SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જિલિયાત બીજી એક બાઈએ, પોતાના ખેતરની આસપાસની કેટલીક ચકલીએને શુદ્ધ ભાષામાં “જિલિયાત!” “જિલિયાત!' બોલતી સાંભળી હતી. અને જિલિયાતનો સ્વભાવ પણ ભૂતના ભાઈ જેવો કયાં ન હતો? એક દિવસ એક માણસ પોતાના ગધેડાને મારતે હતો. ગધેડો અડિયલ બન્યો હતો. પેલાએ ગધેડાને પેટમાં એવી લાતે લગાવી કે ગધેડો ગબડી પડયો. જિવિયાત તરત પાસે દોડી ગયો અને એ ગધેડાને ઉઠાડવા લાગ્યો. પણ ગધેડો મરી ગયો હતે. જિલિયાતે તરત પેલા માલિકને બિચારાને ચાર-પાંચ લાફા ઠોકી દીધા! ભૂતનો સાગરીત જ એક ગધેડા ખાતર માણસને લાફા મારે! બીજા એક દિવસે એક છોકરો ઝાડ ઉપર માળામાંથી કેટલાંક નાનાં બચ્ચાં ઉતારી લાવ્યો. ાિલિયાને તરત એ બચ્ચાં તેના હાથમાંથી ઝૂંટવી લીધાં અને ઝાડ ઉપર ચડી માળામાં પાછાં મૂકી દીધાં. છોકરાએ રડતાં રડતાં પાસે થઈને જનારાઓને ફરિયાદ કરી. પેલાઓએ જિલિયાતને પૂછ્યું તે તેણે બોલ્યા વગર ઝાડ ઉપર ઘમી રહેલાં અને ચીસ પાડતાં પંખીઓ તરફ આંગળી કરી. હવે પંખીઓ ઉપર દયા લાવી, નાના છોકરાને દૂભવે, એ ભૂતના સગા ભાઈનું જ લક્ષણ નહીં તો બીજું શું? ગ્યર્નસીનાં છોકરાંને ખડકની કરાડો ઉપરની બખેલોના માળાઓમાંથી રંગબેરંગી ઈંડાં કાઢી લાવવાનું બહુ ગમતું. પછી તે ઈંડાંના હારડા બનાવી તેઓ ઘરમાં શોભા માટે લટકાવતાં. એ સીધા ખડકો ઉપર ચડવા જતાં કેટલાંય છોકરાં લપસી પડતાં અને હાથ-પગ ભાગતાં. કોઈ કઈ તે વધુ પછડાયાં હોય તો મરી પણ જતાં. જિલિયાત એ હેપીલો કે, તે જાનને જાખમે એવા ખડકોની ટોચે ચડી, કપડાંના – ટોપાના જુદા જુદા ચાડિયા લટકાવી આવતે, જેથી પંખીઓ ત્યાં માળા ન બાંધે. છોકરાઓની મજા મારી નાખવાનું આવા ભૂતના ભાઈને જ સૂઝે! ગામઠી લોકોમાં એવો વહેમ હોય છે કે જે સ્ત્રીને એક પછી એક ક્રમમાં સાતે બાળક છોકરા જ જન્મવચ્ચે એક પણ છોકરી આવ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy