SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમાલિકાન ડૉકટર હૅરાદ ગંભીર અવાજે બાલ્યા “ મેસ લેથિયરી, અમે તમને શાંતિ, સલાહ અને આશ્વાસન આપવા આવ્યા હતા. એટલે તમારા મનનું કાંઈ પણ સમાધાન કર્યા વિના ચાલ્યા જઈએ એ ઠીક ન કહેવાય. એટલે જુઓ, આ બાઇબલ હું તમારે નિમિત્તે ઉઘાડું છું; એ રીતે ઉઘાડતાં અને તે પાન ઉપર આંગળી મૂકતાં જે વાય નીકળે, તે ઈશ્વરનો તમારા માટેના આદેશ ગણજો. તે આદેશ પછી આપણે સ્વીકારી લેવા જોઈએ, અને તે અનુસાર શ્રદ્ધાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક વર્તવું જોઈએ. આપણને શાની જરૂર છે, તે ઈશ્વર જ જાણી શકે. મેસ લેથિયરી, તમે અત્યારે મુશ્કેલીમાં આવી પડી, ખૂબ મૂંઝાઈ ગયા દેશ આ ધર્મપુસ્તક તમારું આશ્વાસન બની રહેશે; તમે બીમાર બની ગયા છે. – આ ધર્મપુસ્તક તમારે માટે આરોગ્યની ચાવીરૂપ નીવડશે. ૧૩૨ ― << આમ કહી તેમણે તરત એ ગ્રંથનાં ગમે તે બે પાનાં વચ્ચે પેાતાના નખ ખાસી તેને ઉઘાડયું તથા એમ ઊઘડેલા પાન ઉપર ફાવે ત્યાં પેાતાની આંગળી મૂકી દીધી. પછી તે આંગળી નીચેનું વાકય આ પ્રમાણે વાંચી બતાવ્યું - “ આઇઝેક પેલા કૂવાને રસ્તે ચાલ્યો. રેબેકાએ આઇઝેકને જોઈને કહ્યું : આ કોણ ખેતરમાં થઈને આપણને મળવા આવે છે ? 66 અને આઇઝેક તેને પાતાના તંબૂમાં લઈ આવ્યા અને રૅબેક તેની પત્ની બની.” એબેનેઝર અને દેશેતે તરત જ એકબીજા સામું જોયું. Jain Education International "" For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy