SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ રર૪ પ્રેમ-બલિદાન ત્યારે બીજા સામાન્ય પુસ્તક જેવું જ લાગતું. તમે જે કહેતા તે હું એકદમ માની લેતી-માની શકતી. તમે મળ્યા તે પહેલાં હું ઈશ્વરમાં માનતી હતી કે કેમ, એ જાણતી નથી. પણ તમને મળ્યા પછી હું પ્રાર્થના કરતી બની રહી છું. ચર્ચમાં વખતસર પહોંચવા માટે હું ઘેર ધમાધમ કરી મૂકતી. એ બધાનો અર્થ કોઈ પુરુષ સાથે પ્રેમમાં પડવું એ થાય, એની મને ખબર નહોતી. હું તે મારી જાતને કહેતી, “હું કેવી ભક્તાણી બનતી જાઉં છું!” તમે હવે મને ભાન કરાવ્યું કે, હું ઈશ્વર માટે નહિ પણ તમારે માટે ચર્ચમાં આવતી હતી. તમે સુંદર, છે, તથા સારી રીતે વ્યાખ્યાન આપી શકે છે. તમારે એ બધામાં શો વાંક, એમ જો તમે પૂછો, તો હું કહ્યું કે, તમે કાલે બગીચામાં આવ્યા અને મારી જોડે વાત કરી ગયા, એ તમારો વાંક છે. તમે જો કહ્યું ન હોત, તો હું કશું સમજી ન હોત, અને તમે ખુશીથી ઈંગ્લેંડ વિદાય થઈ શક્યા હોત. મને કદાચ એ જાણી દુ:ખ થાત, પણ હવે તે હું મરી જ જઈશ. હવે મને ખબર પડી છે કે, હું તમને ચાહું છું, એટલે હવે તમારાથી ચાલ્યા નહીં જવાય. પણ, તમે શા વિચારમાં પડ્યા છો? હું જે કંઈ બોલી તે જાણે તમે સાંભળ્યું જ નથી!” “પણ, ગઈ કાલે રાતે તમારે ઘેર જે વાતચીત થતી હતી, તે તમે સાંભળી જ હશે?” એબેનેઝરે જવાબ આપ્યો. “સાંભળી જ હતી તો, હાય !” “હું પણ હવે શું કરી શકું?” બંને થોડી વાર ચૂપ રહ્યાં. પછી એબેનેજરે જ કહ્યું, “એક જ વસ્તુ મારાથી થઈ શકે. મારે અહીંથી ચાલ્યા જવું જોઈએ.” ' “મારે માટે પણ એક જ વસતુ હવે બાકી રહે છે – અને તે મરવાની. તમે મારી આગળ પ્રેમનો એકરાર શા માટે કર્યો? તમે મારી સાથે વાતચીત શા માટે કરી? અને હવે જો તમે ચાલ્યા જશો, તો નક્કી જાણજો કે હું મરી જ જઈશ. મારું હૃદય ભાગી ગયું છે. મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy