SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેસ-બલિદાન ૧૭૪ ઉપર જ તેની તડી પડે અને જિલિયાતનું કર્યું કારવ્યું બધું ધૂળ મળી જાય. તોફાનનું ઝનૂન વધતું ચાલ્યું. તોફાન એક પછી એક – ઉપરાઉપરી – પ્રહાર કરતું હોય છે. એમાં જ તફાનનું બળ સમાયેલું છે અને નિર્બળતા પણ. તેનું અંધ ઝનૂન માણસને પોતાની બુદ્ધિથી તેને માત કરવાની તક આપે છે; પણ કયા ભાગે? કેટલી મુશ્કેલીઓ તેના ઉપર લાદીને ? નીચેથી મેાજાના અને ઉપરથી વરસાદના મારો એકીસાથે શરૂ થયા. મેાજાં આખા ખડકોને પેાતાની લહેરમાં લેવા માંડયાં. જેમ જેમ મેાજાના વેગ વધતા ચાલ્યા, તેમ તેમ ગડગડાટ અને ગર્જનાઓના અવાજ પણ. વાદળ તોપમારો કરતું હતું, કરાઅે ગરભ-છાંટ ઉરાડતા હતા, અને મેાાં ઘોડેસવાર પલટનની પેઠે ધસારો કરતાં હતાં. આંખ પહોંચે ત્યાં લગી - દશ દશ લીગ સુધીને – દરિયા સાબૂના ફીણના ઢગલાઓથી છવાઈને ધેાળાધબ બની ગયા હતા. જિલિયાત આ કશા ઉપર લક્ષ આપ્યા વિના પોતાના કામે લાગી રહ્યો. બીજી આડચ લગભગ પૂરી થવા આવી હતી. ઉપર થતા દરેક કડાકા દીઠ જવાબમાં જાણે તેના હથોડાના એક એક ઠોક પડતો હતો. તેને ટોપ પવનમાં ઊડી ગયા હાઈ, તેનું માથું હવે ખુલ્લું થઈ ગયું હતું. તેને આકરી તરસ લાગી હતી. કદાચ તેને તાવ ચડયો હતા. આસપાસના ખડકના ખાંચાઓમાં પાણીનાં ખાબાચિયાં ભરાયાં હતાં, વચ્ચે વચ્ચે જિલિયાત તેમાંથી ખાબે ખોબે પાણી પી લેતા. પણ તેનું બધું લક્ષ તેના કામ ઉપર કેન્દ્રિત થયેલું હતું. એક ક્ષણની કામગીરી ઉપર જ કદાચ બધું અવલંબી રહ્યું હોય તો? અને થોડી જ વારમાં તેાફાન ખરેખર પશ્ચિમ બાજુથી જ શરૂ થયું; અને માજાં બે દુવ્રે ખડકો વચ્ચેની આડચ ઉપર ઝીંકાવા લાગ્યાં. પરંતુ જિલિયાતને એ બાજુની આડચ ઉપર ભરોંસે હતો. તે આડચ દુરાંદેના પડખામાંથી તૂટેલાં પાટિયાંના તરાપાની બનાવેલી હોઈ, લચકદાર હતી. અને લચકદાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy