SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પ્યાલા હાઠે પહોંચે તે પહેલાં - ૧ હાવું એ સામા અંધ ધક્કાને જીતવાની એક જાણીતી તરકીબ છે. કડિયાકામની ભીંત એવી લચકદાર ન હેાવાથી, પાણીના ધક્કાના ઝટ ભાગ થઈ પડે છે. જિલિયાતે એ બાજુથી પોતાની પીઠ ફેરવી લીધી. તેાફાન પેાતાનું માથું વ્યર્થ ત્યાં પટકવા લાગ્યું. બીજી આડચ હવે લગભગ તૈયાર થઈ જવા આવી હતી. દારડાંની સાંકળાની થાડી ગાંઠો બાંધવાની જ બાકી હતી. કોઈ પણ કિલ્લેબંદીની નબળી બાજુ જેટલા જ કિલ્લા મજબૂત ગણાય. પૂર્વ તરફનો કિલ્લેબંદી જો પશ્ચિમ તરફની કિલ્લેબંદી જેવી થાય, તો જ પૂરા સુરક્ષિત થયા કહેવાય. અચાનક ભારે પ્રકાશ ફાટી નીકળ્યા. વરસાદ થેાભી ગયો, વાદળાં વીખરાવા લાંગ્યાં. પવનની દિશા બદલાઈ. ક્ષિતિજ ઉપર એક ઊંચી ઝાંખી બારી જાણે ખુલ્લી થઈ; વીજળી બુઝાઈ ગઈ. જાણે બધા તાફાનનો અંત જ આવ્યા. પણ ખરી રીતે હજુ શરૂઆત જ થઈ હતી ! પવન દક્ષિણ-પશ્ચિમમાંથી ઉતર-પૂર્વ તરફ વળ્યો હતો. તાફાન નવેસર હુમલા શરૂ કરવા પોતાની સેનાને જાણે સંગઠિત કરવા લાગ્યું હતું. હવે એતરાતા પવન ભારે ઝાપટ મારવા તૈયાર થતા હતા. દક્ષિણ તરફના પવનમાં વરસાદ વધુ હાય છે; ઉત્તર તરફના પવનમાં ગાજવીજ અને કડાકા. આ નવા હુમલા પૂર્વમાંથી શરૂ થાય, તે જિલિયાતની કિલ્લેબંદીની નબળામાં નબળી બાજુ ઉપર કેન્દ્રિત થાય. પહેલી આડચ તૂટી પડે, તે તેના છૂટા થયેલા દડા જ બીજી આડચને પણ તેાડી નાખે; કારણ કે તે હજુ પૂરતી મજબૂત બની ન હતી. અને બીજી આડચ તૂટે તો જિલિયાત પણ સાથે છૂંદાઈ જાય. બીજી આચ બાંધવા માટે તે અત્યારે એવી જગાએ ઊભા હતા કે, પહેલા તે જ ખતમ થાય, અને પછી ડચ-બાટ અને એંજિનને! વારો આવે. જિલિયાતને પેાતાને એ વસ્તુ મંજૂર હતી : પેાતાની બધી કામગીરી નાશ પામે, તે જોવા પહેલાં તે પાતે મરવાનું વધુ પસંદ કરે. તેણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy