SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ઘેનમાં નાખનારી બેઠક ૨૩ માણસ એ પગથિયાંની સગવડ જોઈને જ ઉપર ચડવામન કરે અને પેલી બેઠકની સગવડ જોઈ તેના ઉપર બેસી જાય! પણ પછી ત્યાંના વાતાવરણમાં એક પ્રકારની એવી મેાહિની હતી કે, પેલા કેમે કર્યા ત્યાંથી ઊઠવા મન જ ન કરે! તેની નજર સમક્ષ એવો સુંદર દેખાવ પથરાઈ રહ્યો હોય, તથા ઠંડો મધુર પવન પણ તેના આખા શરીરને પંપાળી એવી આરામની લાગણી ઊભી કરતા હોય, કે ન પૂછે વાત. એમ સમુદ્રનું અનુપમ સૌંદર્ય નિહાળતાં નિહાળતાં, તથા પવનનું મુગ્ધ કરી નાખતું સંગીત સાંભળતાં સાંભળતાં, સ્વાભાવિક રીતે જ તૃપ્તિનો આનંદ વિશેષ અનુભવવા જ તેને થોડી વાર આંખા મીંચવાનું મન થાય. એમ થાડો શાંતિના ઘેનમાં પડે અને પછી ઊંઘવા જ માંડે. થોડા વખત બાદ એક વિચિત્ર ઘાંઘાટ અને ખળભળાટથી તે જાગી ઊઠે. અને જાગીને જુએ તો તેનું મેાત જ સામે આવીને ઊભું હોય ! વાત એમ બને કે, તેની આંખ મીંચાઈ હોય, એ દરમ્યાન જ સમુદ્રમાં ભરતી ચડવા લાગી હોય. પણ આ ખડકો આગળ પાણી આવતાં જ સમુદ્ર એકદમ વિકરાળ સ્વરૂપ ધારણ કરવા માંડે. એ ઊંચાનીચા ખડકો ભરતીના પાણીના માર્ગમાં એવી વિચિત્ર આડચા ઊભી કરતા હોય છે કે, સમુદ્ર ત્યાં આવી જેરથી ઊછળી ઊછળી, ગર્જના કરતા, માંએ ફીણ લાવી, જેરથી થપાટો મારવા માંડે. અને એ ભયંકર ઘમસાણમાં કોઈ માનો પુત તરીને પાછા કિનારા તરફ પહોંચવાની હિંમત જ ન કરી શકે. ભલભલા તરવૈયા એ તફાનમાં સપડાઈ નાશ પામ્યા છે. (6 1 તેથી ગ્યર્નસીના જૂના વતનીઓએ એ બેઠકનું નામ તેમની ભાષામાં “ ગિલ્ડ હોલ્મ ’-ઉર ” પાડયું છે. તેનો અર્થ થાય – ‘સૂઈ જનારનું મોત.’ ભરતીની પરાકાષ્ઠાએ સમુદ્ર બાજુએથી જુએ તા એ બેઠકવાળા ખડક દેખાય નહિ – તે આખા પાણીમાં ડૂબી ગયા હોય. W એ ‘જાનવરનું શીંગડું’ ખડક જિલિયાતનો પડોશી હતા, અને તેથી જિલિયાત તે બેઠક ઉપર જઈ વારંવાર બેસતા; તથા સ્વપ્નાં જોતા. જોકે પાતાની જાતને તે સમુદ્રની જાળમાં ફસાવા દેતા નિહ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy