SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ પ્રેમલિદાન દુદ્રે ગયો, તથા ટાઢ-તડકો-વરસાદ-તોફાન-ભૂખ-તરસ-ઉજાગરો વગે૨ે વેઠયાં ખરું ? અને ત્રણ દિવસ ઉપરનું તફાન પણ? તું એમ માને છે કે એ તાફાન મે જોયું નથી ? એ ત્રણે દિવસ હું ઊંઘતા હતા કેમ? મારા આ ડીમચા જેવા માથા માટે તે આ બધા પરિશ્રમ ઉઠાવ્યા, એમ ? અને દેરુશેતે જ્યારે કહ્યું કે, ખડકો ઉપરથી એંજિન કાઢી લાવનારને ‘હું પરણીશ,’ તે શબ્દો પણ મેં નથી સાંભળ્યા એમ ? કાંતા શું ગાંડો થયો છે કે હું. મારી આટલી મેટી સેવા બજાવી, તે છેવટે મને ગુસ્સે કરી ગાંડા બનાવવા માટે કેમ ? તે સાંભળ, જો તું તેને નહિ પરણે, તા તે કોઈને નિહ પરણે — જનમભર કુંવારી જ રહેશે. અને એમેય હું તને જતા કરવાના નથી. તારે મારી સાથે જ રહેવું પડશે. દુરાંદેને કપ્તાન હવેથી તું જ બનશે – બીજું કોઈ નહિ. એટલે દેરુશેતને પરણે કે ન પરણે, પણ તું મારા હાથમાંથી છૂટી શકવાના નથી!” પણ લાંબા ચાલેલા બૂમ-બરાડા દરમ્યાન દુશે અને ગ્રેસ પણ કમરામાં દાખલ થયાં હતાં, એટલું જ નહિ, પણ આસપાસના પાડોશીઓ, ખલાસી, ખેડૂત અને ગામલેાક પણ ત્યાં ભેગા થઈ ગયા હતા. મૂળે તે ધક્કા ઉપર દુરાંદેનું ધુમાડિયું જોઈને દેાડી આવ્યા હતા અને પછી મેસ લેથિયરીને અવાજ સાંભળી કમરામાં આવ્યા હતા. એ ટોળામાં સ્યુ લૅન્ડ પણ હતો. મેસ લેથિયરીએ એ બધાને જોઈ, દુરાંદેનું એંજિન સહીસલામત કેવી રીતે કોણ લઈ આવ્યું તેનું ઉત્સાહભર્યું વર્ણન કર્યું. અને પછી જણાવ્યું કે, ‘જિલિયાત એને પરણશે જ!' સ્યુ લૅન્ડોએ પૂછ્યું, “કોન પરણશે? તમારા ઍંજિનને?” . ના મારી પુત્રીને – હા, એંજિનને પણ – બંનેને એ પરણશે. એ મારો બેવડો જમાઈ બનશે : દુરાંદેને! કપ્તાન તેમ જ મારી પુત્રીનો પતિ એ બનશે. આપણે બધા તે! દરિયાના વરુ જેવા છીએ, પણ આ જિલિયાત તો દરિયાનો સિંહ છે! હુ જિલયાત! એનામાં એક રાક્ષસનું જોર છે, ને તેને હું મારી પુત્રી ન આપું તે શું કરું?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy