SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ મેસ લેથિયરી બસ લેથિયરી સેંટ ઍસન કસબાની સંભાવિત વ્યક્તિ હતી. મૂળે તે બહાદુર ખલાસી હતો. તેણે ઘણી મુસાફરી કરી હતી. શરૂઆતમાં કૅબિન-બૉયથી માંડીને તે પછી એ ખલાસી, મદદનીશ, પાઇલટ અને છેવટે કપ્તાન બન્યો હતો. અત્યારે તો તે એક જહાજનો માલિક હતે. દરિયા વિશેની માહિતીની બાબતમાં તેની સરખામણીમાં ભાગ્યે કઈ ઊતરી શકે. અને હિંમતની બાબતમાં તો એમ જ કહેવાય કે, તેફાનમાં કે જોખમમાં સપડાયેલા જહાજને બચાવવા દોડી જવું, એ તેને મન રમત વાત હતી. તેફાનમાં સપડાયેલ એ વહાણ નાનું હોય કે મેટું હોય, યા તે પછી માછીમારનું સામાન્ય હોડકું હોય, તેનો વિચાર કરવા તે બેસે જ નહિ. વરસાદ, વીજળી અને પવનના તોફાનમાં, ઊછળતાં મોજાં વચ્ચે, તે પોતાની હોડી લઈને, સાથે બે-ચાર મજબૂત માણસ લઈને કે તેમના વિના પણ, તે દોડી જાય જ. ડૂબતાં વહાણોમાંથી જાનને જોખમે માણસે કે સરસામાન બચાવી લેવામાં મદદ કરવા જતાં તેણે આખો દિવસ એની હોડીમાં જ ગાળ્યો હોય. અને આવાં સાહસે બાદ રાતે પાછો ઘેર આવી તે શાંતિથી મોજાં ગૂંથવાને કામે લાગી જાય! જાણે કિંઈ બન્યું જ નથી. દશ વર્ષની ઉંમરથી માંડીને સાઠ વર્ષનો થયો ત્યાં સુધી તેણે આવી જ જિંદગી ગાળી હતી. સાઠ વર્ષનો થયો અને દર વખતની જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy