SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ચામડાની બંગ ૨૩૪ એક પછી એક ખડક ઉપર ઠેકતા ઠેકતા તે આગળ વધવા લાગ્યો. એક માછણ ત્યાં થઈને જતી હતી, તેણે તેને પેલા ખડક તરફ આગળ વધતા જોઈ બૂમ પાડી, જોજે ભાઈ, ભરતીનાં પાણી ઊંચે આવવા માંડયાં છે. ” . " પણ જિલિયાત આગળ જ વધ્યો. એ ખડકની ટોચે પહોંચ્યા પછી તેણે સમુદ્ર તરફ નજર કરી. ‘કાશ્મીર’હજુ સેંટ સૅ ́પ્સનની સામે આવી પહોંચ્યું ન હતું. : જિલિયાત પેલી બેઠક ઉપર જઈને બેઠો અને ‘કાશ્મીર ને પાસે આવતું જોઈ રહ્યો. ભરતીનું પાણી તેના પગ સુધી આવી પહોંચ્યું. ‘કાશ્મીર’ ને રસ્તા એ ખડક પાસે થઈને જ જતા હતા. ‘કાશ્મીર’ ઉપર સૂર્યના પ્રકાશ પડેલા હતા, અને એક જગાએ દેરુશેત ઍબેનેઝરના ખભા ઉપર માથું મૂકી બેઠી હતી. એબેનેઝરને હાથ તેની કંમરે વીંટળાયા હતા. અચાનક દેરુશેતના અવાજ સંભળાયો : “ અરે, આજે કોઈ ગિલ્ડહોલ્મ-ઉર ઉપરની પેલી બેઠક ઉપર બેઠેલું છેને કંઈ?” ‘કાશ્મીર ’ત્યાંથી પસાર થઈ ગયું. પાએક કલાકમાં તે। ‘ કાશ્મીર’ ક્ષિતિજ ઉપર સફેદ ત્રિકોણ ટપકા જેવું દેખાવા લાગ્યું. પાણી જિલિયાતના ઢીંચણ સુધી આવી પહોંચ્યું. તેની નજર પેલા ‘ કાશ્મીર ’ ઉપર જ ચાટી રહી હતી. ‘ કાશ્મીર ’ ૫ર્નસીના પાણીની હદની બહાર નીકળી ગયું. પાણી જિલિયાતની કમર સુધી આવી પહોંચ્યું. એક કલાક થઈ ગયો. પાણી શાંતિથી ઊંચું વધ્યા કરતું હતું. આજે છેાળા ઊપડી ન હતી. ‘કાશ્મીર ’ઑરીનીનાં પાણીની હદની બહાર નીકળી, ખુલ્લા સમુદ્રમાં પ્રવેશ્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy