SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં જવાય નહિ અને ગયા પછી પાછા અવાય નહિ ૧૩૯ એંજિન જોકે સહીસલામત રહ્યુ હતું, પણ તે કેટલા દિવસ માટે ? બિલાડી જેમ રમત ખાતર પોતાના શિકારને થોડો વખત જીવતો રાખે છે, ધીમે ધીમે તેનો નાશ કરવા માટે જ કહોને, તે પ્રમાણે દરિયાએ પણ અંજિનને થોડો વખત જીવતું રાખ્યું હતું,— ધીમે ધીમે ખતમ કરવા માટે જ ! દુરાંદે ખરી રીતે બ્રેના દંતૂશળોની કેદી બની હતી. તેમાંથી તેને છોડાવવી શી રીતે ? પરંતુ જિલિયાતને પ્રથમ તો પોતાની હોડીને લાંગરવાનું સહીસલામત સ્થળ શોધવાનું હતું. દુરાંદે એક બાજુ ઊંચી અને એક બાજુ ઢળતી રહે એમ ફસાઈ હોવાથી, જિલિયાત જમણી બાજુની ઊંચી થયેલી પૅડલ-બૉકસ ઉપર ચડવ અને ચારે તરફ નજર કરવા લાગ્યો. દુવ્રના બે દંતૂશળો બે બાજુ સમાંતર ચાલતી ખડકોની હારમાળાના દરવાજા રૂપ હતા. પણીમાં ડૂબેલા ખડકોમાં આવી લાંબી લાંબી ગલીઓ બહુ સામાન્ય હોય છે. જો કે, ઓટ વખતે પણ એ બધું પૂરેપૂરુ નજરે પડતું જ નથી. પવનનાં તોફાનો વખતે એ ગલીઓ ફાવે તેમ કોતરાપેલી હોય છે. ગલીઓ વચ્ચે રોકાયેલો પવન ઉદ્દંડ બની જાય છે, અને પોતાનું બધું જોર ત્યાં જ દાખવે છે. દંતૂથો વચ્ચેથી શરૂ થતી એ ગલી શરૂઆતમાં તો બંને બાજુના ખડકોની પાણી ઉપર દેખાતી કિનારીઓ અને ટોચાથી નજરે પડતી હતી. થોડે દૂર ગયા પછી એ બધું પાણી નીચે એકાકાર થઈ જતું હતું. પણ પછી થોડે દૂરથી બીજી એવી ગલી શરૂ થતી દેખાતી હતી. એમ તૂટક તૂટક એ બધું ‘લ’હોમે ’– ખકક સુધી લંબાતું હતું. ‘લ’હોમે’ ખડક એને છેડે કિલ્લાની પેઠે આવેલો હતો. આવા વચ્ચે ગલીવાળા ખડકો, અંદર અમળાતા અને ફૂંફાડા મારતા પાણીને કારણે જ નહિ, પણ સાથોસાથ, વચ્ચે ઊભાં થતાં બીજાં બળોને કારણે પણ વધુ ભયંકર બનતા હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy