SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પ્યાલા હાર્ડ પહોંચે તે પહેલા ૧૭૯ સહીસલામત પહોંચી ગયા હોત ! પણ અત્યારે એમ ‘જો ’ અને ‘તે ’ના વચાર કરવા નકામા હતા. થેાડી વારમાં તે બંને આચાના કાટમાળને ભેગે ઝૂડા સીધા પેલી ખડકની આડચ ઉપર અફળાયા. સદ્ભાગ્યે તે ત્યાં જ રોકાઈ રહ્યો. બધું ઢગલા વળીને ત્યાં એકઠું થયું, પણ ધીમે ધીમે ઊછળી-પછડાઈને છૂટું પડવા લાગ્યું. હાલ તુરત મેાજા જરા ધીમાં હતાં, અને પ્રવેશદ્વાર બહુ સાંકડું ડાવાથી મેાજાંનું જોર નાળમાં પેસી શકતું નહોતું; પણ ફરીથી તેાફાનનું ઝેર વધ્યું તે ? જિલિયાત કંપી ઊઠયો. હવે શું થાય ? તોફાનનું જોર સહેજ ધતાં આ બધા કાટમાળ નાળમાં પેસી પેાતાની ડચ-બેટ ઉપર જ અફળાવા લાગશે. પરંતુ જિલિયાત હિંમત હારી બેઠો નહિ. આસપાસ નજર કરીને નૅ વિચાર કરવા લાગ્યા. અચાનક જિલિયાતની પાછળ થોડે દૂર એક મોટો કડાકો સંભળાયા. અત્યાર સુધી આડચા આગળ થયેલા કડાકાથી આ કડાકો વધુ જોરદાર નથા જુદી જાતના હતા, એટલે જિલિયાતનું ધ્યાન વધુ ખેંચાયું. એ કડાકો ડચ-બેટ તરફથી આવ્યો હતો ! જિલિયાત તરત તે તરફ દોડયો. ૫ વાત એમ બની કે, દરિયો પૂર્વ તરફથી નાળમાં ધસતા હતા તે વખતે, સામે પશ્ચિમમાંથી પવનના ઝપાટા તેની સાથે અફળાયા. દુરાંદેનું ખાખું પાણીની બહાર હોઈ, ડચ-બાટની ઉપર અધ્ધર તાળાઈ રહેલું હતું. તેના તળિયામાં એંજિન નીચે ઉતારી લેવા જે ચારસ બાકોરું જિલિયાતે પાડયું હતું, તેનાથી આખું ખોખું, કોડરજ્જુ તૂટી ગઈ હેય તેની પેઠે નબળું પડી ગયું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy