SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખમિશ્રિત સુખ દેશે આ દરમ્યાન થોડી વાર થયાં કમરામાં આવી પહોંચી હતી. તેની પાછળ પાછળ કાળો ઝભ્ભો પહેરેલો અને ઘોળી નેકટાઈવાળો એક બીજો જણ પણ આવ્યો હતો. પાસે ઊભેલાઓ રેવન્ડ એબેનેઝર કૉડ્રેને ઓળખી ગયા, એટલે તેમણે તરત તેને આગળ વધવા જગા કરી આપી. પણ પેલાને આગળ વધવું ન હોય તેમ સંકોચ સાથે ત્યાં જ ઊભો રહ્યો અને દેશત તરફ જોવા લાગ્યો. પ્રથમ તો મેસ લેથિયરીએ રેવ) એબેનેઝરને નહિ પણ દેશેતને જ જોઈ. એટલે તે તરત તેના તરફ દોડી ગયો અને તેને ભેટી પડ્યો. પછી તેણે પાસે ઊભેલા જિલિયાત તરફ હાથ લાંબો કરીને કહ્યું, “દેશે, તું હવે તવંગર બની છે, અને આ તારો પતિ ઊભ.” દેશે તે મૂંઝાઈને જિલિયાત તરફ નજર કરી. મેસ લેથિયરીએ ઉમેર્યું – “બની શકે તે કાલે જ તારાં લગ્ન પતવી દઈશું. કશી બીજી લપ્પન-છપ્પનમાં આપણે પડવું નથી. તે પ્રતિજ્ઞા કરી હતી કે, જે માણસ દુરાંદેનું એંજિન દુર્ઘ ઉપરથી કાઢી લાવશે, તેને તું પરણશે. અને હવે હું પણ પ્રતિજ્ઞા કરું છું કે, એ એંજિન બચાવી લાવનાર જિલિયાત સાથે જ હું તને પરણાવીશ. તારો પતિ આસપાસના બધા પુરુષોમાં રત્નરૂપ છે, અને તેની પત્ની બનવાનું સદ્ભાગ્ય તને સાંપડવા બદલ સૌ કોઈ તને બડભાગી માનશે. આ દેશની બધી તવંગર છોકરીઓ કાં તે સૈનિકને પરણે છે કે કાં તો પાદરીને. સૈનિક એ માનવ-હત્યારો કહેવાય; અને પાદરી જૂઠી જૂઠી વાતો કરી છેતરનારો બદમાશ. મને પહેલેથી મન હતું કે, તું એ બેમાંથી કોઈને ન પરણે – અને કોઈ દરિયાખેડુને પરણે – જેના હાથ કામકાજ કરીને રીઢા થયા હોય, અને જે મહાસાગર ખેડવા જેવી તાકાત ધરાવતો હોય. આ જિલિયાત તો એથી પણ વધુ છે- એ તો મોતના મોંમાં ધસી જઈને દુરાંદેના એંજિનને ખેંચી લાવ્યો છે. – ઓહો, કયુરેટ, તમે અહીં જ ઊભા છે ને કંઈ? બસ તમે જ આ બે જુવાનડાંને પરણાવી આપજો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy