SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ આવિષ્કાર: અ'તરના અને બહારને ૧૧૩ હોનારત સરજી હતી. ઉપરાંત એ હોનારત પાછળ પણ તે પોતાની સુીતિ અને વાહવાહ મૂકતો જવાનો હતો! તેની આંખોમાંથી વીજળીઓ ચમકી રહી હતી. તે હવે મુક્ત હતા! તે હવે તવંગર હતા ! તેની પાસે પૂરતા સમય હતા. ભરતી ચડવા લાગી હતી; અને દુરાંદે ખડકની કરાડમાં એવી રીતે પરોવાઈ ગઈ હતી કે તેને ડૂબવાની શકયતા જ રહી ન હતી. ભરતી ચડવા લાગતાં ઊલટી તે વધુ ઊંચી થાય એવો જ સંભવ હતા. ઉપરાંત, તેણે પેલા ‘લોંગ-બાટ’-વાળાઓને દૂર નીકળી જવાના વખત આપવા જોઈએ. આ માણસ અત્યાર સુધી પોતે આદરેલા ઢોંગના ભાર હેઠળ જ કચરાઈ રહ્યો હતો. તે પોતે અંતરથી બદમાશ હતા છતાં પ્રમાણિકતાના બાહ્ય દેખાવ સાથે તેને ખેતરાવું પડયું હતું. અને એ જેવી-તેવી યાતના ન કહેવાય. પ્રમાણિક માણસ તરીકે વખણાવું એ સહેલું નથી. ખરાબ વિચાર અને સારા બાલ – એ બે વચ્ચેની સમતુલા જાળવી રાખવામાં સતત કેટલી બધી તકલીફ ઉઠાવવી પડે! એ બાહ્ય જૂઠા કોટલા હેઠળ તેને સાચા દુષ્ટ અંતરાત્મા ભૂંગળાઈ રહ્યો હતે કલુબિન હંમેશ માનતા આવ્યા હતા કે, તેની સાથે દગા રમવામાં આવ્યા છે. તે પ્રથમથી જ તવંગર કેમ ન જન્મ્યા? તેને પેાતાના તે કાંઈ વાંક ન હતા. જીવનનાં બધાં સુખાથી તે શા માટે વંચિત રહ્યો હતા ? તેને આમ હાડ-તૂટ મજૂરી શા માટે કર્યા કરવી પડતી હતી ? દિવસ-રાત તેને જ શા માટે જૂઠા બુરખા પહેરી રાખવા પડયો હતો? પણ હવે લુબિન એ બધામાંથી મુક્ત થયા હતા. માનવજાત હવે તેને કશી ફરજ પાડી શકે તેમ નહાવું. ઉપરનું જૂઠું કેટલું ફગાવી દઈ હવે સાચા બિન પેાતાનું સ્વાભાવિક સ્વરૂપ પ્રાપ્ત કરી શકે તેમ થયું હતું. એક જ ઘાએ તેણે બધી મુશ્કેલી પાર કરી દીધી હતી. કલુબિન એકલા એકલા જ હસી પડયો. ટૉ. ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy