SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ લે બ્રૅવિઝ ૧ લેશિયરીનાં થિયરીનાં બે પ્રેમપાત્ર હતાં એમ આપણે પહેલાં કહી આવ્યા : દુરાંદે અને દેરુશેત. ખરી રીતે, ભાષામાં એ બંને એક જ નામનાં બે રૂપ છે. જેમ, એલિઝાબેથ નામને ટૂંકું – નાનું કરવા જતાં લિઝી, લિગેટ લિઝા, એલિઝા, ઇસાબેલા, બેટ્સી એવાં નામેા ઊભાં થાય છે, તેમ જ, તેમાંથી દુરાંદે નામે લેથિયરીએ જહાજને આપ્યું અને દેરુશેત નામ છેકરીને. એકના તે જન્મદાતા પિતા હતા અને બીજીના પાલક-પિતા. દેરુશેત તેના ગુજરી ગયેલા ભાઈની દીકરી હતી. તેનાં માબાપ બંને મરી ગયાં હતાં; એટલે લેથિયરી તેને બાપ તેમ જ મા બન્યા હતા. દેરુશેતના જન્મ સેટ પિયરે મુકામે થયા હતા. જયાં સુધી ભત્રીજી નાની હતી, અને કાકો ગરીબ હતા, ત્યાં સુધી કોઈએ ‘દેરુશેત’ નામ લક્ષ ઉપર લીધું ન હતું. પણ જયારે એ નાની છે.કરી મિસ' બની અને પેલા ખલાસી સદ્ગુહસ્થ બન્યા, ત્યારે દેરુશે. નામ બધાંને કઠવા લાગ્યું. તેઓ પૂછવા લાગ્યા કે આ વિચિત્ર નામ કયાંથી આપ્યું છે?* તે સૌ લેથિયરીને એ નામ બદલી નાખવાનું કહેવા લાગ્યાં. પણ એ બાબતમાં તે કોઈનું કાંઈ સાંભળવા તૈયાર ન હતા. એક વખત સેંટ સંપ્સનના ઉપલા વર્ગની એક સુંદર બાનુએ આવીને મેસ લેથિયરીને કહ્યુ, “મેં તમારી પુત્રી માટે સરસ નામ શોધી કાઢયું છે--‘મૅરિયાન’! અમને દેરુÀત નામ ગમતું નથી. "" Jain Education International * રોશેફા તરફ જુવાન ખલાસી તરીકે કામ કરતા હતા, ત્યારે લેથિયરીએ સેંટ દુરાંદે નામ સાંભળ્યું હતું; અને તે નામ તેને ગમી જવાથી તે અહીં' લઈ આવ્યા હતા. ૪૩ • For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy