SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાન્ડીની અણધારી બાટલી આ સારું ન થયું!” ગ્યર્નસીવાળો મુસાફર બોલ્યો. ધુમ્મસ ઊંચું થયું તે સૂર્યને કારણે ઊંચું થયું હોય કે પવનને કારણે પણ. જો સૂર્યને કારણે ઊંચું થયું હોય, તો તો તે સારી નિશાની ગણાય. પણ જો પવનથી ઊંચું થયું હોય, તો તે બહુ ખરાબ નિશાની ગણાય. ત્રણ વાગ્યે ફેબ્રુઆરીમાં સૂર્યને પ્રકાશ એછો થવા માંડે એટલે આવી કટોકટીના વખતે પવન આવ, એ કોઈ રીતે ઇચ્છનીય ન ગણાય: એ તે ભયંકર તોફાનને જ પુરોગામી હોય. પણ પવન હજુ ઊપડયો લાગતો ન હતો. અલબત્ત દરિયો ઊછળવા લાગ્યો હતો અને પાણીની સપાટી ઉપર ઠંડા ઠંડા દીવા ચમકવા માંડ્યા: અર્થાત્ ધુમ્મસના છાપરાને ભેદીને ઉપરથી પવન પગપેસારો કરતે હતો. થોડી વારમાં ધુમ્મસ પાછું પાણી ઉપર ચપસીને બેસી ગયું. જોકે, વચ્ચે વચ્ચે તે પાછું ઊંચું પણ થતું રહેતું. એમ જ્યારે ધુમ્મસ ઊંચું થતું, ત્યારે બધા આંખો ફાડીને શું દેખાય છે તે જોવા લાગતા. એવે એક વખતે અચાનક પેલે ચુસીવાળો મુસાફર કેપ્ટન કલુબિન પાસે જઈને બોલી ઊઠયો – “ “કેપ્ટન કલુબિન, – આપણે તે હાઈ ખડકો તરફ ધસી રહ્યા છીએ!” “ જાઓ, જાઓ, ખોટી વાત!” “ અરે, ચક્કસ ” અશક્ય.” “મેં હમણાં જ ક્ષિતિજ ઉપર એ ખડકો આડા પથરાયેલા જોયા.” ક્યાં?” “ આ તરફ.” “એ તરફ તે ખુલ્લો દરિયો છે; તમારી ભૂલ થાય છે.” અને કલુબિને પેલા પેસેંજરે બતાવેલી દિશામાં જ જહાજને હંકારવા માંડયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy