SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમબલિદાન વીસેક મિનિટમાં તે એ હોડી “કાશ્મીર’ જહાજ ઊભું હતું ત્યાં પહોંચી ગઈ. જિલિયાત કિનારે કિનારે સેંટ-પિયર-બંદર આગળ થઈ, સેંટ સેંસન તરફ વળ્યો. તેને આ કિનારા ઉપર કેટલાય અટપટા રસ્તા જાણમાં હતા. અવારનવાર તે “કાશ્મીર” જહાજ તરફ જોયા કરતો. તે જહાજ પણ હવે ઊપડ્યું હતું. જિલિયાત તેના કરતાં જલદી આગળ વધો હતો. ભરતી શરૂ થવા લાગી હતી. રસ્તામાં પેલું ઓકનું ઝુંડ આવ્યું – તે તરફ તેણે નજર નાખી. તે તરફ થઈને પસાર થતા રસ્તા ઉપર બરફમાં દેશેતે એક વખત આંગળી વડે “જિલિયાત’ નામ લખ્યું હતું. જિલિયાત ત્યાંથી આગળ ચાલ્યો. જયારે જિલિયાત સેંટ સેંસર પહોંચ્યો, ત્યારે ભરતીનું પાણી હજુ બંદરના નીચેના છેડે પહોંચ્યું ન હતું, એટલે તે કોરા પગે ચાલી શકતો હતો. બંદર આગળ ટોળું ભેગું થયું હતું, અને મેસ લેથિયરી આનંદભર્યા અવાજે મોટેથી બોલતો હતે. ફરીથી જિલિયાતે પોતાની ડચ-બોટ, અને તેમાંથી દેખાતું દુરાંદેનું ધુમાડિયું જોયું. તે ત્યાંથી પગ-દંડીએ થઈને જલદીથી આગળ વધ્યો. પોતાના મકાન બુ-દલા-૨ આગળ તે આવ્યો, ત્યારે તે લટકાવેલી બૅગ-પાઈપ બારીમાંથી તેની નજરે પડી. ચાવી બારણામાં જ હતી. જિલિયાતે ચાવી ફેરવી તાળું બરાબર વાસી દીધું અને પછી ચાવી પોતાના ખીસામાં મૂકી દીધી. ત્યાંથી તે સમુદ્ર તરફ ચાલ્યો. ખડકોની સાંકડી પંક્તિ આગળ ને ગિલ્ડ-હોલ્મ-ઉર ખડક તરફ આગળ વધ્યું , , , ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy