. એટલે શીશીનામાંમાં બૂચ પેસાડીએ એટલી સીધમાં એંજિન ડચ-બાટમાં ઉતારવામાં આવે, તે અંદર સમાઈ શકે ખરું!
પણ લેથિયરીનું ઑજિન એ કંઈ શીશીના બૂચ નહોતા! એ તે લેાખંડની વજનદાર વસ્તુ હતી.
ય
હવે પછીના થોડા વખત દરમ્યાન કોઈ માછીમાર જે ભૂલેચૂકે આ ઋતુમાં વ્રે ખડકા તરફ પેાતાની હોડી હંકારી લાવ્યા હોય, તો દૂરથી પણ તેને દુવ્રના દંતૂશળા વચ્ચે એક વિચિત્ર દેખાવ જોવા મળે.
ચાર જંગી પાટડા નાના-દુબ્રેથી મેટા-દુન્નેની વચ્ચે જકડી દેવામાં આવ્યા હતા. એ પાટડાને એક છેડો તે નાના-દુગ્રેના ખાંચામાંથી એકાદમાં બરાબર ફસાવેલા હતા, પણ બીજો છેડો માટા-બ્રેના સપાટ ખડકમાં ઉપરથી કેવળ જોરથી ઠોકીને જ જડવામાં આવ્યા હતા. એ. ઠોકનાર હાથનું બળ તથા એ હથેાડે અલૌકિક જ કહેવાં જોઈએ.
Page #189
--------------------------------------------------------------------------
________________
પ્રેમબલિદાન
એ પાટડાઓનું કદ બે દંતૂશળા વચ્ચેના માપ કરતાં મેટું રાખવામાં આવ્યું હોઈ, નાના-વ્ર તરફ થોડા ઢળતા રહેતા હતા.
એ ચાર પાટડાને આધારે પછી આખું ખુલીનું માળખું ગાઠવવામાં આવ્યું હતું અને મજબૂત દોર દુરાંદે સુધી ખેંચવામાં આવ્યા હતા. દૂરથી તેા એ બધા પાતળા તાંતણા જેવા જ દેખાય.
૧૫૮
એ દારને આધારે જાણે આખું દુરાંદેનું ખાખું લટકી રહેલું હોય એમ આઘેથી દેખાતું હતું. જોકે, હજુ એ પૂરેપૂરું લટકેલું હતું એમ ન કહેવાય.
અમે એ બધી રચનાનું વિગતે વર્ણન આપવા માગતા નથી. ઍજિનિયરોને એ બધાની પાછળ રહેલા સિદ્ધાંત સમજાય. સામાન્ય વાચકને ન પણ સમજાય. ઉપરાંત જિલિયાતે પણ એ બધું આપસૂઝથી કર્યું હતું, કોઈ સાંભળેલી-જોયેલી કે શીખેલી પદ્ધતિ અનુસાર કર્યું જ ન હતું. ત્રણ સૈકાં અગાઉ, સેાળમી સદીમાં કડિયા-સુતાર સૉલ્ઝિસે શારિતે-સુર-લૉઇરના દેવળનું જંગી ઘડિયાળ પેાતાનાં સાદાંસીધાં ઓજારો વડે અને પેાતાના છેાકરાની મદદથી, બેલ-ટાવરના બીજા મલાથી પહેલા મજલા ઉપર ઉતાર્યું હતું. એ બધું કશા ખાસ ઇજનેરી-વિદ્યાના પછી શેાધાયેલા સિદ્ધાંતો અનુસાર જ થયું ન કહેવાય; છતાં માણસને જયારે કંઈ કામ પાર પાડવું હોય છે, ત્યારે આપ-સૂઝથી તે કેટલાંય સૈકાં બાદ ગ્રંથસ્થ થયેલા કે જાણીતા થયેલા સિદ્ધાંતાના પેાતાની ગામઠી રીતે અમલ કરતા હાય છે.
તેણે મોટા મોટા આઠ કે દશ ખીલા તૈયાર કરી, દુના પાયાના ખડકોમાં ઠોકીને ખોસ્યા હતા. અલબત્ત, એમની શી જરૂર કે ઉપયોગ હશે, તે અત્યારે તે કહી શકાય તેમ ન હતું, પણ જિલિયાતના મનમાં તેમનો કશા ઉપયાગ જરૂર હતા.
ઉપરાંત દુરાંદેની બાજુએ પાટિયાંના જે તરાપો લટકી રહ્યો હતો, તેને પણ કુહાડાથી દરિયામાં તેાડી પાડવાને બદલે, તેણે દોરડાંથી અધ્ધર તાણી બાંધ્યા હતા. તે અંગે પણ તેની કશીક ગણતરી જરૂર હતી.
Page #190
--------------------------------------------------------------------------
________________
માનવ પુરુષાર્થ અને સિદ્ધિ
૧૫
પણ આ બધી રચના કરનાર માણસની આ દરમ્યાન શી વલે થઈ હતી વારુ, એ આપણે અવશ્ય નોંધવું જોઈએ.
તેણે પોતાના શરીરની બધી તાકાત ખર્ચી નાખી હતી; અને ખોરાક કે આરામથી તે તાકાત ભરપાઈ થતી ન હતી. તેના માથાના તથા દાઢીના વાળ વધી ગયા હતા; એક જ ખમીસ જેવું જે કંઈ હતું તે ફાટીને ચીંથરાં થઈ ગયું હતું. તે ખુલ્લે પગે જ હતો; કારણ તેનો એક જોડો પવન ઉડાડી ગયો હતો અને બીજો જોડો દરિયો ખેંચી ગયો હતો. તેની ખડકની એરણ ઉપરથી ઠોકાઠોક વખતે કેટલાય ટુકડા ઊડતા, જે તેના શરીરને કેટલીય જ્યાએ ઘાયલ કરતા. અને એ ઘા સુસવતા પવનથી અને દરિયાના ખારા પાણીથી છણાયા કરતા.
ભૂખ, તરસ અને ટાઢ તેના શરીર પાસેથી જલદ ખંડણી વસૂલ કર્યે જતાં હતાં.
આટો બધો ખલાસ થઈ ગયો હતો; થોડું બિસ્કૂટ બાકી રહ્યું હતું. એ સૂકું બિસ્કૂટ પણ તેને દાંત વડે તેડવું પડતું કારણ કે પલાળવા માટે મીઠું પાણી હતું જ નહિ.
ધીમે ધીમે તેની તાકાત ઓસરતી જતી હતી. કઠોર વિકટ ખડકો તેનું જીવન ચૂસતા જતા હતા.
પીવાનું પાણી શી રીતે મેળવવું એ કોયડો જ હતો. કશું ખાવાનું ‘શી રીતે મેળવવું એ પણ કોયડો જ હતો. અને સૂવા માટે સ્થાન શી રીતે મેળવવું એ પણ!
કશો કરચલ-શંખલો મળે ત્યારે તે ખાવાનું પામતે કોઈ પંખીને દૂર કોઈ ખડકની ટોચ ઉપર ઊતરતું જુએ, ત્યારે પીવાના પાણીની ભાળ તેને મળે. એ ખડકની ટોચ ઉપર ચડે ત્યારે તાજા પાણીનો બો ત્યાં હેય. પેલું પંખી પાણી પી લે અથવા પીતું હોય ત્યારે તેની સાથે જ તે પાણી પીતે. તે પંખીઓને નાહક સતાવતો નહિ, એટલે ત્યાંનાં પંખીઓ પણ તેનાથી બીતાં નહિ.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૦
પ્રેમ-બલિદાન શંખલા ચૂસવાથી તેને ખાવાનું મળતું તેમ થોડી ઘણી તેની તરસ પણ છીપતી. કરચલા તો તેને ગરમ કરેલા પથરા વચ્ચે ભૂજ લેવા પડતા કારણ કે રાંધવા માટે તેની પાસે કશું વાસણ જ ન હતું.
દરમ્યાન વરસાદ શરૂ થવા લાગ્યો હતો. કાયદેસર વરસાદ નહિ; એ વરસાદથી તો પીવાનું પાણી મળે, પરંતુ આ તો ટાઢી ટાઢી તીણી સોયો જ - જે કપડાંને પલાળીને શરીરમાં ભેંકાય; પણ પીવા માટે તો ઘૂંટડોય પાણી ન આપે. એ વરસાદથી તે કપડેલને ભીંજાયેલે જ રહે એ જુદું.
વરસાદ એ તે સ્વર્ગમાંથી વરસતો આશીર્વાદ કહેવાય. પણ આ વરસાદ તે મદદ કશી જ કરે; માત્ર તીવ્ર દુ:ખ જ ઊભું કરે. એક અઠવાડિયા સુધી આવો વરસાદ વરસતો જ રહ્યો.
રાતે તેની બખોલમાં તે સૂવા જતો, ત્યારે માત્ર થાકને કારણે તે થોડું ઊંઘતો. બાકી તો સમુદ્રના મચ્છરો તેને આખી રાત ફેલ્યા કરતા. - તેને ધીમે તાવ લાગુ થયો હતો. એ તાવની ગરમીથી જ તે ટકી રહ્યો હતો. જો કે, તાવની એ મદદ ભારે મોટું ઉધાર-પાસું ઊભું કરતી હોય છે.
તેને પોતાના કામકાજ અંગે વારંવાર પાણીમાં પડી તરીને જવુંઆવવું પડતું. ઉપરાંત બધું કામ ઊભા ઊભા જ કરવાનું હતું. તેનાં કપડાં કદી સુકાતાં જ નહિ. વરસાદ ઉપરાંત દરિયાના પાણીની છોળોથી પણ તેનાં કપડાં ભીંજાતાં જ રહેતાં; અને દરિયાનું પાણી આમેય ઝટ સુકાતું હોતું નથી.
અલબત્ત, ભીના કપડે જ રહેવાની આદત માનવ શરીર પાડી શકે છે. લંડનની શેરીઓમાં કેટલાંય ગરીબ આઇરિશ સ્ત્રી-પુરુષ-બાળક અને જુવાન છોકરાઓ લગભગ નગ્નાવસ્થામાં આખો શિયાળો ખુલ્લી હવામાં, વરસાદમાં અને બરફમાં પડી જ રહે છે. તેઓ એ જ સ્થિતિમાં જીવે છે અને મરે છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
માનવ પુરુષાર્થ અને સિદ્ધિ
૧૬૧
જિલિયાતને એકી સાથે ભીના રહેવાની અને તરસ્યા રહેવાની રાતના વેઠવાની હતી. અવારનવાર તે પેાતાની ભીની બાંય ચૂસ્યા કરતા. તેની ભઠ્ઠીની આગ તેને ભાગ્યે હૂંફ આપતી. એક બાજુ ગરમી અને બીજી બાજુ કાતીલ ઠંડી કે ભેજ – એનાથી જરાય આરામ ન મળે. તેને અર્ધું અંગે પરસેવા રહેતા, અને અર્ધ અંગે ટાઢના ધ્રુજારો.
ટૂંકમાં તેની પરિસ્થિતિની એકેએક વિગત તેની સાથે સંઘર્ષમાં ઊતરનાર કાયમના દુશ્મનની જ ગરજ સારતી હતી.
४
જિલિયાતની વખાર ખાલી થઈ ગઈ હતી; તેનાં ઓજારો ભાગીતૂટી ગયાં હતાં; દિવસે તે ભૂખ્યો અને તરસ્યો રહેતા, તથા રાતે ટાઢે મરતા હતા; આખે શરીરે તેને ઘા અને ઘારાં હતાં; તેનાં કપડાંમાં પણ એ જ રીતનાં ઘારાં-બાકાં પડેલાં હતાં; તેના હાથ ચિરાઈ ગયા હતા; તેના પગ લાહીલુહાણ થઈ ગયા હતા; તેનાં અંગેા સુકાઈ ગયાં હતાં; તેને ચહેરો ફીકી પડી ગયા હતા : માત્ર તેની આંખામાંથી એક અનેાખા તેજની વાળા ચમકી રહી હતી : મનુષ્યની સંકલ્પશક્તિની અમર વાળા !
સાંકડાં અંતરવાળા માણસે જ તેમની આંખા મિચકાર્યા કરે છે; ઉદાર વિચારોવાળાઓની આંખમાંથી તેજની વીજળી જ ઝબૂકે છે. કોઈની પાંપણ નીચે તેજની રેખા ન દેખાય, તે જાણવું કે એના મગજમાં કશે। વિચાર નથી, કે હૃદયમાં કશી ભાવના નથી. જે પ્રેમભાવનાથી પ્રેરિત થયા હોય, તે દૃઢ સંકલ્પબળ દાખવે; અને જે દૃઢ સંકલ્પબળ દાખવતો હોય, તેને ચહેરો બુદ્ધિવંત તથા તેજસ્વી દેખાય. જે પુરુષાર્થ કરે છે, તે ભવ્ય બને છે. મહાત્માપણાની આખી ચાવી એક જ શબ્દમાં રહેલી છે – ‘ પુરુષાર્થ ’. તમારું લક્ષ્ય લૌકિક હોય કે પારલૌકિક હોય, પરંતુ છેવટ સુધી પુરુષાર્થ કર્યા કરો – તેમાંથી જ તમને અંતિમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પહેલાનો દાખલા કોલંબસ છે; બીજાના દાખલા જિસસ છે.
ટૉ. ૧૧
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૬૨
પ્રેમ-બલિદાન - જિલિયાત જે કંઈ પુરુષાર્થ કરી રહ્યો હતો, તે અસંભવિત લક્ષ સાથે સંકળાયેલો હતો. પરિણામ નિરાશાજનક કે ધીમું જ આવ થોડી ઘણી સિદ્ધિ માટે તેને ભારે તાકાત ખર્ચવી પડતી; અને ૨ કારણે જ તે ભવ્ય બનતો જતો હતો.
તેને એકલે હાથે કામ કરવાનું હતું. તેથી એક ભંગાર બનેલા જહાજ અધ્ધર તોળવા ચાર પાટડા ઊભા કરવા માટે, જહાજના બચેલા ભાગમાંર્થ બચાવી શકાય તેટલો ભાગ વહેરીને કે કાપીને કાઢી લેવા માટે, તથા આ ભંગાર ઉપર ઉચ્ચાલન માટેની ચેઈન-પુલીની વ્યવસ્થા કરવા માટે તેને એટલું બધી તૈયારીઓ કરવી પડી હતી, એટલી બધી મહેનત કરવી પડી હતી એટલા બધા અખતરા કરવા પડયા હતા, કઠોર પથ્થર ઉપર એટલી બધું રાત ગાળવી પડી હતી, અને એટલા બધા દિવસે લગી સતત યાતન વેિઠવી પડી હતી, કે ન પૂછો વાત.
પરંતુ તાકાત ઘટવાથી સંકલ્પશક્તિ ઘટે જ એવું બનતું નથી શ્રદ્ધા તો માત્ર ગૌણ બળ છે; સંકલ્પ એ જ મુખ્ય બળ છે. શ્રદ્ધાર્થ મોટા મોટા પહાડો ખસેડી શકાય, એમ કહેવાય છે ખરું; પણ દઢ સંક-૧ જે કરી શકે, તેની આગળ તે એની કંઈ વિસાત નથી.
જિલયાતને થાક લાગતે જ નહિ; અથવા વધુ સાચું કહી તે તેને એ મન ઉપર લેતે નહિ. અને જ્યારે આત્મા શરીરની નિર્બ ળતાને સ્વીકાર કરવાનો ઇનકાર કરે છે, ત્યારે તેનું અંતરનું અગા બળ પ્રગટ થાય છે.
કોઈ કોઈ વાર રાત દરમ્યાન જિલિયાત પોતાની આંખ ઉઘાડતે અને અંધારા તરફ નજર કરતે.
અંધારે જાણે માણસ ઉપર તરફથી વજન નાખી તેને દબાવે દેવા માગતું હોય એમ લાગે છે. રાતના અંધારા સમક્ષ માણસ પોતાન, અપૂર્ણતા અને અસહાયતા અનુભવે છે. તે તેનાથી દૂર ભાગી જવા
Page #194
--------------------------------------------------------------------------
________________
કોઈ કોઈ વાર રાત દરમ્યાન જિલિયાત આંખ ઉઘાડતા અને અંધારા તરફ નજર કરતા, - પૃ. ૧૬૨.
Page #195
--------------------------------------------------------------------------
________________
Page #196
--------------------------------------------------------------------------
________________
માનવ પુરુષાર્થ અને સિદ્ધિ ૧૬૩ પ્રયત્ન કરે છે. એ બધું અજ્ઞાનનું આવરણ તેને મૂંઝવી નાખે છે. તે પૂછે છે, “આ બધું શું છે?”
પણ તે વખતે જ અચાનક પ્રકાશના અસંખ્ય તણખા તેની આસપાસ ફરી વળતા : નાનાં નાનાં મણિ-રત્નો, નાના નાના તારાઓ! પાછળના અંધકારની અગાધતાને જ જાણે દર્શાવી આપવા અચાનક ફૂટી ન નીકળ્યાં હોય !
અગાધતા નિહાળતી આંખ સમક્ષ હંમેશ પ્રશ્ન ઊભો થાય છે – આ બધાને શો અર્થ છે? સાથે સાથે પોતાના અંતરની પણ એવી અગાધતા અંગે પ્રશ્ન થાય છે – હું પોતે જ કોણ છું, અને શા માટે છું? અને પછી તે બંને અગાધતાઓને સર્જનાર અગાધ પરમાત્માનો ખ્યાલ આવીને ઊભો રહે છે. તે કોણ છે? અને શું કરવા માગે છે?
Page #197
--------------------------------------------------------------------------
________________
૫
પ્યાલા હાઠે પહોંચે તે પહેલાં –
૧
અને એક દિવસે, એપ્રિલના છેલ્લા દિવસે, અથવા કદાચ મે મહિનાની પહેલી તારીખે, – બધી જ તૈયારીઓ પૂરી થઈ ગઈ. એંજિનની આખી પ્લેટ સાથેનું દુરાંદેનું તળિયું કાપીને દુરાંદેના બાકીના ખાખાથી જુદું પાડી દેવામાં આવ્યું હતું. તે પહેલાં કાણાં પાડીને એની નીચેથી દોરડાના આઠ બંધ તાણી લેવામાં આવ્યા હતા. ઉપરના પાટડાઓમાં જડેલી ખુલીમાંથી આવતાં એ દોરડાં વડે ઍજિનના પ્લેટ સાથેને આખા ભાગ હવે અધ્ધર તાળાઈ રહ્યો હતો.
પછી એ બધાં દારડાંને એક જ સાંકળથી સરકર્તા અટકાવવામાં આવ્યાં હતાં. એ સાંકળ જ્યારે કાનસના એક જ ઘસરકે કાપી નાખે, ત્યારે આખું એંજિન . આસપાસના દુરાંદેના પાંજરા વચ્ચેથી સીધું નીચે ઊતરી જાય એવી યાજના હતી.
જિલિયાતે વધારામાં પૅડલ-ચક્રોની ધરી છૂટી પાડી દીધી હતી; કારણ કે એના છેડા કદાચ એંજિનને પોતાની બાટમાં ગેઠવાવામાં આડે આવે. એ ધરી તેણે એંજિનના કમરામાં જ ઊભી કરી દીધી હતી.
હવે એંજિનને નીચે ઉતારવાના સમય પાકી ગયા હતા. ભઠ્ઠી અને એરણ ધીમે ધીમે નકામાં બની રહ્યાં હતાં. એરણની શિલા તૂટી ગઈ હતી; અને ખડકની ધમણ હવે બરાબર કામ આપતી નહોતી.
જિલિયાત હવે લહેામે ખડક પાસે ગયા, અને પેાતાની ચ-બેટ તથા તેનાં લંગર વગેરે બધું તપાસી કરીને દુવ્રેના દંતૂશળાની વચ્ચે લઈ આવ્યો. ત્યાં ઊંડાણ તે બરાબર હતું, પણ પહોળાઈ બહુ ન
૧૩૪
Page #198
--------------------------------------------------------------------------
________________
પ્યાલે હેઠે પહોંચે તે પહેલાં
૧૬૫ કહેવાય; એટલે રત્ન જડનાર ઝવેરી જેટલી ચોકસાઈથી રત્નને ખામણામાં જડે, તેટલી કાળજીથી ધારદાર ખડકો વચ્ચેથી પોતાની બોટને દુરાંદેના બેખાની બરાબર નીચે લાવીને સ્થિર કરવાની હતી.
ડચ-બોટ તેણે સુકાનને ભાગ આગળ રાખીને અંદર દાખલ કરવાની હતી, જેથી કૂવાથંભ સુધીનો ભાગ દુરાંદેના ખોખાથી આગળ નીકળી જાય અને પેટાળનો ભાગ બરાબર દુરાંદેની નીચે આવે.
જિલિયાતને આ બધું સંભાળીને કરતાં પાએક કલાક લાગ્યો. પિતે ધારેલે ઠેકાણે બોટ લાવીને તેણે લાંગરો વડે સ્થિર કરી દીધી.
પછી પ્રથમ તે તેણે કૅસ્ટનની મદદથી પેલી પૅડલ-ચક્રોની બે પેટીઓ ડચ-બોટમાં નીચે ઉતારી. એ બે પેટીઓ તેની બોટ માટે “બૅલાસ્ટ” - સ્થિર કરનાર વજન – રૂપ બની રહી.
હવે એ જિનને ઉતારવાનું રહ્યું. પણ એટલામાં જિલિયાતે જોયું કે, દરિયો ઊછળવા લાગ્યો હતો. પવન જોરમાં ન હતો, પરંતુ પશ્ચિમ તરફથી ફૂંકાતે હતે.
દરિયો જો પૂર્વ તરફથી દુની ગલીમાં પેસે, તો તો તે ગલી બહુ શાંત અને ખુશનુમા રહે, પણ જો પશ્ચિમમાંથી પેસે, તો બહુ તોફાન મચાવી મૂકે.
અને તેનું કારણ છે. પૂર્વ તરફનો પવન જમીન તરફથી આવે છે; ત્યારે પશ્ચિમનો પવન આટલાંટિક મહાસાગર ઓળંગીને આવતો હોઈ, દૂર દૂરથી તે મોટા કદનાં મોજાંના વીંટા લેતો આવે છે. આ સાંકડા માર્ગમાં પછી એ વીંટા ખૂબ જોરથી ઝીંકાય છે.
પાણીના આ વીંટાનો ઝપાટો બહુ ભયંકર હોય છે. ધસતું પાણી પણ માણસોના ધસતા ટોળા જેવું હોય છે. જેમ માર્ગ સાંકડો, અને અંદર પેસવા માગનારા ઘણા, તેમ તેઓનો એવો આંધળો ધક્કો થાય, કે પછી કોણ પેઠું ને કોણ કચરાયું એ જોવા જ કોઈ રહે નહીં.
ઉત્તર અને દક્ષિણ તરફના પવને તે ખડક ઉપર જ ઝીંકાતા હોઈ, અંદરની નાળમાં કશું તોફાન ઊભું કરતા નથી.
Page #199
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-બલિદાન અત્યારે પશ્ચિમન પવન શરૂ થયેલો જોઈ, જિલિયાત મૂંઝાયા. પાણીના જોરથી આવનારા એ ધક્કાને નાળના મોં આગળ જ ખાળવો જોઈએ, નહીં તે તેની બેટ અને સાથેના અંજિનના અથડાઈ સફળાઈને ઘડી વારમાં ભૂકા બોલી જાય. પણ એ ધક્કોય એવી રીતે જાળવો જોઈએ કે, ઉપરથી અર્ધી રોકાય અને અર્ધી નીચેથી પસાર થઈ જાય.
અર્થાત્ પાણી ધસમસાટ આવતું હોય, તેના ઉપરના પછડાટને ખાળી, નીચેના ભાગને શાંતિથી પસાર થઈ જવા દેવો જોઈએ.
જિલિયાત તરત કામે લાગ્યો. દુરાંદેના ખાન જે રાપ લટકી રહ્યો હતો અને એક ખડકના ખાંચામાં અટકયો હતો, તેને મેટા-દુ અને નાના દુઘેની વચમાં અધ્ધર આડો આવી જાય તેમ તેણે ગોઠવી દીધો. બને દુ-ખડકોમાં ખોડેલા પેલા મોટા કોશ-ખીલાઓનો એ ત્રાપાને અંદરથી ટેકો મળતો હતો. અલબત્ત, એક બાજુથી લબડી રહેલો એ ત્રાપો તેણે એકલે હાથે કેવી રીતે બને ખડકોની વચ્ચે ઊભો કરી દીધો, એ વિગતમાં આ તબક્કે ઊતરવું અશકય છે. માત્ર જ એટલું જ કહી દઈએ એટલે બસ કે, એ બાબતમાં તેણે જાણે ચમત્કારી આંતર ઇજનેરી શક્તિ દાખવી હતી.
આ ગોઠવણીથી એટલું સંભવિત બન્યું કે, જોરથી આવતા મજાની ઉપર પછડાટ એ ત્રાપથી ખળાઈ રહે, અને બાકીનું મોજું નીચે થઈને પસાર થઈ જાય.
આટલું કરી લીધા પછી તેણે પોતાની ડચ-બોટનાં લંગર એટલાં ઢીલા કર્યા કે જેથી ઊંચે ઊઠતાં મેજાની સાથે તે પણ ઊંચી થઈ શકે.
અને થોડી વારમાં પેલું મોજું ધસમસનું આવી જ પહોંચ્યું. જિલિયાતે જેમ કયું હતું તેમ જ થયું: મોજું પેલા ત્રાપા સાથે રાક્ષસી જુસ્સાથી અફળાયું, પણ તેને મુખ્ય ભાગ તેની નીચે થઈને પસાર થઈ ગયો.
મોજાના લોઢનો ઉપદ્રવ શમ્યા પછી જેના ઉપર જિલિયાતની બધી આશાઓ તોળાઈ રહી હતી તે ઘડી આવી પહોંચી: જિનને હવે
WWW
Page #200
--------------------------------------------------------------------------
________________
પ્યાલા હાડે પહોંચે તે પહેલાં
૧૬૭
નીચે તૈયાર રાખેલી ડચ-બેટમાં ઉતારવાની ઘડી! બધી રચના ધાર્યા મુજ્બ કામ દેશે કે કેમ; કોઈ સાંકળની કડી, કોઈ દોરડાને! રંગ દગા દેશે કે કેમ, એ કોણ અગાઉથી કહી શકે ?
તેણે બધાં મુખ્ય કેન્દ્રો તપાસી જોયાં. આખી રચના શરૂથી છેડે સુધી જોઈ કાઢી વચ્ચે કયાંય કશું ખૂટતું કે અવરોધ કરે તેવું છે કે નહિ તેની ખાતરી કરી લીધી.
પછી તેણે કાનસ હાથમાં લઈને, જે સાંકળથી બધાં દોરડાંને સરતાં રોકી રાખ્યાં હતાં, તે સાંકળના અંકોડો કાપવા માંડયો.
કડી પૂરી કપાઈ રહે, તે પહેલાં જ અર્ધી કપાયેલી કડી અચાનક તૂટી ગઈ, અને આખા વજને એકદમ હેલાળા ખાધા.
જિલિયાતે જલદી જલદી છૂટો થયેલા છેડો પકડી લીધા, અને બધું ધીમે ધીમે નીચે સરકવા દીધું.
જે ઘડીએ એંજિન તાણિયાઓમાં તાળાઈ ધીમે ધીમે નીચે ઊતરતું હતું, તે વખતે ભરતી ચડવા લાગી હોવાથી તેની ડચ-બાટ ઊંચી આવતી જતી હતી. એ બે ક્રિયાઓના મેળ એવા સરસ બેઠા કે, અર્ધી મહેનત ઓછી થઈ ગઈ અને એંજિન કશા ધક્કો દીધા વિના કે લીધા વિના ડચ-બાટમાં ગોઠવાઈ ગયું!
જિલિયાતનું સ્વપ્ન — જિલિયાતની મહેનત જ એંજિનને ડચ-બાટમાં ગાઠવાયેલું જોઈ નવાઈ તાના અદભુત આનંદ અનુભવવા લાગ્યો. પછીથી બાકીના બધા બંધ કાપતાં - તાડતાં વાર ન લાગી; અને હવે ડચ-બાટને લંગર ઉપાડી કિનારા તરફ લેવાની જ વાર હતી. દિવસ દરમ્યાન જ સેંટ સેંપ્સન પહોંચી શકાશે તેવી જિલિયાતની ગણતરી હતી. પરંતુ એટલામાં એક અણધારી મુશ્કેલી જિલિયાતના લક્ષમાં આવી. ભરતીના પાણી સાથે ડચબાટ ઊંચી આવતી આવતી એટલી બધી ઊંચી આવી ગઈ હતી કે, એંજિનનું ઊંચું ધુમાડિયું દુરાંદેના ખોખાના તળિયામાંથી એંજિનને ઉતારવા કાપેલા ચેારસ બાકામાં ઉપર આવી ગયું હતું !
સફળ થયાં. તે પોતે પામ્યા અને કૃતાર્થ
Page #201
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-અલિદાન
અર્થાત્ પાછી ઓટ શરૂ થાય, અને ધુમાડિયું એ બાકામાંથી નીચે ઊતરે, ત્યારે જ ડચ-બાટને બહાર લેવાય.
અને એ વસ્તુ બનવાને છ કલાક તા લાગે જ. પણ તે વખતે મધરાત થઈ હોય. તે વખતે એ બધા ખડકો વચ્ચે થઈને હાડી હંકારવી એ પણ અશકય. એટલે બીજો દિવસ થાય તેની જ રાહ જોવી જોઈએ. અર્થાત્ પૂરા બાર કલાક ત્યાં જ રોકાઈ રહેવાનું થયું.
જિલિયાત મેટા દુવ્રે ઉપર જઈ ત્યાં પડેલું પેાતાનું ઓઢવા-પહેરવાનું લઈ આવ્યો. વરસાદનું એકઠું કરેલું પાણી જે બચ્યું હતું, તે તેણે પી લીધું, પછી પોતાની ડચ-બેટ ઉપર આવી એંજિન પાસે જ, તેની રખવાળી કરતા હાય એમ, તે સૂઈ ગયા અને ઘસઘસાટ ઊંઘી ગયો.
૩
૧૬૯
અચાનક, રાતની વચ્ચેવચ્ચ જાગી ઊઠયો જાણે સ્પ્રિંગથી
ઊછળ્યા હોય તેમ.
તેણે આંખા ઉઘાડી.
તેના માથા ઉપર દુવ્રેના ખડકો એક જાતના સફેદ પ્રકાશથી ઝગમગી રહ્યા હતા; જાણે સળગતા અંગારાથી પ્રકાશિત થયા હોય તેમ. એ અગ્નિ કયાંથી આવ્યો? પાણીમાંથી !
આખા સમુદ્ર દેખાવ જ વિચિત્ર બની રહ્યો હતા. જાણે તેની સપાટી ઉપર આગ લાગી ન હાય! એ પ્રકાશ રાતા ન હતા. તેમ જ તેમાં કશે. ચળકાટ કે તેજ ણ નહોતાં. એક જાતનાં ઝાંખા ભૂરો પ્રકાશ આખા દરિયા ઉપર ઝબકતા હતા.
આ પ્રકાશમાં પદાર્થો તેમની નક્કરતા ગુમાવી બેસે છે. એ ચળકાટ જાણે તેમને પારદર્શક બનાવી દે છે. ખડકોની રૂપરેખા જ માત્ર દેખાય છે. લંગરનાં દેારડાં જાણે લાખંડના સફેદ તપાવેલા સળિયા હોય તેવાં દેખાય છે. માછીમારોની પાણી નીચેની જાળા જાણે આગની સેરોની ગૂંથેલી હાય તેવી દેખાય છે. હલેસાના ઉપરના ભાગ લાકડાના દેખાય,
Page #202
--------------------------------------------------------------------------
________________
પ્યાલા હૈાડે પહોંચે તે પહેલાં
156
પણ પાણીની અંદરના અર્ધા ભાગ ચાંદીના હોય એવા દેખાય છે. આગળ વધતી દરેક હાડી પેાતાની પાછળ ધૂમકેતુની
પૂંછડી જાણે મૂકતી સળગતા માણસો ખેંચી લઈએ, તો
જાય છે. પલળેલા અને ચળકતા ખલાસીઓ જાણે જેવા દેખાય છે. આપણા હાથ પાણીમાં બાળીને જવાળાનું હાથમેાજું ઉપર પહેરી લીધું હાય તેવા તે થઈ જાય છે. એ પ્રકાશે ઊંઘતા જિલિયાતની આંખમાં પેસી તેને જગાડયો હતા.
તે વખતસર જ જાગી ઊઠયો હતા. કારણ કે, ફરીથી ભરતી શરૂ થવા લાગી હતી. દુરાંદેના ખાખાના બાકામાંથી નીચે ઊતરી ગયેલું એ જિનનું ધુમાડિયું પાછું ઊંચું આવવા લાગ્યું હતું. એક સ્ફૂટ વધુ ઊંચું આવે કે પાછું પેલા ચોરસ બાકામાં ફરી પેસી જાય. બધું વિચારી લેવા કે સંભાળી લેવા જિલિયાત પાસે માત્ર અર્ધો કલાક ફાજલ હતા. તે તરત જ કૂદકો મારીને ઊભા થઈ ગયો.
જિલિયાતે ઉપરના ત્રંગ ઢીલા કરી, ડચ-બાટને પ્રવેશદ્રાર તરફ વધુ ધકેલી, જેથી તે દુરાંદેના ખાખાની બહાર નીકળી ગઈ. પછી તેણે બીજી બધી રીતે તેને સ્થિર કરી દીધી. હવે ભરતીના પાણી સાથે ડચબાટ ગમે તેટલી ઊંચી થાય, પણ ઍન્જિનનું ધુમાડિયું પેલા ખાખામાં ફરીથી ભરાઈ શકે એમ ન રહ્યું.
દરિયા ઉપરનો પેલા પ્રકાશ ધીમે ધીમે ઓછા થતા ચાલ્યા. પહા ફાટવાની તૈયારી હતી.
અચાનક જિલિયાતે દૂરથી આવતા કશા અસ્પષ્ટ અવાજ સાંભળ્યા. એ અવાજ શાના છે, તે તેણે લક્ષ દઈને સાંભળવા પ્રયત્ન કર્યો, જિલિયાત એ અવાજને ઓળખી ગયા! બીજી માટી કારમી કસેટી આવી રહી હતી.
४
જિલિયાતે તરત લામે ખડક તરફની નાળના પ્રવેશદ્રાર આગળ ખડકોમાં ખીલા-ફાચરો ઠોકવા માંડી. તેને હથોડો ઊછળી ઊછળીને ઘા કરતા હતા. એ ખડકમાં ઘણી તરાડો હોવાથી, વ્રે ખડકો કરતાં વધુ
Page #203
--------------------------------------------------------------------------
________________
૭.
પ્રેમ-મલિદાન
સહેલાઈથી તેમાં ખીલા પેસતા હતા. જિલિયાત હવે જેટલા બને તેટલા પાટડા, દારડાં, સાંકળા ત્યાં ખેંચી લાવ્યા, અને જરા પણ પાછું વળીને જોયા વિના બે ખડક વચ્ચે મારચા જેવી આડચ ઊભી કરવા લાગી ગયા.
દરમ્યાન સૂર્યોદય થયા. આકાશ સ્વચ્છ હતું, અને દરિયા શાંત
હતા.
પણ જિલિયાતે ઉતાવળ કરવા માંડી. તે પણ બહારથી શાંત હતા; પણ જે ઉતાવળ તે કરતા હતા તે ઉપરથી તેના અંતરની ચિંતા પ્રગટ થઈ જતી હતી. ખડકની કિનારી ઉપરથી તે પૂર ઝડપે ઠેકડા ભરતા હતા, અને વખારમાંથી બને તેટલી વસ્તુઓ ખેંચી લાવતા હતા.
આડચનું કામકાજ એટલું ઝડપે ચાલતું હતું કે, તે ગાઠવાતું જતું હોય એમ કહેવાને બદલે તે ઊગતું જતું હતું, એમ જ કહેવું પડે. પૂર્વ તરફનું આ પ્રવેશદ્રાર પાંચથી છ ફૂટ પહેાળું હતું. એનું સાંકડાપણું જિલિયાતને બહુ મદદગાર નીવડયું. એ સાંકડાણાને કારણે તેની વચ્ચેની આડચ બહુ નક્કરતાથી તથા સહેલાઈથી ઊભી થવા લાગી. આ આડચ માટેના આડા પાટડા ગોઠવાઈ રહ્યા એટલે જિલિયાત તેમની ઉપર ચડીને પેલા અવાજને ફરીથી લક્ષ દઈને સાંભળવા લાગ્યા. અવાજ હવે વધુ સ્પષ્ટ તથા અર્થપૂર્ણ બનતા જતા હતા.
જિલિયાતે પેાતાનું કામકાજ આગળ ધપાવવા માંડયું. તેણે એ આડચને દોરડાંથી અને જરૂર પડે ત્યાં ખીલા ઠોકીને મજબૂત બનાવવા માંડી.
જિલિયાત કામ કરતા જ બિસ્કીટ ચાવતા જતા હતા. તેને તરસ લાગી હતી; પણ આગલી રાતે તેને વરસાદના પાણીને મામૂલા સંઘરો ખાલી થઈ ગયા હતા.
તે વધુ ચાર કે પાંચ પાટડા ખેંચી લાવ્યા અને પછી આડ ઉપર ઊભા થઈ ફરીથી પેલા અવાજ સાંભળવા લાગ્યો
Page #204
--------------------------------------------------------------------------
________________
પ્યાલા હૈડે પહોંચે તે પહેલાં –
૧૭૧
ક્ષિતિજ તરફથી આવતા તે અવાજ હવે બંધ પડયો હતા. બધું શાંત થઈ ગયું હતું. એપ્રિલના સૂર્ય ઝગમગાટ ઊગી રહ્યો હતો.. દેખીતી રીતે આના કરતાં વધુ સારી આબેહવા હાઈ શકે નહિ.
પરંતુ ક્ષિતિજ તરફ પંખીની લાંબી પંક્તિ દેખાતી હતી. તે બહુ ઝડપથી જમીન ભણી વળતાં હતાં. જાણે પાછળ આવતા કશા ભયમાંથી બચવા પ્રયત્ન કરતાં હોય.
જિલિયાતે તરત આડચને વધુ ઊંચી કરવાના પ્રયત્ન શરૂ કર્યાં. બપેર થતા સુધીમાં સૂર્યના તાપ રોજ કરતાં વધી ગયો. જિલિયાત હવે પાતે ખડા કરેલા જંગી મારવા આગળ ઊભા રહી, દરિયા તરફ નજર કરવા લાગ્યા.
દરિયા છેક જ શાંત હતેા : એકદમ શાંત. ઍકે સઢ કયાંય દેખાતા ન હતા. આકાશ બધેથી ખુલ્લું થઈ ગયું હતું.
પરંતુ પશ્ચિમ તરફ દૂર ઝાંખું-ફીક એક નાનું ટપકું દેખાવા માંડયું હતું. તે ટપકું એક જ જગાએ દેખાતું રહેવા છતાં કદમાં મેાટું બનતું જતું હતું.
જિલિયાતે ખડી કરેલી આડચ આગળ મેાજાં ધીમે ધીમે ઊછળવા વાગ્યાં હતાં.
ભયંકર તાફાન ઘૂઘવતું આવી રહ્યું હતું.
સમુદ્રે જિલિયાતને એક મેોટી લડાઈ આપવાનું નિરધાર્યું હતું. ઘાસમાં થઈ સરકતા સાપ કરતાં, શાંતિના ઓઠા હેઠળ સરકતું આવતું દરિયાઈ તોફાન વધુ ખતરનાક - વધુ ઝેરી – વધુ ડંખીલું ડાય છે.
તોફાનમાં પવન સૂસવતા આગળ આવતા હોય છે. એ પવનો એટલે નરમ-પોચી હવા નહિ. એ તે અનેાખા વ્યક્તિત્વવાળા અને તાકાતવાળા મહા રાક્ષસો હોય છે. ભારતમાં તેમને મરુતા કહે છે; જૂડિયામાં ચેરુબિમ, અને ગ્રીસમાં ઍકિવલૉન. એ બધાં અફાટ અવકાશનાં જાણે પાંખાળાં પ્રાણી હોય છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-બલિદાન
અને કેવાં પ્રાણીઓ ? તે ઊડે છે, ઝડપ ઊંચાં થાય છે, ઉપર ધૂમવા લાગે છે, સિસોટી કરે છે, હસે છે, ગુસ્સો કરે છે, જુસ્સા દાખવે ચિડાઈ ચિડાઈને! નાહક વિનાશ વેરવામાં જ તે તે જાણે શિકારી કૂતરાંનું ટોળું લઈને આવેલા શિકારી હોય છે. તે ખડકો અને મેાજાં તરફ એ કૂતરાઓને તગેડીને – ભસાવીને રાજી થાય છે. તે વાદળાને એકઠાં કરી પછી તેમને લાતંલાતા કરી પાછાં વિખેરી નાખે છે. લાખ લાખ હાથા વડે તે પાણીને ગૂંદે છે. પરંતુ પાણી પ્રવાહી હાઈ, તેમના હાથના વજન નીચેથી સરકી જાય છે. એ રીતે પાણીનાં મોજાં ઊભાં થાય છે.
તોફાન એ ઘણા રાક્ષસોએ ભેગા મળીને ખેલેલો ખેલ છે: મોજાંને ધકેલવાં, વાદળોને હડસેલવાં, હવાને ફૂંકવી ઇ.
રાત્રી-પિશાચિની તેમની સાથે એ ખેલમાં સાગરીત બને છે. દરેક તોફાનની શરૂઆતમાં ઘેરો ગણગણાટ સંભળાય છે. બીનેલા સમુદ્રની ચુપકીદી દરમ્યાન એ દૂરદૂરથી આવતો હોય છે. સમુદ્રના ઝગમગાટ એ આવતા તોફાનની પહેલી ચેતવણી કહેવાય; અને આ ગણગણાટ એ બીજી.
૧૭૨
જિલિયાત મોટા દુવ્રે ઉપર ચડી ગયો. ત્યાંથી તેણે અફાટ સાગર તરફ નજર કરી. પશ્ચિમ તરફ એક ભીંત ઊભી થતી જતી હતી. સૂર્ય ઝાંખા થઈ ગયો હતા. દિવસના ખુલ્લા પ્રકાશને જાણે રાત્રીએ પોતાની અંધાર- પછેડી ઓરાઢી દીધી.
મારે છે, પાછાં મારે છે, ગર્જના
છે,– સ્વચ્છંદીપણે,
રાચે છે.
ધુમ્સસના વાદળની એ ભીંત–એ જંગમ પર્વત – દુવ્રે તરફ જ ધસી રહ્યો હતા.
જિલિયાત થોડો વિચાર કરી તરત નીચે ઊતરી પડો. તેને હથોડો જોરથી વીંઝાવા લાગ્યા. પૂર્વના પ્રવેશદ્રાર આગળ પહેલી આડચથી દશ કે બાર ફૂટ પાછળ પાટડા-દોરડાંની બીજી આડચ તેણે ઉતાવળે ઊભી કરવા માંડી.
Page #206
--------------------------------------------------------------------------
________________
પ્યાલા હાડે પહોંચે તે પહેલાન
૧૭૩
અચાનક સૂર્ય દેખાતા બંધ થયો. જિલિયાતે ઊંચી નજર કરીને જોયું, તો પેલો ધુમ્મસનો પર્વત સૂર્ય સુધી ઊંચે પહોંચી ગયો હતા. તેણે જાણે ઝાપટ મારીને સૂર્યને બુઝાવી દીધો !
અચાનક એક ભારે કડાકો થયો ~ વીજળીના ચમકારા વિનાનો, ઘેરો. થોડી ચુપકીદી બાદ વીજળીના ચમકારા થાડા થોડા દેખાવા લાગ્યા — પણ ગર્જના વિના.
-
થોડી વારમાં પવન વાવા લાગ્યા, અને જિલિયાત ઊભો હતો તે ખડક ઉપર વરસાદની ત્રણ-ચાર ઝાપટો જોરથી વાગી. પછી બીજો કડાકો થયો. પવન હવે ઊપડવા લાગ્યો હતો.
અંધારાની ભયાનકતા તેની પરાકાષ્ઠાએ પહોંચી. બીજા કડાકા સાથે વાદળની ભીંત જાણે ઉપરથી નીચે સુધી ચિરાઈ અને એ પેાલાણમાંથી ઉપર ભરાઈ રહેલું પાણી વરસાદના ભારે ઝાપટા રૂપે નીચે ઠલવાઈ ગયું.
જિલિયાતની આસપાસ આખી ભૂતાવળ નાચી ઊઠી – વરસાદનાં ઝાપટાં, પવનનું તાફાન, વીજળી, કડાકા, વાદળ ભણી ઊછળતાં માજાં, ફીણના ગેાટા, ગડગડાટ, ચીસો, બરાડા, સુસવાટા – બધું એકીસાથે.
ભારે વજનથી લાદેલી હાડી સાથે ખુલ્લા સમુદ્રમાં બે ખડકો વચ્ચે કેદ પુરાયેલા જિલિયાત જેવા માણસ માટે આથી વધુ કારમી ઘાંટી બીજી હોઈ શકે નહિ. બીજી આડચ રચવાનું તેણે તોફાનની વચ્ચે જ શરૂ કરી દીધું હતું.
સદ્ભાગ્યે પવન ઉત્તર-પશ્ચિમમાંથી આવતો હતો. દરિયો પણ કોઈ કોઈ વખત ભૂલ કરી બેસે છે. તેને જિલિયાતને ફૂંકી દેવો હતો— પછાડી નાખવો હતો – ખતમ કરી નાખવો હતા. પણ તેણે પવનને તેપમારો શરૂ કર્યા. ખડક બાજુથી;– વચ્ચેની નાળના પ્રવેશદ્વાર તરફથી નહિ.
પરંતુ પવનને બદલાતાં શી વાર? કદાચ બીજી આડચ પૂરી થઈ જાય તે પહેલાં જ તે પૂર્વ તરફ પણ વળી જાય. પછી તો પ્રવેશદ્વાર
Page #207
--------------------------------------------------------------------------
________________
પ્રેસ-બલિદાન
૧૭૪
ઉપર જ તેની તડી પડે અને જિલિયાતનું કર્યું કારવ્યું બધું ધૂળ
મળી જાય.
તોફાનનું ઝનૂન વધતું ચાલ્યું. તોફાન એક પછી એક – ઉપરાઉપરી – પ્રહાર કરતું હોય છે. એમાં જ તફાનનું બળ સમાયેલું છે અને નિર્બળતા પણ. તેનું અંધ ઝનૂન માણસને પોતાની બુદ્ધિથી તેને માત કરવાની તક આપે છે; પણ કયા ભાગે? કેટલી મુશ્કેલીઓ તેના ઉપર લાદીને ?
નીચેથી મેાજાના અને ઉપરથી વરસાદના મારો એકીસાથે શરૂ થયા. મેાજાં આખા ખડકોને પેાતાની લહેરમાં લેવા માંડયાં. જેમ જેમ મેાજાના વેગ વધતા ચાલ્યા, તેમ તેમ ગડગડાટ અને ગર્જનાઓના અવાજ પણ. વાદળ તોપમારો કરતું હતું, કરાઅે ગરભ-છાંટ ઉરાડતા હતા, અને મેાાં ઘોડેસવાર પલટનની પેઠે ધસારો કરતાં હતાં. આંખ પહોંચે ત્યાં લગી - દશ દશ લીગ સુધીને – દરિયા સાબૂના ફીણના ઢગલાઓથી છવાઈને ધેાળાધબ બની ગયા હતા.
જિલિયાત આ કશા ઉપર લક્ષ આપ્યા વિના પોતાના કામે લાગી રહ્યો. બીજી આડચ લગભગ પૂરી થવા આવી હતી. ઉપર થતા દરેક કડાકા દીઠ જવાબમાં જાણે તેના હથોડાના એક એક ઠોક પડતો હતો. તેને ટોપ પવનમાં ઊડી ગયા હાઈ, તેનું માથું હવે ખુલ્લું થઈ ગયું હતું.
તેને આકરી તરસ લાગી હતી. કદાચ તેને તાવ ચડયો હતા. આસપાસના ખડકના ખાંચાઓમાં પાણીનાં ખાબાચિયાં ભરાયાં હતાં, વચ્ચે વચ્ચે જિલિયાત તેમાંથી ખાબે ખોબે પાણી પી લેતા. પણ તેનું બધું લક્ષ તેના કામ ઉપર કેન્દ્રિત થયેલું હતું. એક ક્ષણની કામગીરી ઉપર જ કદાચ બધું અવલંબી રહ્યું હોય તો?
અને થોડી જ વારમાં તેાફાન ખરેખર પશ્ચિમ બાજુથી જ શરૂ થયું; અને માજાં બે દુવ્રે ખડકો વચ્ચેની આડચ ઉપર ઝીંકાવા લાગ્યાં. પરંતુ જિલિયાતને એ બાજુની આડચ ઉપર ભરોંસે હતો. તે આડચ દુરાંદેના પડખામાંથી તૂટેલાં પાટિયાંના તરાપાની બનાવેલી હોઈ, લચકદાર હતી. અને લચકદાર
Page #208
--------------------------------------------------------------------------
________________
પ્યાલા હાઠે પહોંચે તે પહેલાં -
૧
હાવું એ સામા અંધ ધક્કાને જીતવાની એક જાણીતી તરકીબ છે. કડિયાકામની ભીંત એવી લચકદાર ન હેાવાથી, પાણીના ધક્કાના ઝટ ભાગ થઈ પડે છે. જિલિયાતે એ બાજુથી પોતાની પીઠ ફેરવી લીધી. તેાફાન પેાતાનું માથું વ્યર્થ ત્યાં પટકવા લાગ્યું.
બીજી આડચ હવે લગભગ તૈયાર થઈ જવા આવી હતી. દારડાંની સાંકળાની થાડી ગાંઠો બાંધવાની જ બાકી હતી. કોઈ પણ કિલ્લેબંદીની નબળી બાજુ જેટલા જ કિલ્લા મજબૂત ગણાય. પૂર્વ તરફનો કિલ્લેબંદી જો પશ્ચિમ તરફની કિલ્લેબંદી જેવી થાય, તો જ પૂરા સુરક્ષિત થયા કહેવાય.
અચાનક ભારે પ્રકાશ ફાટી નીકળ્યા. વરસાદ થેાભી ગયો, વાદળાં વીખરાવા લાંગ્યાં. પવનની દિશા બદલાઈ. ક્ષિતિજ ઉપર એક ઊંચી ઝાંખી બારી જાણે ખુલ્લી થઈ; વીજળી બુઝાઈ ગઈ. જાણે બધા તાફાનનો અંત જ આવ્યા. પણ ખરી રીતે હજુ શરૂઆત જ થઈ હતી ! પવન દક્ષિણ-પશ્ચિમમાંથી ઉતર-પૂર્વ તરફ વળ્યો હતો.
તાફાન નવેસર હુમલા શરૂ કરવા પોતાની સેનાને જાણે સંગઠિત કરવા લાગ્યું હતું. હવે એતરાતા પવન ભારે ઝાપટ મારવા તૈયાર થતા હતા. દક્ષિણ તરફના પવનમાં વરસાદ વધુ હાય છે; ઉત્તર તરફના પવનમાં ગાજવીજ અને કડાકા.
આ નવા હુમલા પૂર્વમાંથી શરૂ થાય, તે જિલિયાતની કિલ્લેબંદીની નબળામાં નબળી બાજુ ઉપર કેન્દ્રિત થાય. પહેલી આડચ તૂટી પડે, તે તેના છૂટા થયેલા દડા જ બીજી આડચને પણ તેાડી નાખે; કારણ કે તે હજુ પૂરતી મજબૂત બની ન હતી. અને બીજી આડચ તૂટે તો જિલિયાત પણ સાથે છૂંદાઈ જાય. બીજી આચ બાંધવા માટે તે અત્યારે એવી જગાએ ઊભા હતા કે, પહેલા તે જ ખતમ થાય, અને પછી ડચ-બાટ અને એંજિનને! વારો આવે.
જિલિયાતને પેાતાને એ વસ્તુ મંજૂર હતી : પેાતાની બધી કામગીરી નાશ પામે, તે જોવા પહેલાં તે પાતે મરવાનું વધુ પસંદ કરે. તેણે
Page #209
--------------------------------------------------------------------------
________________
28,
પ્રેમ-બલિદાન
માથાના વાળ ઝટકારી, હાથ વડે આંખ ઉપરથી તેમને ખસેડી, હથાડા હાથમાં મજબૂતીથી પકડયો, અને શું થાય છે તેની રાહ તે જોવા લાગ્યો.
થોડી જ વારમાં એક કડાકા સાથે હુમલાની ચેતવણી અપાઈ. વરસાદ વરસવા માંડયો; બધે કાળું અંધાર થઈ ગયું. માત્ર વચ્ચે વીજળીના ઝબકારા જ અસ્થિર પ્રકાશ રહ્યો.
લ’હામે ખડક પારથી પૂર્વ દિશામાં એક જબરદસ્ત માજુ ઊભું થતું આવ્યું; અને આર્ફે જુસ્સાથી અને વેગથી ધસવા લાગ્યું. પાસે આવતું ગયું તેમ તેમ તેનું કદ વધતું ચાલ્યું.
લહામે ખડકો પહોંચતાં જ તેની સાથે અફળાઈ તેના બે ભાગ પડી ગયા, પણ થોડે જ આગળ વધી પાછા એ બંને સંધાઈ ગયા. પણ એ મેાજુ હવે આડુ રહેવાને બદલે પાટડા જેવું ઊભું થઈ ગયું. અને એ આખા પાટડા જોરથી પહેલી આડચ ઉપર પટકાયા. બધું ફીણના ગોટા નીચે ડૂબી ગયું.
જયારે ફીણ ખસ્યું ત્યારે જિલિયાત સ્થિર ઊભા હતા. આગલી આડચ અડગ રહી હતી. એક પણ સાંકળ તૂટી ન હતી કે, એક પણ ખીલા નીકળ્યા નહાતા.
ફાન પાછું બાજુએ વળી ગયું અને ખડકો ઉપર પેાતાના ગુસ્સો ઠાલવવા લાગ્યું.
જિલિયાતે એ અવકાશના ઉપયાગ બીજી આંચ પૂરી કરવામાં કરી લીધા.
બાકીના આખા દિવસ તેણે એ કામમાં જ પૂરો કર્યા. દૃશ્યન તોફાન પોતાનું જોર ખડકો ઉપર જ પટકથા કરતું હતું.
દિવસ પૂરો થઈ રાત કયારે શરૂ થઈ એ જાણવાનું કહ્યું. ન હતું.
વાદળની વીજળીના ચમકારા થયા કરતા હતા. જિલિયાતે તેમને સંબાધીને કહ્યું, “એમ જરા દીવા ધરી રાખતાં હો તો!”
}}}}
Page #210
--------------------------------------------------------------------------
________________
પ્યાલો હેઠે પહોંચે તે પહેલાં–
૧૭૯ એ પ્રકાશની મદદથી તેણે પાછળની આડચને આગલી આડચ કરતાં પણ વધુ ઊંચી બનાવી લીધી. હવે ટોચના પાટડાને દોરડાની છેલ્લી ગાંઠ તે વાળતો હતો તેવામાં અચાનક તેના મોં ઉપર ઉત્તરના પવનની સીધી ઝાપટ વાગી. તેણે મોં ફેરવીને જોયું, તે પવન અચાનક ઉત્તર-પૂર્વને થયો હતો. અર્થાત પૂર્વ તરફના આ પ્રવેશદ્વાર ઉપરનો હુમલો ફરી શરૂ થવા લાગ્યો હતો, અને બીજું પ્રચંડ મેજું ધસમસાટ કરતું આવવા લાગ્યું હતું!
આ મોજું તેની અંદર ભેગી થયેલી વિવિધ શક્તિઓને કારણે જાણે જીવતું પ્રાણી હોય – કોઈ જળરાક્ષસ હોય—એવું લાગતું હતું. તે
તે પહોળું અને સપાટ થઈ આડચ ઉપર પટકાયું. માત્ર પટકાયું જ નહિ પણ ચાટીને કરડવા પણ લાગ્યું. પોતાની સાથે તે એક મોટો પાટડો ઉખાડતું ગયું અને જે ખડક ઉપર થોડા વખત પહેલાં જિલિયાત ઊભો હતો તેના ઉપર તેને જોરથી પટક્યો. સભાગે જિલિયાત ત્યાં ન હતો.
એ પાટડો એ ખડક ઉપર પડયો અને બીજી આડચ ઉપર ન અફળાયો તેથી બીજી આડચને ગંભીર નુકસાન થતું બચી ગયું. ઊલટો એ પાટડો જિલિયાતને અણધારી રીતે ઉપયોગી નીવડયો. એ પાટડો એવી રીતે પડ્યો હતો કે, તેનો એક છેડો આગળ ઝઝૂમતા ખડક અને પાછળની કિનારી વચ્ચેની એક બખોલમાં ભરાયો હતો.
પાટડાનો બહાર નો ભાગ જાણે હાથ લાંબો કર્યો હોય તેવો દેખાતો હતા, અને પાછળની કરાડથી અઢાર કે વીસ ઇંચ દૂર રહેતો હતો. જિલિયાતે પોતાના પગ, ઢીંચણ અને હાથ ખડક ભણી ટેકવી પોતાની પીઠથી એ પાટડાને ધક્કો દીધો. પાટડો લાંબો હોવાથી એ ધક્કાનું બળ ખૂબ વધી ગયું. ખડકનો એ ઝઝૂમી રહેલો ભાગ ઢીલો પડી ગયેલો જ હતો. છેક ચોથે પ્રયત્ન ખડકનું એ ગચિયું ખસ્યું અને એક ધડાકા સાથે પાણીમાં પડવું.
ટૉ. ૧૨
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પ્રેમ અલિદાન પેલો પાટડો પણ તેની સાથે જ પાણીમાં પડ્યો. જિલિયાતે પોતાની જાત માંડ માંડ સંભાળી લીધી. આ ટુકડો નીચે બે ખડક વચ્ચેના ખાંચાઓમાં બીજી આડચની બરાબર પાછળ એવી રીતે ગોઠવાય કે જેથી બે ખડક વચ્ચે જાણે એની આડી લીટી દોરી હોય !
આ ખડકની મદદ અણધારી જ મળી ગઈ. સમુદ્ર પોતાને પુખ્ખલો જારી જ રાખ્યો હતો. પહેલી આડચ એક ફેરો તૂટવા માંડી. એટલે વ ધ ને ભુ તૂટતી જતી હતી.
એ આડચ પાછળ જે ખડક જિલિયાતે ગબડાવ્યો હતો, તે પોતે જ એક મજબૂત આડચ રૂપ બની રહ્યો હતો; છતાં તેને દોષ એ હતો કે, તે બહુ નીચો હતો. તેની સાથે અફળાતાં મોજાં ભલે તેને ગબડાવી ન પાડે, પણ તેઓ એની ઉપર થઈને તે પસાર થઈ શકે.
અને પવન તથા દરિયાનું તોફાન વધતું જ જતું હતું. જાણે આ વખતે તેણે બધી આડો તોડી-ફોડી નાખવાને જ નિશ્ચય કર્યો હતો.
અચાનક, પેલી તૂટેલી આડશમાંથી એક પાટડો છૂટો થઈ, બીજી આડચને ઓળંગી, પાછળના ખડકની આડચ ઉપરથી પસાર થઈ, સીધો નાળમાં ધસી ગયો. એ પાટડે તણાત તણાતો ડચ-બોટને અફળાવાનો એ નક્કી. જોકે, એ ખડક પાછળનું પાણી બહુ ઊછળતું ન હતું, એટલે એ પાટડો બહુ ગંભીર નુકસાન કરે એવો ભય નહોતો. - થોડી વાર ગાઢ અંધારું અને ચુપકીદી છવાઈ રહ્યાં. પછી એકદમ કડાકો થયો. તેની સાથે જોરથી મજાને પછડાટ શરૂ થયો. પહેલી આડમાંથી કેટલોક ભાગ છૂટો થઈ, બીજી આડચ ઉપર અફળાવા લાગ્યો. જે ઢાલ હતી તે હવે ગદા બની ગઈ ! અને એ ગદાના ઘા એવા જોરથી પડવા લાગ્યા કે, બીજી આડચ વધુ વખત ટકી રહે એવો સંભવ ન રહ્યો.
જિલિયાત મૂંઝાઈને વિચારી રહ્યો કે, એંજિનનું ધુમાડિયું જો પેલા બાકોરામાં ભરાઈ ગયું ન હોત, તે અત્યારે તો તે ક્યારને ઘેર
Page #212
--------------------------------------------------------------------------
________________
પ્યાલા હાર્ડ પહોંચે તે પહેલા
૧૭૯
સહીસલામત પહોંચી ગયા હોત ! પણ અત્યારે એમ ‘જો ’ અને ‘તે ’ના વચાર કરવા નકામા હતા.
થેાડી વારમાં તે બંને આચાના કાટમાળને ભેગે ઝૂડા સીધા પેલી ખડકની આડચ ઉપર અફળાયા. સદ્ભાગ્યે તે ત્યાં જ રોકાઈ રહ્યો. બધું ઢગલા વળીને ત્યાં એકઠું થયું, પણ ધીમે ધીમે ઊછળી-પછડાઈને છૂટું પડવા લાગ્યું.
હાલ તુરત મેાજા જરા ધીમાં હતાં, અને પ્રવેશદ્વાર બહુ સાંકડું ડાવાથી મેાજાંનું જોર નાળમાં પેસી શકતું નહોતું; પણ ફરીથી તેાફાનનું ઝેર વધ્યું તે ?
જિલિયાત કંપી ઊઠયો. હવે શું થાય ? તોફાનનું જોર સહેજ ધતાં આ બધા કાટમાળ નાળમાં પેસી પેાતાની ડચ-બેટ ઉપર જ અફળાવા લાગશે.
પરંતુ જિલિયાત હિંમત હારી બેઠો નહિ. આસપાસ નજર કરીને નૅ વિચાર કરવા લાગ્યા.
અચાનક જિલિયાતની પાછળ થોડે દૂર એક મોટો કડાકો સંભળાયા. અત્યાર સુધી આડચા આગળ થયેલા કડાકાથી આ કડાકો વધુ જોરદાર નથા જુદી જાતના હતા, એટલે જિલિયાતનું ધ્યાન વધુ ખેંચાયું.
એ કડાકો ડચ-બેટ તરફથી આવ્યો હતો !
જિલિયાત તરત તે તરફ દોડયો.
૫
વાત એમ બની કે, દરિયો પૂર્વ તરફથી નાળમાં ધસતા હતા તે વખતે, સામે પશ્ચિમમાંથી પવનના ઝપાટા તેની સાથે અફળાયા.
દુરાંદેનું ખાખું પાણીની બહાર હોઈ, ડચ-બાટની ઉપર અધ્ધર તાળાઈ રહેલું હતું. તેના તળિયામાં એંજિન નીચે ઉતારી લેવા જે ચારસ બાકોરું જિલિયાતે પાડયું હતું, તેનાથી આખું ખોખું, કોડરજ્જુ તૂટી ગઈ હેય તેની પેઠે નબળું પડી ગયું હતું.
Page #213
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-બલિદાન
ઊઘડે તેમ તે બે
પવનનું તેાફાન તેની સાથે જોરથી ટકરાતાં, ચાપડી પડખાં વચ્ચેથી ફાટીને ઊઘડી ગયાં. અર્થાત્ એક બાજુનું પડખું ખડકો વચ્ચે ફસાયેલું રહ્યું પણ બીજી બાજુનું પડખું તળિયા વચ્ચેથી સીધું ચિરાઈ જઈ લબડી પડયું હતું. દુરદેનાં એ બે ફડચાડિયાં થયાં, તે વખતના કડાકા જિલિયાતને સંભળાયા હતા.
૧૯૦
દુરાંદેના તળિયામાંથી એંજિન કાઢી લેવા પાડેલું એ ચોરસ બાકોરું એક મોટા ઘા રૂપ નીવડયું હતું. એ બાકોરામાં પેઠેલા પવને બંને પડખાં વચ્ચેથી ચીરી નાખ્યાં હતાં. જિલિયાત સામેના ભાગ નીચે લબડી પડયો, હતા. જ્યાં સુધી એ છૂટો થઈ તૂટી નહોતા પડયો, ત્યાં સુધી તે જાણે મિજાગરાં ઉપર ઝૂલી રહ્યો હોય તેમ ઝોલાં ખાતા હતા.
સદ્ભાગ્યે ડચ-બોટ એ પડખાની નજીકમાં નહોતી. ધુમાડિયું એ બાકામાં ફરી ન ભેરવાય તે માટે જિલિયાતે તેને ઘેાડી બહાર કાઢેલી હતી, એ વાચકને યાદ હશે.
જિલિયાત થોડો વિચાર કરી, તરત કુહાડો લઈ દુરાંદેના એ ખાખા ઉપર ચડી ગયા અને લટકતા એ ત્રાપાને એકી સાથે થોડો થોડો સળંગ વછાડવા લાગ્યો. જો એ ત્રાપો એક બાજુએથી એકદમ છૂટો થઈ જાય, તો કદાચ આખું જ ખાખું એ ધક્કાથી અમળાઈને ખડકો વચ્ચેથી છૂટું થઈ એકીસાથે નીચે તૂટી પડેઅને સાથે જિલિયાત પણ !
દરમ્યાન તાફાનનું જોર વધતું જતું હતું. કોઈ પણ ક્ષણે પૂર્વના પ્રવેશદ્વાર આગળ ખડકની નીચી આડચ આગળ ખળાઈ રહેલા બધા કાટમાળ અંદર ધસી આવી, ડચ-બાટને અફળાય તેવા સંભવ હતો.
થોડી વારમાં દુરાંદેને ત્રાપા સળંગ એકી સાથે છૂટો થયા અને કડાકા સાથે ઊભા ને ઊભા નીચે ઊતરી પડયો. પણ એ છેક તળિયે પહોંચે, તે પહેલાં બંને બાજુના ખડકોની ઝઝૂમતી ધારો ઉપર ઊભા જ અટકી ગયો. અર્થાત્ પેલા ખડકની આડચ પેઠે જિલિયાતે ઊભી કરેલી નવી આડચ એ બની રહ્યો.
Page #214
--------------------------------------------------------------------------
________________
પ્યાલે હેઠે પહોંચે તે પહેલાં ૧૮૧ પણ આ પાંચમી આડચ ઊભી કરવામાં તોફાને જ તેને મદદ કરી હતી ! આ ત્રાપો એવો સરસ ગોઠવાયો હતો કે, નીચેથી પાણી પસાર થાય અને છતાં ઉપરથી તોફાનનો પછડાટ ખળાઈ રહે.
હવે વાદળ ગમે તેટલું ઘમસાણ મચાવે, પણ ડચ-બોટને નુકસાન થાય તેવો સંભવ રહ્યો નહિ.
જિલિયાતે હવે પાસેના ખડકના ખાબોચિયામાં ભરાયેલું વરસાદનું પાણી ખેબો ભરીને પીધું.
પછી જિલિયાત ડચ-બોટમાં જ ઊતરી પડ્યો, અને તેની સ્થિતિ તપાસવા લાગ્યો.
એની તપાસ હજુ ચાલતી જ હતી તેટલામાં અચાનક તેની પાસેથી કશુંક ધોળું ઊડતું ઊડતું પસાર થયું અને અંધારામાં ભળી ગયું. એ સી-ગલ પક્ષી હતું. એનો અર્થ એ કે, તોફાન પૂરું થયું હતું !
તોફાન બરાબર વીસ કલાક ચાલ્યું હતું. અને જે પવન તે તેફાનને ખેંચી લાવ્યો હતો, તે જ તેને આગળ ધકેલી ગયો હતો.
થોડી વારમાં તો આકાશ ભૂરું થઈ ગયું.
થાકેલો જિલિયાત ડચ-બોટમાં જ આડો પડયો અને ઘસઘસાટ ઊંઘી ગયો.
Page #215
--------------------------------------------------------------------------
________________
૬
માણસ જ ભૂખ્યા નથી હોતા
૧
જલિયાત જ્યારે જાગો, ત્યારે તેને ભૂખ લાગી હતી.
સમુદ્ર શાંત પડતા જતા હતા; ઉપરાંત દિવસ પણ સારી પેઠે ચડી ગયા હતા. મધરાત પહેલાં અર્નસી પહોંચવું હોય, તે તેણે વહેલી સવારે જ નીકળવું જોઈએ.
ભૂખ લાગી હોવા છતાં, તેણે કપડાં ઉતારવા માંડયાં. ગરમી મેળવવાના એની પાસે એ એક જ રસ્તો રહ્યો હતા – ભીનાં કપડાં ઉતારી નાખવાના !
અલબત્ત, સમુદ્રના પાણીથી પલળેલાં કપડાં સુકાય નહીં; પણ વરસાદના પાણીથી કપડાંમાંનું એ પાણી ધાવાઈ ગયું હાવાથી, હવે તે સુકાઈ શકે તેમ થયું હતું.
તેણે પોતાનાં કપડાં ખડક ઉપર પાથરી દીધાં.
ત્યાર બાદ તેણે કંઈક ખાવાનું જોગવવાના વિચાર કર્યો.
જિલિયાત પેાતાની તીણી છરીથી ખડક ઉપરની લિપેટો ઉખાડીને ખાઈ લેતા : એ કાચી જ ખવાય છે. પણ આજે તેને એટલાથું પોતાની ભૂખ સંતોષાય તેમ લાગ્યું નહિ; એટલે ઓટનાં સરત જતાં પાણીનો લાભ લઈ, તે આસપાસના ખડકોમાં ક્રૉ-માછલી શેાધવ નીકળ્યા.
જોકે, તે ભૂલી ગયા કે, ક્રૉ-માછલાં તે પકડી લાવે તે પણ તેન પાસે રાંધવાનું કંઈ વાસણ હતું જ નહિ, તેની વખાર તે વરસાદન
૧૮૨
Page #216
--------------------------------------------------------------------------
________________
alibrary.org
જિલિયાત પેાતાની તીણી છરીથી ખડક ઉપરની લિપેટો ઉખાડીને ખાઈ લેતા. – રૃ. ૧૮૨.
Page #217
--------------------------------------------------------------------------
________________
Page #218
--------------------------------------------------------------------------
________________
માસ જ ભૂખ્યા નથી હોતા
૧૮૩
પાણીથી છલકાઈ ગઈ હતી. તેના કોલસા અને લાકડાં ભીંજાઈ ગયાં હતાં. દોરડાં ઉકેલી બનાવેલાં જે રૂંછાં ઉપર તે તણખા પાડી આગ સળગાવતા, તેમાંનું એક પૂમડું પણ પલળ્યા સિવાયનું રહ્યું ન હતું; એટલે આગ સળગાવવાનું પણ કશું સાધન નહોતું.
તે આજે બીજી દિશામાં ખારાક શોધવા નીકળ્યા — જ્યાં દશ અઠવાડિયાં પહેલાં દુરાંદે ટકરાઈ હતી તે ખડકો તરફ. તે જાણતા તે હતા કે, કરચલા એટ વખતે સૂર્યમાં તડકો ખાવા બહાર આવે છે. બે મહિના સુધી જિલિયાત આ બધાં પ્રાણીઓ ઉપર જ જીવ્યા હતા.
પણ આજે કોણ જાણે કરચલા તેમ જ ક્રૉ-માછલીઓ સંતાઈ ગયાં હતાં. તેાફાનને કારણે એ બિચારાં ઊંડાં દરામાં પેસી ગયાં હશે, તે હજુ હિંમત લાવી બહાર નીકળ્યાં ન હતાં.
જિલિયાત છરી વડે શંખલા-જંતુ ઉખાડતા, અને ખાતા ખાતા આગળ ચાલવા લાગ્યા.
સ્યુ કલુબિન જ્યાં અલાપ થયા હતા તે જગાએથી તે બહુ દુર નહિ ગયા હોય, એટલામાં તેના પગ આગળ કશા છબછબ અવાજ થયા. એકાદ મોટો કરચલા તેનાં પગલાંના અવાજથી ડરી જઈને પાણીમાં કૂદી પડયો હતો. જોકે જિલિયાતની નજરથી અલાપ થઈ જવાય તેટલા ઊંડા તે ઊતરી ગયા નહોતા.
જિલિયાત તરત તેની પાછળ દોડયો. કરચલા પાણી નીચેના ખડકના કોઈ પેાલાણમાં પેસી ગયા હતા.
જિલિયાત ખડકની કિનારી એક હાથે પકડી નીચે ઝૂકયો.
ત્યાં એક બખાલ જેવું તેની નજરે પડયું – જેમાં પેલા કરચલા પેસી ગયા હતા.
ત્યાં પાણી ઊંડું ન હતું, – તળિયાના પથ્થરો દેખાતા જ હતા – એટલે જિલિયાત પોતાની છરી દાંતથી પકડી રાખી, હાથ વડે ખડકના
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૪
પ્રેસ-અવિદ્વાન
ખાંચા પકડી પકડીને એ બખોલ આગળ પાણીમાં કૂદી પડયો. પાણી તેના ખભા સુધી આવ્યું.
પેલી બખાલ અંદર લંબાતી જતી હતી. તેની ભીંતે લીસી સુંવાળી હતી અને ઉપર ણે કમાનદાર છત હતી.
તે પંદરેક પગલાં એ બખાલમાં ચાલ્યા ત્યારે ઉપરની છત અચાનક પૂરી થઈ. આગળ વધુ મેાકળાશ હતી, અને પરિણામે વધુ અજવાળું હતું. જિલિયાત નવાઈ પામ્યા, એ ગુફાને પણ તરત ઓળખી ગયા – મહિના ઉપર તે બીજે છેડેથી જેમાં આવ્યા હતા, તે જ એ પેટાળ હતું. આ વખતે તે દરિયા તરફથી અંદર આવ્યા હતા એટલું જ.
સામા ખડકમાં તેણે પેલી તરાડ જોઈ, જેમાં થઈને તેણે પહેલી વાર આ પેટાળમાં ડોકિયું કર્યું હતું.
પેાતે ઊભા હતા તેની પાસે જ તેણે એક માટી તરાડ જોઈ, જેમાં પેલા કરચલા પેસી ગયા હોવા જોઈએ.
તેણે અંદર પેસે તેટલે દૂર સુધી તેમાં હાથ નાખી જોયા. અચાનક તેને હાથ કોઈએ પકડયો !
કોઈ ચીતરી ચડે તેવા, ભીના, ચીકણા, જીવતા પદાર્થ અંદરના અંધારામાં તેના ખુલ્લા હાથ ઉપર વીંટળાવા લાગ્યો હતે.
ધીમે ધીમે તે પટ્ટો તેની છાતી તરફ આગળ વધવા લાગ્યો. એક સેકંડમાં તે કાંડું અને કોણીથી આગળ ખભા સુધી તે વીંટાતા ગયો અને તેની અણી તેની બગલમાં પેઠી.
જિલિયાત ઊછળીને પાછે ખસવા ગયા, પણ તેનાથી ચસી શકાયું નહિ.
તેણે પોતાની છરી દાંત વચ્ચેથી કાઢી ડાબા હાથમાં લીધી, અને ખડકને ભીંસ દઈ તેણે પેલા પટ્ટાના વીંટામાંથી છૂટવા પ્રયત્ન કર્યો. પેલો પટ્ટો તરત વધુ ટાઈટ થયો. તે ચામડા જેવા નરમ હતા, પેાલાદ જેવા કઠણ હતા અને રાત્રી જેટલેા ઠંડા હતા.
Page #220
--------------------------------------------------------------------------
________________
માણસ જ ભૂખ્યા નથી હોતા
૧૯૫
પછી તો એ તરાડમાંથી એવા જ બીજો પટ્ટો નીકળ્યો કોઈના માટા મેાંમાંથી નીકળેલી લાંબી જીભ જેવા. તે તરત જલિયાતના ઉઘાડા શરીરની આસપાસ વીંટળાઈ વળ્યા. તરત જ તેના આખા શરીરની ચામડી ઉપર ગાળ ગેાળ અને ભયંકર કાણાં પડવા માંડયાં હેય એમ તેને લાગ્યું;– જાણે હજારો હોઠ એકસામટા તેની ચામડી ઉપર પાયા હાય અને તેનું લેાહી ચૂસવા માગતા હાય.
એક ત્રીજો પટ્ટો હવે નીકળ્યા અને તેનાં પડખાં ઉપર ચાબુકની શેઠે પછડાતા ચાટી ગયા.
ચેાથે પટ્ટો બાણ જેવી ઝડપે નીકળીને તેની કમરે વીંટાઈ ગયા. આ પટ્ટાઓ જયાં જયાં તેની ચામડીને વીંટાતા હતા, ત્યાં તેને અવર્ણનીય વેદના થતી હતી – એકીસાથે ચંપાવાની અને ચુસાવાની.
હવે પાંચમા પટ્ટો એ બખોલમાંથી નીકળી આવ્યો, જે બીજા વીંટાની ઉપર થતાકને તેની છાતી ઉપર વીંટાઈ ગયો.
આ પટ્ટા આગળથી અણીદાર હોઈ, પાછળના ભાગમાં મૂઠ નજીક તરવાર હાય છે તેવા ચપટા-પહેાળા હતા. આ પાંચે જીભે કોઈ જીવતા કેન્દ્રની હતી, એ ઉઘાડું હતું. કારણ કે તે બધી જિલિયાતના શરીર ઉપર સરકતી સરકતી ઊંચે ચડતી હતી.
અચાનક એક મેટું, ગાળ, ચપટું માં એ તરાડમાંથી બહાર આવ્યું. એ જ પેલી બધી સૂંઢાનું કેન્દ્ર હતું. પૈડાની નાભિમાં આરા ખાસેલા હોય છે તેમ, આ કેન્દ્રમાં પેલી પાંચ સૂંઢ-જીભા વળગેલી હતી.
એ કેન્દ્રના પાછલા ભાગમાં બીજી ત્રણ સૂંઢાના શરૂઆતના ભાગ ખડકના પેાલાણ તરફ જતા દેખાતા હતા.
હવે તે એ કેન્દ્રમાં બે તાકતી આંખા પણ ચમકી ઊઠી. જિલિયાત ઓળખી ગયો: એ ‘ડેવિલ-ફિશ’ ( પિશાચ-મત્સ્ય) હતું. જેણે એ ડેવિલ-ફિશ નજરે ન જોયું હાય, તેને તે એના અસ્તિત્વ વિષે વાત કરીએ તો પણ માન્યામાં ન આવે.
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૮૬
પ્રેમ-બલિદાન વહેલ-મસ્ય જંગી હોય છે; આ ડેવિલ-ફિશ નાનું હોય છે. હિપપોટેમસને ભારે અને જાડું ચામડું હોય છે; આ ડેવિલ-ફિશ નગ્ન જ હોય છે. તે કશો અવાજ કરતું નથી, તેને આગળ સીંગડાં જેવું કાંઈ હેતું નથી, ડંખ હોતો નથી, નહેર હોતા નથી, પૂંછડી હોતી નથી, શિહોળિયાં હોતાં નથી, તરવાર જેવું કોઈ ધારદાર સાધન હોતું નથી; કેટલાંક જળચર પ્રાણીઓને હોય છે તેવો વીજળીના સ્પર્શ જેવો “શૉક’ હોત. નથી, તીણી ચાંચ હોતી નથી કે મગર જેવાં દાંતાળાં જડબાં હોતાં નથી.
છતાં આ ડેવિલ-ફિશ જ બધાં પ્રાણીઓ કરતાં મારક હથિયારથી વધુ સુસજજ હોય છે.
તેના પટ્ટાઓના વિટા તોડી-વછોડી શકાતા નથી. તેઓ જ્યાં ચાટે છે ત્યાં વચ્ચે હવા વગરનું પોલાણ ઊભું કરે છે, અને તેથી દાક્તરો કાચના પ્યાલા ગરમ કરીને શરીર ઉપર ચોટાડે છે, તેની પેઠે સખત ચોટી જાય છે. વસ્તુતાએ એ પટ્ટા જેવી સુંઢો નીચે નાના નાના પ્યાલા હોય છે – જે શિકાર ઉપર સખત ચોટી જાય છે. દરેક સુંઢના પટ્ટા નીચે ઓછામાં ઓછા એવા પચાસ પ્યાલા હોય છે.
આ આખું શોષણ-યંત્ર એ પ્રાણીના કહ્યામાં હોય છે. પોતાની મરજી મુજબ તે એ પ્યાલા બહાર કાઢી શકે છે અને પછી હવા ખેંચી લઈ શકે છે.
ચુસીમાં આ ડેવિલ-ફિશ ભાગ્યે જોવામાં આવે છે; જસ તરફ એ બહુ નાનાં હોય છે. સાર્ક ટાપુ તરફ તે બહુ મોટાં હોય છે તથા મોટી સંખ્યામાં જોવા મળે છે.
આ ડેવિલ-ફિશ તરી પણ શકે છે, તથા ચાલી પણ શકે છે. તેને હાડકાં હોતાં નથી, લેહી હોતું નથી, સ્નાયુઓ હોતા નથી. એ લાચા જેવું હોય છે. એ માત્ર ચામડી છે. એની સૂઢોને તમે મોજાની પેઠે અંદરથી બહાર ઉલટાવી શકો.
તેના કેન્દ્રમાં એક જ માં હોય છે. કદાચ તે તેની ગુદા અને મોં બંનેનું કામ આપતું હોય.
Page #222
--------------------------------------------------------------------------
________________
માણસ જ ભૂખ્યા નથી હોતા
એ આખું પ્રાણી બરફ જેવું ઠંડુ હોય છે.
જિલિયાતના ડાબા હાથ છૂટા હતા, અને તે હાથમાં છરી હતી. પણ આ પ્રાણીની સૂંઢો ગમે તેવી ધારદાર છરીથી પણ કાપી શકાતી નથી. ઉપરાંત તે સૂંઢો આપણા શરીરને એવી ચપ્પટ ચાટી હાય છે કે, એ પટ્ટા ઉપર છરી મારવા જઈએ, તો આપણી ચામડી પણ કપાય. આ ડેવિલ-ફિશનું મર્મસ્થાન તેનું કેન્દ્ર છે. ત્યાંથી જ તેને વીંધી શકાય. જિલિયાત એ વાત જાણતા હતા.
જોકે, તેણે આજ સુધી આ કદનું ડેવિલ-ફિશ નજરે જોયું ન હતું. ડેવિલ-ફિશને મારવું હોય, તે સાંઢને મારવા હોય તેની પેઠે એક અમુક ખાસ તકની રાહ જોવી જોઈએ. સાંઢ જયારે ડોક નીચી કરે ત્યારે, અને ડેવિલ-ફિશ તેનું માથું આગળ લાવે ત્યારે. જે એ ઘડી ચૂકે, તેનું આવી બન્યું. કારણ કે, સાંઢ તમને ગાતું મારવા ડોકું નીચું કરે છે; અને ડેવિલ-ફિશ તમારી છાતીએ બચકું ભરવા પેાતાનું માથું આગળ લાવે છે. અચાનક ડેવિલ-ફિશે તેને છઠ્ઠો પટ્ટો ઉગામ્યો અને જિલિયાતના ડાબા હાથને પકડવા પ્રયત્ન કર્યો, પણ તે જ ઘડીએ તેની છાતીએ વળગવા પેાતાનું માથું પણ આગળ કર્યું.
ટાંપી રહેલા જિલિયાતે તરત જ પેાતાની છરી પેલા કેન્દ્રમાં ખાસી દીધી અને તેની બંને આંખોની આસપાસ ઝપાટાબંધ ગોળ કુંડાળું થાય તેમ કચકચ ચલાવી.
દાંત ખેંચી કાઢે, તેમ તેનું માથું તેણે કાપીને ખેંચી કાઢયું. બધું પતી ગયું.
આખું પ્રાણી મડદું થઈને નીચે પડી ગયું. પેલા પટ્ટાઓ ઢીલા પડી જતાં આપેાઆપ ઊકલી ગયા.
૧૯૭
ડેવિલ-ફિશ તો મર્યું; પણ જિલિયાતની વલે બેસી ગઈ હતી. તેના જમણા હાથે અને આખા શરીરે બસેાથી વધારે લાલ લાલ ઢીમણાં ઊઠી આવ્યાં હતાં. કેટલાંકમાંથી તે લેાહી વહેતું હતું.
Page #223
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-બલિદાન
એના ઉપાય ખારું પાણી જ કહેવાય. એટલે તેણે તરત પાણીમાં ઞાતું લગાવી આખું શરીર મસળવા માંડયું.
૧૮૮
તે પાણીમાં હતા ને અચાનક પેલી ડેવિલ-ફિશવાળી બખાલની પાસે બીજી એક ગુફા તેની નજરે પડી. તે ધીમે ધીમે તેની પાસે ગયા. તે તદ્દન સૂકી હતી. પોતે નાહતા હતેા તે પાણીને પ્રતિબિંબિત પ્રકાશ ગુફામાં અંદર સુધી પહોંચતા હતા. જિલિયાતે પાણીમાં રહ્યા રહ્યા જ અંદર નજર કરી, તે જાણે એ ગુફાને છેડે કોઈનું હસતું મોં તેને દેખાયું.
જિલિયાત ભૂતપિશાચના આભાસામાં માનતા નહિ. એટલે આ હસતું મોં શું છે તેની તપાસ કરવા તે તરત એ ગુફામાં માથું નમાવીને પેઠો. અંદર જઈને જોયું તો એ હસતું મોં કોઈ માણસની ખાપરી હતી.
માત્ર ખાપરી ન હતી, આખું હાડપિંજર જ હતું. આસપાસ સેંકડો મરેલા કરચલા પડયા હતા.
એ ગુફા પેલા ડેવિલ-ફિશનું રહેઠાણ હતી. પેલા કરચલા માણસને ખાઈ ગયા હતા; અને ડૅવિલ-ફિશ એ કરચલાને ચૂસી ગયું હતું.
એ હાડપિંજરની કેડની આસપાસ ચામડાના પટા જેવું કાંઈક તેની નજરે પડયું.
તે પટ્ટો તેણે કાઢી લીધે; તેમાં વરચે કાંઈક કઠણ દાબડી જેવું તેને લાગ્યું. છરી વડે ચામડું કાપતાં, તેમાં લેાખંડની સ્પ્રિંગ-ડબ્બી નીકળી. સ્પ્રિંગ કટાઈને બગડી ગઈ હતી. જિલિયાતે છરીથી જ એ દાબડી ઉઘાડી નાખી. તેમાં ગડી વાળેલા કાગળા સિવાય કાંઈ ન હતું. તે કાગળા ભેજવાળા બન્યા હતા, પણ ભીના થયા ન હતા. ડબ્બી પાણીમાંય અંદરથી કોરી રહે એવી રીતની બનાવેલી હતી — અર્થાત્ ખલાસીએ છીંકણી માટે વાપરે છે, તેવી.
Page #224
--------------------------------------------------------------------------
________________
માણસ જ ભૂખ્યા નથી હેાતા
૧૮૯
જિલિયાતે કાગળાની ગડીએ ઉકેલી, તે તે હજાર હજાર પાઉંડની ત્રણ નોટો હતી – કુલ ૭૫ હજાર ફ઼ાંક! પટ્ટામાં છૂટી વીસ ગિની પણ હતી. તે તેણે પેલી નાટા ભેગી ડબ્બીમાં મૂકીને ડબ્બી વાસી દીધી. પટ્ટા ઉપર જાડી કાળી શાહીથી લખેલા ઝાંખા ઝાંખા અક્ષરો વંચાતા હતા. જિલિયાતે તે વાંચ્યા -
“સ્યુ કલુબિન.
જિલિયાતે એ ડબ્બી પટ્ટામાં મૂકી દીધી, અને પોતાનો લેંઘાના ખીસામાં મૂકી દીધો.
દરમ્યાન પાણી ચડવા લાગ્યું હતું, એટલે પાતે જે નાળીમાં થઈને આવ્યા હતા, તેમાં આડા પડી તરતા જ તેને બહાર નીકળવું પડયું.
""
દશ અઠવાડિયાં અગાઉ કલુબિનને પેલા ડેવિલ-ફિશે જ પકડીને ખતમ કર્યાં હતા.
જિલિયાતે ત્યાં ફરતા કરચલા પકડયા નહિ. કારણ કે, તે કરચલા ખાવા એ માનવ-માંસ ખાવા જેવું તેને લાગ્યું. કારણ કે, એ કરચલાએ કબિનનું માંસ કદાચ ખાધું હાય !
Page #225
--------------------------------------------------------------------------
________________
છ ઇંચ અને બે ફૂટ વચ્ચેનો તફાવત
સાટાં ફાનો પછી કેટલાય દિવસ દરિયો શાંત રહે છે. એટલે જિલિયાતે બીજે દિવસે સવારે જ દુઘેથી પોતાની ડચ-બોટ સાથે ઊપડવાનું નક્કી કર્યું હતું.
કરચલા શોધવા તે પોતાની ડચ-બોટ છોડીને નીકળ્યો હતો, ત્યારે તેમાં છ ઇંચ પાણી ભરાયું હતું. તે પાણી વરસાદનું અને તોફાનની છોળોનું ભરાયું હતું, અને તેટલું તો પોતાની પાણી ઉલેચવાની ચામડાની બાલદીથી ઉલેચી શકાશે એમ તેને લાગ્યું હતું. ' પણ જ્યારે તે ડેવિલ-ફિશના મથકેથી પાછો ફર્યો, ત્યારે ડચ-બેટમાં બે ફૂટ જેટલું પાણી થઈ ગયું હતું! એનો અર્થ એ જ થાય કે, ડચ-બોટમાં કાણું પડયું હતું. આટલું પાણી હવે પેલી ચામડીની બાલદીથી ઉલેચી શકાય પણ નહીં. એંજિન જેવો ભારે પદાર્થ લાદ્યો હોય, તે વખતે ઘોડાની ખરી જેવા ઘાટની આ સપાટ તળિયાવાળી બોટમાં બે ફૂટ પાણી ભરાય એટલે ખૂબ જ વજન વધી ગયું કહેવાય. એ બાલદીથી પાણી ઉલેચાઈ રહે તે પહેલાં તો એ ડૂબી જ જાય. જિલિયાત એક કલાક જ મોડો આવ્યો હોત, તે કદાચ તેને હોડીને ઠેકાણે એંજિનના ધુમાડિયાને તથા કૂવા-શંભનો થોડો ભાગ જ પાણી ઉપર જોવા મળત.
હોડીની તરાડ કે તેમાં પડેલું બાકું ગમે તેમ કરીને શોધી કાઢવાં જોઈએ અને બંધ કરી દેવા જોઈએ.
Page #226
--------------------------------------------------------------------------
________________
છ ઇંચ અને બે ફૂટ વચ્ચેને તફાવ
એટલે કપડાં પહેર્યા વિના જ, ટાઢે ઠૂંઠવાતા તે ક ઘડીએ જો સહેજ પણ પવન ઊપડયો હાત, તા બાટ થતાં પાણી વધુ જોરથી અંદર પેસવા લાગ્યું હોત, અને ડૂબી ગઈ હોત.
ચંદ્ર આથમી ગયા.
અડધા પાણીમાં ડૂબેલા જિલિયાત આખી બાટ અંધારામાં તપાસી વળ્યો. છેવટે તેને પેલું બાકું હાથ લાગ્યું.
તાફાન વખતે ડચ-બાટ ઊછળીને ખડકની કોઈ ધાર સાથે ઘસાઈ હશે, અને તે વખતે તેને (આગલી બાજુ તરફ મોં કરીને ઊભા રહીએ તે) જમણે પડખે કાણું પડયું હતું.
આ કાણું પાણી-રેખાની ઉપરની બાજુએ પડયું હતું. અલબત્ત અંદર પાણીના ભાર વધવાથી તે કાણું પાણીની નીચે આવી ગયું હતું. પણ જો કાણામાં પેસતું પાણી બંધ કરી, અંદરનું પાણી ખાલી કરી નાખવામાં આવે, તે એ કાણું પાણી-રેખાની ઉપર નીકળી આવે. પછી તેને સમારી લેવું સહેલું કે શકય બને.
પણ અંધારામાં કાણું કશા સાધન વગર બંધ કરવું શી રીતે, અને પછી આટલું બધું પાણી એકલે હાથે ઉલેચવું શી રીતે ?
જિલિયાત પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. પોતે શા માટે ઊંઘી ગયા ? શા માટે ખાવાનું શેાધવા ગયા? શા માટે આટલું થાકયો?
જિલિયાતે જલદી જલદી વિચાર કરવા માંડયો. એ કાણું જયાં એંજિનના ધુમાડિયાને, સીધું રાખવા હેાડીને જમણે પડખે સાંકળાથી તાણી બાંધ્યું હતું, ત્યાં આગળ જ પડયું હતું. એ કાણાને ડાટો મારવા હોય તો એ સાંક્ળા મદદગાર નીવડે તેમ હતી.
પોતાની ડચ-બાટને સઢ તૈયાર કરતી વખતે તાડપત્રીના જે ચાખંડો ટુકડો વધ્યા હતા, તે ડચ-બોટમાં જ એક ઠેકાણે સંઘરી રાખેલા હતા. તેને ચાર ખૂણે ચાર તાણિયા સીવી દીધેલા હતા. તેણે એ ટુકડો
Page #227
--------------------------------------------------------------------------
________________
તાડપર
પ્રેમ-બલિદાન ના બે છેડા પેલી સાંકળોના બે છેડે તાણી બાંધ્યા. અને
* દેના બે છેડા કિનારી બહાર પાણી તરફ નાખ્યા.
ડપત્રી નાના-દુ અને ડચ-બોટની વચ્ચે પડી. જોર કરી એ માં પેસવા જતા પાણીના ધસારાથી જ એ તાડપત્રી માં પર ચોટી ગઈ. હવે પાણીનું ટીપું પણ બહારથી અંદર જ - જિલિયાને ચામડાની બાલદી વડે હવે પાણી ઉલેચ છે કે
તે ખૂબ થાકેલો હતો અને ભૂખ્યો હતો, એટલે ઉલે બહુ ધીમે ધીમે થતું હતું. બહારના પાણીના ધક્કા સાથે તે
૧ થયે કાણામાં થઈ અંદર દબતાં, તે બાજુએ મોટા તાંસળા જેવો ઘૂંટ ડે . એ દૂટો ફાટી જાય તેની સાથે જ પાછું પાણી અંદર જોરથી ભરાવા લાગે એટલે તાડપત્રીના એ દંટા ઉપર આધાર રાખી ન શકાય.
પણ જિલિયાત પાસે એવડા મોટા બાકામ ડૂચો મારવાનું કાંઈ જ સાધન હવે રહ્યું ન હતું.
ડૂચો માર્યા વિના એવાં બાકાં ન પુરાય. પણ ડૂચો શાનો મારવો? તેની પાસે જે કાંઈ એવું સાધન હતું તે કયારનું ઉપયોગમાં લેવાઈ ગયું હતું કે પવને ઉડાડી મૂક્યું હતું
અંધારામાં આસપાસ તપાસ પણ શી રીતે કરવી? ચંદ્ર તે હતો જ નહિ; અને ચ-બોટના બહારના પડખામાં પાણી અફળાવાનો અવાજ આવ્યા જ કરતો હતો. એ અફળાટ પવન ઊપડતાં વધે, તેની સાથે જ પેલી તાડપત્રી કશા કામની ન રહે.
ગમે તે રીતે ડ્રો તાત્કાલિક જ મારી દેવું જોઈએ. જિલિયાતને મૂકવવા પાથરેલાં પોતાના કપડા યાદ આવ્યાં. તરત જ તેણે તેમાંથી પોતાને ડામરિયો ડગલો ઉપાડી લઈ, બોટના પાણીમાં ઘૂંટણિયે પડી, તાડપત્રીના દંટા ઉપર દબાવી દીધો. પછી પોતાનું ઘેટાનું ચામડું તેમાં બેસી દીધું. પછી ફોનનું ખમીસ, અને પછી જાકીટ. બાકામાં એ બધું સમાતું ગયું.
હવે તેના આખા શરીરે માત્ર પાટલૂન બાકી રહ્યું. તે પણ તેણે ઉતારી નાખ્યું, અને એ ડૂચો સખત કરવાના કામે લઈ લીધું. જોકે,
Page #228
--------------------------------------------------------------------------
________________
કલુબિનને એળે જાણે તેના તરફ મશ્કરી કરતા હસી રહ્યો. તેણે હતાશ થઈ પિકાર કર્યો, “દયા ! દયા!'.-૧૯૪.
Page #229
--------------------------------------------------------------------------
________________
Page #230
--------------------------------------------------------------------------
________________
છ ઇંચ અને બે ફૂટ વચ્ચેના તફાવત
૧૯૩
અંદરથી તે ઘૂંટાના વચલા ભાગ જે આ દાટાથી દબાયા હતા. એટલે એ દાટાની આસપાસ અને બાકાની ધાર ઉપર ગોળ ફરતી તાડપત્રીની એશીકા જેવી ફૂલેલી કિનારી બની રહી. બાકાની ધાર વાંકીચૂંકી તથા આડીઅવળી હોવાથી તાડપત્રીનું એ ઓશીકું દાટાના દબાણથી ચામેર બરાબર ચોંટી ગયું હતું, અને પાણી જરા પણ અંદર આવતું ન હતું. ર
પણ આ બધું છેવટે તકલાદી કામ જ ગણાય. કારણ કે તાડપત્રીનું ગોળ ફરતું એ ઓશીકું કોઈ પણ જગાએ બાકાની તીણી ધારથી ભેદાઈ જાય, તે ત્યાંથી તરત પાણી પેસવા માંડે. એટલે આ દાટો સવાર સુધી કામ દે એવા કશા ભરોસા ન રાખી શકાય.
એ ચિંતામાં પડીને જિલિયાતે ડચ-બાટનું પાણી બાલદીથી ઉલેચીને ઓછું કરવાના પ્રયત્ન કર્યો : કેમેય કર્યું એ બાકું પાણીની ઉપર આવી જાય, તો કંઈક ધરપત રહે!
પરંતુ તેના હાથ ચાલ્યા જ નહિ ! ડેવિલ-ફિશની જકડમાં પકડાઈને, તથા ભૂખને લીધે તથા થાકને લીધે તેના હાથે કામ કરવા જ ના પાડી. ઉપરાંતમાં આખે શરીર તે ખુલ્લા હતા અને ટાઢથી કંપતો હતા.
જિલિયાતને પેાતાની તેમ જ પોતાની આશાની આખર ઘડી આવી રહેલી લાગી.
અત્યારે તા પાસે થઈને જતા કોઈ મછવાના માછીમાર ફાનસ સાથે તેની મદદે આવે, તે જ કામ બને. એ આશાના માર્યા તે મેટા-દુવ્ર ઉપર ચડી ગયા.
પણ દુવ્ર ખડકા પાસે થઈને ક્યા અભાગિયા માછી રાતને વખતે પસાર થતા હોય વારુ? કોઈ મોટું જહાજ એ બાજુએ થઈ ને પસાર થતું હોય, તે રાતને વખતે તેને કપ્તાન ટેલિસ્કોપથી આ ખડકો તરફ નજર રાખીને જ આગળ વધે, એ ખરું. પણ એવું કોઈ મેટ્ જહાજે નજરે પડતું ન હતું : કયાંય જરો સરખા દીવા પણ
દેખાતા ન હતા.
ટૉ. ૧૩
Page #231
--------------------------------------------------------------------------
________________
પ્રેસ-મલિદાન
ર્જિલિયાતને આ પરિસ્થિતિમાં નસીબનું વાંકાપણું જ દેખાયું. પેાતાનો આટઆટલો પરિશ્રમ, એક નાનીશી કસરને લીધે, પાણી ભેગા થતા કલ્પીને તેના અંતરને કારમો આઘાત લાગ્યા. પેલું તોફાન જતાં જતાં તેની ડચ-બાટ મારફતે તેની પીઠમાં કેવા કારી ઘા કરતું ગયું હતું !
૯૪
જિલિયાતે હતાશ થઈ આકાશ તરફ નજર કરી, અને જિંદગીમાં પહેલી વખત આસપાસના અનંતને તેણે પાકાર કર્યા, “ દયા ! દયા ! ” અને અનંતે દયા દાખવી હોય તેમ તરત બેભાન થઈ તે ગબડી પડયો.
tr
૩
સવારે સૂર્યોદય થયો, ત્યારે તેનાં પહેલાં કિરણે મોટા-વ્ર ઉપર પડયાં. જિલિયાત હજુ ત્યાં જ બેહાશ થઈને પડયો હતો.
પણ સૂર્યના પ્રકાશ તેના અકડાઈ ઠૂંઠવાઈ ગયેલા શરીર ઉપર પડતાં, તેનામાં કંઈક પ્રાણ-સંચાર શરૂ થયે, અને તેની છાતીમાંથી એક ઘેરો નિશ્વાસ નીકળ્યા.
તેનાં પરિચિત દરિયાઈ-પંખીએ તેની આસપાસ ટાળે વળી, તેની સ્થિતિ જોઈ, કંઈક દુ:ખ વ્યક્ત કરતાં હોય એમ અવાજ કરવા લાગ્યાં. એક સી-ગલ પંખી તેનું પાળેલા જેવું થઈ ગયું હતું, તે તે તેની નજીક જઈ તેને જાણે બાલાવવા લાગ્યું. તેણે જવાબ ન આપ્યા એટલે તે પંખી તેના ખભા ઉપર કૂદીને બેઠું અને તેના હોઠ ચાંચ વડે ટોચવા લાગ્યું. જિલિયાતે આંખ ઉઘાડી. .
પંખી સંતોષ પામી, આનંદના અવાજ કરતાં ઊડી ગયાં.
જલિયાત ઊઠયો, અને આળસ મરડી, તરત બે દુવ્ર વચ્ચે લાંગરેલી પેાતાની ડચ-બેટની શી વલે છે, તે જોવા દોડયો. ડચ-બાટ સહીસલામત ત્યાં ઊભી હતી : પેલો દાટો કાયમ રહ્યો હતો !
એ જોઈ જિલિયાતના હાથમાં ને પગમાં બેવડું ઝેર આવ્યું. તેણે તરત પાણી ઉલેચવા માંડયું અને થોડી વારમાં પેલું બાર્ક પાણીની સપાટી ઉપર આવી ગયું.
Page #232
--------------------------------------------------------------------------
________________
છ ઇંચ અને બે ફૂટ વચ્ચેનો તફાવત ૧૫ જિલિયાતે તરત તેમાંથી પોતાનાં કપડાં કાઢીને પહેરી લીધાં; ખાવાનું શોધી કાઢયું અને ખાઈ-પી પાછો ટટાર થઈ, એ બાકું લક્કડકામથી બરાબર સીડવાને કામે તે લાગી ગયો. લુહારી-કામનાં તેનાં ઓજારો ભાગી તૂટી ગયાં હતાં, પણ સુતારી કામનાં એજારો હજુ મેજૂદ હતાં. એ બાકું બરાબર સીડતાં આખો દિવસ જાય તેવું હતું. નુકસાન ધાર્યા કરતાં વધારે થયું હતું. પણ હવે કશે વાંધો ન હતો.
બીજે દિવસે સવારે આડો ખસેડી તેણે લંગર ઉપાડયું, અને ડચ-બોટને બહાર લીધી.
કલુબિનનો પટ્ટો તેણે સાચવીને લઈ લીધો હતો.
અનુકૂળ પવન અને શાંત સમુદ્ર સાથે તેણે 5સી તરફની મુસાફરી આરંભી.
Page #233
--------------------------------------------------------------------------
________________
બંદરનો ઘંટ
સ, સેસન કસબો જૂના જમાનાન કરયૂ-કસબો હતો, એટલે ત્યાં રાત્રે દીવા વહેલા બુઝાવી દેવાનો રિવાજ ચાલુ હતો. લોકો પાત્રો પથારીભેગા પણ વહેલા થઈ જતા અને સૂર્યોદય થયે ઊઠતા.
મે મહિનાની શરૂઆતમાં એક સાંજે મેસ લેથિયરી વૃક્ષોમાં થઈને Lખાતા બીજના ચંદ્રને લાંબો વખત જોઈ રહી, તથા બગીચામાં એકલી ફરતી દેશેતનાં પગલાંને અવાજ સાંભળ્યા કરી, બંદરની સામે માં શાળા પોતાના કમરામાં પેઠો અને સૂઈ ગયો. દુશે અને ગ્રેસ એ બે જણ તે કયારનાં સૂઈ ગયાં હતાં. દેરુત સિવાય આખું ઘર જેપી યું હતું.
પાસેના ટાવરમાં નવના ડંકા પડયો શેડો સમય થયો હતો.
સેંટ ઍસનમાં મેસ લેથિયરીની લોકપ્રિયતા દુરદની સફળતાને નરણે હતી. એ સફળતા દૂર થઈ એટલે તેની જગાએ શૂન્ય આવીને ઊભું રહ્યું.
સારાં કુટુંબોના નબીરાઓ હવે દેશતને પણ ત્યાગવા લાગ્યા.
આ લોકોનું ઍવિઝ મકાન હવે લોકોથી એટલું અલગ પડી ગયું હતું કે, તે દિવસે સેંટ ઍપ્સનમાં બનેલી એક સ્થાનિક ઘટનાના સમાચાર પણ ત્યાં પહોંચ્યા ન હતા. એ ઘટના એટલે કે, એ કસબાના ટેકટર રેવડ જો એબેનેઝર કૉના કાકા લંડનમાં ગુજરી જવાથી તેમને વારસો એમને મળતાં એ તવંગર બની ગયા હતા, તે ! “કાશ્મીર'નામની
૧૯૬
Page #234
--------------------------------------------------------------------------
________________
અંદરના ઘટ
૧૯૭
આજે સવારે ઇંગ્લેંડથી આવી પહોંચેલી મેલ-બેટ એ સમાચાર લાવી હતી. એ મેલ-બાટ બીજે દિવસે બપોરે ઇંગ્લેંડ પાછી ફરવાની હતી, અને એવી વાયકા હતી કે, વિલ ફોડતી વખતે અને વાંચતી વખતે હાજર રહેવા રેવ૦ એબેનેઝર તેમાં જ ઊપડી જવાના હતા.
―――――
મેસ લેથિયરી પોતાની ઝાળા-પથારીમાં* કપડાં બદલ્યા વિના જ આડો પડયો હતા. તેથી કંઈ તે ઊંઘી ગયો હતો એમ માનવાને કારણ નથી. છેલ્લા અઢી મહિનાથી – દુરાંદેની હેાનારત પછી — તે ભાગ્યે જ ઊંધ્યો હશે. ખાલી ધેનમાં પડયા જેવા સૂઈ રહે, એટલું જ. ભારે આઘાતો જેમના ઉપર આવી પડયા હોય તેવા માણસેાની એવી ΟὝ વલે થાય છે. દિવસે તે પૂરો જાગ્રત હેતે નથી, અને રાતે પૂરો ઊંઘમાં હાતા નથી. દિવસે એ પથારીમાંથી બહાર હેાય અને રાતે પથારીની અંદર હોય, એટલો જ ફેર !
તેની રાતે સ્વપ્નામાં વીતતી અને દિવસે દિવા-સ્વપ્નમાં
કોઈ કોઈ વખત તો બપોર પછીના આખે! વખત તે પોતાના કમરાની બંદર તરફ ઊઘડતી બારીએ, સ્થિર અને શૂનમૂન થઈ, પોતાની કોણી બારીની ધાર ઉપર ગોઠવી, અને બે મૂઠીઓ ઉપર કાન ટેકવી, ઊભા રહેતા; અને પેાતાના મકાનની ભીંતે દુરાંદેને તાણી બાંધવાના કડા તરફ જોયા કરતા. એ કડા ઉપર હવે કાટ ચડવા લાગ્યા હતા.
આપણું જીવન એક મુસાફરી જેવું હોઈ, આશા તેના માર્ગદર્શક ભામિયા હોય છે. એ ભેામિયા ન હાય, તે માણસ સ્થિર થઈને ઊભા રહે. આગળ જવાનું લક્ષ્ય ન હાય, એટલે ચાલવાની તાકાત પણ ન રહે. નસીબની તાકાત આપણી નૈતિક તાકાતને પણ એક બાજુથી સ્પર્શતી હાય છે. હતાશા એ એક રીતે આત્માની પણ અપંગતા બની રહે છે: મહાન આત્મા જ તેને સામને કરી શકે.
* ‘હંમેક’. -ખલાસીએ જાળી કે કપડાના બે છેડા એ ખાજા તાણી ખાંધી લટકતી પથારી કરે છે તે.
Page #235
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-અવિદ્વાન
મેસ લેથિયરી, આવી શૂનમૂન અવસ્થામાં વારંવાર ગણગણતા : હવે તે પરમાત્મા મારી ટિકિટ ફાડે તે સારું.”
*
અલબત્ત, મેસ લેથિયરી પરમાત્મામાં માનતા નહિ કે પ્રાર્થના પણ કરતા નિહ. પરંતુ નસીબ અને કુદરત એ બેનાં અંધબળા સામે અસહાય બનેલાં માનવ આપે।આપ પ્રાર્થનાના જ આધાર લે છે.
પ્રાર્થના એક ભારે તાકાતરૂપ વસ્તુ છે; જોકે તેની પ્રક્રિયા ગૂઢ હોય છે. પ્રાર્થના હંમેશાં કોઈ અગમ્યની કરુણાળુતાને સંબાધાય છે; અને એ અજ્ઞાત અગમ્યતા, તર્કની રીતે અંધ કહી શકાય તેવા આપણા એ પ્રયત્નથી જ પીગળે છે, એવું આપણને અંતરમાં લાગતું હોય છે.
લેથિયરીને અત્યારની એની શૂનમૂન સ્થિતિમાં એક જ વસ્તુ સ્પષ્ટ દેખાતી હતી – દેરુશેતનું સ્મિત. એ સ્મિત સિવાય બીજે બધે તેને અંધારું જ દેખાતું હતું.
અલબત્ત, છેલ્લા થોડા વખતથી દેરુશેતનું સ્મિત પણ વિરલ બની ગયું હતું. તે પણ જાણે કોઈ બીજી ચિંતામાં ધૂનમાં પડી ગઈ હતી. તેનું પંખિણી જેવું મુક્ત તથા બાલિશ વર્તન હવે અદૃશ્ય થઈ ગયું હતું. કોઈ કોઈ વાર તે તે બહુ ગંભીર બની ગયેલી દેખાતી. મેસ લેથિયરીનું લક્ષ ખેંચવા કોઈ કોઈ વાર તે હસવાનો પ્રયત્ન કરતી; પણ તેનું આનંદીપણુ રોજબરોજ ઘટતું જતું હતું.
F
પહેલા રેકટર શ્રી. જૅકેમિન હેરોદના વખતમાં તે ભાગ્યે ચર્ચમાં જતી – વર્ષમાં અમુક ચારેક પ્રસંગે જતી, એટલું જ. પણ હવે તે નિયમિત ચર્ચમાં જવા લાગી હતી. રવિવાર અને ગુરુવારની પ્રાર્થના તે કદી ચૂકતી નહિ. કસબાના ધાર્મિક લોકોને દેરુશેતમાં થયેલા આ ફેરફાર ગમ્યા હતા. કારણ કે, પુરુષો તરફના ઘણા ઘણા ભયાથી ઘેરાયેલી જુવાન છોકરી પરમાત્મા તરફ વળે, એ મેાટા આશીર્વાદ રૂપ વસ્તુ કહેવાય. સાંજને વખતે, આબાહવા ઠીક હોય ત્યારે, દેરુશેત ઘરના બગીચામાં કલાક – બે કલાક આંટા માર્યા કરતી. તે એકલી જ હાતી અને ભારે વિચારમાં ડૂબી ગઈ હોય તે રીતે ફરતી. આખા ઘરમાં તે હંમેશ
Page #236
--------------------------------------------------------------------------
________________
દરને ઘર છેક છેલી જ સૂવા જતી. જોકે, તેથી કરીને દુશે અને ગ્રેસ એ બે જણીઓ તેના ઉપર જાસૂસી નહતી કરતી એમ નહોતું;- નોકરોને જાસૂસી કરવાની મળે, ત્યારે જ તેમને પોતાની નોકરીમાં રસ પેદા થતો લાગે છે.
મેસ લેથિયરી શૂનમૂન રહેતે હેઈ, તેને દેશમાં થયેલા આ ફેરફારો લક્ષમાં નહોતા આવ્યો. અલબત્ત, તેની હતાશા હવે વખત જતાં ઓછી થવા લાગી હતી. હતાશા ઘટતી ઘટતી નિરાશાનું રૂપ ધારણ કરે છે; નિરાશા ઘટતી ઘટતી દિલગીરીનું; અને દિલગીરી ઘટતી ઘટતી ખિન્નતાનું. પરંતુ ખિન્નતામાં છેક અંધારું નથી હોતું. તેને આગવો કંઈક ઝાંખો પ્રકાશ હોય છે.
છેલ્લા અઠવાડિયાથી તેનામાં આ ફેરફાર થતો જતો હતો. આસપાસની પરિસ્થિતિ તે થોડી થોડી નિહાળતો જતો હતો અને જે જગતથી તે તદ્દન અલગ પડી ગયો હતો, તેમાં તે પાછો ધીમે ધીમે પ્રવેશ કરવા લાગ્યો હતો.
ધીમે ધીમે દિવસ દરમ્યાન તે દુરાંદેના કાર્યાલયવાળા ઓરડામાં પણ બેસવા લાગ્યો, અને આસપાસ ચાલતી પ્રવૃત્તિ બોલ્યા ચાલ્યા વિના સાંભળ્યા કરતો કે નિહાળ્યા કરતો. એક વખત તો તેણે છાપાનું રેપર પણ ફાડ્યું.
દુ:ખના આઘાતથી જડ સ્થિતિમાં હોઈએ ત્યાં સુધી દુ:ખનો. અનુભવ ઓછો થાય છે; પરંતુ પછી પાછા ભાનમાં આવતા જઈએ, તેમ તેમ દુખનું ભાન પણ તીવ્ર બનતું જાય છે. બધું યાદ આવવું, એટલે બધાનો શોક પાછો ચડી વાગવો! ( મેસ લેથિયરીને ભાનમાં પાછો લાવનાર એક બીજી કડાકલ પણ બની હતી. પંદરમી કે વીસમી એપ્રિલને દિવસે ટપાલીએ તેના ઘરનું બારણું ઠોકવું. દુશેએ આવીને બારણું ઉઘાડયું એટલે ટપાલીએ એક કાગળ આપ્યો. તે દરિયા ઉપરથી આવેલો હતો અને ઉપર “મેસ
WWW
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૦૦
પ્રેમબલિદાન લેથિયરીને પહોંચે’ એવું સરનામું હતું. તેને લિસ્બનથી ટપાલમાં નાખ્યો હેય એવું તેની ઉપરના સિક્કાથી જણાતું હતું.
આ કાગળ ટેબલ ઉપર એક અઠવાડિયું ફોડ્યા વિના જ પડી રહ્યો.
પણ એક સવારે અચાનક દુશેએ મેસ લેથિયરીને પૂછ્યું: “સાહેબ, હું આ કાગળ ઉપરની ધૂળ ખંખેરી નાખું?”
લાવ, જોઉં,” એમ કહી મેસ લેથિયરીએ કાગળ હાથમાં લીધે અને ફોડ્યો. તે કાગળ નીચે પ્રમાણે હતે –
દરિયા ઉપરથી, ૧૦ મી માર્ચ, “મેસ લેથિયરી, સેંટ ઍસન મુકામે,
તમને મારા સમાચાર જાણી આનંદ થશે.
“હું “ટેમોલિપસ” જહાજ ઉપર છું. આ જહાજના ખલાસીઓમાં અહીર તોસ્તુવી નામને એક ખલાસી છે, જે પાછો આવશે ત્યારે તમને ઘણી ઘણી ખબરો કહેશે. પણ અમને રસ્તામાં લિસ્બન જતું જહાજ મળી ગયું, એટલે હું આ કાગળ તમને લખી નાખું છું.
શું બન્યું છે તેના સમાચાર તમને મળી જ ગયા હશે. તેમ છતાં તમને એ સમાચાર આપવા નિરર્થક નહિ ગણાય એમ માનીને લખી જણાવું છું કે, મેં તમારા પૈસા પરત કર્યા છે.
તમારા પચાસ હજાર ફૂાંક મેં કંઈક ગેરકાયદે ગણાય એવી રીતે ઊછીના લીધા હતા. સેંટ ઍ છોડતા પહેલાં મેં એક હજાર પાઉંડની
એક એવી ત્રણ બેંકનોટો જેના કુલ ૭૫ હજાર ફ્રાંક થાય, તે તમારા વિશ્વાસુ એજંટ સ્યુ કલુબિનને આપી દીધી છે. તમને એ રકમ પૂરતી લાગશે, એમ હું માનું છું.
સ્યુ કલુબિને જરા વધારે પડતી ચીવટ દાખવીને તમારા વતી તમારા પૈસા મારી પાસેથી લીધા છે. એ પૈસા મારી પાસેથી લેવામાં તેમણે દાખવેલી કડકાઈથી, તમને કાગળ લખીને એ સમાચાર આપવાનું મને મન થયું છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
અધરના ઘટ
64
તમારો બીજો વિશ્વાસુ એજેંટ, રે'તે "
'
તા. ક. સ્યુ કલુબિન પાસે રિવેાલ્વર હતી, અને તે કારણે મને
પૈસા મળ્યાની પહોંચ મળી નથી, એટલું કહી રાખ્યું.”
મેસ લેથિયરી આ કાગળ વાંચી કોઈ ટૉપિડાને અડકયો હોય એમ ચોંકી ઊઠ્યો.
૨૦૧
એ કાગળથી તેની નજર સમક્ષ કેટલીય વાતા ઉપરનું કેટલું ધડાકાભેર ઊડી ગયું !
ર તેના હસ્તાક્ષર તથા સહી તે બરાબર ઓળખતા હતા. કલુબિનને ૭૫ હજાર ફ્રાંક આપવામાં આવ્યા છે, એ હકીકતે લેથિયરીના મગજને કામ કરતું કરી મૂકયું.
છેવટના કેટલાક વખતથી ગ્યર્નસીના લોક-મત કલુબિન અંગે ફેરવિચાર કરતા થવા લાગ્યા હતા. કલુબિન અત્યાર સુધી પ્રમાણિકતાના ઉદાહરણ રૂપ મનાતા હતા; પરંતુ કેટલીક વાતાના છૂટાછવાયા તાંતણા એવા ભેગા થતા જતા હતા, જેથી લોકોના અભિપ્રાય તેની બાબતમાં સગડગ થવા લાગ્યો હતા.
સેટ ગૅલેામાં એક અદાલતી-તપાસ બેઠી હતી અને નં. ૬૧૯ વાળા કોસ્ટ-ગાર્ડનું શું થયું તે શેધવા પ્રયત્ન થયા હતા. જોકે, અદાલતી નિર્ણય ખોટે રસ્તે ચડી જઈ એવું માનવા તરફ વળ્યા હતા કે, કૅપ્ટન યૂએલા ચિલિ જતા પહેલાં તેને પોતાના જ્હાજ ‘ટૅમેાલિપસ ’માં ઉપાડી ગયા છે. યૂએલાની કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ અંગે તે બે વચ્ચે તકરાર થઈ હોવી જોઈએ.
પરંતુ એ તપાસ દરમ્યાન, ‘ટૅમેૉલિપસ’ જહાજ ઊપડયું અને દુરાંદેની હોનારત થઈ, એ બે બીના વચ્ચે કંઈક સંબંધ હોવાનું
.
*સ્ફોટક પદાર્થ ભરેલી તથા એક વાર છેાડચા પછી જાતે આગળ વધતી સિગાર જેવી રચના. ખાસ કરીને સ્ટીમરો ડુબાડવા પાણીમાં ડાતી,
Page #239
--------------------------------------------------------------------------
________________
ર
પ્રેસમ્બલિદાન
જણાઈ આવ્યું હતું. દિનાં-ગેટ પાસેના દારૂના પીઠાવાળાએ કલુબિનને ઓળખ્યો હતા; જોકે કલુબિન એમ માનતા હતા કે તેને કોઈએ ઓળખ્યો નથી. પીઠાવાળાએ વાત કરી કે, કલુબિને બ્રાન્ડીની એક બાટલી ખરીદી હતી. કોને માટે સેટ વિષૅટના બંદૂક-ગરે વાત કરી કે, કલુબિને એક રિવેલ્વર ખરીદી હતી. કોને માટે? લૉબર્ન-જયાંના વીશીવાળાએ વાત કરી કે, કલુબિન દુરાંદે ઉપર ચડાવવાના માલ સ્વીકારવાને વખતે વીશીમાંથી ન સમજી શકાય તેમ ગેરહાજર રહ્યો હતો. કેપ્ટન જો -જબૂરોએ વાત કરી કે, તેણે કલુબિનને ચેતવ્યા હતા કે ભારે ધુમ્મસ ઊતરવાનું છે, માટે તેણે દુરાંદેને ન ઉપાડવી; છતાં તેણે દુરાંદેને ઉપાડી હતી. દુરાંદેના ખલાસીઓએ વાત કરી કે, દુરાંદે ઉપર પૂરા માલ ચઢાવવામાં જ નહોતા આવ્યા, અને જે કંઈ માલ ચડાવ્યા હતો. તે બરાબર ગોઠવવામાં આવ્યા નહોતા — અર્થાત્ કપ્તાનને પેાતાનું જહાજ ખડક ઉપર અફાળવું હાય, તે જ એમ કરે.
૫ર્નસીવાળા દુરાંદેના મુસાફરે વાત કરી કે, લુબિન છેવટ સુધી એમ જ માનતા હતા કે, દુરાંદે હાનોઈ-ખડકો ઉપર જ અફળાઈ છે. ટૉર્ટવાલના લોકોએ વાત કરી કે, દુરાંદેની હેાનારત પહેલાં કલુબિન ત્યાં આવ્યા હતા અને હાનોઈ-ખડકો પાસેના પ્લેઇનમૉન્ટ તરફ ગયા હતા. તેના હાથમાં એક ટ્રક હતી. તે ટૂંકને પેાતાની સાથે લઈ ગયા હતા, પણ પછા આવ્યો ત્યારે તે તેની પાસે ન હતી. પંખીઓના માળા વીંખનારા છેાકરાએ વાત કરી હતી; અને તેમની વાત કલુબિનના અલાપ થવા સાથે કંઈક ગાઠવાતી હતી ~~~ માત્ર ભૂતાને ઠેકાણે દાણચારો ગણીએ તો.
અને છેક છેલ્લે, પ્લેઇનૉન્ટના ભૂતિયા ઘરે પણ વાત કરી. હતી : કેટલાક લોકો હિંમત કરી તેની ઉપર ચડાઈ લઈ ગયા હતા અને બારીએથી અંદર ચડી. ઊતર્યા હતા. અંદરથી તેમને ક્યુબિન લાવ્યા હતો તે ટૂંક મળી આવી હતી! પંચે તેને કબજો લઈને ઉઘાડી તો
Page #240
--------------------------------------------------------------------------
________________
અદરના ઘટ
સ
તેમાં એક ટેલિસ્કોપ, એક ક્રૉનામિટર, પુરુષનાં કપડાં, અને કલુબિનના નામાક્ષરવાળા ટુવાલ-ચાદર વગેરે મળ્યાં હતાં.
આ બધું સેટ મેલા અને ગ્યર્નસીના લોકોને મતે મેસ લેથિયરી સામેના કાવતરા જેવું વધુ લાગ્યું હતું : ધુમ્મસની ચેતવણી તરફ લક્ષ ન આપવું, ધુમ્મસમાં પણ દુરાંદેને સ્થિર કરવાને બદલે ખૂબ વેગથી હંકા રાખવી, માલ ગોઠવવાની બાબતમાં બેદરકારી, બ્રાન્ડીની બાટલી, પીધેલા સુકાની, સુકાનીના હાથમાંથી સુકાન છેવટે કલુબિને જ હાથમાં લેવું, – એ બધું ભેગું વિચારતાં કલુબિન સામે ગંભીર શંકા ઊભી થતી હતી. એટલે છેવટના દુરાંદે ન છેડવાની તેણે જે વીરતા બતાવી, એ કશીક તરકીબ જ હતી એમ મનાવા લાગ્યું.
-
હાનાઈ-ખડક ઉપર જ જાણી જોઈને કલુબિને દુરાંદેને એટલા માટે લીધી હોવી જોઈએ, જેથી પછી પોતે તરીને પ્લેઇનર્મોન્ટ સહેલાઈથી પહોંચી શકે. ત્યાં તેણે પોતાની ટૂંક તૈયાર જ રાખી હતી. પરંતુ આ બધી બીનાને પેલા કોસ્ટ-ગાર્ડના ગુમ થવા સાથે કંઈક સંબંધ લાગતો હાવા છતાં, શે। સંબંધ હોઈ શકે એ હજી સ્પષ્ટ થતું ન હતું.. ઉપરાંત, આ બધામાં, લુબિને ખરીદેલી રિવાલ્વરનું પણ કંઈ પ્રયોજન ગેાઠવાનું-સમજાતું ન હતું. દુરાંદેની હાનારત જાણી જોઈને કરવા ખાતર તો ન જ કરવામાં આવી હાય. ધુમ્મસમાં જાણી જોઈને પેસી, ખડકો સાથે અફાળી તેને તોડી નાખવી, એના હેતુ શે ? ધારો કે, ત્યાંથી તરીને પ્લૉઇનમૉન્ટ પહોંચે, પણ તેથી ખાસ શું સર્યું ?
કલિબને જે ગેાઠવણીઓ કરી હતી, તે બધી દેખી શકાતી હતી, પણ તેને એ બધું કરવાના હેતુ સમજી શકાતો નહાતા. અર્થાત્ હકીકતા અને એ બધી પાછળના હેતુ વિષેની કલ્પના વચ્ચે મેળ બેસતા ન હતા : માટું અંતર રહેતું હતું.
એ અંતર ર તેના આ કાગળથી દૂર થયું !
આ બધું કરવા પાછળ કક્યુબિનના હેતુ પેલા ૭૫ હજાર ફ઼ાંક
ઉડાવી જવાના જ હેાઈ શકે.
Page #241
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-બલિદાન તેના કાગળમાં વધુ માહિતી “ટેમોલિપસ” જહાજમાં કામ કરતા ગ્યર્નસીના ખલાસી અહીર તેઑર્વા પાસેથી મળશે એમ જણાવ્યું હતું.
રિવોલ્વરનો શો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે તેના કાગળથી સ્પષ્ટ થઈ ગયું. તેની પાસેથી એ પૈસા રિવોલ્વરની અણીથી કઢાવવામાં આવ્યા હતા, અને પહોંચ આપવામાં આવી ન હતી.
કલુબિનની બદમાશી એકદમ સ્પષ્ટ થઈ ગઈ. તેણે જ દુરાંદેની હોનારત જાણીબૂજીને યોજી હતી – પ્લેઇનમૉન્ટમાં પોતાની ટૂંક બધી સાધનસામગ્રી સાથે તૈયાર રાખી હતી, તે એનો પુરાવો હતો. અને દુરાંદેની હોનારત અકસ્માતથી જ ઊભી થઈ હતી એમ માની લઈએ, અને કલુબિનને નિર્દોષ માનવા પ્રયત્ન કરીએ, તે પણ તેણે જ્યારે દુરાંદે ઉપરનાં કામમાં અને નકામાં કાગળિયાં પણ લૉગ-બોટમાં આપવાની તત્પરતા દાખવી, ત્યારે પેલી ૭૫૦૦૦ ફ્રાંકની નોટ કેમ ન આપી દીધી, અને પિતાની સાથે દુરાંદે ઉપર નાશ પામવા રાખી? અર્થાત્ તેણે એ નોટો ઉડાવી જવાનું જ વિચાર્યું હોવું જોઈએ. દુરાંદે ઉપર જ છેવટ સુધી રહેવાનો એને દેખાવ તો માત્ર ઢોંગ જ હતો. હાનોઈ ખડક ઉપરથી તરીને હોઇનમૉન્ટ પહોંચી જવાની જ તેની નેમ હોવી જોઈએ. અને ત્યાંથી પછી “ટેમોલિપસ” જેવાં દાણચોરોનાં જહાજો મારફત પરદેશ! અને છતાં પાછળ પોતાની બધા પ્રકારની સુકીર્તિ જ રહે!
તે પછી કલુબિનનું શું થયું હશે? કદાચ તે પોતાની ભૂલને જ ભોગ બન્યો હશે: હાઈને બદલે દુ ખડક ઉપર દુરાંદેને તે લઈ ગયો હોઈ, એ ખડક ઉપર જ તે નાશ પામ્યો હશે.
મેસ લેથિયરીનું મગજ હવે જોરથી કામ કરવા લાગી ગયું હતું. આ બધી હકીકતોના અંકોડા તેણે પ્રયત્નપૂર્વક એકઠા કરવા માંડયા - તથા જોડવા માંડ્યા.
પણ રે તેના કાગળથી મેસ લેથિયરીની બીજી એક આશા પણ - કદી તેણે મનમાં રાખી હશે તે નાશ પામી ગઈ. એ આશા તે રે તે
Page #242
--------------------------------------------------------------------------
________________
બંદરને ઘટ
૨૫. પાસેથી પોતાના ચેરાયેલા ૫૦ હજાર ફાંક કદીક પણ પાછા મળવાની આશા ! જોકે, એ ચોરાયેલા પૈસા પાછા મળવાની આશા સામાન્ય રીતે તો તેણે રાખી ન હોય, પરંતુ તેની પાસે કાગળ મળ્યા બાદ, અને કલુબિનની બદમાશીની વાત ઉઘાડી પડયા પછી, એ આશા ઊભી કરીને પણ માંડી વાળવાની થઈ, એટલું તો ખરું જ.
હવે તેને પહેલી વાર પોતાના ઘરનું શું થશે, તેનો કારમો વિચાર સતાવવા માંડયો. ચારે બાજુથી લોકો જે રીતે તેના તરફ નજર નાખતા, તેમાં પણ એ જ વસ્તુ વંચાતી હતી. પોતાનું ચાલુ ખર્ચ હવે શામાંથી કાઢવાનું? બે નોકરડીઓને પગાર શામાંથી આપવાને ? દેશેતના સારા સારા પશાક, તેની ખર્ચાળ ટેવો, મહેનત મજુરીવાળા કામકાજમાં તેને જરા પણ હિસ્સો લેવો ન પડે તેવી ગોઠવણ, બગીચે, ફૂલઝાડ, મિત્રોને ફળ-ફૂલની વહેંચણી – એ બધું હવે શી રીતે ચાલુ રાખી શકાશે? ગરીબને દાન-પુણ્યની તે વાત જ શી કરવી? – આપણે પોતે જ ગરીબ થઈ ગયા હોઈએ ત્યાં! બે કરડીઓમાંથી એકને ઓછી કરીએ, બગીચાનાં ફૂલ કાઢી ત્યાં શાક વાવીએ, અને દેશેતના પોશાકના ખર્ચમાં કરકસર કરીએ કે તરત દેશેત જ બૂમ પાડી ઊઠવાની! આ બધું રોજના મોત જેવું જ ન બની રહે ?
એક સાંજે લેથિયરી બે કલાક સુધી આવી ચિતા-ભઠ્ઠીમાં જ શેકાતો પડી રહ્યો. ધીમે ધીમે મધરાત થઈ. એ અરસામાં તે આ બધું ખંખેરી નાખી, આંખો ઉઘાડીને બેઠો થયો. તે જ ઘડીએ પોતાની બારીમાંથી તેને એક વિચિત્ર દેખાવ નજરે પડયો અને તે ચેકીને ઊભે થઈ ગયો!
બારી બહાર એક વિચિત્ર આકાર તેની નજરે પડ્યો હતો – પોતાની સ્ટીમ-બોટનું ધુમાડિયું !
તરત જ તે ફાનસ હાથમાં લઈ ગાંડાની પેઠે પિતાના મકાન પાસેના એ ધક્કા તરફ દોડયો –
જૂના કડા સાથે એક બોટ બાંધેલી હતી, અને તેની અંદર દુરાંદેનું આખું એંજિન હતું! એ બોટ વિચિત્ર આકારની હતી – પણ તેને
Page #243
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-બલિદાન તરત યાદ આવ્યું કે એ તે પેલી ડચ-બોટ હતી, જે જિલિયાતને ઇનામમાં મળી હતી!
તરત તે એમાં કૂદી પડ્યો. તેણે આખું એંજિન તપાસી જોયું. બધું બરાબર હતું! પૈડલ-ચક્રો અને ધરી કાઢી લીધેલાં હતાં, પણ ધરી એંજિન સાથે ઊભી કરેલી હતી અને પૅડલ-ચક્રો બે પેટીએમાં ગોઠવેલાં હતાં !
તરત જ એ જોરથી હસી પડયો અને પછી તો હાથ ઊંચા કરી બૂમ પાડી ઊઠયો,
ધાજો! ધાજો !”
બંદર ઉપરને ભયસૂચક ઘંટ પાસે જ હતો. તે તરત ત્યાં દોડ્યો અને તેણે ગાંડાની પેઠે તેને જોરથી વગાડવા માંડ્યો!
Page #244
--------------------------------------------------------------------------
________________
D
ફરીથી અંદરના ઘંટ !
વસ્તુતાએ જિલિયાત રાત પડયા બાદ નવ અને દશની
વચ્ચે સેટ લૅપ્સન આવી પહોંચ્યા હતા. તેણે બરાબર ગણતરી કરી હતી. તે વખતે અર્ધી ભરતી ચડેલી હોય, અને બંદર ઉપર કોઈ જાગતું ન હોય.
જિલિયાતે ગુપચુપ બંદરમાં દાખલ થઈ, બ્રૅવિઝ મકાનને ધક્કે આવેલા કડામાં પેાતાની બેટ બાંધી દીધી હતી.
પછી તે બ્યૂવિઝ મકાનના બગીચામાં નજર પડે એવી રીતે પહેલાં જ્યાં બેસતા તે જગાએ જઈ પહોંચ્યા.
દેરુશેત એકલી બગીચામાં ફરતી હતી! કોઈ સ્વર્ગીય એળાની જેમ! જિલિયાત ધ્રૂજી ઊઠયો. દીવાલ કૂદીને અંદર જવું અને તેની પાસે જઈને ઊભા રહેવું અને કહેવું કે, દુરાંદેને પાછી લાવીને હું તારો હાથ જીત્યો છું, એ ધૃષ્ટતા તો તેની કલ્પનામાં જ આવી શકે તેમ નહોતી. જિલિયાતને મન પ્રેમ એ પ્રિય અને મધુર પણ અસાધ્ય સ્વપ્ન જેવી વસ્તુ હતી; રીંછને મન મધ હોય છે તેમ !
અચાનક બંને જણને તેમના વિચારોમાંથી જાગ્રત કરતાં કોઈનાં પગલાં બગીચામાં આવતાં સંભળાયાં. એ પગલાં કોઈ પુરુષનાં હતાં. એ પગલાં નજીક આવી થાભ્યાં. પરંતુ એ કોણ હતું તે દેરુશેત જોઈ શકે તેમ હતું,–જિલિયાત દેખી શકે તેમ નહોતું.
પરંતુ જિલિયાત દેરુશેતને દેખી શકે તેમ હતું: દેરુશે એકદમ ફીકી પડી ગઈ હતી; અને તેના ખુલ્લા હેઠમાંથી એક ધીમી ચીસ નીકળી પડી. તે બેન્ચ ઉપરથી અર્ધી ઊભી થઈ ગઈ અને ફરી પાછી
२०७
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૦૯
પ્રેમ-અલિદાન
બેસી પડી. તેની વર્તણૂક ઉપરથી અને ભય પણ લાગ્યો હોય તેમ જ ભાવભર્યો આનંદ પણ થયા હોય એમ લાગતું હતું. એ પુરુષના આગમનથી તે જાણે આખી ને આખી બદલાઈ ગઈ હાય એવું પણ લાગતું હતું. પેલા પુરુષ હવે બાલવા લાગ્યા: જિલિયાતે આ શબ્દો સાંભળ્યા
ct
“બાનુ, હું તમને દર રવિવારે અને દર ગુરુવારે જોઉં છું. મને કહેવામાં આવ્યું છે કે, પહેલાં તમે એટલું બધું ચર્ચમાં આવતાં નહોતાં. મેં તમારી સાથે કદી વાતચીત નથી કરી; ચૂપ રહેવાની જ મારી ફરજ કહેવાય; પરંતુ આજ હું તમારી સાથે બાલવાના છું; કારણ કે, હવે બાલવું એ મારી ફરજ કહેવાય. અને હું જ પહેલ કરું એ પણ યોગ્ય છે. ‘કાશ્મીર' જહાજ કાલે ઊપડે છે. તેથી હું અત્યારે અહીં આવ્યો છું. દર રાતે તમે અહીં બગીચામાં ફરો છે. મારામાં તમારા પ્રત્યે જે ભાવ થયા છે, તે ઊભા થયા ન હોય, તેા તમારી ટેવાનું આમ નિરીક્ષણ કરવું એ મારે માટે ઉચિત ન કહેવાય. બાનુ તમે ગરીબ છે: આજ સવારથી હું તવંગર બન્યો છું. તમે મારો પતિ તરીકે સ્વીકાર કરશે?” દેરુશેતે પેાતાના બંને હાથ આજીજી કરતી હોય એમ ભેગા કર્યા; અને આ બાલનાર તરફ ગુપચુપ, પગથી માથા સુધી ધ્રૂજતી ધ્રૂજતી તે જોઈ રહી.
પેલેા અવાજ આગળ બાલવા લાગ્યો
“હું તમને ચાહું છું. ઈશ્વરે પુરુષના હૃદયને ચૂપ રહેવા નથી સરજ્યું. ઈશ્વર માનવવંશ કાયમ રાખવા માગે છે, એટલે પુરુષ એકલેા રહે એમ એ ઇચ્છતા નથી. મારે માટે આ પૃથ્વી ઉપર એક જ સ્ત્રી છે અને તે તમે છે. ઇશ્વર ઉપર મારી શ્રાદ્ધા છે અને તમારી ઉપર પ્રેમ છે. તમે મારું જીવન છે અને સ્વર્ગ પણ.
"
પેલા અવાજે દેરુશેતે ધીમેથી ઉચ્ચારેલું કંઈક સાંભળવા થેાભીને ફરીથી બાલવા માંડયું —
-
“મેં આ મધુર સ્વપ્ન સેવ્યા કર્યું છે, પરમાત્મા એવાં સ્વપ્નની મનાઈ કરતા નથી. હું તમને પૂરા અંતરથી પ્રેમ કરું છું, બાનુ. હું
Page #246
--------------------------------------------------------------------------
________________
ફરીથી બંદરને ઘંટ!
૨૦૯ જાણું છું કે, અત્યારે ઘરમાં બધાં સૂઈ ગયાં હશે; પરંતુ મને બીજો સમય મળે તેમ નહોતું. બાઈબલ ઉઘાડતાં જે વાકય તે દિવસે નીકળ્યું હતું, તે તમને યાદ છે? મેં તે વાકય ઉપર વારંવાર વિચાર કર્યો છે. રેવરંડ હેરોદ મને કહ્યા કરે છે: “તમારે તવંગર પત્ની જોઈએ.’ હું તેમને જવાબ આપે છે: “ના, મારે ગરીબ પત્ની જોઈએ.’ હું તમારી વિશેષ નજીક આવ્યા વિના તમારી સાથે વાત કરી રહ્યો છું. તમે જો ઇચ્છો કે, મારો પડછાયો પણ તમારા પગને ન અડવો જોઈએ, તો હું હજુ વિશેષ પાછો ખસી જઈશ. તમારી ઇચ્છા મુજબ જ બધું થશે. તમે ઇચ્છો તો જ મારી પાસે આવજો, હું તમને ચાહું છું, અને તમારી રાહ જોઈશ.”
દેરુશેત ખચકાતે અવાજે બોલી –
મૉશ્યોર, મને ખબર નહોતી કે રવિવારે અને ગુરુવારે મારી હાજરીની આમ નેંધ લેવાતી હશે.”
પેલા અવાજે જવાબ આપ્યો –
સ્વર્ગીય વસ્તુઓ સમક્ષ મનુષ્ય તાકાત વિનાનો બની રહે છે. પ્રેમ કરવો એ વિશ્વનિયમ છે. તમે મારે માટે આશીર્વાદ રૂપ છો. હે સુંદરી હું તમને વંદન કરું છું.”
દેશેતે જવાબ આપ્યો : “ચર્ચમાં નિયમિત આવતાં માણસો કરતાં હું ત્યાં આવીને કોઈને આવી વિશેષ ઈજા કરતી હોઈશ, એની મને કલ્પના નહોતી.”
પેલા અવાજે આગળ ચલાવ્યું -
ઈશ્વર પોતાની મરજી ફૂલો, ઉષ:કાળ અને વસંતઋતુ મારફતે વ્યક્ત કરે છે. તેમની મરજી છે કે સ્ત્રી-પુરુષે પ્રેમ કરવો. બે આત્માઓ એક થાય એ વસ્તુ તેમના પોતાના ઉપર આધાર રાખતી નથી. એમાં આપણો કશો વાંક-ગુનો નથી તમે હાજર હોતાં, વિશેષ કંઈ નહિ. કોઈ કોઈ વાર મારી નજર તમારી ઉપર પડી હતી. ખરેખર, એ મારે માટે
ટૉ. ૧૪
Page #247
--------------------------------------------------------------------------
________________
પ્રેમબલિદાન ઉચિત ન કહેવાય; પણ હું શું કરું? મારી પણ લાચારી છે. તમારી તરફ નજર કરવા જતાં આવું બધું બની રહેશે, એમ હું પણ ક્યાં જાણતું હતું? સ્ત્રી-પુરુષનાં હૃદય ઉપર કેવાં ગૂઢ બળો કામ કરતાં હોય છે? તે આપણા કાબૂ બહાર જ હોય છે. તમે મારો સ્વીકાર કરો છો? અત્યાર સુધી હું ગરીબ હતો; તેથી હું કાંઈ જ બોલ્યો નહોતો. હું તમારી ઉંમર જાણું છું. તમે એકવીસ વર્ષનાં છો, હું છવીસ વર્ષને. હું કાલે ઇંગ્લેંડ જાઉં છું. જો તમે મારો અસ્વીકાર કરશે, તે પછી હું પાછો અહીં નહીં આવું. હું તમને ચાહું છું; મને જવાબ આપે. તમારા કાકા મને મળી શકે એમ હશે, ત્યારે હું તરત જ એમને મળી લઈશ. પરંતુ હું તમને જ પહેલાં પૂછું છે.”
દેશેત માથું નીચું નમાવી એટલું જ ગણગણી, “હાય, હું તેમને કેટલા પૂજાં છું.”
આ શબ્દો એટલા ધીમેથી બોલાયા હતા કે, માત્ર જિલિયાતે જ તે સાંભળ્યા.
“બાનુ?” પેલા અવાજે ફરી શરૂઆત કરી. દેરશેત ચેકી ઊઠી. “હું તમારા જવાબની રાહ જોઈ રહ્યો છું.” “કયા જવાબની?” “મેં પૂછ્યું તે બાબતના જવાબની.” “ઈશ્વરે એ જવાબ સાંભળી લીધો છે.”
“તો તું હવે મારી વિવાહિતા છે: ઊઠ અને મારી પાસે આવ. મારો અંતરાત્મા તારા અંતરાત્માનો સ્વીકાર કરે એનાં આ ભૂરું આકાશ અને આ ચમકતા જાગ્રત તારા સાક્ષી રહો. આપણું પ્રથમ ચુંબન આકાશમાં એકાકાર થઈ જા!”
દેશત ઊભી થઈ અને થોડી વાર સ્થિરપણે પેલાની આંખોમાં જોઈ રહી. પછી ધીમે પગલે, માથું ઉન્નત રાખી, હાથ નીચા ઢાળી, પિલો ઊભો હતો તે વાડ તરફ તે વળી અને દેખાતી બંધ થઈ.
Page #248
--------------------------------------------------------------------------
________________
ફરીથી બંદરને ઘંટ!
૨૧૧ એક ક્ષણ બાદ બગીચાના રેતી-છાયેલા રસ્તા ઉપર એક પડછાયાને બદલે બે પડછાયા દેખાયા. અને તે પાછા ફરીથી ભેટતા હોય એમ જિલિયાતને દેખાયું.
કેટલીક ક્ષણો એવી હોય છે, જ્યારે સમય કેમ દોડી જાય છે તેની ખબર પડતી નથી. પેલાં બંને એ સ્થિતિમાં કેટલો વખત રહ્યાં, એની ખબર ન પડી. પરંતુ અચાનક દૂરથી એક અવાજ સંભળાયો : “ધાજો ! ધાજો!” અને થોડી વાર બાદ બંદરને દાંટ ધણધણી ઊઠ્યો.
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૦
દુ:ખમિશ્રિત સુખ
બસ લેથિયરીએ બંદરને દાંટ બહુ જોરથી વગાડવા માંડ્યો હતો. તરત જ એક માણસ તે તરફ આવવા લાગ્યો– તે જિલિયાત હતા
મેસ લેથિયરી તેના તરફ દોડ્યો–કહો કે, તેના ઉપર પડ્યો તેને હાથ પોતાના હાથમાં પકડી લઈ, ગુપચુપ તે થોડો વખત તેની આંખમાં પિતાની આંખ પરોવી જોઈ રહ્યો.
પછી તેને જોરથી હલાવીને તથા પોતાની તરફ ખેંચીને, તથા પોતાના બાહુઓમાં તેને ભીડી લઈને, તે તેને પોતાના મકાન બૅવિઝન નીચલા કમરામાં લઈ આવ્યો. તેને ત્યાં બેસાડી, પતે પણ સામો બેસી ડૂસકાં ખાતે ખાતે તે પ્રથમ તો ખડખડાટ હસી પડયો અને બોલ્યો
મારો દીકરો ! બૅગ-પાઈપવાળો! જિલિયાત ! તારી ડચ-બોટ જોઈને જ મને ખાતરી થઈ ગઈ હતી કે, તું જ ત્યાં ખરેખર ગયો હતો. સો વર્ષ અગાઉ તો લોકોએ આવું પરાક્રમ કરવા બદલ તને માયાવી જાદુગર કે પિશાચ ગણીને જીવતો બાળી મૂક્યો હોત ! અને માર એંજિન! એક ક્રૂ પણ ઓછો થયો નથી. હું બધું જોઈ-તપાસી આવ્યો. મેં તારી ડચ-બોટની કેબિનમાં તને શોધ્યો, પણ તું ન મળ્યો એટલે મેં બંદરને ઍલાર્મ-બેલ વગાડયો. હું તને જ શોધતો હતો, હું મારી જાતને કહ્યા કરતો હતો, “એ કયાં છે? મારે તેને દિલ ભરીને ભેટવું છે!” ભલા ભગવાન! આ જમાનામાં પણ આવી વિચિત્ર વસ્તુઓ હજુ બની શકે છે! આ માણસ દુ ખડકો ઉપરથી જીવતે
૨૧૨
Page #250
--------------------------------------------------------------------------
________________
દુઃખનિશ્ચિત સુખ
૨૧૩ પાછો આવ્યો! સાથે તે મારું જીવન-મારા પ્રાણ – પણ લેતે આવ્યો! જા, જા, તું તો દેવદૂત છે! માણસનું એ કામ જ ન હોય. કોઈ માને પણ નહિ – મારું એંજિન જોનારા બધા જ કહેશે કે આ તો સ્વપ્ન છે – આભાસ છે! દવે ખડકો ઉપરથી એંજિન તે વળી પાછું આવતું હશે? અને એકે વસ્તુ તૂટી નથી -ફૂટી નથી - ખોવાઈ નથી! પણ આ બધું તું શી રીતે કાઢી લાવ્યો ભાઈ? અરે પૈડાની ધરી પણ એવી રીતે કાઢી છે, જાણે કોઈ ઝવેરીએ પોતાના કસબથી કાઢી હોય! માત્ર થોડું તેલ ઊંજવાની જ વાર ! ભલા ભાઈ, મને ખાતરીપૂર્વક કહે કે, હું આ બધું સ્વપ્ન તે જોતો નથી
તે થોડી વાર થંભ્યો, વધુ ટટાર થયો અને પાછા બોલવા લાગ્યો – - “જ મારી જાતને ચૂંટલી ખણીને ખાતરી કર્યા કરું છું કે, હું જાગતો છું કે ઊંઘતો! તું જ મારો દીકરો છે– મારું સંતાન છે – મારો ઉદ્ધારક છે! તું મારું દુ:ખ જાણીને મારે માટે મારું એંજિન પાછું લઈ આવવા દોડી ગયો; અને તે કયાં? ખુલ્લા દરિયામાં દગાબાજ ખડકો વચ્ચે ! મેં મારી જિંદગીમાં કેટલીય આશ્ચર્યજનક બાબત જોઈ છે; પણ આની તોલે આવે એવી એકે નહીં ! પેરીસના ક્રાંતિ વખતના સંતાનો પણ મેં જોયા છે, પણ તેઓ આ કામ કરવાની હિમત ન કરે ! તે ખરેખર એક ચમત્કાર જ સર્યો છે. પણ દુષ્ટ, નું હજુ મારા હાથમાં પડવું નાખી મારી છાતીએ લપેટાઈ કેમ જતો નથી? આપણા આ વતનની બધી સમૃદ્ધિ તારા આ ચમત્કારને આધારે પાછી શરૂ થશે. હું થોડી જ વારમાં બોટ બનાવવાનું કામ હાથ ઉપર લઈશ. સદ્ગૃહસ્થ, સાંભળો ! આ માણસ એકલો દુઘે જઈ આવ્યો. એ ખડક ઉપર જવું એટલે મોતના પંજામાં જવું – તેના જડબામાં જ કહોને! કલુબિન ઇરાંદેને એ ખડકો ઉપર જાણી જોઈને અફાળી હતી – જેથી મારા પૈસા મેળવી શકાય. તેણે જ સુકાનીને દારૂ પાઈને ભાનભૂલો બનાવી દીધો હતો – એ બધી લાંબી લાંબી વાત છે – કોઈક દિવસ હું એની વાત કરીશ. મેં ગધેડાએ કલુબિન ઉપર જ વિશ્વાસ
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૧૪
પ્રેસ-અલિદાન
મૂકયો હતો. પણ એ બદમાશ પોતાની જ જાળમાં સપડાયા ! ભગવાન જેવી કોઈ ચીજ દુનિયામાં છે ખરી! પણ જિલિયાત, આપણે હવે ઉતાવળ કરવી જોઈએ, અને દુરાંદેના એંજિન માટે નવું સરસ જહાજ તૈયાર કરવા લાગવું જોઈએ. આ વખતે આપણે તેને ૨૦ ફૂટ વધારે લાંબી બનાવવી છે. હમણાં હમણાં જહાજો વધુ લાંબાં બનાવવામાં આવે છે. હું ડાન્કિંગ અને પ્રેમનથી ઇમારતી લાકડું ખરીદી લાવીશ. મારી પાસે એંજિન આવ્યું એટલે હવે મને ઉધાર રકમેા આપનારા નીકળશે.
""
થોડી વાર ચૂપ રહી, વિચાર કરી લઈ, તે બાલ્યા “ તેમ છતાં આપણે આપણું જહાજ મેાટા પાયા ઉપર અને સારામાં સારું બનાવવું હાય, તા થે ુ રોકડ નાણું હાથ ઉપર હાય તેના જેવું કશું નહિ, જો કલુબિને પડાવેલી ત્રણ બૅંક-નેટ મારા હાથમાં આવી હત–પંચાતેર હજાર ફ઼ાંક – તા ભયા ભા થઈ જાત. રૅ તેએ તો તે પરત કર્યા, પણ પેલા ડાકુ કલુબિન વચ્ચેથી પડાવી ગયો.”
જિલિયાતે તરત પોતાના ખીસામાંથી બિનના કમરપટ્ટો ખેંચી કાઢયો અને ટેબલ ઉપર મૂકયો. તે પટ્ટા ઉપર ‘કલુબિન ' એ અક્ષરો સ્પષ્ટ વંચાતા હતા. જિલિયાતે તે પટ્ટામાંથી પેલી સ્પ્રિંગ-ડબ્બી કાઢી, અને તેને ઉઘાડી તેમાંથી ત્રણ બૅબેંક-નેટો કાઢીને મેસ લેથિયરીના હાથમાં મૂકી દીધી.
મેસ લેથિયરી એ નાટો તપાસી જોતાં જ, અને પટ્ટા ઉપર કલુબિનનું નામ વાંચતાં જ ઊઠીને ગાંડાની પેઠે જિલિયાત સામે તાકી રહ્યો થાડી વારે ડૂમેા શમ્યા બાદ તે બાલ્યો—“એમ? તો આ બૅક-નાટો, પૂરી ત્રણેય તું લઈ આવ્યો છે? તે શું શું, નરકમાં જયાં લુબિન પહોંચ્યા છે, ત્યાં જઈને આ બધું લઈ આવ્યો? લેા ભાઈ ! જિલિયાત ઍન્જિન પણ લાવ્યો અને જહાજ બાંધવાના પૈસા પણ! હવે હું શું કરવા કસર કરુ? સારામાં સારું ઇમારતી લાકડુ ગમે તેવું મોંઘું મળતું હશે તો પણ હું ખરીદીશ. કનું લાકડું અંદર અને પાઈનનું લાકડું
Page #252
--------------------------------------------------------------------------
________________
દુઃખમિશ્રિત સુખ
૨૧૫
બહાર ! અરે પાણીમાં રહેતા આખા ભાગ એલ્મના લાકડાના બનાવીશ. એલ્મ લાકડું કાયમ ભીનું રહે, તે ઊલટુ વધુ સારું બને! હવે મારે કાં કોઈની પાસે ઉધાર માગવા જવું છે, જેથી કસર કરું? વાહ, જિલિયાતે તા મને બધી રીતે પગ ઉપર ખડો કરી દીધા ~ જીવતા જ કરી દીધા કહેાને? અને હું તો તેને કદી યાદ જ નહોતા કરતા ! બિચારો! પણ હવે મને યાદ આવ્યું: તે મારી દીકરી દેશેતને પરણવાના છે, એ તમે બધા જાણેા છે?”
જિલિયાત હવે જાણે લથડિયું ખાધું હોય તેમ ભીંતને અઢેલીને બાલી ઊઠયો;
“ તા. ના.”
મેસ લેથિયરી ચોંકી ઊઠયો. તેણે પૂછ્યું, “શું ના?” જિલિયાતે જવાબ આપ્યો, “હું તેને ચાહતા નથી.”
મેસ લેથિયરી હવે ગાંડાની પેઠે બારી પાસે ગયા, અને પછી પાછા આવ્યા અને જિલિયાત તરફ તાકી રહીને બોલ્યા, “તે અંધારી રાતાએ તું બૅંગ-પાઇપમાં દેરુશેતને પ્રિય ગાયનનો રાગ વગાડયા કરતા, તે શું મને સંભળાવવા વગાડતા હતા? લા, બોલ્યા કે, ‘હું દેરુશેતને નથી ચાહતા !' તું ના ચાહતા હાય, તે ચાહવા કોશિશ કર ! કારણકે, તું જાણી રાખ કે, દેરુશેતને તારા વિના બીજા કોઈને હું પરણાવવાન નથી. તું બાલ્યા તે મેં માની લીધું, એમનું ધારે છે? તું કંઈ બીમાર તો નથી થયો ને? તે દાક્તરને જલદી બોલાવ. તું કંઈ દેરુશેત સાથે ઝઘડી તો નથી પડયો ને? તો એ ઝઘડવાનાં શાં કારણ છે તે બતાવ. કારણ વગર તે કોઈ આવી મૂર્ખામીભરી વાત કરે જ નહિ. પણ કદાચ મારા કાનમાં પૂમડાં હોવાથી મેં ઊંધું સાંભળ્યું હશે – તું ફરીથી બાલ જોઉં.” “મેં પરણવાની ‘ના’ કહી. ”
-
66
“ તેં ‘ના' કહી, અને હું એ વાતને વળગી રહે છે, એમ? આવી મૂર્ખામી તે કયાંય ન જોઈ, તું દેરુશેતને ચાહતા નથી તે આ બધું કર્યું, તે બુઢ્ઢા લેથિયરી માટે ? મારી સુંદર આંખો
કેમ ? તો માટે તું
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૧૬
પ્રેમલિદાન
દુદ્રે ગયો, તથા ટાઢ-તડકો-વરસાદ-તોફાન-ભૂખ-તરસ-ઉજાગરો વગે૨ે વેઠયાં ખરું ? અને ત્રણ દિવસ ઉપરનું તફાન પણ? તું એમ માને છે કે એ તાફાન મે જોયું નથી ? એ ત્રણે દિવસ હું ઊંઘતા હતા કેમ? મારા
આ ડીમચા જેવા માથા માટે તે આ બધા પરિશ્રમ ઉઠાવ્યા, એમ ? અને દેરુશેતે જ્યારે કહ્યું કે, ખડકો ઉપરથી એંજિન કાઢી લાવનારને ‘હું પરણીશ,’ તે શબ્દો પણ મેં નથી સાંભળ્યા એમ ? કાંતા શું ગાંડો થયો છે કે હું. મારી આટલી મેટી સેવા બજાવી, તે છેવટે મને ગુસ્સે કરી ગાંડા બનાવવા માટે કેમ ? તે સાંભળ, જો તું તેને નહિ પરણે, તા તે કોઈને નિહ પરણે — જનમભર કુંવારી જ રહેશે. અને એમેય હું તને જતા કરવાના નથી. તારે મારી સાથે જ રહેવું પડશે. દુરાંદેને કપ્તાન હવેથી તું જ બનશે – બીજું કોઈ નહિ. એટલે દેરુશેતને પરણે કે ન પરણે, પણ તું મારા હાથમાંથી છૂટી શકવાના નથી!”
પણ લાંબા ચાલેલા બૂમ-બરાડા દરમ્યાન દુશે અને ગ્રેસ પણ કમરામાં દાખલ થયાં હતાં, એટલું જ નહિ, પણ આસપાસના પાડોશીઓ, ખલાસી, ખેડૂત અને ગામલેાક પણ ત્યાં ભેગા થઈ ગયા હતા. મૂળે તે ધક્કા ઉપર દુરાંદેનું ધુમાડિયું જોઈને દેાડી આવ્યા હતા અને પછી મેસ લેથિયરીને અવાજ સાંભળી કમરામાં આવ્યા હતા. એ ટોળામાં સ્યુ લૅન્ડ પણ હતો.
મેસ લેથિયરીએ એ બધાને જોઈ, દુરાંદેનું એંજિન સહીસલામત કેવી રીતે કોણ લઈ આવ્યું તેનું ઉત્સાહભર્યું વર્ણન કર્યું. અને પછી જણાવ્યું કે, ‘જિલિયાત એને પરણશે જ!'
સ્યુ લૅન્ડોએ પૂછ્યું, “કોન પરણશે? તમારા ઍંજિનને?”
.
ના મારી પુત્રીને – હા, એંજિનને પણ – બંનેને એ પરણશે. એ મારો બેવડો જમાઈ બનશે : દુરાંદેને! કપ્તાન તેમ જ મારી પુત્રીનો પતિ એ બનશે. આપણે બધા તે! દરિયાના વરુ જેવા છીએ, પણ આ જિલિયાત તો દરિયાનો સિંહ છે! હુ જિલયાત! એનામાં એક રાક્ષસનું જોર છે, ને તેને હું મારી પુત્રી ન આપું તે શું કરું?”
Page #254
--------------------------------------------------------------------------
________________
દુઃખમિશ્રિત સુખ દેશે આ દરમ્યાન થોડી વાર થયાં કમરામાં આવી પહોંચી હતી. તેની પાછળ પાછળ કાળો ઝભ્ભો પહેરેલો અને ઘોળી નેકટાઈવાળો એક બીજો જણ પણ આવ્યો હતો. પાસે ઊભેલાઓ રેવન્ડ એબેનેઝર કૉડ્રેને ઓળખી ગયા, એટલે તેમણે તરત તેને આગળ વધવા જગા કરી આપી. પણ પેલાને આગળ વધવું ન હોય તેમ સંકોચ સાથે ત્યાં જ ઊભો રહ્યો અને દેશત તરફ જોવા લાગ્યો.
પ્રથમ તો મેસ લેથિયરીએ રેવ) એબેનેઝરને નહિ પણ દેશેતને જ જોઈ. એટલે તે તરત તેના તરફ દોડી ગયો અને તેને ભેટી પડ્યો. પછી તેણે પાસે ઊભેલા જિલિયાત તરફ હાથ લાંબો કરીને કહ્યું, “દેશે, તું હવે તવંગર બની છે, અને આ તારો પતિ ઊભ.” દેશે તે મૂંઝાઈને જિલિયાત તરફ નજર કરી. મેસ લેથિયરીએ ઉમેર્યું –
“બની શકે તે કાલે જ તારાં લગ્ન પતવી દઈશું. કશી બીજી લપ્પન-છપ્પનમાં આપણે પડવું નથી. તે પ્રતિજ્ઞા કરી હતી કે, જે માણસ દુરાંદેનું એંજિન દુર્ઘ ઉપરથી કાઢી લાવશે, તેને તું પરણશે. અને હવે હું પણ પ્રતિજ્ઞા કરું છું કે, એ એંજિન બચાવી લાવનાર જિલિયાત સાથે જ હું તને પરણાવીશ. તારો પતિ આસપાસના બધા પુરુષોમાં રત્નરૂપ છે, અને તેની પત્ની બનવાનું સદ્ભાગ્ય તને સાંપડવા બદલ સૌ કોઈ તને બડભાગી માનશે. આ દેશની બધી તવંગર છોકરીઓ કાં તે સૈનિકને પરણે છે કે કાં તો પાદરીને. સૈનિક એ માનવ-હત્યારો કહેવાય; અને પાદરી જૂઠી જૂઠી વાતો કરી છેતરનારો બદમાશ. મને પહેલેથી મન હતું કે, તું એ બેમાંથી કોઈને ન પરણે – અને કોઈ દરિયાખેડુને પરણે – જેના હાથ કામકાજ કરીને રીઢા થયા હોય, અને જે મહાસાગર ખેડવા જેવી તાકાત ધરાવતો હોય. આ જિલિયાત તો એથી પણ વધુ છે- એ તો મોતના મોંમાં ધસી જઈને દુરાંદેના એંજિનને ખેંચી લાવ્યો છે. – ઓહો, કયુરેટ, તમે અહીં જ ઊભા છે ને કંઈ? બસ તમે જ આ બે જુવાનડાંને પરણાવી આપજો.”
Page #255
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-અલિદાન
મેસ લેથિયરીની નજર હમણાં જ પાસે ઊભેલા રેવર એબેનેઝર ઉપર પડી હતી !
૨૧૮
આહા, મારો આ વાઘ કેવા સુંદર છે, કેવા શાભે છે?” લેથિયરી જિલિયાત તરફ પ્રશંસાભરી આંખે જોતા જોતા બાલી ઊઠયો.
'
<<
જિલિયાત જેવું કદરૂપું અને મેલુંઘેલું એ બધાંમાં તે વખતે કોઈ ન હતું! દુવ્રે-ખડક ઉપરથી તે જે સ્થિતિમાં સવારે નીકળ્યા હતા, તેમાં કશે! ફેરફાર હજુ થયા ન હતા. તેનાં કપડાં ફાટેલાં હતાં, તેની દાઢી વધી ગઈ હતી, મે ઉપરની ચામડી ઊતરતી જતી હતી, આંખો લાલ લાલ હતી, હાથ લાહી-નીંગળતા હતા, પગ ખુલ્લા હતા, અને ડેવિલફિશે પાડેલાં ચકામાં તેના ખુલ્લા હાથ ઉપર તગતગી રહ્યાં હતાં.
લેથિયરી તે તેનું વર્ણન જાણે હજાર હજાર જીભે કરવા લાગ્યા – “એ જ મારો સાચા ભાઈ છે. તે દરિયા સાથે લડીને આવ્યો છે. જુઓ તેનાં કપડાં ચિરાઈ ગયાં છે, પણ તેના ખભા કેવા પહેાળા છે? તેના હાથ કેવા કામઢા છે? દીકરા! તને જોઈ જોઈને હું વારી જાઉં છું!” તે જ ઘડીએ દેરુશેત બેભાન થઈને ગબડી પડી. પાસે ઊભેલી દુશેએ તેને હાથમાં ઝીલી લીધી.
Page #256
--------------------------------------------------------------------------
________________
11
ચામડાની બેંગ
સવાર થતાં તો આખું સેટ લૅપ્સન ધક્કા ઉપર ભેગું થઇ. ગયું. દુરાંદેને દુવ્રે ખડકોમાંથી બચાવી લેવામાં આવી છે, એ સમાચારો જ સૌ કોઈને સવારના પહેારમાં ઘરની બહાર કાઢવા પૂરતા હતા.
લોકો તે હાથ અડકાડીને ઍન્જિનને જોવા ઈચ્છતા હતા. પરંતુ. લેથિયરીએ દિવસના અજવાળામાં આખા એંજિનની ફરી તપાસ કરી. લઈ, બે ખલાસીઓને એ ડચ-બાટ આગળ ઊભા રાખ્યા હતા, જેથી કોઈ અંદર દાખલ ન થાય.
સૌ લોકો જિલિયાતની જ વાત કરતા હતા; પણ પછી છેવટે એક વાત ચોક્કસ થઈ અને કહેવાવા લાગી કે, “ટાપુમાં આવું જાદુમંતરનું બળ દાખવી શકે એવા માણસા હાય, એ સારું નહિ!”
મેસ લેથિયરી પેાતાની બારી પાસેના ટેબલ આગળ બેસી કંઈ લખ્યા કરતા હતા, એમ બહારથી દેખાતું હતું. પણ તેની એક આંખ કાગળ ઉપર હતી અને બીજી આંખ એંજિન ઉપર!
તેણે બે કાગળ લખી નાખ્યા હતા : બ્રેમનના સાગના બે જાણીતા વેપારીઓને. તેણે હવે ત્રીજો કાગળ લખવા માંડયો.
એટલામાં ધક્કા તરફ ગડગડ અવાજ કરતી જતી એક ઠેલણગાડીએ તેનું ધ્યાન ખેંચ્યું. બારીએથી જરા બહાર ઝૂકીને જોયું, તે બુ-દ-લા-રૂ તરફથી આવતા રસ્તા ઉપરથી એક છેકરો ધક્કા તરફ એક ઠેલણ-ગાડી ધકેલીને લઈ જતા હતા. ઠેલણ-ગાડીમાં એક પીળી બૅગ
૨૧૯
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૨૦
પ્રેમ-બલિદાન હતી, જેને તાંબા અને ટીનના ખીલાઓથી શણગારવામાં આવી હતી. છોકરો એ ઠેલણ-ગાડીને બંદર તરફ લઈ જતો હતો.
મેસ લેથિયરીએ છોકરાને બોલાવ્યો – “કયાં જાય છે, બેટા?” “કાશ્મીર” જહાજ તરફ.” “શા માટે?” “આ બૅગ પહોંચાડવા.” “તો આ કાગળો પણ લેતો જા.”
મેસ લેથિયરીએ ટેબલનું ખાનું ઉધાડી, એક દોરી કાઢીને તેના વડે ત્રણે કાગળોનાં કવર બાંધ્યાં અને એ આખું બંડલ છોકરા તરફ કર્યું, જે તેણે ઝીલી લીધું.
“કાશ્મીરના કપ્તાનને કહે છે કે, એ મારા કાગળ છે એટલે -બરાબર કાળજી રાખે. લંડન થઈને એ કાગળો જર્મની-ઍમન જશે.”
“પણ, મેસ લેથિયરી, હું કપ્તાનને મળી શકીશ નહિ.” “કેમ?” “ “કાશ્મીર’ બંદર ઉપર નથી; બહાર દરિયામાં ઊભી છે.” “સમજ્યો; તોફાની દરિયાને કારણે.” “હું તો હોડીવાળાને જ મળી શકીશ.” “તે તું મારા કાગળો એને સોંપીશ, ખરું ને?”
હા, મેસ લેથિયરી.” “કાશ્મીરમાં ક્યારે ઊપડે છે?” “બપોરે બાર વાગ્યે.” આજે બપોરે ભરતી ચડશે. એટલે મોજાં તેની સામે હશે.” પણ પવન તેની સાથે હશે.”
જો છોકરા,” મેસ લેથિયરી પોતાના એંજિનના ધુમાડિયા તરફ -આંગળી કરતો બોલ્યો, “જો પેલું દેખાય છે કે, તેને પવન અને મેજ બંનેનું કશું નડતર નડતું નથી!”
Page #258
--------------------------------------------------------------------------
________________
ચામડાની અંગ
૨૧.
છોકરો કાગળનું બંડલ ખીસામાં ખાસી, ઠેલણ-ગાડી ચલાવતા
પેાતાને રસ્તે પડયો.
"
મેસ લેથિયરીએ તરત બૂમ પાડી, “ દુશે ! ગ્રેસ ! ”
"C
શું છે, મેસ ? ” ગ્રેસે બારણું ઉઘાડીને જવાબ આપ્યો.
“અંદર આવીને જરા ઊભી રહે.”
મેસ લેથિયરીએ તરત એક કાગળ લઈ, લખવા માંડયું –
“મેં સાગ માટે બ્રેમન લખી દીધું છે. આખા દિવસ મે' સુતારોને બાલાવી અંદાજો કઢાવ્યા છે. બાંધકામ તરત જ શરૂ થશે. તું તરત જ ડીન પાસે જઈ, લગ્નનું લાયસન્સ કઢાવી લે. માટે લગ્નનું જલદી પતવવું છે. તરત જ પતે તે સૌથી સરસ. હું દુરાંદેના કામમાં લાગેલા છું, તું દેરુશેતનું પતવ.
એ કાગળ તેણે પાકિટમાં બંધ કર્યા વિના ગ્રેસને આપ્યા. “આ કાગળ જલદી જિલિયાતને પહોંચાડી આવ.
બુ-દ-લા-રૂમાં ? ”
..
‘હા, બુ-દ-લા-રૂ-માં.”
..
“ સહી ૬૦ —લેથિયરી ”
સેંટ સૅઅેપ્સનમાં ટોળું ભેગું થાય એટલે સેંટ પિયરે બંદરમાં લેક ખાલી થઈ ગયા હોય. એક જગાએ કશું આસાધારણ બને, એટલે તે જગાએ લોકો પંપથી ખેંચાય તેમ ખેંચાવા લાગે. નાનાં સ્થળામાં સમાચાર જલદી ફરી વળે છે. દુરાંદેનું ધુમાડિયું સવારથી માંડીને લોકોને ખેંચનારું નિમિત્ત બન્યું હતું. એટલે રેવરંડ એબેનેઝર કૉડ્રેના કાકા મરી ગયા, રેવ૦ એબેનેઝર એકદમ તાલેવંત બની ગયા, તથા ‘કાશ્મીર ’માં બેસીને તે ઇંગ્લૅંડ વિદાય થાય છે—એ બધા સમાચાર તરફ કોઈએ ખાસ લક્ષ જ ન આપ્યું. ગામનું બધું કામકાજ જ જાણે થંભી ગયું. દુરાંદેની હેાનારત લોકોને અસાધારણ લાગી હતી, પણ તેના એંજિનને
"9
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૨૨
પ્રેમ-બલિદાન
હેમખેમ બચાવી આપ્યું, એ વસ્તુ અશકય જ લાગતી હાવાથી લોકો એ વસ્તુ નજરે જોવા ઊમટી પડયા હતા.
સેંટ પિયરે બંદરની ઘણી દુકાનો બંધ થઈ ગઈ. બધાનું લક્ષ દુરાંદેએ જ રોકી લીધું હતું. જે દુકાના ઉઘાડી રહી હતી ત્યાં પણ એ જ વાતચીત ચાલતી હતી.
સેંટ પિયરે બંદરનું ચર્ચ બંદરની કિનારી ઉપર પાણીની ધાર ઉપર જ આવેલું છે. એટલે એ બંદરેથી જતાને તે જાણે વિદાય આપે છે, અને આવનારનું સ્વાગત કરે છે.
સેંટ પિયરે બંદર અત્યારે તો બહુ સારું બંદર છે; પણે તે વખતે સેંટ સૅપ્સન બંદર કરતાં તે ઓછી અગત્યનું ગણાતું. એ બંદરની રચના એવી હતી કે, પૂર્વના પવન વાય ત્યારે દરિયાનાં માજાં બંદરના ભાગમાં પણ ધસી આવે. એટલે તેવે વખતે જહાજો બંદરની બહાર જ ઊભાં રહે. ‘ કાશ્મીર ' પણ આજે બંદરની બહાર જ લાંગર્યું હતું.
આવા દિવસેાએ ધક્કાથી જહાજ સુધી પૅસેજરો તથા માલની હેરફેર કરવાનું કામ નાની હોડીવાળાને મળતું અને તેમને ઠીક કમાણી થતી. જહાજ બંદરમાં હોય ત્યારે તે સૌને બંદરેથી જ જહાજમાં બેસવું પડે; પણ જ્યારે તે બંદરની બહાર દૂર ઊભું હોય, ત્યારે કિનારાની કોઈ પણ જગાએથી હાડી મારફતે જહાજ ઉપર પહોંચી શકાય.
હૅવલેટ આવું એક સ્થાન હતું. એનું નાનું બંદર શહેરની નજીક હતું. પણ તે એવું એકાંત જગાએ આવેલું હતું કે તે બહુ દૂર આવ્યું હોય એમ લાગે. ખડકોમાં થઈને કેટલાક વાંકાચૂંકા રસ્તે હૅવલેટ બંદરે પહોંચાડ્યું. એ બંદર શહેર અને ચર્ચથી પાંચેક મિનિટને રસ્તે હતું, અને દિવસમાં બે વખત સમુદ્રથી ભરાઈ જતું. ભરતી ન હોય ત્યારે કિનારે થઈને પણ ત્યાં પહાંચાતું.
સવારના દશ વાગ્યાના અરસો હતા, અને એક હોડીવાળો હૅવલેટ બંદરે એકલો કોઈની રાહ જોતા ઊભો હતો.
Page #260
--------------------------------------------------------------------------
________________
Iry.org
4
સેંડ પિયરે અંદરનું ચર્ચ અંદરની ફિનાર ઉપર પાણીની ધાર ઉપર જ આવેલું છે. - પૃ. ૨૨૨.
cover
Page #261
--------------------------------------------------------------------------
________________
Page #262
--------------------------------------------------------------------------
________________
ચામડાની બેંગ
૨૨૩
દૂર ‘કાશ્મીર’ જહાજ લાંગરેલું હતું. તે બપાર પછી ઊપડવાનું હોઈ, કશી ખાસ ધમાલ અત્યારે તે તરફ દેખાતી ન હતી.
પાસે જ ખડકોની આડમાં તે વખતે, હોડીવાળા ન દેખે એ રીતે બે જણ વાતો કરી રહ્યાં હતાં: એબેનેઝર અને દેરુશેત.
તેઓ બંને સામસામાં ઊભાં હતાં અને તેમની આંખા એક બીજાની આંખોમાં પરોવાયેલી હતી. બંને એકબીજાના હાથ પકડીને ઊભાં હતાં. દેરુશત બોલતી હતી અને એબેનેઝર ચૂપ હતા. તેની પાંપણા વચ્ચે આંસુનું ટીપું ભરાઈ આવ્યું હતું, પણ તે ત્યાં જ અટકી રહ્યું હતું—— નીચે સરી પડયું ન હતું.
એબેનેઝરના મેİ ઉપર ચિંતા અને લાગણી વ્યાપી રહ્યાં હતાં. દેરુશેત બોલની હતી ~~
દેવાની મારામાં
પછી તમે કાલે
“ તમારે ચાલ્યા જવું ન જોઈએ. તમને જવા હિંમત નથી. તમારે જો ચાલ્યા જવાનું જ હતું તો -શા માટે મારી પાસે આવ્યા ? હું તમારી સાથે કંઈ બાલી નથી. હું તમને પ્રેમ કરતી હતી, પણ મને તેનુ ભાન ન હતું. પ્રથમ દિવસે જ્યારે શ્રી. હેરોદે રેબેકાની વાત વાંચી, ત્યારે તમારી આંખા મારી આંખા સાથે ટકરાઈ હતી. મારા ગાલ જાણે અગન-ઝાળથી બળતા હોય એવા લાલ લાલ થઈ ગયા હતા. મને વિચાર આવ્યા હતા કે, રેબેકા પણ એમ જ શરમાઈ ગઈ હશે ! ગઈ કાલે જો મને કોઈએ કહ્યું હાત કે, ‘તું રેક્ટરને ચાહે છે,' તે મેં હસી કાઢયું જ હોત. આપણી વચ્ચે જાણે છેતરપિંડી ચાલતી હતી. હું ચર્ચમાં આવતી અને તમને જોતી. હું માનતી કે બધાં મારી પેઠે જ ચર્ચમાં આવે છે અને તમને જુએ છે. હું તમારો કશા વાંક કાઢતી નથી; તમે મને ખેંચવા માટે કશું કર્યું નથી; તમે માત્ર મારા તરફ નજર કરતા. અને તમે લોકો ઉપર નજર નાખો તે અંગે તમારો કશા વાંક કાઢી શકાય નહીં. પણ હું તમને અંતરથી પૂજતી; જોકે, તે બાબતના કશે। સ્પષ્ટ ખ્યાલ મને ન હતા. તમે જ્યારે બાઈબલ વાંચતા, ત્યારે મને એ ઈશ્વરી પુસ્તક લાગતું; બીજા
જ્યારે વાંચે
Page #263
--------------------------------------------------------------------------
________________
રર૪
પ્રેમ-બલિદાન ત્યારે બીજા સામાન્ય પુસ્તક જેવું જ લાગતું. તમે જે કહેતા તે હું એકદમ માની લેતી-માની શકતી. તમે મળ્યા તે પહેલાં હું ઈશ્વરમાં માનતી હતી કે કેમ, એ જાણતી નથી. પણ તમને મળ્યા પછી હું પ્રાર્થના કરતી બની રહી છું. ચર્ચમાં વખતસર પહોંચવા માટે હું ઘેર ધમાધમ કરી મૂકતી. એ બધાનો અર્થ કોઈ પુરુષ સાથે પ્રેમમાં પડવું એ થાય, એની મને ખબર નહોતી. હું તે મારી જાતને કહેતી, “હું કેવી ભક્તાણી બનતી જાઉં છું!” તમે હવે મને ભાન કરાવ્યું કે, હું ઈશ્વર માટે નહિ પણ તમારે માટે ચર્ચમાં આવતી હતી. તમે સુંદર, છે, તથા સારી રીતે વ્યાખ્યાન આપી શકે છે. તમારે એ બધામાં શો વાંક, એમ જો તમે પૂછો, તો હું કહ્યું કે, તમે કાલે બગીચામાં આવ્યા અને મારી જોડે વાત કરી ગયા, એ તમારો વાંક છે. તમે જો કહ્યું ન હોત, તો હું કશું સમજી ન હોત, અને તમે ખુશીથી ઈંગ્લેંડ વિદાય થઈ શક્યા હોત. મને કદાચ એ જાણી દુ:ખ થાત, પણ હવે તે હું મરી જ જઈશ. હવે મને ખબર પડી છે કે, હું તમને ચાહું છું, એટલે હવે તમારાથી ચાલ્યા નહીં જવાય. પણ, તમે શા વિચારમાં પડ્યા છો? હું જે કંઈ બોલી તે જાણે તમે સાંભળ્યું જ નથી!”
“પણ, ગઈ કાલે રાતે તમારે ઘેર જે વાતચીત થતી હતી, તે તમે સાંભળી જ હશે?” એબેનેઝરે જવાબ આપ્યો.
“સાંભળી જ હતી તો, હાય !” “હું પણ હવે શું કરી શકું?”
બંને થોડી વાર ચૂપ રહ્યાં. પછી એબેનેજરે જ કહ્યું, “એક જ વસ્તુ મારાથી થઈ શકે. મારે અહીંથી ચાલ્યા જવું જોઈએ.” ' “મારે માટે પણ એક જ વસતુ હવે બાકી રહે છે – અને તે મરવાની. તમે મારી આગળ પ્રેમનો એકરાર શા માટે કર્યો? તમે મારી સાથે વાતચીત શા માટે કરી? અને હવે જો તમે ચાલ્યા જશો, તો નક્કી જાણજો કે હું મરી જ જઈશ. મારું હૃદય ભાગી ગયું છે. મને
WWW
Page #264
--------------------------------------------------------------------------
________________
Page #265
--------------------------------------------------------------------------
________________
Page #266
--------------------------------------------------------------------------
________________
ચામડાની બેંગ
ર
પોતાને એ કામે જ લાગેલા રહેશે. દુરાંદેથી તેમને પૂરતું આશ્વાસન
મળી રહેશે.”
<<
પણ મારી પાછળ તેમને શેાક કરતા અને મને ધિક્કારતા મૂકીને જવાનું મને મન ન થાય.”
66
પણ એમને એ શેાક વિશેષ નહિ ટકે.”
દેરુશેત અને એબેનેઝર બંને જિલિયાતની આ વકીલાતથી જડસડ જેવાં થઈ ગયાં. થોડી વારે એબેનેઝર કેવળ એટલું ગણગણ્યા, “ કાકો એ કંઈ બાપ ન ગણાય.”
જિલિયાત હવે કઠોરતાપૂર્વક કહેવા લાગ્યું, ‘ઉતાવળ કરા ! કાશ્મીર' બે કલાકમાં ઊપડશે. વખત પૂરતા છે, પણ ઉતાવળ કરો તો જ.”
<<
એબેનેઝર જિલિયાત તરફ જ તાકી રહ્યો હતા. તે એકદમ બાલી ઊઠયો, “ હવે મેં તમને ઓળખ્યા ! તમે મારી જિંદગી ગિલ્ડ-હાલ્મ-કુરની માહક બેઠક ઉપરથી બચાવી હતી;– જે દિવસે હું અહીં આવ્યા તે જ દિવસે !”
""
1
“મને કશી ખબર નથી; તમે ઉતાવળ કરો · વખત ન બગાડો !” “ અને તમે ગઈ કાલ રાતના બધાને માંએ ચડેલા બહાદુર પુરુષ પણ છે; — દુરાંદેનું ઍંજિત બે દંતૂશળા વચ્ચેથી કાઢી લાવનાર! તમારું નામ શું છે?”
t
જિલિયાતે અવાજ મેાટો કરી બૂમ પાડી, “ હાડીવાળા ! અમારી રાહ જોજે; અમે હમણાં જ પાછાં આવી પહોંચીએ છીએ.” પછી તેણે દેરુશેતને સંબાધીને કહ્યું, આ દેશમાં સ્ત્રી કે પુરુષ પુખ્ત ઉંમરનાં થાય, ત્યાર પછી તે બધી બાબતમાં સ્વતંત્ર ગણાય છે. એવાં પુખ્ત ઉંમરનાં સ્ત્રી-પુરુષનું પંદરથી વીસ મિનિટમાં લગ્ન પતી શકે છે. આપણે ટૂંકામાં ટૂંકા માર્ગે જઈ શકીશું, કારણ ભરતી ચડવાની હજુ વાર છે. પણ ઉતાવળ કરો, અને મારી પાછળ પાછળ ચાલ્યાં આવો.”
Page #267
--------------------------------------------------------------------------
________________
પ્રેમલિદાન
૩
<<
દેરુશેત અને એબેનેઝરે એકબીજા સામે નજર કરી એકબીજાને અભિપ્રાય જાણવા પ્રયત્ન કર્યો. તેઓ એકબીજાને પડખે ગુપચુપ ઊભાં હતાં. “ તેનું નામ જિલિયાત છે,” દેરુશેતે એબેનેઝરના કાનમાં કહ્યું. ‘પણ તમે લોકો રાહ શાની જુએ છે? મારી પાછળ પાછળ ચાલ્યાં આવા, જલિયાત તડૂકયો.
66
""
"fai? એબેનેઝરે પૂછ્યું.
*
“ પેલા ચર્ચમાં ! ” જિલિયાતે દેવળના શિખર તરફ આંગળી
૨૦
""
કરીને કહ્યું.
જ્યારે બધાં દેવળમાં દાખલ થયાં, ત્યારે સાડા-દસને ટકોરો પડયો. રેવરન્ટ જૅકેમિન હૅરાદ, પહેલેથી કોઈએ સૂચના આપી રાખી હોય તેમ, ઘડિયાં લગ્ન માટેની બધી તૈયારી કરીને જ તૈયાર બેઠા હતા. એટલે પેલાં ત્રણને દાખલ થતાં જોઈ જરાય નવાઈ પામ્યા નહિ.
રજિસ્ટરનું રેકર્ડ નામેા ભરવા જેટલું જ બાકી રાખી તૈયાર કરેલું હતું. લાયસન્સની માંગણી સાત દિવસ અગાઉ કરવી જોઈએ, પણ એટલી અનિયમિતતા દરગુજર કરી લેવામાં આવી હતી – એબેનેઝરને પેાતાના વારસાહક માટે ઇંગ્લૅંડ જલદી ઊપડી જવાનું હતું એ કારણે.
64
માત્ર એક ઊણપ રહેતી હતી. રેવ૦ હેરોદે જણાવ્યું, “ મેસ લેથિયરીના પ્રતિનિધિએ તમારા લગ્ન માટેના લાયસન્સની અરજી કરેલી છે અને રજિસ્ટરમાં ડૉકલેરેશન ઉપર સહી કરેલી છે. તેમણે મને એમ જણાવ્યું કે, મેસ લેથિયરી પોતે ખૂબ કામમાં રોકાયેલા હોવાથી જાતે હાજર રહી શકે તેમ નથી, પણ લગ્ન તેા ઉતાવળે પતી જવું જ જોઈએ. પરંતુ એવી મેાઢામેાઢ વાત પૂરતી ન ગણાય. કાંતે। મારે જાતે જઈને મેસ લેથિયરીને પૂછી લેવું જોઈએ અથવા તેમની સહીવાળા કાગળ મને મળવા જોઈએ.
""
જિલિયાતે તરત જ જવાબ આપ્યો,
વાળા કાગળ
""
66
આ રહ્યો, તેમની સહી
Page #268
--------------------------------------------------------------------------
________________
ચામડાની બૅગ
૨૨૯ ડિને એ કાગળ હાથમાં લીધો – શરૂઆતની કેટલીક લીટીઓ ઉપર-ટપકે જલદી વાંચી જઈ, છેવટની લીટીઓ તેમણે મોટેથી વાંચી –
“.......... તું તરત જ ડીન પાસે જઈ, લગ્નનું લાયસન્સ કઢાવી લે. મારે લગ્નનું જલદી પતાવવું છે. તરત જ પતે તો સૌથી સરસ.”
ડીને કાગળ ટેબલ ઉપર મૂકી આગળ વાંચ્યું – “સહી દ0 – લેથિયરી.” પછી તે બોલ્યા, “એ કાગળ મને સંબોધીને લખ્યો હોત તે વધુ સારું થાત. પરંતુ મારે ચર્ચના એક સહ-કર્મચારીનું જ લગ્ન કરાવવાનું હોઈ, વધુ પંચાત નહીં કરું.”
સહીઓ થઈ ગયા પછી વિધિ શરૂ થયો. “કોઈને કંઈ વાંધો છે?” કોઈએ જવાબ ન આપ્યો. “આમીન!” ડીને ઉચ્ચાર્યું.
પછી વિધિ પ્રમાણેના પ્રશ્નોત્તર થયા બાદ ડીને પૂછ્યું, “આ સ્ત્રીને આ માણસને કોણ લગ્નમાં દે છે?”
“હું” જિલિયાતે જવાબ આપ્યો.
ડીને હવે દેશેતો જમણો હાથ એબેનેઝરના જમણા હાથમાં મૂક્યો. એબેનેઝર દેરુશેતને સંબોધન કર્યું –
દેરુશેત, હું તને મારી પરિણીત પત્ની તરીકે સ્વીકારું છું - સારી સ્થિતિ હોય કે નરસી હોય, તવંગર દશા હોય કે દરિદ્રતા હોય, બીમારી હોય કે આરોગ્ય – પણ મૃત્યુ આપણને છૂટાં ન પાડે ત્યાં લગી પ્રેમપૂર્વક તને સંભાળી રાખવા હું પ્રતિજ્ઞા કરું છું.”
એવી જ પ્રતિજ્ઞા દેશે તે પણ ઉચ્ચારી.
પછી ડીને પૂછયું, “વીંટી કયાં છે?” વીંટી કોઈ લાવ્યું ન હતું. બંને જણ ગભરાયાં. જિલિયાતે તરત પોતાની આંગળી ઉપરની સોનાની વીંટી ઉતારીને ડીનને આપી. કદાચ પોતાના લગ્ન માટે જ તે આજે સવારે આ વીંટી ખરીદી લાવ્યો હતો.
Page #269
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-અલિદાન
ડીને બાઈબલ ઉપર તે વીંટી મૂકીને, એબેનેઝરને આપી. એબેને દેરુશેતના નાનકડો નાજુક ધ્રૂજતા હાથ પાતાના હાથમાં લીધે અને તેની ચેાથી આંગળી ઉપર એ વીંટી પહેરાવી દઈને કહ્યુ - આ વીંટીથી હું તને પરણું છુ.”
66
૧૩૦
૪
ચર્ચમાંથી બધાં નીકળ્યાં, ત્યારે તેઓએ ‘ કાશ્મીર ’ને ઊપડવાની
તૈયારી કરતું જોયું.
<<
તમે લાકો વખતસર જ પરવાર્યાં છે, ” જિલિયાતે કહ્યું. પછી તે હૅવલેટ બંદર તરફ ઊપડયાં. આ વખતે પેલાં બે આગળ ચાલતાં હતાં, અને જિલિયાત તેમની પાછળ.
ઘેાડી મિનિટોમાં તે હૅવલેટ પહોંચી ગયાં.
એબેનેઝર પહેલા હાડી ઉપર ચડયો. દેરુશેત જ્યારે તેની પાછળ હાડી ઉપર ચડવા જતી હતી, ત્યારે જિલિયાતે ધીમેથી તેની બાંયને આંગળી અડકાડીને કહ્યું –
66
· મૅડમ, તમે અત્યારે જવાની તૈયારી કરીને તા આવ્યાં નહાતાં. એટલે મને થયું કે, તમારે બદલવા-પહેરવા કપડાં જોઈશે. ‘ કાશ્મીર જહાજ ઉપર તમને સ્રી માટેનાં કપડાં ભરેલી ચામડાની એક બૅગ મળશે. એ બૅગ મારી માએ મને આપી હતી. હું જે સ્ત્રીને પરણું તેને માટે તેણે એ તૈયાર કરી હતી. એ ગેંગ તમને હું આપી દઉં છું.” દેરુશેત સ્વપ્નમાંથી અર્ધી જાગી હોય તેમ જિલિયાત તરફ વળીને જોવા લાગી. જિલિયાત ધીમા અવાજે આગળ બાલ્યા –
<<
‘હવે હું તમને રોકી રાખવા માગતા નથી, મૅડમ, પણ મને લાગે છે કે મારે થાડા ખુલાસા કરી લેવા જોઈએ. જે દિવસે દુરાંદેની હોનારત થઈ, તે દિવસે તમે તમારા મકાનના નીચેના ઓરડામાં બેઠાં હતાં. તમે તે વખતે કંઈક બાલ્યાં હતાં. સ્વાભાવિક છે કે તમને એ યાદ ન પણ રહ્યું હાય. પાતે બાલેલા દરેક શબ્દ યાદ જ રાખવા જોઈએ એવું કંઈ હોતું નથી. મેસ લેથિયરી ભારે મૂંઝવણમાં અને
>
Page #270
--------------------------------------------------------------------------
________________
ચાસડાની બેંગ
૨૩૧
મુશ્કેલીમાં ફસાઈ ગયા હતા. દુરાંદે ખરેખર બહુ સારું અને કમાઉ જહાજ હતું. તેની હેાનારતથી આખા પ્રદેશમાં ઉશ્કેરાટ વ્યાપી ગયો હતા. પરંતુ ખડકો ઉપર જહાજ અફળાવાની આવી હોનારતો કંઈ નવી નથી. અને એવી હોનારતા કોઈ હરહંમેશ યાદ પણ કર્યા કરતું નથી. મારે તા માત્ર એટલું જ કહેવાનું છે કે, જ્યારે એમ કહેવાયું કે, દુવ્ર ઉપર કોઈ જઈ ન શકે, ત્યારે હું ત્યાં ગયા. ત્યાં જવું એ અશકય વાત ગણાતી હતી. હું ત્યાં ગયો તે કંઈ તમને ખાટુ લગાડવા કે તમારી કોઈ ધારણામાં આડે આવવા નહાતા ગયા. તમે અત્યારે ઉતાવળમાં છે; જો વાતચીત કરવાના વધુ વખત હાત તો આ તથા બીજું પણ કેટલુંક હું તમને યાદ કરાવત. એક દિવસ બરફ વરસતા હતા તે દિવસથી આ બધાની શરૂઆત થઈ હતી. હું રસ્તા ઉપર થઈને પસાર થતા હતા તે વખતે મને લાગ્યું કે તમે હસ્યાં હતાં. એ જ આખી વાતને ખુલાસા છે. ગઈ રાતે તો હું ઘેર પણ ગયા વિના સીધા દુવ્ર ઉપરથી જેવા આવ્યા હતા તેવા જ આવેલા હતા – એટલે તમને મારા તરફ જોઈ બીક લાગે કે ઘૃણા થાય, એ સ્વાભાવિક છે. જોકે એવાં કપડાંમાં બીજાને ઘેર ન જવું જોઈએ. પણ એ કારણે મારા ઉપર ગુસ્સે સંઘરીને ચાલ્યાં ન જશો, એવી મારી વિનંતી છે. મારે આટલું જ કહેવાનું હતું. આબાહવા સારી છે, પવન પૂર્વ દિશામાંથી વાય છે. તો મૅડમ, આવજો ! તમે ક્ષણભર થાભી આ બધું સાંભળ્યું તે બદલ તમારો આભારી છુ.
""
<<
પણ પેલી બૅગ તમે પરણેા ત્યારે તમારી પત્ની માટે કેમ રાખી મૂકતા નથી? મને શા માટે આપી દો છે?”
66
· મૅડમ, હું કદાચ કદી પરણીશ જ નહિ.”
“ એ તેા બહુ ખરાબ; કારણ કે, તમે ઘણા ભલા માણસ છે. તમારો આભાર માનું છું.”
દેરુશેત એટલું બાલીને હસી. જિલિયાત પણ હસ્યા.
પછી તેણે દેરુશેતને હોડી ઉપર ચડવામાં ટેકો આપ્યો.
Page #271
--------------------------------------------------------------------------
________________
પ્રેમબલિદાન વીસેક મિનિટમાં તે એ હોડી “કાશ્મીર’ જહાજ ઊભું હતું ત્યાં પહોંચી ગઈ.
જિલિયાત કિનારે કિનારે સેંટ-પિયર-બંદર આગળ થઈ, સેંટ સેંસન તરફ વળ્યો.
તેને આ કિનારા ઉપર કેટલાય અટપટા રસ્તા જાણમાં હતા. અવારનવાર તે “કાશ્મીર” જહાજ તરફ જોયા કરતો. તે જહાજ પણ હવે ઊપડ્યું હતું.
જિલિયાત તેના કરતાં જલદી આગળ વધો હતો. ભરતી શરૂ થવા લાગી હતી.
રસ્તામાં પેલું ઓકનું ઝુંડ આવ્યું – તે તરફ તેણે નજર નાખી. તે તરફ થઈને પસાર થતા રસ્તા ઉપર બરફમાં દેશેતે એક વખત આંગળી વડે “જિલિયાત’ નામ લખ્યું હતું.
જિલિયાત ત્યાંથી આગળ ચાલ્યો.
જયારે જિલિયાત સેંટ સેંસર પહોંચ્યો, ત્યારે ભરતીનું પાણી હજુ બંદરના નીચેના છેડે પહોંચ્યું ન હતું, એટલે તે કોરા પગે ચાલી શકતો હતો. બંદર આગળ ટોળું ભેગું થયું હતું, અને મેસ લેથિયરી આનંદભર્યા અવાજે મોટેથી બોલતો હતે. ફરીથી જિલિયાતે પોતાની ડચ-બોટ, અને તેમાંથી દેખાતું દુરાંદેનું ધુમાડિયું જોયું.
તે ત્યાંથી પગ-દંડીએ થઈને જલદીથી આગળ વધ્યો.
પોતાના મકાન બુ-દલા-૨ આગળ તે આવ્યો, ત્યારે તે લટકાવેલી બૅગ-પાઈપ બારીમાંથી તેની નજરે પડી.
ચાવી બારણામાં જ હતી. જિલિયાતે ચાવી ફેરવી તાળું બરાબર વાસી દીધું અને પછી ચાવી પોતાના ખીસામાં મૂકી દીધી.
ત્યાંથી તે સમુદ્ર તરફ ચાલ્યો. ખડકોની સાંકડી પંક્તિ આગળ ને ગિલ્ડ-હોલ્મ-ઉર ખડક તરફ આગળ વધ્યું
,
, ,
;
Page #272
--------------------------------------------------------------------------
________________
ચામડાની બંગ
૨૩૪
એક પછી એક ખડક ઉપર ઠેકતા ઠેકતા તે આગળ વધવા લાગ્યો. એક માછણ ત્યાં થઈને જતી હતી, તેણે તેને પેલા ખડક તરફ આગળ વધતા જોઈ બૂમ પાડી, જોજે ભાઈ, ભરતીનાં પાણી ઊંચે આવવા માંડયાં છે. ”
.
"
પણ જિલિયાત આગળ જ વધ્યો. એ ખડકની ટોચે પહોંચ્યા પછી તેણે સમુદ્ર તરફ નજર કરી. ‘કાશ્મીર’હજુ સેંટ સૅ ́પ્સનની સામે આવી પહોંચ્યું ન હતું.
:
જિલિયાત પેલી બેઠક ઉપર જઈને બેઠો અને ‘કાશ્મીર ને પાસે આવતું જોઈ રહ્યો.
ભરતીનું પાણી તેના પગ સુધી આવી પહોંચ્યું. ‘કાશ્મીર’ ને રસ્તા એ ખડક પાસે થઈને જ જતા હતા.
‘કાશ્મીર’ ઉપર સૂર્યના પ્રકાશ પડેલા હતા, અને એક જગાએ દેરુશેત ઍબેનેઝરના ખભા ઉપર માથું મૂકી બેઠી હતી. એબેનેઝરને હાથ તેની કંમરે વીંટળાયા હતા.
અચાનક દેરુશેતના અવાજ સંભળાયો : “ અરે, આજે કોઈ ગિલ્ડહોલ્મ-ઉર ઉપરની પેલી બેઠક ઉપર બેઠેલું છેને કંઈ?”
‘કાશ્મીર ’ત્યાંથી પસાર થઈ ગયું. પાએક કલાકમાં તે। ‘ કાશ્મીર’ ક્ષિતિજ ઉપર સફેદ ત્રિકોણ ટપકા જેવું દેખાવા લાગ્યું.
પાણી જિલિયાતના ઢીંચણ સુધી આવી પહોંચ્યું.
તેની નજર પેલા ‘ કાશ્મીર ’ ઉપર જ ચાટી રહી હતી. ‘ કાશ્મીર ’ ૫ર્નસીના પાણીની હદની બહાર નીકળી ગયું.
પાણી જિલિયાતની કમર સુધી આવી પહોંચ્યું.
એક કલાક થઈ ગયો. પાણી શાંતિથી ઊંચું વધ્યા કરતું હતું. આજે છેાળા ઊપડી ન હતી.
‘કાશ્મીર ’ઑરીનીનાં પાણીની હદની બહાર નીકળી, ખુલ્લા સમુદ્રમાં પ્રવેશ્યું હતું.
Page #273
--------------------------------------------------------------------------
________________
પ્રેમ-બલિદાન
ધીમે ધીમે તે અદૃશ્ય થવા લાગ્યું. ધુમ્મસમાં તે એક ટપકા જેવું જ દેખાતું હતું.
ધીમે ધીમે એ ટપકું પણ દેખાતું બંધ થયું.
અને પછી તો તદ્દન અલાપ થયું.
અને તે જ વખતે જિલિયાતનું માથું પણ પાણી નીચે અલોપ
૨૩૪
થઈ ગયું.
ચોતરફ માત્ર સમુદ્ર જ બાકી રહ્યો.
Page #274
--------------------------------------------------------------------------
________________
કેટલાંક પરિવાર પ્રકાશન લે મિરાવુ” ઉફે દરિદ્રનારાયણ
૧૨.૦૦ -
સંપા. ગોપાળદાસ પટેલ [વિકટર હ્યુગે કૃત પ્રખ્યાત વિશ્વકથાનો સચિત્ર સંક્ષેપ.] લાફિંગ મૅન” યાને ઉમરાવશાહીનું પિત અને પ્રતિભા ૮.૦૦
સંપા. ગેપાળદાસ પટેલ [વિકટર હ્યુગેની વિખ્યાત કથાનો વિસ્તૃત સચિત્ર સંક્ષેપ.] કાંતિ કે ઉત્ક્રાંતિ
સંપા. ગોપાળદાસ પટેલ ૫.૦૦ [વિકટર હ્યુગો કૃત નવલકથા “નાઈન્ટી શ્રી ને વિસ્તૃત
સંક્ષેપ, સચિત્ર.] હંચબૅક ઓફ નેત્રદામ” યાને વિષયવાસનાનું તાંડવ (પ્રેસમાં)
સંપા. ગેપાળદાસ પટેલ [ વિકટર હ્યુગો કૃત વિખ્યાત નવલકથાને સચિત્ર સંક્ષેપ.] પ્રેમ-બલિદાન
સંપા, દેપાળદાસ પટેલ ૬.૦૦ [વિકટર હ્યુગે કૃત વિખ્યાત નવલકથા “ટોઈલ ઐફ
ધ સી ને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર] આશા અને ધીરજ
સંપા. ગોપાળદાસ પટેલ ૪.૫૦ [અલેકઝાન્ડર ડૂમા કૃત અદ્ભુત-રસ-પ્રધાન નવલકથાને
છાયાનુવાદ, સચિત્ર.] “કાઉન્ટ ઑફ મેન્ટેકિસ્ટો સંપા, ગેપાળદાસ પટેલ ૪.૦૦
[ઇતર વાચન માટે સરળ સંક્ષેપ, સચિત્ર.] શ્રી મસ્કેટિયર્સ'-૧ યાને પ્રેમશૌર્યના રહે!
સંપા. ગોપાળદાસ પટેલ ૮.૦૦ [અલેકઝાન્ડર ડૂમા કૃત વિખ્યાત નવલકથાને સચિત્ર, વિસ્તૃત સંક્ષેપ.] શ્રી મકેટિયર્સ'– ૨ યાને વીસ વર્ષ બાદ!
- સંપા. ગેપાળદાસ પટેલ ૮.૦૦ [મા કૃત “વેન્ટી ઇયસ આફ્ટર નો સચિત્ર સંક્ષેપ.]
Page #275
--------------------------------------------------------------------------
________________
શ્રી મસ્કેડિયસ – ૩ ચાને કામિની અને કાંચન સંપા ગાપાળદાસ પટેલ
'
[મા કૃત વાઇકાઉન્ટ દ પ્રાજોન’ના સચિત્ર સક્ષેપ...] શ્રી મસ્કેટિયસ – ’–૪ ચાને પ્રેમ-પંક
સ'પા॰ ગેાપાળદાસ પટેલ [માં કૃત ‘લુઈઝા દ લ વાલિચેર ને સચિત્ર સંક્ષેપ.] ‘થ્રી મસ્કેટિચસ’– પ યાને દુગા કિસીકા સગા નહિ! (પ્રેસમાં)
સ’પા॰ ગોપાળદાસ પટેલ
ડૂમા કૃત મૅન ઇન ધિ આચન માસ્ક'ના સંક્ષેપ ]
માતીની માયા
સ’પા॰ ગેાપાળદાસ પટેલ ૧.૫૦ નાખેલ-પ્રાઇઝ વિજેતા જૈન સ્ટાઇનએકની લખેલી લાકકથા · પ` ' ના સંક્ષિપ્ત અનુવાદ, સચિત્ર.] તપસ્યા અને નિગ્રહ
અનુ॰ ગેપાળદાસ પટેલ ૫.૦૦
વિખ્યાત ફ્રેન્ચ લેખક આનાતાલ ફ્રાંસની નવલકથા થાઈ'ને સ’ક્ષિપ્ત અનુવાદ.]
હૃદયપલટો
家
નિકાલસ નિકબી’ ચાને કરણી તેવી ભરણી
૧૦.૦૦
[ટોĂાચ કૃત નવલકથા ‘રિઝેકશન ’ને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર]
ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ' સપા॰ ગેપાળદાસ પટેલ (તૈયાર થાય છે, [દસ્તયેસ્કી કૃત વિખ્યાત નવલકથાને વિસ્તૃત સંક્ષેપ ] આંધળાઓના દેશમાં સંપા॰ ગેાપાળદાસ પટેલ (પ્રેસમાં)
[એચ. જી. વેલ્સ કૃત રસિક લગ્નુકથાને અનુવાદ. ] ડોન વિકસા સપા- ગોપાળદાસ પટેલ ૮.૦૦ [સૉંત કૃત પ્રેમ-શૌય ની એક અનેખી ન-કથા, લિવર ટ્વિસ્ટ’ ચાને એક અનાથ બાળકની કહાણી પ.પ૦
અનુ॰ ગેાપાળદાસ પટેલ [ડિકન્સ કૃત જાણીતી નવલકથાના સચિત્ર છાચાનુવાદ.]
૧૦.૦૦
સંપા॰ ગાપાળદાસ પટેલ (પ્રેસમાં
સંપા॰ ગેાપાળદાસ પટેલ
[ડિકન્સ કૃત નવલકથાને વિસ્તૃત 'ક્ષેપ, સચિત્ર.]
૧૦,૦૦
Page #276
--------------------------------------------------------------------------
________________
પિકવિક ક્લબ યાને ‘સૌ સારુ, જેનું છેવટ સારું” (પ્રેસમાં)
અનુ॰ ગેાપાળદાસ પટેલ
[ડિકન્સ કૃત વિખ્યાત નવલકથાને સંક્ષેપ, સચિત્ર.]
તવંગરનું સંતાન
વ્હાશ્મી ઍન્ડ સન' ચાને
સપા॰ ગેાપાળદાસ પટેલ
[ડિકન્સ કૃત નવલકથાને વિસ્તૃત સક્ષેપ, સચિત્ર.]
વેર અને ક્રાંતિ
અનુ॰ બિપિનચંદ્ર ઝવેરી ૩.૦૦ [ચાર્લ્સ ડિકન્સ કૃત વિખ્યાત નવલકથા ‘એ ટેલ ઔક ટૂ સિટીઝ' ને સરળ સચિત્ર સક્ષેપ.
૧૨:૦૦
સરસ્વતીચંદ્ર
[ સાક્ષરશ્રી ગે વનરામ માધવરામ ત્રિપાઠી કૃત પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાને સરળ, વિસ્તૃત સચિત્ર સંક્ષેપ.] કુટુબ-પરિવાર
અનુ॰ મુખહેન પુ॰ છે॰ પટેલ ૧૧.૦૦ [ગુરુદત્ત કૃત હિંદી નવલકથા ‘શુના’ને સચિત્ર અનુવાદ.]
સંપા॰ કમુબહેન પુરુ ॰ પટેલ ૧૦૦૦૦.
પ્રેમનાથ
અનુ કમુબહેન પુ॰ છે॰ પટેલ (પ્રેસમાં) [ગુરુદત્ત કૃત હિંદી નવલકથા ‘ના 'ને અનુવાદ. ] વિચારમાળા સ'પા॰ મુબહેન પુ॰ છે॰ પટેલ [‘સત્યાગ્રહ ’ની સુંદર વિચારકલિકાઓને સંગ્રહ] ચિંતનમણિમાળા સપા॰ કમુબહેન પુ॰ છે॰ પટેલ ૧૦૦ [‘નવજીવન’નાં વિચાર-પુષ્પાની ફૂલગૂથણી, સચિત્ર.]
અમર-વેલ
સપા॰ કમુબહેન પુ॰ છે!॰ પટેલ ર.૦૦ [દેશ દેશનાં ડાહ્યાં સ્ત્રી-પુરુષાનાં વિચાર-મૌક્તિકા,] આત્મશેાધનમાળા સપા કમુબહેન પુ॰ છે. પટેલ ૨૦૦૦ [આત્મસ'શેાધનને લક્ષમાં રાખીને ચૂંટેલાં સુભાષિતે ] વિચાર-મણિ-માળા સપા કમુબહેન પુ॰ છે॰ પટેલ (પ્રેસમાં) [‘ સત્યાગ્રહ ’ની પ્રેરક વિચારકલિકાઓને આગળનેા સંગ્રહ.] સપા॰ વિજયશંકર મ॰ ભટ્ટે [સંપાદકે વાંચેલાં અનેક પુસ્તકાના સારરૂપ મૂળ કરા.] મારી જીવનદૃષ્ટિ સંપા॰ વિજયશ કર મં॰ ભટ્ટે [કેટલાક વિશ્વવિખ્યાત વિજ્ઞાન, વિજ્ઞાનીએ તથા સ શાષકાની પ્રેરક જીવનદૃષ્ટિ આલેખતું પુસ્તક, સુંદર ફાટાએ સહિત. ]
મનતિકા
૦.૭૫
૩.૦૨.
૨.૦૦
Page #277
--------------------------------------------------------------------------
________________
સત્યાગ્રહી બાપુ
સ'પા॰ રમેશ ડા॰ દેસાઈ [ગાંધીજીના સત્યાગ્રહના પ્રસંગાની રસિક વાર્તાઓ, સચિત્ર. સરદારશ્રીને વિનાદ સંપા॰ મુકુલભાઈ કલાર્થી; તથા
કલ્યાણજી વિ॰ મહેતા સહિત. ]
[ખારડોલીની લડતના ૬૫ પ્રસંગે
ભારત પર ચડાઈ
મગનભાઈ દેસાઈ ૦.૭
[ચીની આક્રમણને ખ્યાલ આપતી પુસ્તિકા, નકશા સાથે.] મગનભાઈ દેસાઈ ૫.૦
ગીતાનું પ્રસ્થાન
['મહાભારતના યુદ્ધના મડાણુ પહેલાંની રસિક કથા. ] મગનભાઈ દેસાઈ ૨.૦
ગીતાના પ્રખધ
[અષ્ટાદશાધ્યાચિની ગીતાના વિષચની ગેાઠવણી અને રજૂઆત કેવી રીતે થઈ છે તેનું સળંગ નિરૂપણુ, ] બુદ્ધિયોગ
[ શ્રીકૃષ્ણાર્જુન-સંવાદ નામે બહાર પડનાર ગીતાના વિવરણના પ્રથમ બે અધ્યાયઃ સાંખ્ય-બુદ્ધિને આત્મોગ]
瞳
૩૦ મી જાનેવારી
મગનભાઈ દેસાઈ ૧૯
[ રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિઃ અગિયાર ફોટા ચિત્રા સહિત. ] નવી યુનિવર્સિટીએ મગનભાઈ દેસાઈ ૧૨
[યુનિના શિક્ષણ-વહીવટ અંગે માહિતી આપતી પુસ્તિકા; ગાંધીજીના ઉચ્ચ શિક્ષણને લગતા લેખા સહિત.]
ગાંધીજીના જીવનમા
મગનભાઈ દેસાઈ (પ્રેસમાં)
મગનભાઈ દેસાઈ ૬.૦ [ગાંધીજીએ જીવન-સાધનામાં આવશ્યક માનેલાં વ્રતસાધનાની ઝીણવટભરી પ્રમાણભૂત રજૂઆત. ]
જિજ્ઞાસુના પ્રશ્નો (ગાંધીજીને ) સપા॰ મગનભાઈ દેસાઈ ૦.૭૦ [ કમ યાગ કે જ્ઞાન-સન્યાસયોગ અંગે ગાંધીજીને પૂછેલા મોં, તેમના જવાબ સાથે.]
કળા એટલે શું ?
મગનભાઈ દેસાઈ ૬.૫
[ટોલ્સ્ટોય કૃત આષ ગ્રંથ ‘વૌટ ઇઝ આર્ટ ?’ને અનુવાદ] કળા વિષે ટોસ્ટાય અને ગાંધીજી મગનભાઈ દેસાઈ ૧.૦૯
[ કળા વિષેના ટૉલ્સ્ટૉયના મૌલિક વિચારોના વિવરણ સાથે ગાંધીજીના કળા વિષેના વિચારોના ઉતારા.
Page #278
--------------------------------------------------------------------------
________________
જ ન!
મગનભાઈ દેસાઈ ૯-૧૦ અંગ્રેજીના પ્રશ્ન અંગે સમજ આપતી પુસ્તિકા.] ડલ ફલ: “ અદકેરૂ અંગ” મગનભાઈ દેસાઈ ૧.૦૦ [ અંગ્રેજી રાજ્ય હેઠળ પ્રાથમિક કેળવણીમાં અંગ્રેજોએ શા
હેતુથી “મિડલ સ્કૂલની ફાચર મારી હતી, તેની ચર્ચા.] બારાક અને સ્વાશ્ય
ઝવેરભાઈ પટેલ ૦.૦૦ [ આરોગ્ય અને ખોરાક અંગે સમજ આપતી પુસ્તિકા.] નીલગંગાનાં નીર
પુરુત્તમ ભેજાણી ૫.૦૦ [ યુગાન્ડા જઈ વસેલા ગુજરાતી ભાવુક હૃદયમાં ફુરેલાં
કાવ્ય સંગ્રહ, સચિત્ર.] સત ક્રાન્સિસનું જીવનગાન અનુ. ધનજીભાઈ ફકીરભાઈ (પ્રેસમાં)
[ સંત ક્રાન્સિસના જીવન અને કાર્ય અંગે સમજ આપતું પુસ્તક.]
ચિત્રકથામાળા મિરાવુ, કાઉન્ટ ઑફ મેન્ટેક્રિસ્ટ,
શ્રી મસ્કેટિયર્સ-૧, ઑલિવર વિસ્ટ એ નવલકથાઓને ચિત્રમાળા રૂપે રજૂ કરતી અનોખી કથામાળા
(તૈયાર થાય છે) પા, કમુબહેન પુત્ર છે. પટેલ : ચિત્રકારઃ રજની વ્યાસ ]
Page #279
--------------------------------------------------------------------------
________________
Page #280
--------------------------------------------------------------------------
________________
વિક્ટર હ્યુગે
વિશ્વસાહિત્યમાં ફ્રાંસનું નામ રોશન કરનાર હ્યુગાનો જન્મ ઓગણીસમી સદીના પ્રારંભે ઈ. સ. ૧૮૦૨ માં થયા હતા. તે વખતે નેપેાલિયન ખાનાપા ની સરદારી નીચે, ક્રાંસને વિજયડ'કા, યુરોપ અને આફ્રિકામાં વાગતા હતા.
તેના પિતા, ક્રાંસની તે વખતની અજેય ગણાતી સેનામાં મેાટા અક્સર હતા. નેપેાલિયનના પતન સાથે પિતા અટકાચતમાં ગયા, અને ૧૮૨૧ માં માતાનું મૃત્યુ થયું. આથી હ્યુગે એકદમ નિધન સ્થિતિમાં મુકાઈ ગયા. આ સમયે મહિનાઓ સુધી ખ`ત અને આત્મશ્રદ્ધાથી તેણે લેખનપ્રવૃત્તિ કરી.
૧૮૨૭ના અરસામાં સાહિત્યક્ષેત્રે ક્રાંતિકારી વિચારે ધરાવનાર સાહિત્યકારોની કલબ સ્થપાઈ તેને હ્યુગે નેતા બન્યા. તેણે ધેાષણા કરી કે, કલાને જરીપુરાણી પ્રણાલિકામાં સ્થગિત અને જડ ન થઈ જવા દેતાં, તેને વિકાસલક્ષી અને ગત ત રાખવી ોઇએ. કળાનું લક્ષ્ય સૌંદ` નહિ પણ જીવન હેાય.
તેની લાકપ્રિયતા અપ્રતિમ હતી. તેના એસીમા જન્મદિવસે લાખો નાગરિકાએ તેને હ નાદાથી વધાવી લીધે. ગાએ મુખ્યત્વે કાવ્ય, નાટક અને નવલકથાઓ લખી છે. ક્રાંસને તે શ્રેષ્ઠ કવિ છે. અને નાટયકાર પણ છે. તેનું મૃત્યુ ઈ. સ. ૧૮૮૫માં થયું.
Page #281
--------------------------------------------------------------------------
________________
Page #282
--------------------------------------------------------------------------
________________ વેક્ટર હૃગો ફેવ ‘ટૉઇલર્સઑફ સી’ પ્રેમ ભાઠાવીમાં શાઈજા ...... જાલી મૉનો દુમ01 /અને બાળ કૉ નૉ આક/ સંપાદકઃ ગોપાળદાસ પટેલ A) wwjannelibrary.org