SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પ્યાલે હેઠે પહોંચે તે પહેલાં ૧૮૧ પણ આ પાંચમી આડચ ઊભી કરવામાં તોફાને જ તેને મદદ કરી હતી ! આ ત્રાપો એવો સરસ ગોઠવાયો હતો કે, નીચેથી પાણી પસાર થાય અને છતાં ઉપરથી તોફાનનો પછડાટ ખળાઈ રહે. હવે વાદળ ગમે તેટલું ઘમસાણ મચાવે, પણ ડચ-બોટને નુકસાન થાય તેવો સંભવ રહ્યો નહિ. જિલિયાતે હવે પાસેના ખડકના ખાબોચિયામાં ભરાયેલું વરસાદનું પાણી ખેબો ભરીને પીધું. પછી જિલિયાત ડચ-બોટમાં જ ઊતરી પડ્યો, અને તેની સ્થિતિ તપાસવા લાગ્યો. એની તપાસ હજુ ચાલતી જ હતી તેટલામાં અચાનક તેની પાસેથી કશુંક ધોળું ઊડતું ઊડતું પસાર થયું અને અંધારામાં ભળી ગયું. એ સી-ગલ પક્ષી હતું. એનો અર્થ એ કે, તોફાન પૂરું થયું હતું ! તોફાન બરાબર વીસ કલાક ચાલ્યું હતું. અને જે પવન તે તેફાનને ખેંચી લાવ્યો હતો, તે જ તેને આગળ ધકેલી ગયો હતો. થોડી વારમાં તો આકાશ ભૂરું થઈ ગયું. થાકેલો જિલિયાત ડચ-બોટમાં જ આડો પડયો અને ઘસઘસાટ ઊંઘી ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy