SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ પ્રેમ-બલિદાન હેમખેમ બચાવી આપ્યું, એ વસ્તુ અશકય જ લાગતી હાવાથી લોકો એ વસ્તુ નજરે જોવા ઊમટી પડયા હતા. સેંટ પિયરે બંદરની ઘણી દુકાનો બંધ થઈ ગઈ. બધાનું લક્ષ દુરાંદેએ જ રોકી લીધું હતું. જે દુકાના ઉઘાડી રહી હતી ત્યાં પણ એ જ વાતચીત ચાલતી હતી. સેંટ પિયરે બંદરનું ચર્ચ બંદરની કિનારી ઉપર પાણીની ધાર ઉપર જ આવેલું છે. એટલે એ બંદરેથી જતાને તે જાણે વિદાય આપે છે, અને આવનારનું સ્વાગત કરે છે. સેંટ પિયરે બંદર અત્યારે તો બહુ સારું બંદર છે; પણે તે વખતે સેંટ સૅપ્સન બંદર કરતાં તે ઓછી અગત્યનું ગણાતું. એ બંદરની રચના એવી હતી કે, પૂર્વના પવન વાય ત્યારે દરિયાનાં માજાં બંદરના ભાગમાં પણ ધસી આવે. એટલે તેવે વખતે જહાજો બંદરની બહાર જ ઊભાં રહે. ‘ કાશ્મીર ' પણ આજે બંદરની બહાર જ લાંગર્યું હતું. આવા દિવસેાએ ધક્કાથી જહાજ સુધી પૅસેજરો તથા માલની હેરફેર કરવાનું કામ નાની હોડીવાળાને મળતું અને તેમને ઠીક કમાણી થતી. જહાજ બંદરમાં હોય ત્યારે તે સૌને બંદરેથી જ જહાજમાં બેસવું પડે; પણ જ્યારે તે બંદરની બહાર દૂર ઊભું હોય, ત્યારે કિનારાની કોઈ પણ જગાએથી હાડી મારફતે જહાજ ઉપર પહોંચી શકાય. હૅવલેટ આવું એક સ્થાન હતું. એનું નાનું બંદર શહેરની નજીક હતું. પણ તે એવું એકાંત જગાએ આવેલું હતું કે તે બહુ દૂર આવ્યું હોય એમ લાગે. ખડકોમાં થઈને કેટલાક વાંકાચૂંકા રસ્તે હૅવલેટ બંદરે પહોંચાડ્યું. એ બંદર શહેર અને ચર્ચથી પાંચેક મિનિટને રસ્તે હતું, અને દિવસમાં બે વખત સમુદ્રથી ભરાઈ જતું. ભરતી ન હોય ત્યારે કિનારે થઈને પણ ત્યાં પહાંચાતું. સવારના દશ વાગ્યાના અરસો હતા, અને એક હોડીવાળો હૅવલેટ બંદરે એકલો કોઈની રાહ જોતા ઊભો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy