SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ હું તેને પરણીશ !' ૧૩૧ “વાહ, મેસ લેથિયરી, મોતની સજા તે પરમાત્માએ માન્ય રાખેલી છે. ધર્મપુસ્તકમાં લખેલું છે કે, “આંખ સામે આંખ, અને દાંત સાટે દાંત.” પણ આ વખતે રેવ૦ એબેનેઝર બોલી ઊઠ્યા, “આ માણસ જે કંઈ કહે છે, તે પોતાના અંતરાત્માના અવાજ અનુસાર કહે છે.” પણ ૉકટર હેરોદે તરત જ પોતાના ખીસામાંથી બાઇબલનો નાનો ગુટક કાઢયો અને કહ્યું, “જયારે આપણું પામર મન કશી વાતનો નિર્ણય ન કરી શકતું હોય, ત્યારે મનુષ્યમાત્રના આ અંતરાત્માને પૂછવું જોઈએ.” મેસ લેથિયરી અચાનક પોતાનો મુદ્દો ટેબલ ઉપર ઠોકીને બોલી ઊડ્યો, “હતુ તારીની! મારી જ ભૂલ હતી!” શી બાબતમાં?” “મેં દુરાંદેને શુક્રવારે પાછા ફરવાનું રાખ્યું, એ બાબતમાં.” ડૉકટર હેરોદે જણાવ્યું, “આવા વહેમ ન રાખવા ઘટે; શુક્રવાર પણ બીજા વાર જેવો વાર છે. કેટલી બધી સારી સારી લૌકિક ઘટનાઓ શુક્રવારે જ બની છે: “મે-ફલાવર” જહાજ* અમેરિકા શુક્રવારે જ પહોચ્યું હતું. વૉશિંગ્ટન તા. ૨૨-૨-૧૭૩૨ના રોજ શુક્રવારે જ જમ્યો હતો. ક્રિસ્ટોફર કોલંબસે અમેરિકા ખંડ તા. ૧૨-૧૦-૧૮૯૨ ના રોજ શુક્રવારે જ શોધી કાઢયો હતો.” ' પરંતુ મેસ લેથિયરીને હવે લગભગ બેધ્યાનપણે જ બેસી રહેલો જોઈ, બંને ધર્માચાર્યો વિદાય થવા માટે ઊઠ્યા. ગ્રેસ અને દુએ આદરપૂર્વક તેમને માટે બારણું ખોલ્યું. 0 હેરોદે રેવડ એબેનેઝર કોડ્રેને કાનમાં ધીમેથી કહ્યું, “ તેણે આપણને વંદન પણ ન કર્યા. એ શૂનમૂન થઈ ગયો છે. કદાચ ચિત્તભ્રમ પણ થયો હોય.” હવે તેમણે થોડો વિચાર કરી, પોતાનું બાઇબલ પોતાના લાંબા કરેલા હાથમાં ધરી રાખ્યું. જાણે પંખી ઊડી ન જાય તે માટે પકડી રાખે તેમ. એ જોઈ હાજર રહેલાં સૌમાં એક પ્રકારની ઇંતેજારી વ્યાપી ગઈ. થી પિત્રીમ્સ ફર્સને ૧૯૨૦ માં અમેરિકા લઈ ગયેલું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy