SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમબલિદાન તેમાંના એક ખીસામાં ઘડિયાળ છે અને બીજામાં સિપ્રગથી ખૂલતી એક ડબ્બી છે. તે ડબ્બી એ ખીસામાંથી કાઢીને મને આપી દો.” “પણ એ તો તમે ચોરી જ કરો છો, એમ કહેવું જોઈએ.” “તો તમે કોસ્ટગાર્ડને બોલાવીને એ વાત જણાવી શકો છો.” “પણ મેસ કલુબિન, આપણે કંઈક સમાધાન ઉપર આવીએ તો કેમ? હું તમને અર્ધી રકમ આપી દેવા તૈયાર છું.” તે તમે મને શું ધારી લીધો? હું પ્રમાણિક માણસ છું. ઉપરાંત, તમે જેને “ચોરી' કહી, એને હું “મૂળ માલિક પાસેથી તમે ચોરેલી રકમ તેને પાછી આપવી’ એમ કહું. દશ વર્ષ અગાઉ તમે રાતોરાત ગ્યર્નસી છોડ્યું ત્યારે તમે મેસ લેથિયરીની કૅશ-બૉક્સમાંથી પચાસ હજાર ફ્રાંક તમારા તો લીધા જ, પરંતુ સાથે મેસ લેથિયરીની માલિકીના પચાસ હજાર પણ ઉઠાવ્યા. એ પચાસ હજારના ચક્રવૃદ્ધિ વ્યાજે દશ વર્ષમાં ૮૦ હજાર છસો છાસઠ ફ્રાંક અને છાસઠ સેન્ટાઇમ થાય. ગઈ કાલે તમે ચલણ બદલી આપનાર પાસે ગયા હતા. તેનું નામ હું જાણું છું અને તે સેન્ટ વિન્સેન્ટ સ્ટ્રીટમાં રહે છે. તેને તમે ૭૬ હજારની ફ્રેંચ બેંક-નોટો આપી અને તેણે તમને એક એક હજાર પાઉંડની એક એવી ત્રણ ઇંગ્લિશ બૅક-નોટો આપી, તથા ઉપર થોડું પરચૂરણ. એ બેંક-નોટો તમે તમારી આ સ્પ્રિંગ-બૉકસમાં મૂકેલી છે. તેમની કિંમત ૭૫ હજાર ફાંક થાય. મેસ લેથિયરી વતી હું એટલી રકમથી સંતોષ માનીશ, અને તમે ચોરેલી રકમ ચૂકતે થયેલી ગણીશ; હું કાલે જ ગ્યર્નસી જવા ઊપડવાનો છું; એ નોટો સાથે લઈ જઈને હું તેમને આપી દઈશ. રે, સામે ટેમોલિપસ જહાજ ઊભું છે. તમારી ટૂંકો તો તમે ચડાવી દેવરાવી છે. તમારે ફ્રાંસ છોડીને ચાલ્યા જવું છે. આ હોડી તમને લઈ જવા માટે જ આવે છે. તમને ફ્રાંસ છોડવા દેવું કે તમને અહીં રોકી રાખવા, એ મારા હાથમાં છે. માટે વધુ બોલ્યા વિના પેલી સ્પ્રિંગ-બોકસ કાઢીને મને સોંપી દો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy