SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ પ્રેમ-બલિદાન લાગે છે. કારણ કે દિવસે એ બારીઓ કાળીમૅશ જ દેખાય. તેમને ચોકઠાં કે કાચ કશું જ નથી – જાણે ડોળા કાઢી લીધેલાં આંખનાં ખામણાં! દરિયા ઉપર તે મકાન બહુ સારી જગાએ આવેલું કહેવાય; છતાં તે પડતર છે. શા માટે? પાસે ખેડાણલાયક જમીન પણ છે. છતાં શાથી કોઈ ખેડતું નથી? એ મકાનનું કોઈ માલિક પણ નથી અને બારણું પણ ભીંત ભરીને બંધ કરી દીધેલું છે. માણસમાત્ર ત્યાંથી ભાગે છે. શા માટે? એ ઘર ભૂતિયું ગણાય છે, અને એટલું કહીએ એટલે બધે જવાબ આવી ગયો. પણ ખરી વાત એ છે કે, આ મકાન દાણચોરોનો અડ્ડો હતો. અને તેઓએ પ્રયત્ન કરીને યોજનાર લોકોને એ ઘરની સરસા આવતાં પણ ડરતા કરી મૂક્યા હતા. કોઈ હિંમતવાળો માણસ શરૂઆતમાં પાસે આવવા ગયો હશે, અને જીવતો પાછો ગયો હશે, તોપણ આ લોકોએ ભૂતના વહેમમાં વૃદ્ધિ થાય એવી સાબિતી સાથે જ તેને જીવતે જવા દીધો હોય. અને તે જમાનાના વહેમી લોકો પછી એ ઘરનું નામ લેતાં પણ ડરે. એ ઘર વિશે કોઈ વાત પણ ન ઉપાડે અને ઉપાડે, તો પણ, એ ઘર વિશેના વહેમને વધુ દૃઢ કરી, એની વાત ન કરવાની સૂચના અને સલાહ આપવા જ! આમ, લોકેની ઉત્સુકતાથી અને તેમના અવરજવરથી પણ છંડાયેલું આ ઘર, જે લોકો તેનો ઉપયોગ કરવા માગે તેઓ માટે બહુ સહીસલામત બની ગયું હતું. દોરડાની નિસરણી સાથે હોય, અથવા પાસેના ખેતરમાં છુપાવી રાખેલી નિસરણીની વાત તમે જાણતા હો, તો તેના વડે તમે અંદર જઈ શકો, તથા પૂરતો ખોરાક તથા કપડાં લાવ્યા હો, તે ઠરાવેલી મુદત સુધી એ મકાનમાં સહીસલામત છૂપા રહી શકો. આ મકાનમાં અગ્નિખૂણા તરફ કિનારેથી એક માઈલ દૂર આવેલ હાઈને ખડક નજરે પડે. એ ખડક ભારે દગાબાજ અને ખૂની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy