SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સેતાની ચરખો” મોટું હતું. જહાજનો નફો તેમાં ભરવામાં આવતા માલના જથા ઉપર આધાર રાખે છે. અને લેથિયરી જહાજમાં માલ ભરવાની બાબતમાં એક્કો હતો. જયારે તે પોતે કામકાજ કરી શકે તેવો ન રહ્યો, ત્યારે તેણે એક ખલાસીને એ વિદ્યા શીખવીને તૈયાર કરી દીધો. બે વર્ષને અંતે એ જહાજ દર વર્ષે પૂરા સાડી સાતસો પાઉંડ નફો લાવતું થઈ ગયું : અર્થાત અઢાર હજાર ફાંક. ગ્યાસીનો પાઉડ ૨૪ ફાંક બરાબર ગણાય છે, – ઇંગ્લેંડને ૨૫ ફ઼ાંક જેટલો; અને જસીને ૨૬ ફૂાંક જેટલો. મેસ લેથિયરી હવે “માં ” બનવાની રાહ જોવા લાગ્યો. ગ્યર્નસીમાં ઝટ કોઈ મોંોર બની જતું નથી. દાખલા તરીકે પ્રથમ તો સાદ સીધું નામ પિટર હોય; પછી બીજો તબક્કો તે વધુ માનવંતા સંબોધનથી “પડોશી પિટર” કહેવાવા લાગે. ત્રીજે તબકકે “કાકા પિટર” બને; ચોથે તબક્કો “યુ પિટર’ બને, પછી પાંચમે તબકકે “મેસ પિટર” બને; અને છેક છેલ્લે “મેંશ્યોર પિટર'! એ નિસરણી પછીના તબક્કા વધુ ઊંચા હોય છે; અને ઇંગ્લેંડના ઉપલા વર્ગો જ તેમને કબજો લેતા હોય છે. જેમ કે, “જેન્ટલમેન', પછી એસ્કવાયર', પછી ‘નાઇટ’ (અર્થાત્ જીવનભરના ‘સર’ ), પછી બૅરોનેટ' (વંશપરંપરાના “સર'), પછી “લૉર્ડ ', પછી “બૅન', પછી “વાઇકાઉટ', પછી “કાઉંટ’ (અર્લ), પછી “માકિર્વસ', પછી “ડયૂક', પછી “પિયર', પછી “પ્રિન્સ', અને છેલ્લે “કિંગ” (રાજા). પોતાની સફળ નીવડેલી યોજના અને પોતાના “સેતાની જહાજ' ના ઉદ્યમથી મેસ થિયરી ધીમે ધીમે અગત્યને મોભાદાર માણસ બનતે જતો હતો. અલબત્તા તેણે પોતાના જહાજ માટે બેમેન તથા સેંટ મૅલોમાં ઘણા પૈસા કરજે લીધા હતા, પણ તેનું દેવું ઝપાટાબંધ ઘટતું જતું હતું. તેણે સેંટ ઍપ્સન બંદરના દરવાજા ઉપર પથ્થરનું બાંધેલું, નવું, તથા બગીચાની વચમાં આવેલું એક મકાન ખરીધું. તે મકાનનું નામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy