SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ એક શબ્દ : છઠ્ઠીનો લેખ ઈગ્લેન્ડ અને ફ્રાંસના કિનારાઓને છૂટા પાડનારી ચૅનલમાં ગ્યર્નસી – જર્સી વગેરે ચૅનલ-ટાપુઓ આવેલા છે. તે મૂળે ફ્રાંસની જ ભૂમિમાંથી આટલાંટિક મહાસાગરે મોજાંની થાપટો મારી મારીને છૂટા પાડી દીધેલા ટુકડા છે.* તેમાંનો ગ્યર્નસી ટાપુ, એ આપણી નવલકથાનું સ્થળ છે. વિશેષ તેનો સેંટ ઍપ્સન કસબો. અને કાળ ઈ. સ. ૧૮૨-. નાતાલનો દિવસ હતો, અને એ વરસે શિયાળો ધુમ્મસવાળો હોઈ, બરફ વરસતો હતો. બંને બાબતો ચૅનલ-ટાપુઓ માટે અસાધારણ ગણાય. અને એ અસાધારણ દિવસે જ બરફ-છાઈ ભૂમિ ઉપર એક યુવતીએ મજાક ખાતર એક યુવાનનું નામ આંગળીથી લખ્યું અને આ નવલકથાનું મંડાણ થયું. મધરાતથી છેક સવાર સુધી બરફ વરસ્યા કર્યો હતો. અને સેંટ Kસન કસબાના સેંટ પિટર્સ બંદરથી માંડીને કિનારે કિનારે ચકરાવો લેતો આખો રસ્તો વરસેલા બરફથી ધોળો થઈ ગયો હતો. * જસ ટાપુ ઈ. સ. ૭૦૯માં છૂટો પડેલે ગણાય છે. ચૅનલ ટાપુઓમાં સર્ક ટાપુ ઔરીની કરતાં કદમાં અધે છે; ઓરીની ગ્રસીના ચોથા ભાગ જેટલું છે; મ્યુનસી ટાપુ જ સીના બે-તૃતીયાંશ જેટલા છે; અને જસી ટાપુ લંડન શહેરના કદનો છે. જસીની વસ્તી ૫૬,૦૦૦; ગ્યન સીની ૩૦.૦૦૦; ઓરીનીની ૪૫૦૦; અને સર્જન ૬૦૦, વાર્તાકાળે લેખક જણાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy