SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાન્ડીની અણધારી આટલી ર મોડી રાતે જ્યારે તે જાગ્યો, ત્યારે પોતાની રોજની ટેવ મુજબ, ભંડકિયામાં પોતે છુપાવી રાખેલી બાટલી તરફ ચાલ્યો. તે એમ માનતો હતો કે, પોતાની એ છૂપી જગા કોઈ જાણતું નથી. કૅપ્ટન કલુબિન કદી દારૂને અડતો નહિ; એટલે જહાજ ઉપરનાં માણસો દારૂ ન પીએ એની એ કડક તપાસ રાખતો. એટલે સુકાનીને બહુ ચોરી-છૂપીથી અને બે-ત્રણ ઘૂંટડા જેટલો જ દારૂ છાનામાના પીને સંતોષ માનવો પડતો. આજે જ્યારે તે પોતાની એ ‘ગુપ્ત ’ જગાએ ગયો, ત્યારે પોતાના રોજના હળવા દારૂની બાટલીની જગાએ તેણે જલદ બ્રાન્ડીની બાટલી આવી પડેલી જોઈ! તે નવાઈ પામીને જોતો જ રહ્યો કે, આમ કેવી રીતે બન્યું હશે ? પોતે આ જાતની બાટલી કદી ખરીદીને જહાજ ઉપર આણી હોય, એવું તેને યાદ ન આવ્યું. પરંતુ થોડો વિચાર કરીને તે તરત જ આખી બાટલી પી ગયો; કારણ કે, એ બાટલી ત્યાં બીજા કોઈએ મૂકી હોય તો એ જગા જાણીતી થઈ ગઈ હોય, અને બીજા દિવસે તપાસ થાય તો એ બાટલી જપ્ત થઈ જાય. એના કરતાં અત્યારે અંધારામાં આખી જ પી નાખવી શી ખોટી? ખાલી થયેલી શીશી તેણે દરિયામાં ફેંફેંકી દીધી. બીજા દિવસે તેણે સુકાન પકડયું, ત્યારે તે જરા લથડિયું ખાઈ ગયો. છતાં, તેણે રોજની જેમ સુકાન કાળજીથી ફેરવવા માંડયું. ર લુબિન આગલી રાતે દુરાંદેની તપાસ કરી આવીને લૉબર્ન-જ્યાં વીશીમાં પોતાને ઉતારે આવી સૂઈ ગયો હતો, કલુબિન હંમેશાં પોતાના શર્ટ નીચે ચામડાનો ટ્રાવેલિંગ-કમરપટો પહેરી રાખતો. તેની સાથે સીવી લીધેલી એક દાબડીમાં જરૂર પડયે કામ આવે તે માટે વીસ ગીનીઓ તે રોકડી ભરી રાખતા. સૂતી વખતે તે એ કમરપટો કેડેથી છેાડીને બાજુએ મૂકતા. તે પટાની વચમાં ન ભૂંસાય તેવી શાહીથી તેણે પોતાને હાથે ‘સ્યુ કલુબિન એવું પેાતાનું નામ લખેલું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy