SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ રિવર સ્યુ કલુબિન અત્યારે તે વિધુર માણસ હતો, પરંતુ તેની પત્ની જીવતી હતી ત્યારે તેની પણ તેના જેવી જ ધાર્મિક અને પ્રમાણિક તરીકે ખ્યાતિ હતી. જો બેલીફ આવીને તેના કાનમાં પ્રેમ-ભાષા ઉચ્ચારી જાય, તો તે સીધી તેને રાજા પાસે જ ઘસડી જાય; અને ઈશ્વર પોતે આવીને તેના કાનમાં પ્રેમ-યાચના કરે, તો તે ઈશ્વરને પણ જરૂર પાદરી પાસે પકડી લાવે ! સ્યુ કલુબિનની કીર્તિ સ્ફટિક જેવી નિર્મળ હતી, અને તેના ઉપર સહેજ ડાઘ લાગે તે પહેલાં તે આત્મહત્યા જ કરી લે. તેને ટાંકણી જેવી નાની વસ્તુ જડે, તો પણ તે ટાંકણીના માલિકને શોધવાની તરખટમાં પડે. એક દિવસ તે સેંટ સરવાંની વીશીમાં ગયો અને તેના માલિકને કહેવા લાગ્યો, “ ત્રણ વર્ષ અગાઉ મેં અહીં નાસ્તો લીધો હતો; તમે તમારા બિલમાં પાંસઠ સેન્ટાઇન્સની * ભૂલ કરી હતી,” આટલું કહી, તેટલા પૈસા ચૂકવી દઈ, તરત તે ચાલતો થયો. દર મંગળવારે તે દુરાંદેને ગ્યર્નસીથી સેંટ મૅલો લઈ જતો. મંગળવારે સાંજે સેંટ મૅલો પહોંચી, બે દિવસ ત્યાં માલ ભરવા થોભત અને ગ્યર્નસી આવવા શુક્રવારે સવારે ઊપડતો. તે દિવસોમાં સેંટ મૅલો બંદરે લૉબર્ન-જ્યાં નામની નાની વીશી હતી. સ્યુ કલુબિન તે વીશીમાં જ ઉતારો રાખતો. દુરાંદેની કૂચ કિનારાની ઓફિસ ત્યાં જ ગણાતી. કસ્ટમ્સ ખાતાના અને કિનારાની ચોકી માટેના અફસરો એ જ વીશીમાં ખાવા-પીવા આવતા. જહાજ-કપ્તાને પણ એ જ વીશીમ આવતા; પણ બંને વર્ગનાં ટેબલ જુદાં જુદાં હતાં. સ્યુ કલુબિનને બંને ટેબલો ઉપર સરખો જ આવકાર મળતો. પણ તે કસ્ટમ્સવાળાઓનું ટેબલ વધુ પસંદ કરતે. સેન્ટાઈમ' એટલે ક્રાંકને સેમિ ભાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy