SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-બલિદાન દુરાંદે ઉપર બીજા સાત ખલાસીઓ હતા – સુકાની, કોલસાવાળો, જહાજી સુતાર, રસોઇયો, બે બૉઇલર-સંભાળનારા, અને એક કૅબિનબૉય (ફેરાફાંટા ખાનારો નોકર). પેલા બે બૉઇલરવાળાઓમાંનો એક એંજિનિયર હતો. એ ડચ-હબસી હતો અને સુરિનમના શેરડીના બગીચાએમાંથી ભાગી આવેલો હતો. પણ તે બહુ બહાદુર તથા બુદ્ધિશાળી હતો. તેનું નામ ઇંબ્રાન્કમ હતું. તે દુરાંદેના એંજિનનો પાકો સમજદાર હતો અને બહુ કાળજીથી તેની સંભાળ રાખતો. જે સુકાની હતો તે જર્સીમાં જન્મેલો કુલીન-ખાનદાન ગણાતા વર્ગનો હતો. લા માંશે ટાપુમાં પણ ઇંગ્લેંડની પેઠે કુલીનતા–ખાનદાનીની બોલબાલા ભારે છે. વસ્તીના માણસોમાં પોતાનો ક્રમ તેઓ બરાબર જાણતા હોય છે. ભારતમાં તેમ જ જર્મનીમાં પણ જ્ઞાતિ-પતિની આવી ઊંચનીચતાના ખ્યાલો સરખા જ છે. ખાનદાની તલવારથી મેળવી શકાય છે અને મજૂરી કરવાથી જતી રહે છે. આળસુપણે કામકાજ ન કરો, તો જ તમારી ખાનદાની સચવાઈ રહે. કશું કામકાજ ન કરવું એટલે જ ખાનદાનીથી જીવવું જેને કંઈ પણ શરીરશ્રમ કરવો ન પડે, તેને જ કુલીન તરીકે માન મળે. વેપારધંધો કરવા માંડો એટલે તમારી ઊંચતાને એબ લાગે, અને મજૂરિયો કે જાતકમાઈ કરનારો તો પોતાની ખાનદાની સદંતર ખોઈ બેસે. દુરાંદેના એ સુકાનીની વાત ઉપર જ આવીએ. તેને દારૂ પીવાની બૂરી આદત હતી. મેસ લેથિયરીને તેથી એ માણસ ગમતો ન હતો. પરંતુ સ્યુ કલુબિને આગ્રહ કરીને તેને ચાલુ રખાવ્યો હતો. તેની દેખરેખ શખવાની જવાબદારી સ્યુ કલુબિને પોતાને માથે લીધી હતી. એ સુકાની દી જહાજ છોડીને બહાર જતો નહિ. તે જહાજમાં જ રહેતો. દરાંદે ઊપડયું એની આગલી રાતે સ્યુ કલુબિન જયારે દરાંદેની તપાસ અર્થે જહાજ ઉપર આવ્યો હતો, ત્યારે તે પોતાના હેમકમાં* ઊંઘતો જ હતો. * જાળીદાર કે જાડા કપડાનું હાલરડા જેવું બે છેડે બાંધેલું સવાન ઝૂલતું સાધન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy