SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-અવિદ્વાન પડોશનું એક નધણિયાનું રખડતું કરૂં માથામાં અને શરીરે જૂઓ પડવાથી રિબાતું હતું. જિલિયાત જાતે સેંટ પિટર્સ બંદરે જઈને એક મલમ લઈ આવ્યા એને તે છેાકરાને ચોપડી, તેના રોગ તેણે નાબૂદ કર્યા. જરૂર તેણે પાતે જ પ્રયોગ કરવા મૂઠ મારીને એ રોગ તેની ઉપર નાખ્યા હોવા જોઈએ ! ૧૨ જિલિયાત ઘણી વાર પડોશના નાખતા માલૂમ પડતો. એક દિવસ બાઈ પાતાના કૂવાનું પાણી પ્યાલા ભરીને તેની પાસે લાવી. તે પાણી રગડા જેવું જાડું થઈ ગયું હતું. તે બાઈએ ડરતાં ડરતાં તેને કહ્યુ, ‘મારો કૂવા ચાખ્ખો કરી આપ ભાઈ!' કૂવામાં નીચે નમી નજર સેંટ પિટર્સ બંદર નજીકની એક 6 જિલિયાતે તેને થાડા પ્રશ્નો પૂછયા : એ કૂવા નજીક તબેલા છે? એ તબેલાની ગટર કૂવા નજીક થઈને પસાર થાય છે ?' પેલી બાઈએ નવાઈ પામી જવાબ આપ્યા : ‘ હા! ’ જિલિયાતે જાતે જઈ, એ કૂવા પાસેની ગટર જુદી દિશામાં વાળી આપી, અને તે કૂવાનું પાણી ચોખ્ખું થઈ ગયું. શાથી ? જિલિયાતે પોતે જ મેલી નજર નાખીને એ પાણી પહેલાં બગાડયું હોવું જોઈએ, અને પછી પકડાઈ ગયે! એટલે જાતે પાછું ચેાખ્ખું કરી આપ્યું વળી ! એક વખત તે જર્સી ટાપુ તરફ ગયા હતા, ત્યારે તે એક વીશીમાં ઊતર્યો હતો. એ વીશીના નામના એક શબ્દના અર્થ બીજી દુનિયાનાં સત્ત્વા ’ થતા હતા. એ નામવાળી વીશી પસંદ કરવી, એ જરૂર શંકા પડતી વાત ! ગામઠી લોકો આ બધી હકીકતો ભેગી કરી, તેમને વાટીઘૂંટી, તેમાંથી સત્યના એક જ અર્ક નિચેાવી કાઢતાં: જિલિયાત જરૂર ભૂતપિશાચોને સાગરીત છે. એક ખેડૂતે સાહેદી પૂરી કે, પોતે પોતાના ખેતરમાં હતા, એવામાં તેણે જિલિયાતને સીટી વગાડતાં વગાડતાં જતા જોયા; – તરત એક કાગડો આકાશમાંથી ઊતરીને નીચે આવ્યા ! - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy