SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ આવિષ્કાર : અતરના અને બહારના ૧ કૅલ્યુબિનના ચિય થયો હતો; અને તે આનંદમાં હતો. તેનું સ્વપ્ન સિદ્ધ થયું હતું. આટલી લાંબી મુદતની જે હૂંડી તેણે પોતાના નસીબ ઉપર લખી રાખી હતી, તેનાં નાણાં છેવટે ચૂકતે થયાં હતાં. સૌ તેને અહીં છોડીને ચાલ્યા ગયા, એમાં જ તેની મુક્તિ હતી. જમીનથી એક માઈલ દૂર આવેલા હાનોઈ ખડક ઉપર તે હતો. અને તેની સાથે ૭૫ હજાર ફ઼ાંક હતા ! આવી કુશળતાથી કોઈ જહાજ ડુબાડવામાં આવ્યું નહિ હોય. તેની એકેએક વિગત ધાર્યા પ્રમાણે જ પાર પડી હતી. જુવાનીથી માંડીને તેણે એક જ યોજના ઘડી રાખી હતી: પ્રમાણિક માણસ તરીકે નામના મેળવવી; અને પછી એ નામનાને જ હોડમાં મૂકી પોતાનું ધાર્યુ પાર પાડવું. મૂર્ખ બદમાશો વીસ વીસ વખત નિષ્ફળ જાય ત્યાં તેણે એક જ તડાકે સફળ નીવડવા નિરધાર્યું હતું; તથા પેલા મૂર્ખાઓનો અંત તો ફાંસીને માંચડે પણ આવે, પરંતુ પોતાને તો એવી રીતે કામ કરવું હતું કે યશસ્વી વિજય જ પેાતાને ભાગે જોવાનો રહે. ૨ે તે તેની નજરે પડયા પછી, તેણે પોતાની યોજના ઝટપટ વિચારી લીધી હતી: રે'તે પાસેથી પૈસા કઢાવવા; તથા તે બધું જાહેર કરી દે, તે પહેલાં અલોપ થઈ જવું. મરી ગયેલ તરીકે જાહેર થવું એ અલોપ થવાનો સારામાં સારો રસ્તો કહેવાય. તે હેતુથી તેણે દુરાંદેની ૧૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy