SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ પ્રેમ-બલિદાન ‘લે બ્રૅવિઝ' હતું. મકાનના આગલા ભાગ બંદરની દીવાલ ઉપર જ આવેલા હતા. તે મકાનની તાતી બાજુએ ફૂલછોડના બગીચા હતા અને દખણાતી બાજુએ દરિયા કેનારો. એટલે ખરી રીતે આ મકાનને બેમાં હતાં ~ એક દરિયાઈ તોફાનો તરફ અને બીજું ખીલતાં ગુલાબ તરફ. અને મકાનનાં એ જુદાં માં જાણે એ ઘરનાં બે જુદાં જણની જરૂરિયાત અનુસાર જુદાં બનાવ્યાં હતાં—એક મેસ લેથિયરી માટે, અને બીજું દેરુશેત માટે. ‘ બ્રૅવિઝ’ બંગલા સેંટ સૅઅેપ્સનમાં બહુ લોકપ્રિય હતા; કારણ કે એ બંગલાના માલિક મેસ લેથિયરી હવે લોકપ્રિય બનતા ચાલ્યા હતા. એ લેાકપ્રિયતા મુખ્યત્વે તેની માયાળુતા, તેની નિષ્ઠા, તેનું સાહસ, તથા તેણે બચાવેલાં માણસાની મેટી સંખ્યાને આભારી હતી. ખાસ તો તેણે સેંટ કૅપ્સનને જ સ્ટીમ-બોટ ઊપડવાનું અને આવવાનું ટર્મિનસ બનાવ્યું તે કારણે તે વધુ લોકપ્રિય બન્યો. કારણકે, એ સ્ટીમ-બાટ સફળ નીવડશે એવું લાગતાં ગ્યર્નસીની રાજધાની સેંટ પિયરેના બંદરે તેનું મથક બનાવવાની માગણી થઈ હતી, પણ લેથિયરી તે પેાતાના વતન સેંટ સૅપ્સનને જ પેાતાની સ્ટીમ-બોટનું વડું મથક બનાવવાની વાત ઉપર મક્કમ રહ્યો હતો. તેનું મોંશ્યોર પદ તા હવે લગભગ હાથવેંતમાં જ હતું, પણ યન્સના લોકો તો તેનું નામ ખાનદાન કુટુંબના નામની યાદીમાં ‘લેથિયરી એસ્કવાયર' તરીકે દાખલ થયેલું જોવાનાં સ્વપ્ન સેવી રહ્યા હતા. જોકે, લેથિયરીનું પેાતાનું લક્ષ એવાં બધાં માન-પાન તરફ ન હતું. લોકોમાં સંમાનિત ગણાવું, તેના કરતાં લાકોને ઉપયોગી થઈ પડવું તેને વધુ ગમતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy