SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ જ પ્રેમબલિદાન વિના, તે તે સાતમો છોકરો વિશિષ્ટ ગુણધર્મવાળો હોય. તેના શરીર ઉપર ક્યાંય ને કયાંય ફ્રાંસની રાજમુદ્રા જેવું લાબું હોય જ અને તે લાખા ઉપર ચુંબન કરનાર ક્ષયરોગીને રોગ તરત મટી જાય. તેવાની ફૂંકથી પણ કેટલાય રોગ મટી જાય. હવે વાત એમ બની કે, જિલિયાત એક વખત દરિયામાં નાહવા પડેલ, ત્યારે પાસે નાહનારા કેટલાક જણને દૂરથી દેખાયું કે, તેના શરીર ઉપર પણ જાણે પેલું લાબું હતું. જિલિયાતને એ બાબત વિશે જ્યારે લોકોએ પૂછપરછ કરી, ત્યારે તે માત્ર હસી પડયો, પણ તેણે કશો સીધો જવાબ આપ્યો નહિ. ઊલટું ત્યારથી માંડીને તેણે તેવી જાહેર જગાએ નાહવાનું જ છોડી દીધું. દૂરનાં જોખમ ભરેલાં સ્થળોએ અને તે પણ ચાંદની રાતે જ તે નાહી લેતા. હવે જિલિયાત પ્રત્યે લોકોને અણગમો જેમ જેમ વધતે ગયે, તેમ તેમ તેની સલાહ લેનારા કે તેની મદદ માગનારા પણ વધવા લાગ્યા. ખેડૂત લોકો ડરતા ડરતા તેની પાસે પોતાના રોગોનો ઉપાય કરાવવા આવતા. લોકો જેમ જેમ અમુક માણસની મેલી શક્તિથી ડ્રરતા જાય, તેમ તેમ તે શક્તિઓનો ઉપયોગ કરવા પણ ઇચ્છતા જાય! કોઈ વૈદ્ય-દાક્તર મેલી વિદ્યા જાણે છે એવી બીક લોકોમાં ફેલાતી જાય છે, તેમ તેમ દરદીઓને તેની વિશેષ શક્તિમાં વિશ્વાસ પણ વધતું જાય છે! જિલિયાતને પોતાની મરી ગયેલી ડોસી પાસેથી અમુક રોગોના દેશી નુસખા વારસામાં મળ્યા હતા. પોતાને ત્યાં તેમાંની થોડીક દવાઓ તે તૈયાર રાખતો અને જે લેવા આવે તેને મફત આપતે. પરંતુ ક્ષયરોગીઓ તેના લાખાને અડવાની માગણી કરે, ત્યારે તે ઘસીને ના પાડયા કરતો. એથી લોકોમાં તે અપ્રિય જ બનતો ગયો. પોતાની પાસેની અનોખી શક્તિથી લોકોનું ભલું થતું હોય, છતાં તે વાતની ના પાડવી, એ માનવજી ભૂતના સાગરીતનું જ લક્ષણ વળી ! અલબત્ત, એ બધા લોકોમાં એક કે બે માણસો અપવાદરૂપ હતા. સેંટ પિટર્સ બંદરને જન્મ-મરણ-લગ્નને રજિસ્ટ્રાર યુ લેન્ડો તેમને એક હતા. તે પોતાની જાતને બ્રિટાનીના ખજાનચી પિટર લૅન્ડોને વંશજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy