SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ જેસાદ પાણી ઉપર કાળા રંગનું એક ધાબું બહાર આવ્યું. પેલાને ખાતરી થઈ કે, અંદર પડતી વખતે પેલાનું માથું પાણી નીચેના ખડક સાથે અફળાઈને ફાટી ગયું છે એનું આ લોહી છે. તે હવે નિરાંતે એક ગીત ગાવા લાગ્યો. પણ એટલામાં તેની પાછળથી એક ધીમો અવાજ આવ્યો, “રે તે છે કે? ગૂડન્ડે; તમે હમણાં જ એક માણસ મારી નાખ્યો : છસો ઓગસીસ નંબરનો સરકારી કોસ્ટ-ગાર્ડ. પોતાની પાછળ તે એક પત્ની અને પાંચ બાળકો મૂકી ગયો છે.” પેલાએ ચેકીને પાછળ વળીને જોયું તો સામે રિવોલ્વર હાથમાં પકડો, કલુબિન ઊભેલો. રેતે તરત તેને ઓળખી ગયો; તે બોલ્યો, “ગૂડન્ડે, સ્યુ કલુબિન.” “મને ઓળખી કાઢયો, શું?” તમે પણ મને ઓળખી જ કાઢયો ને! ઠીક, તો હવે હું તમારી શી સેવા બજાવી શકે વારુ?” એમ કહીં તે જરા આગળ વધ્યો. તરત જ કલુબિને રિવોલ્વરના ઘોડા ઉપર આંગળી સહેજ દબાવીને કહ્યું, “ત્યાં દૂર જ ઉભા રહેજો, રે; નહીં તો આ ઇ-નાળી રિવોલ્વર છે, અને એમાં ખાલી દારૂ ભર્યો હશે તો પણ એ ફૂટતાં વેંત જ આસપાસથી બીજા કોસ્ટગાર્ડે અહીં દોડી આવશે. અહીંથી જમણે હાથે ૬૧૮ નંબરનો કૉસ્ટ-ગાર્ડ ત્રણસોએક ડગલાં જ દૂર છે અને ડાબે હાથે આખું જકાતી થાણું છે. આ આખો ખડક તરત ઘેરાઈ જશે.” * “ તમારા હાથમાંના હથિયાર આગળ માણસ નાના બાળક જેવો નબળો બની રહે છે.” રે તે તમે જે ખૂન અત્યારે કર્યું છે, તે પેલા હોડીવાળાઓએ જોયું હોય, તો તેઓ પણ ઊલટા તમને પકડાવવામાં જ મદદ કરવા લાગે. કૅપ્ટન ઝયુએલા તમને પોતાના વહાણમાં પરદેશ લઈ જાય તે બદલ તમારે તેને દશ હજાર ક્રાંક આપવાના છે, તેમાંથી પાંચ હજાર તો તમે એડવાન્સ આપી દીધા છે. તમે પકડાઈ જશો, તો તમારા એ પાંચ હજાર કૂક નકામા જશે. એટલે તમે જે અમેરિકન બ્રિચિસ પહેયાં છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy