SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-બલિદાન આ વીશીમાં સારી સારી વાનીઓ પીરસાતી. દારૂ પણ જુદી જુદી જાતના અને મનમાન્યા મળતા. મોટી મુસાફરીએથી પાછા ફરતા કપ્તાનો સાથે જહાજ માલિકો વાતચીત કરવા અને ભેજન લેવા આવતા. તેઓ જુદી જુદી જગાએ ચાલતા ભાવતાલની કે જુદાં જુદાં સ્થળોએ ચાલતી રાજકીય અશાંતિની વાતે પૂછતા અને માહિતી મેળવતા. કપ્તાનોના ટેબલનું પ્રમુખ-પદ એક બુઢ્ઢા કપ્તાન મિત્ર જન્ત્રજબૂરોને જ મળતું. સૌ કોઈ તેને માણસ કરતાં જીવતું જાગતું બૅરોમિટર જ ગણતા. પિતાની દરિયાઈ જાણકારીને કારણે તે આબોહવા વિષે અચૂક ભવિષ્ય ભાખી શકતો. તે દરિયાનો વૈઘ હતો, એમ જ કહોને. વાદળોને તે કહેતો: ‘તમારી જીભ બતાવો તો!' અર્થાત્ વીજળી કેવી થાય છે તે એ જોઈ લેતે. અને આબોહવા કે તોફાનની આગાહી ભાખત. આખી પૃથ્વીની તેણે વારંવાર પ્રદક્ષિણા કરી હતી, તે જાણે જુદી જુદી ઋતુઓમાં દરિયાને થતા જુદા જુદા રોગોની માહિતી મેળવવા જ! પવનનો સુસવાટ અને પાણીનાં મોજાં, એ બેને, દરદીના શ્વાસ અને હૃદયના ધબકારા ઉપરથી રોગ પારખતા દાક્તરની પેઠે જ તે તપાસતો. દરિયાની જાણકારીની પેઠે જ, વહાણોની રચનાની બાબતમાં તેમની અપૂર્ણતાઓ અર્થાત્ નબળાઈઓ પારખવાની તેની શક્તિ પણ અદ્ભુત હતી. કપ્તાનોના ટેબલ ઉપર તથા અફસરોના ટેબલ ઉપર વાતનો એક વિષય હોય એમ તો કદી બને જ નહિ. પરંતુ આ ફેબ્રુઆરીના પ્રારંભ ભાગમાં નવાઈની વાત એવી બની કે, બંને ટેબલો ઉપર એક જ બાબત અંગે વાત ચાલતી હતી: કપ્તાન ઝયૂએલા ચિલિથી આવ્યો હતું, અને થોડા દિવસમાં ત્યાં જ પાછો ફરવાનો હતો. - કપ્તાન ઝયએલા ખરો ચિલિયન હતો. પોતાના દેશમાં વિવિધ પ્રદેશો વચ્ચે ચાલતી લડાઈમાં જ્યારે જ્યાં પોતાનું હિત દેખાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy