SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ રવાહવર ૭૩ જ નથી. તેમના એન્ટંટો-સાગરીત -‘માણસા ’ મારફતે જ એ બધું ચાલતું હાય છે. છતાં, એ બધામાં એક પ્રકારની ધંધાકીય વફાદારી બરાબર ઊભી થયેલી હોય છે. તો જ એ ધંધા લાંબા વખત ચાલી શકે! તેઓ એકબીજાની ગુપ્ત વાત પ્રાણાંતે પણ બહાર પાડી દેતા નથી. સામાન્ય દાણચારને રાજસત્તા પેાતાનાં રિબામણનાં ગમે તે સાધનાથી રિબાવે, પણ તેની પાસેથી દાણચારીના સ્થળ કે માણસ કશાની માહિતી ન મળી શકે પ્લેઇનમૉન્ટ આવ-જા કરનારા બે સૌથી વધુ જાણીતા દાણચારોનાં નામ હતાં બ્લાસ્કા અને બ્લાસ્કિતા. એમની સાથે વાત કરવી અમુક રીતે જ શકય હતી. અમુક વિશ્વાસુ જાણકારો જ એ બધું જાણતા હોય. તેમના સંપર્ક સાધી, તેની ભલામણથી જ તમે અંધારી રાતે પ્લેઇનમૉન્ટ જવા તૈયાર હો, તો એ બેમાંથી એકની મુલાકાત તમે લઈ શકો. એ પણ કયાં? આપણે એ વાત ઉપર જ આવીએ. ગ્યર્નસીના ત્રણ ખૂણામાંના ટૉર્ટે વાલ નજીકના ખૂણાનું નામ જ પ્લેઇનૉન્ટ. એક ખડક-માળા દરિયા સુધી ભૂશિરરૂપે લંબાયેલી છે. તેની દરિયા તરફ ઘાસથી ઢંકાયેલી છેલ્લી ટેકરી ઉપર ટોચે એક મકાન છે. તે મકાન એક મજલાવાળું છે અને ઘાસ વચ્ચે ઊભેલું છે. તે ખંડેર નથી. તેની ભીંતા જાડી મજબૂત છે, અને તેના છાપરામાંનું એકે નિળયું ફૂટેલું નથી. ભીંતામાં પણ કયાંય ગાબડું પડયું નથી. એ ઘરની પછીત દરિયા તરફ આવેલી છે. તેને બારીકાઈથી નિહાળીએ તે એક બારી ભીંતથી ભરી દીધેલી જણાય. છાપરા નીચેના ત્રિકોણિયામાં પણ ત્રણ બારીએ છે · એક પૂર્વ તરફ અને બે પશ્ચિમ તરફ. તે ત્રણેય ભીંતોથી ભરી લીધેલી છે. જમીન તરફ આવેલા આગલા ભાગમાં એક બારણું છે ને થાડી બારી છે. બારણું ભીંતથી ભરી લીધેલું છે, તથા ભાંયતળના ભાગમાં આવેલી બે બારી પણ, પરંતુ ઉપરના માળની બે બારી ઉઘાડી છે. ભીંત ભરેલી બારીએ કરતાંય એ ઉઘાડી બારીએ વધુ વિચિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy