SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જવાબ એક જ છે – તે મહાશક્તિનું નામ “પ્રેમ” છે. સ્ત્રી-પુરુષ વચ્ચેને પ્રેમ! નવલકથાના પહેલા પ્રકરણમાં જિલિયાત અચાનક જ દેશે તે બરફમાં રમત ખાતર – ચીડવવા ખાતર લખેલું પિતાનું નામ વાંચે છે, અને પછી એના પ્રત્યે અજાણતાં ઊભા થયેલા પ્રેમના બળ વડે તે દુ ખડકો ઉપરથી દુરાંદેનું એન્જિન એકલે હાથે સમુદ્ર સામે લડીને, પવન, વીજળી વગેરે આકાશી સર સામે લડીને ઉતારી લાવે છે. તેનાં એ ખડકો ઉપરનાં પરિશ્રમ-ખંત-ધીરજકુશળતા લાખ લાખ રૉબિન્સન ની કથાઓનાં પાનાંને હઠ પાડી દે છે. પરંતુ સ્ત્રી-પુરુષને પ્રેમ? એના જેવી ભયંકર, માદક અને વિનાશક કોઈ બીજી વસ્તુ છે ખરી? એ સ્ત્રી-પુરુષના આકર્ષણે જ જગતનાં મહાભારત, ઇલિયડો, અરે ઘમસાણો શું નથી સજ્યાં? ખરી વાત છે, એ આકર્ષણ એવી અનેરી વસ્તુ છે કે તેની એક બાજુ નર્યું દુ:ખ, ન નરક છે, પરંતુ તેની બીજી બાજુ નર્યું દેવત્વઅમરત્વ છે. તત્ત્વજ્ઞાનની ભાષામાં કહીએ તે, પરમાત્મા પોતે જ કેવી અનેખી સત્તા છે? એક બાજુ નવું અશાનભરેલું-હભરેલું-માયાસ્વરૂપ છે; તે બીજી બાજુ નિત્ય શુદ્ધ-બુદ્ધમુક્ત એવું બ્રહ્મસ્વરૂપ છે. અને છતાં બંને જુદી વસ્તુઓ નથી! એક અદ્વેત જ છે. તમે પોતે કઈ કક્ષાએથી જુઓ છો, એટલે જ સવાલ છે. માણસની બદમાશીની પરમ કોટીનું અને માણસની વીરતાની પરમ કોટીનું આ નવલકથામાં જેવું દર્શન કરાવવામાં આવ્યું છે, તેવું ઝટ બીજે પ્રાપ્ત થવું મુશ્કેલ છે. જગતના તંત્રમાં માણસની બદમાશીને સફળ નીવડવાનો કેટલો અવકાશ છે, તે પ્રશ્નનું લગભગ આધ્યાત્મિક કહી શકાય તેવું નિરૂપણ, નવી જાસૂસી-કથાઓનો રસ ઊભા થાય તેવી રીતે, આ નવલકથામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy