SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Is પ્રેમ-બલિદાન ખુલ્લા દરિયામાં જહાજ પહોંચે એટલે કપ્તાન પોતાની જગાએથી થોડો ખસી શકે. તે મુજબ કલુબિન પણ પોતાની કૅબિનમાં ગયો. ત્યાં તેણે અંદરથી બારણું બંધ કરી, એક બૅગ તૈયાર કરવા માંડી : કપડાં, બિકીટ, અથાણાં, કોકો, કૉમિટર અને દરિયાઈ દૂરબીન. પછી બેંગને તેણે તાળું મારી દીધું, અને હેડલોની વચ્ચે થઈ આખી બેંગને દોરડું બાંધી લીધું, જેથી જરૂર પડે તો ઊંચે ચડાવવા આંકડો ભરવી શકાય. પછી તે ભંડકિયામાં ગયો અને ત્યાંથી એક છેડે હૂકવાળું, અને વચ્ચે વચ્ચે પગ ટેકવાય એવી ગાંઠોવાળું દોરડું લઈ આવ્યો. આ દોરડ દરિયા ઉપર જહાજમાં તરાડો પૂરવા જનારા વાપરે છે – અને જમીન ઉપર ચોર લોકો મકાનની ટોચે ચડવા. ગર્નસી આવ્યા બાદ કલુબિન પોતાને વતન ઑર્ગેવાલ ઊપડી ગયો. ત્યાં તેણે છત્રીસ કલાક ગાળ્યા. સાથે તે પેલી બૅગ તથા ગાંઠાળું દોરડું લઈ ગયો હતો, પણ પાછો આવ્યો ત્યારે તે બંને ચીજો તેની સાથે ન હતી. હંમેશાં ખુલા વેપાર સાથે દાણચોરીનો વેપાર ચાલતું જ રહે છે. કેટલાંય જહાજો તો એ કામ જ કરતાં હોય છે. દરિયાકિનારે નિર્જન ખડકો વચ્ચે આવેલી ગુફાઓમાં કેટલાય માલ ભંડારેલ હોય છે, જેમને વિશ્વાસુ જાણકારો જાણતા હોય છે. ઇંગ્લેંડના તથા ફ્રાંસના કિનારાઓ વચ્ચે ખુલા વેપારની ઓથે અને જાણીતા નાણાવટીઓની મદદથી આ વેપાર ધમધોકાર ચાલ્યા કરે છે. બહારની દુનિયામાં વેપારી મહાજન તરીકે ઓળખાતા કેટલાયની સંપત્તિ આવી દાણચોરીને જ આભારી હોય છે. અલબત્ત, આ બધા અંગે ભારે ગુપ્તતા જાળવવી આવશ્યક હોય છે; તથા એના મુખ્ય સૂત્રધારો સીધા તો કશા વ્યવહારમાં ઊતરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy