SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખમિશ્રિત સુખ ૨૧૫ બહાર ! અરે પાણીમાં રહેતા આખા ભાગ એલ્મના લાકડાના બનાવીશ. એલ્મ લાકડું કાયમ ભીનું રહે, તે ઊલટુ વધુ સારું બને! હવે મારે કાં કોઈની પાસે ઉધાર માગવા જવું છે, જેથી કસર કરું? વાહ, જિલિયાતે તા મને બધી રીતે પગ ઉપર ખડો કરી દીધા ~ જીવતા જ કરી દીધા કહેાને? અને હું તો તેને કદી યાદ જ નહોતા કરતા ! બિચારો! પણ હવે મને યાદ આવ્યું: તે મારી દીકરી દેશેતને પરણવાના છે, એ તમે બધા જાણેા છે?” જિલિયાત હવે જાણે લથડિયું ખાધું હોય તેમ ભીંતને અઢેલીને બાલી ઊઠયો; “ તા. ના.” મેસ લેથિયરી ચોંકી ઊઠયો. તેણે પૂછ્યું, “શું ના?” જિલિયાતે જવાબ આપ્યો, “હું તેને ચાહતા નથી.” મેસ લેથિયરી હવે ગાંડાની પેઠે બારી પાસે ગયા, અને પછી પાછા આવ્યા અને જિલિયાત તરફ તાકી રહીને બોલ્યા, “તે અંધારી રાતાએ તું બૅંગ-પાઇપમાં દેરુશેતને પ્રિય ગાયનનો રાગ વગાડયા કરતા, તે શું મને સંભળાવવા વગાડતા હતા? લા, બોલ્યા કે, ‘હું દેરુશેતને નથી ચાહતા !' તું ના ચાહતા હાય, તે ચાહવા કોશિશ કર ! કારણકે, તું જાણી રાખ કે, દેરુશેતને તારા વિના બીજા કોઈને હું પરણાવવાન નથી. તું બાલ્યા તે મેં માની લીધું, એમનું ધારે છે? તું કંઈ બીમાર તો નથી થયો ને? તે દાક્તરને જલદી બોલાવ. તું કંઈ દેરુશેત સાથે ઝઘડી તો નથી પડયો ને? તો એ ઝઘડવાનાં શાં કારણ છે તે બતાવ. કારણ વગર તે કોઈ આવી મૂર્ખામીભરી વાત કરે જ નહિ. પણ કદાચ મારા કાનમાં પૂમડાં હોવાથી મેં ઊંધું સાંભળ્યું હશે – તું ફરીથી બાલ જોઉં.” “મેં પરણવાની ‘ના’ કહી. ” - 66 “ તેં ‘ના' કહી, અને હું એ વાતને વળગી રહે છે, એમ? આવી મૂર્ખામી તે કયાંય ન જોઈ, તું દેરુશેતને ચાહતા નથી તે આ બધું કર્યું, તે બુઢ્ઢા લેથિયરી માટે ? મારી સુંદર આંખો Jain Education International For Private & Personal Use Only કેમ ? તો માટે તું www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy