SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-બલિદાન “મેસ લેથિયરી, રાજાઓ પરમાત્માએ જ ઊભા કર્યા છે: ધર્મપુસ્તકમાં ફરમાન છે કે, ‘સીઝરની વસ્તુઓ સીઝરને આપ.' અને ઝાર એ સીઝર જ કહેવાય.” ૧૩૦ “એ સીઝર કોણ છે? હું તેને ઓળખતા નથી.” -- રૈવ૦ જંકેકંમન હેરોદે શેફિલ્ડના શસ્ત્રસરંજામના કારખાનાના વાત પડતી મૂકીને બીજી ઉપાડી ‘તમને રાજા ન ગમતા હોય, તો પ્રજાશાહી વાળા દેશ અમેરિકા છે. ત્યાં કરેલું મૂડીરોકાણ ઇંગ્લેંગ્લેંડ કરતાંય વધુ વળતર લાવી આપે છે. ટૅકસાસનાં પ્લૉન્ટેશનોના વિકાસ માટેની એક ગંજાવર કંપનીના શેર ખરીદવા જેવા છે. તે કંપની વીસ હજાર નિગ્રા મજૂરોથી કામ ઉપાડવાની છે.” ,, “ગુલામેાની ગુલામી મને મંજૂર નથી. ” લેથિયરીએ જવાબ આપ્યો. << વાહ, ગુલામી એ તે પવિત્ર સંસ્થા છે – તદ્દન શાસ્રમાન્ય. જુઓને ધર્મપુસ્તકમાં લખ્યું છે કે, ‘માલિક જો ગુલામને મારે, તે તેને સજા નહિ કરવામાં આવે; કારણ કે, ગુલામ એ તેની મૂડી છે.”” ડૉકટર હેરોદે પણ મનમાં માની લીધું કે, રશિયન કે અમેરિકન કોઈ ધંધામાં મુડીરોકાણ કરી શકાય તેટલી મૂડી જ કદાચ મેસ લેથિયરી પાસે રહી નહિ હોય. એટલે તેમણે સરકારી નોકરીમાં જોડાઈ જવાની ભલામણ તેને કરી. જર્સીના ડેપ્યુટી-વાઈકાઉંટની જગા ખાલી હતી, અને રેવ૦ હેરોદ પેાતાની લાગવગથી (અને અલબત્ત, મેસ લેથિયરીની પેાતાની ખ્યાતિથી ) એ જગા સહેલાઈથી મેળવી આપી શકે, એમ હતા. તેમણે ઉમેર્યું, “વાઇકાઉંટને હો કે બહુ સારો કહેવાય: તેને સુપ્રીમ કોર્ટની બેઠક વખતે રાજાજીના પ્રતિનિધિ તરીકે હાજર રહેવાને હક હોય; એટલું જ નહિ, સેશન્સ-હાઉસની ચર્ચા વખતે અને ન્યાયે ફરમાવેલી સજાઓની અમલ-બજાવણી વખતે પણ હાજર રહેવાના અધિકાર હાય છે.” લેથિયરીએ ડૉકટર હૅરોદ તરફ નજર સ્થિર કરીને ટૂંકમાં જણાવ્યું, 66 “મને ફાંસીની સજા મંજૂર નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy