SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેસ-બલિદાન તે નર્યાં ભૂતનાં ઘર જ બની રહે. તેથી આસપાસ આનંદ વેરનાર, સુખ પ્રગટાવનાર, કાળા અંધાર પદાર્થો ઉપર તેજ છાંટનાર, સમરેખ, સુસંવાદી, સુઘડ બનવું, એ એક જાતની સેવા બજાવવા જેવું છે! 30 એ સુંદર નિર્દોષ છેકરીના રૂવે રૂંવેથી સ્વર્ગ ડોકિયું કરતું હોય છે. તેનું મધુર હાસ્ય જાણે દરેક માનવ પ્રાણી જે વજનદાર લાહશૃંખલા વીંઢાળી રહ્યો હોય છે, તેનું વજન એકદમ ઓછું કરી આપે છે. તેના વ્યક્તિત્વમાંથી સ્ફુરતી સૂક્ષ્મ અ-ભૌતિકતા, તથા પ્રગટતા પ્રકાશ અને આનંદ ચારે તરફ ચેપી નીવડે છે. – અને તેય કશા પરિશ્રમ વિના જ! તમે એની પાસે હો એટલું જ બસ છે. દેરુશેત પાસે સુંદર હાસ્ય હતું ! અરે, દેશૅત એટલે જ એ હાસ્ય. હસતી દેરુÃત એટલે જ દેરુશેત! જર્સી અને ગર્નસીની ઓલાદો વિશિષ્ટ રીતે મનોહર હોય છે. ત્યાંની સ્ત્રી અને ખાસ કરીને જુવાન છેકરીઓ ખીલતા અનોખા સૌંદર્યવાળી હોય છે. સૅકસન ચહેરાનું ગેારાપણું, અને નૉર્મન ચહેરાની તાજગી તેમનામાં ભળીને તેમના ગુલાબી ગાલ અને ભૂરી આંખોને એવાં આકર્ષક બનાવી મૂકે છે કે, ન પૂછો વાત! જોકે અંગ્રેજી કેળવણી તેમની એ તાજગીને દબાવી દેવાનું જ કામ કરે છે. દેરુશેત મેાહિત કરી નાખે તેવી બનતી જતી હતી. જોકે, તે પોતે હજુ એ વાતથી અજ્ઞાત હતી. હજુ કદાચ ‘પ્રેમ' શબ્દનો અર્થ તે સમજતી ન હતી; જોકે, લાકો તેની સાથે પ્રેમમાં પડે તે એને ગમતું. જોકે, તેની પાછળ કશા ખરાબ હેતુ હોતા નહીં; – તેને લગ્નનો વિચાર જ હજુ નહોતા આવ્યા. દેરુશેતને દુનિયામાં સૌથી સુંદર નાના હાથ હતા, અને તેના પગ પણ હાથને અનુરૂપ હતા. મેસ લેથિયરી કહેતા કે, તેને માખીના ચાર પગ છે. તે ભલી અને નમ્ર હતી. તેનું કુટુંબ કે ભવિષ્ય જે કહો તે તેનો કાકો લેથિયરી હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy