SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ પ્રેમ-બલિદાન જિલયાત બંને ખડકોનું પ્રારંભિક નિરીક્ષણ કરી લીધા બાદ પિતાની હોડીમાં પાછો આવ્યો. પછી તેણે પોતાની હોડીને સામાન નાના-દુના પાયા આગળના પાણીની સપાટી પાસેના ખાંચા ઉપર ઉતાર્યો અને તે બધાનું ડામર-કાપડમાં બંડલ બાંધી તેના ઉપર આંકડો ભેરવી દીધો. પછી તે બંડલ તેણે પાણી ન પહોંચે તેવા ઉપરના એક ખાંચા ઉપર મૂકી દીધું. ત્યાર બાદ એક પછી એક ખાંચામાં હાથપગ ભેરવી તે નાના-દુર્ઘ ઉપર ચડવા માંડયો. દૂરાંનો એક છેડો જ્યાં પકડાયેલો હતો ત્યાં સુધી જઈ, બાજુએથી તેના તૂતક ઉપર તે કૂદી પડ્યો. | દુરાંદેનું દૃશ્ય હૃદયદ્રાવક હતું. દરિયાનું તોફાન લૂંટારુઓની ટોળીના હુમલા જેવો અત્યાચાર કરતું હોય છે. વાદળ, વીજળી, વરસાદ, પવનો, પાણી અને ખડકો એ બધા ભયંકર સાગરીતો કહેવાય. દરિયાને જાણે નહોર હોય છે, પવનને તીણા દાંત હોય છે, અને મોજાને મોટું જડબું હોય છે. તે જડબું એકી સાથે તાણે છે, તડે છે અને ભૂકો કરે છે. દુરાંદેની ખાનાખરાબી જઈને, એમ જ કહેવાનું મન થઈ આવે કે, આ કેવી બદમાશી ! જિલિયાતે શિલ્શિયલ' ના કપ્તાનને માંએ દુરાની હોનારત અંગે આંખો દેખ્યો જે અહેવાલ સાંભળ્યો હતો, તે ઉપરથી તેને કલ્પના નહોતી આવી કે, દુરાંદેના અધવચથી જ ટુકડા થઈ ગયા હતા. એ વિગત સિવાયનું બાકીનું બધું વર્ણન યથાતથ હતું. અર્થાત્ માણસનું ધડ પેટ આગળથી અઅર્ધ કાપી નાખે, અને આંતરડાં બહાર લબડી પડે, તેવો દુરાંદનો ઘાટ થયો હતો. સુકાનવાળો પાછલો ભાગ ખખરો થવા છતાં પણ સાજ સમો હતો; તેમ જ જિનનો ભાગ તો એક જ અખંડ લોખંડની પ્લેટ ઉપર જડેલો હોઈ, સાબૂત રહ્યો હતો. સુકાનનું જંગી “કેસ્ટન * પણ એંજિન પેઠે અડગ રહ્યું હતું. આ લેખંડના દંડાથી ફેરવવાનું, જહાજનો કેબલ વીંટવાનું ચક્કર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy