SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-બલિદાન “તે બ્લાસ્કિત પણ તેને પોતાની હોડીમાં લઈ જશે.” “તે માણસ કયા દેશનો છે, એ જાણવાની પંચાત નહિ કરવાની.” અમારે એ પંચાત કરવાની શી જરૂર?” “તેનું નામ પણ નહિ પૂછવાનું.” “અમે નામ નથી પૂછતા; અમે તો તેણે આપેલી થેલીને પૂછીએ છીએ, કે અંદર શું છે?” “તે, એ માણસ આ ઘરમાં આવીને રહેશે અને રાહ જોશે.” “તે અહીંને માટે ખાધાખોરાકીની ચીજો સાથે લેતો આવે.” “હું આ પેટી લાવ્યો છું, તેમાં તેને માટે ખાધાખોરાકીની થોડી સામગ્રી છે જ. પણ આ બૅગ હું અહીં મૂકી રાખી શકું ને? “અમે દાણચોરો પારકાની મિલકત ઓળવનારા ચાર નથી હોતા.” તમે પોતે કયારે અહીંથી ઊપડશો?” “ કાલે સવારે, જો તમારો માણસ તૈયાર હોય, તો તે મારી સાથે જ અહીંથી નીકળી શકશે.” “ના, તે તૈયાર નથી.” “જેવી એની સગવડ. તેને આ ઘરમાં કેટલા દિવસ રાહ જોવી પડશે?” “બે-ત્રણ કે ચાર દિવસ.” પણ બ્લાસ્કિતો આવશે એ નક્કી જ ને?” ચોક્કસ.” આ ઘરમાં, આવતે અઠવાડિયે, કયા દિવસે?” “શુકશાન-કે-રવિ.” “આબોહવા ગમે તેવી હશે, તો પણ?” “તે એકાદ-બે દિવસ મોડું થાય એટલું જ; આબોહવાથી એ આવતે અટકે એવું બને જ નહિ: હું બ્લાસ્કો છું તો તે બ્લાસ્કિતો છે!” “પણ એ ચોક્સ આવશે ને?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy