SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ પ્રેમાભિદાન 22 એવું ગાઢ ધુમ્મસ કે જેમાં ગમે ત્યારે હોનારત સરજાઈ જાય. સેંટ ઍલોવાળા મુસાફરે જવાબ આપ્યો. હોનારત ? આ હોનારતોનો જગતમાં શો ઉપયોગ કે પ્રયોજન હોઈ શકે વારુ? જુઓને, ઓડિઓનમાં લાગેલી આગમાં કેટલાં બધાં કુટુંબો બરબાદ થઈ ગયાં? તમે કયો ધર્મ માનો છો, એની મને ખબર નથી; પરંતુ મને તો આ જગત ઉપર કોઈ બુદ્ધિશાળી ઈશ્વર દેખરેખ રાખી રહ્યો હોય એવું લાગતું નથી. અને ઈશ્વર હોય તો પણ તે કંઈક બીજી પંચાતોમાં જ મશગૂલ રહેતો હોય એમ લાગે છે. કંઈક રસ્તો હોય તો તેને ફરી પોતાના કામકાજમાં લક્ષ આપતો કરી મૂકવો જોઈએ.” "" 66 કૅપ્ટન કલુબિન તરત આ બે જણ પાસે આવ્યો અને ગંભીર અવાજે બોલ્યો, ચૂપ, ચૂપ, અત્યારે આપણે દરિયા ઉપર છીએ; સંભાળીને બોલો.” ગ્યર્નસીવાળા મુસાફ સેંટ મૅલોવાળાના કાનમાં કહ્યું, આપણો કપ્તાન બહુ ધાર્મિક માણસ છે; તેના હાથમાં આપણાં જીવન સહીસલામત જાણવાં. "" "" << વરસાદ વરસતો ન હતો છતાં બધાંનાં કપડાં ભીનાંભીનાં થઈ ગયાં હતાં. હવે તેમને સામાં કોઈ જહાજો મળતાં ન હતાં. અચાનક લુબિન ત્રાડી ઊઠયો “કુત્તા! તે પાછું સુકાન ખોટું મરોડયું ?” અને એમ કહી તરત જ તેણે તેના હાથમાંથી સુકાન છીનવી લીધું. છોભીલો પડેલો સુકાની ત્યાંથી છૂટી બીજા કામે ચડી ગયો. "6 ૫ર્નસીવાળો મુસાફર બોલ્યો ‘હવે આપણે બચી ગયા ! ” જહાજ હજુ પૂરપાટ ધસ્યું જતું. હતું Jain Education International ત્રણેક વાગ્યાને આશરે ધુમ્મસ દરિયા ઉપરથી સહેજ ઊંચકાયું, એટલે ફરી એક વાર દરિયો દેખાવા લાગ્યો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy