SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-બલિદાન ઊઘડે તેમ તે બે પવનનું તેાફાન તેની સાથે જોરથી ટકરાતાં, ચાપડી પડખાં વચ્ચેથી ફાટીને ઊઘડી ગયાં. અર્થાત્ એક બાજુનું પડખું ખડકો વચ્ચે ફસાયેલું રહ્યું પણ બીજી બાજુનું પડખું તળિયા વચ્ચેથી સીધું ચિરાઈ જઈ લબડી પડયું હતું. દુરદેનાં એ બે ફડચાડિયાં થયાં, તે વખતના કડાકા જિલિયાતને સંભળાયા હતા. ૧૯૦ દુરાંદેના તળિયામાંથી એંજિન કાઢી લેવા પાડેલું એ ચોરસ બાકોરું એક મોટા ઘા રૂપ નીવડયું હતું. એ બાકોરામાં પેઠેલા પવને બંને પડખાં વચ્ચેથી ચીરી નાખ્યાં હતાં. જિલિયાત સામેના ભાગ નીચે લબડી પડયો, હતા. જ્યાં સુધી એ છૂટો થઈ તૂટી નહોતા પડયો, ત્યાં સુધી તે જાણે મિજાગરાં ઉપર ઝૂલી રહ્યો હોય તેમ ઝોલાં ખાતા હતા. સદ્ભાગ્યે ડચ-બોટ એ પડખાની નજીકમાં નહોતી. ધુમાડિયું એ બાકામાં ફરી ન ભેરવાય તે માટે જિલિયાતે તેને ઘેાડી બહાર કાઢેલી હતી, એ વાચકને યાદ હશે. જિલિયાત થોડો વિચાર કરી, તરત કુહાડો લઈ દુરાંદેના એ ખાખા ઉપર ચડી ગયા અને લટકતા એ ત્રાપાને એકી સાથે થોડો થોડો સળંગ વછાડવા લાગ્યો. જો એ ત્રાપો એક બાજુએથી એકદમ છૂટો થઈ જાય, તો કદાચ આખું જ ખાખું એ ધક્કાથી અમળાઈને ખડકો વચ્ચેથી છૂટું થઈ એકીસાથે નીચે તૂટી પડેઅને સાથે જિલિયાત પણ ! દરમ્યાન તાફાનનું જોર વધતું જતું હતું. કોઈ પણ ક્ષણે પૂર્વના પ્રવેશદ્વાર આગળ ખડકની નીચી આડચ આગળ ખળાઈ રહેલા બધા કાટમાળ અંદર ધસી આવી, ડચ-બાટને અફળાય તેવા સંભવ હતો. થોડી વારમાં દુરાંદેને ત્રાપા સળંગ એકી સાથે છૂટો થયા અને કડાકા સાથે ઊભા ને ઊભા નીચે ઊતરી પડયો. પણ એ છેક તળિયે પહોંચે, તે પહેલાં બંને બાજુના ખડકોની ઝઝૂમતી ધારો ઉપર ઊભા જ અટકી ગયો. અર્થાત્ પેલા ખડકની આડચ પેઠે જિલિયાતે ઊભી કરેલી નવી આડચ એ બની રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy