SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ચામડાની બેંગ ૨૨૩ દૂર ‘કાશ્મીર’ જહાજ લાંગરેલું હતું. તે બપાર પછી ઊપડવાનું હોઈ, કશી ખાસ ધમાલ અત્યારે તે તરફ દેખાતી ન હતી. પાસે જ ખડકોની આડમાં તે વખતે, હોડીવાળા ન દેખે એ રીતે બે જણ વાતો કરી રહ્યાં હતાં: એબેનેઝર અને દેરુશેત. તેઓ બંને સામસામાં ઊભાં હતાં અને તેમની આંખા એક બીજાની આંખોમાં પરોવાયેલી હતી. બંને એકબીજાના હાથ પકડીને ઊભાં હતાં. દેરુશત બોલતી હતી અને એબેનેઝર ચૂપ હતા. તેની પાંપણા વચ્ચે આંસુનું ટીપું ભરાઈ આવ્યું હતું, પણ તે ત્યાં જ અટકી રહ્યું હતું—— નીચે સરી પડયું ન હતું. એબેનેઝરના મેİ ઉપર ચિંતા અને લાગણી વ્યાપી રહ્યાં હતાં. દેરુશેત બોલની હતી ~~ દેવાની મારામાં પછી તમે કાલે “ તમારે ચાલ્યા જવું ન જોઈએ. તમને જવા હિંમત નથી. તમારે જો ચાલ્યા જવાનું જ હતું તો -શા માટે મારી પાસે આવ્યા ? હું તમારી સાથે કંઈ બાલી નથી. હું તમને પ્રેમ કરતી હતી, પણ મને તેનુ ભાન ન હતું. પ્રથમ દિવસે જ્યારે શ્રી. હેરોદે રેબેકાની વાત વાંચી, ત્યારે તમારી આંખા મારી આંખા સાથે ટકરાઈ હતી. મારા ગાલ જાણે અગન-ઝાળથી બળતા હોય એવા લાલ લાલ થઈ ગયા હતા. મને વિચાર આવ્યા હતા કે, રેબેકા પણ એમ જ શરમાઈ ગઈ હશે ! ગઈ કાલે જો મને કોઈએ કહ્યું હાત કે, ‘તું રેક્ટરને ચાહે છે,' તે મેં હસી કાઢયું જ હોત. આપણી વચ્ચે જાણે છેતરપિંડી ચાલતી હતી. હું ચર્ચમાં આવતી અને તમને જોતી. હું માનતી કે બધાં મારી પેઠે જ ચર્ચમાં આવે છે અને તમને જુએ છે. હું તમારો કશા વાંક કાઢતી નથી; તમે મને ખેંચવા માટે કશું કર્યું નથી; તમે માત્ર મારા તરફ નજર કરતા. અને તમે લોકો ઉપર નજર નાખો તે અંગે તમારો કશા વાંક કાઢી શકાય નહીં. પણ હું તમને અંતરથી પૂજતી; જોકે, તે બાબતના કશે। સ્પષ્ટ ખ્યાલ મને ન હતા. તમે જ્યારે બાઈબલ વાંચતા, ત્યારે મને એ ઈશ્વરી પુસ્તક લાગતું; બીજા જ્યારે વાંચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy