SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાડીની અણધારી બાટલી ૧૯ ગયું હતું– અને આગળના ભાગમાંથી જહાજ દરિયો પીવા જે ઘૂંટડા ભરતું હતું તેને ઘટક ઘટક અવાજ સંભળાતો હતે. ઘેડાના પડખામાં કોઈ સાંઢે શીંગડું મારીને જાણે તેનાં આંતરડાં કાઢી નાખ્યાં હતાં! કેપ્ટન કલુબિને પેલા ગ્યર્નસીવાળા મુસાફરને પૂછ્યું, “તમે હાનોઈ ખડકોને પહેલવહેલા જોયા હતા; તે કહો કે, આપણે કયા ખડકો ઉપર હોઈશું?” હમણાં જ ધુમ્મસ સહેજ ઊંચું થયું, ત્યારે મને સ્પષ્ટ દેખાયું હતું કે, આપણે મૉવે ઉપર છીએ.” તો પછી આપણી ડાબી બાજુએ નાને-હાઈ ખડક છે અને જમણી બાજુએ મોટો-હાઈ. અર્થાત્ આપણે કિનારેથી એક માઈલ દૂર છીએ.” તરત જ તેણે લૉગ-બોટને પાણીમાં ઉતારવા હુકમ કર્યો, અને બધાને મદદ કરવા જણાવ્યું. બધાએ તાબડતોબ બોટ પાણીમાં ઉતરી દીધી. મુસાફરો એ બોટમાં ગોઠવાઈ ગયા. બીજા ખલાસીઓ પણ ઊતરી ગયા. દરમ્યાન કેપ્ટન કલુબિન પોતાની કેબિનમાં ગયો અને જહાજના કાગળો અને દસ્તાવેજનો બીડો કરી લાવ્યો. પછી ઇબ્રાન્કમના હાથમાં તે મૂકી, તેને તથા સુકાનીને બોટમાં ઊતરી જવા તેણે ફરમાવ્યું. તેઓ તરત જ તેમાં ઊતરી ગયા. લગ-બોટ પૂરેપૂરી ભરાઈ ગઈ હતી. તેનાં પડખાં હવે પાણીમાં વધુ નીચે ઊતરે એ સહીસલામત ન રહ્યું. - કલુબિને દુરશંદે ઉપર જ રહ્યાં રહ્યાં હુકમ કર્યો, “હોડી હંકારવા માંડો.” પણ તમે કેપ્ટન ?” “હું અહીં જ રહીશ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy