SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-બલિદાન તેને ચાર લંગર હતાં; તેનું લક્કડકામ બહુ ભારે અને નક્કર હતું. સ્ટીમથી ચાલતી હોવાથી તેને હલકી બનાવવાની ખાસ જરૂર પણ ન કહેવાય. તેની ઝડપ કલાકના બે લીગ (છ નૉટ) હતી. જેવી હતી તેવી લેથિયરીની સ્ટીમ-બોટ એક ઉમદા ચીજ હતી; અલબત્ત, આગળથી પૂરતી અણીદાર ન હોવાથી તે પાણી બરાબર કાપી શકતી ન હતી; તથા એમ પણ જણાયું હતું કે વચ્ચે જો રેતાળ પટ આવી જાય કે ખડકો કે પાણીના જુવાળ કાપવાના આવે, તો તેને એકદમ સંભાળી લેવી મુશ્કેલ બની જતું. વળી, જ્યારે તે ગતિમાં આવતી, ત્યારે નવા જોડાની પેઠે ચૂં--સ્ અવાજ બહુ કરતી. આ જહાજ ખાસ કરીને માલ-સામાન લાદવા માટે જ બનાવવામાં આવ્યું હતું. તેમાં મુસાફ ઓછા લેવાતા. ઢોરને તે દિવસોમાં જહાજના ભંડકમાં ભરીને લઈ જવાતાં, અને તેમને તેમાં ભરવાની મુશ્કેલી ભારે હોતી. હવે તે ઢેર આગળના તૂતક ઉપર લઈ જવાય છે. લેથિયરીની સ્ટીમ-બોટની બે બાજુના પંખાનાં કવર ધોળાં રંગેલાં હતાં અને પાણી-રેખા સુધીનો ભાગ લાલ રંગેલો હતો. બાકીનું બધું જહાજ તે દિવસની રીત મુજબ કાળું હતું. જ્યારે ખાલી હોય ત્યારે તે સાત ફૂટ પાણીમાં ડૂબેલું રહેતું, અને ભરેલું હોય ત્યારે ૧૪ ફૂટ. એના એંજિનનું જોર ઘણું હતું અને તે ઘણો કોલસો ખાતું. તેને ઢાળેલા લોખંડની એક જ પ્લેટ ઉપર બેસાડેલું હતું, જેથી આગળના ભાગમાં વહાણ જોખમાયું હોય, પણ એંજિન સહીસલામત રહે. તેના પંખાવાળાં પૈડાં ઘણાં મોટાં હતાં, તથા ધુમાડિયું ખૂબ ઊંચું હતું. આ એંજિનની કિંમત ચાલીસ હજાર ફૂાંક બેઠી હતી. સેતાની જહાજ' ગ્યર્નસીથી (ફ્રાંસને કિનારે) સેંટ મૅલો સુધી દર અઠવાડિયામાં એક વખત જતું આવતું. દર મંગળવારે સવારે તે ઊપડે અને શુક્રવારે સાંજે શનિવારની ગુજરીને માટે વખતસર પાછું ફરે. એ જહાજ ખૂબ ધિંગું તથા મોટું હોઈ, કિનારાનાં બીજાં ચાર જહાજ જેટલું કામકાજ એક જ ફેરામાં કરી લાવતું તેથી તેના નફાનું પ્રમાણ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy